________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨- ૧૦
રાજાએ હરિબળ સામે જોયું. એટલે હરિબળે શરમના માર્યા હા પાડી.
હરિબળ ઘેર આવ્યો. વસંતશ્રીને વાત કરી. વસંતશ્રી તો વાતનો ભેદ પારખી ગઈ. નક્કી રાજાની બુદ્ધિ બગડી છે. રાજાને ઘેર જમવા નોતર્યા તેનું આ ફળ ! સ્વામીનાથ ! રાજા તો મહાકપટી છે; તમે પણ ભોળાભાવે રાજાને એકદમ કેમ હા પાડી દીધી?
હરિબળ કહે જે બનવાનું હતું તે બની ગયું, પણ હવે આપેલું વચન પાળવું જોઈએ. જે વચન આપીને પાળે નહિ તે માણસ નહિ. હું ગમે તેવી મુશ્કેલીઓથી ડરતો નથી, પણ એક તારી ચિંતા થાય છે, કે રાજા શું કરશે ?
વસંતશ્રી કહે, “નાથ ! હું ક્ષત્રિયાણીનું દૂધ ધાવી છું. જાન જશે, પણ શિયળ સાચવીશ, માટે મારી ચિંતા કરશો નહિ. તમને તો હું શું કહું? પણ અવિચારી કામ કરી એકદમ પતંગિયાની પેઠે આગમાં કૂદી પડશો નહીં. હરિબળ ને વસંતશ્રી દર્દભર્યા દિલે જુદાં પડ્યાં.
હરિબળ અનેક અજાણ્યા પ્રદેશોને ખેડતો દરિયાકિનારે પહોંચ્યો. લંકા અહીંથી થોડે દૂર હતી, પણ જેવું કેવી રીતે ? તેણે વહાણની ખૂબ રાહ જોઈ, તપાસ કરી, પણ વહાણ દેખાયું નહિ. થોડા વખતમાં તો કામ પતાવીને પાછું વળવું છે, એટલે તે મૂંઝાવા લાગ્યો. તે વખતે એક મહાન મત્સ્ય તેની નજરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org