________________
જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨. ૧૦
نت
.
ت
.
.ت
.
.ن.ت
નાખ્યો છે. પાછળ બેરી ને બે બાળકો છે. એક બાળકને ચલાવતાં, એકને તેડતાં, સાથેની ઘરવખરીનો ભારબોજ વહેતાં એ પંથ કાપી રહ્યાં છે.
વતનનાં ભૂંડ ભૂખ ઝાંડવાંમાંય માણસનું મન ભરાઈ રહે, પણ મોટા મનના ઉદાના દિલમાં તો સિંહસરખો જુસ્સો જાગ્યો છે. જ્યાં ચાકરી ને ભાખરી મળે ત્યાં રહી જવું છે.
આખરે કર્ણાવતી આવી પહોંચ્યું.
સુંદર સરિતાઓ, હરિયાળાં ઉપવનો, ફળફૂલથી લચેલાં ઉદ્યાનો ને મણિમુક્તાથી શોભતી હવેલીઓ! ભવ્ય રાજમહેલો ને ગગનચુંબી મિનારાઓ !
છેલ્લા ત્રણ દિવસથી કડાકા કરતો જુવાન ઉદો કર્ણાવતીને નિહાળી ખુશ ખુશ થઈ ગયો. એને લાગ્યું કે જો સ્વર્ગ ક્યાંય હોય તો અહીં છે ! ધર્મશાળામાં સામાન મૂકી ઉદયન શહેરમાં ફરવા નીકળ્યો. આવી ફક્કડ નગરીમાં ફરતાં કડકાબાલૂસ ઉદાને શરમ આવી રહી છે !
એ પોતે જૈન ધર્મનો અનુરાગી હતો. સુંદર દેરાસર દેખી દર્શન કરવા ગયો. દર્શન કરનારા તો અનેક હતા, પણ આ ઉદયનની લગની અજબ હતી. સ્થિતિનું તો દુઃખ માથે હતું જ, સાથે સાથે કર્મની વિચારણા કરતો એ સ્તવન ગાતો હતો. એટલે એ શબ્દો ભાવથી ભરપૂર હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org