SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ મહામંત્રી ઉદયન ** * * * ‘કોણ છો અલ્યા ? સાચું કહેજો, નહિ તો આ તીર તમારું સગું નહિ થાય !” અમે નસીબવંત લોકોના વગર પગારના ચાકર છીએ.' ઉદાએ પ્રશ્ન કર્યો: ‘ભાઈ, આ ખેતરવાળો તો એક જણને પણ નોકર રાખી શકે તેમ નથી. તો તેના ખેતરમાં પાણી વાળનારા આટલા બધા તમે કોણ ? | ‘અમે એના હિતચિંતક છીએ!” પેલા લોકોએ જવાબ વાળ્યો. ઉદાને લાગ્યું કે ભાગ્યશાળીને ભૂત રળે, જેવું કાંઈક લાગે છે. નિર્ભય ઉદાએ પ્રશ્ન કર્યો : ‘મારા પણ હિતચિંતક ક્યાંય હશે ખરા ? જરૂર ગુજરાતના કર્ણાવતી નગરમાં.' ઉદાએ વિગતથી પૂછવા માંડ્યું: ‘આપણા ભિન્નમાળ (શ્રીમાળનું બીજું નામ) પ્રદેશના સામંત રાજિના પુત્ર મૂળરાજનું નસીબ જ્યાં ખીલ્યું, જૈન ધર્મ પાળનારી કર્ણાટકના રાજા જયકેશીની કુંવરી મીનળદેવી જ્યાંના રાજાને વરી, એ જ નગરી કર્ણાવતીમાં જાઉં? શું ત્યાં ભાગ્યદેવી મારા પર રીઝશે” ‘જરૂર રીઝશે. જવાબ મળ્યો. ઉદો મારવાડી તો ચાલી નીકળ્યો. એણે ખભે ખડિયો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005457
Book TitleMantri Vimalshah Mahamantri Udayan
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy