________________
ધન્ય અહિંસા
દાસી કહે, ‘હરિબળ રાજાના મિત્ર રહ્યા. તેમની ગેરહાજરીમાં ખાસ ઘરની સંભાળ રાજા ન રાખે તો કોણ રાખે?” “હં' કહી વસંતશ્રીએ તે સાંભળી લીધું. થોડા દિવસ પછી રાજાએ એક દાસી સાથે સંદેશો કહેવરાવ્યો કે તારો સ્વામી લંકાએ ગયો છે તે પાછો આવનાર નથી, માટે મારી સાથે પ્રેમ બાંધ. વસંતશ્રી રાજાનાં આવાં વચનો સાંભળી મૂંગી રહી. એક રાત્રિએ રાજા હરિબળના મકાન પર આવ્યો.
વસંતશ્રીએ તેને જણાવ્યું. એક માસના વાયદે મારા સ્વામી ગયા છે તે મહિનો પૂરો થવા દો. પછી હું તમારી જ છું. રાજાએ જાણ્યું કે મહિનો પૂરો થયે એ ક્યાંથી આવવાનો છે? એટલે તે વાત સ્વીકારી.
આજે સ્વામીનાથને ગયે મહિનો બરાબર પૂરો થયો. તે નહિ આવે તો શું કરીશ? દુષ્ટ રાજા નક્કી મારું શિયળ લૂંટવા પ્રયત્ન કરશે. સખીને એનો ઉપાય પૂછતી વસંતશ્રી બોલી. સખી કહેઃ “જીવદયાનો ધર્મ પાળો. કોઈ સાચા સંતના આશીર્વાદથી તમારું દર્દ ટળશે. બાઈએ તો ભારે દયા કરવા માંડી છે. તે જ ક્ષણે કોઈ પુરુષ ત્યાં દાખલ થયો. એ જ વસંતશ્રીનો પ્રિયતમ હરિબળ હતો. વસંતશ્રી એને જોતાં જ ઘેલી થઈ ગઈ. હરિબળ પણ ખૂબ આનંદ પામ્યો ને બનેલી બધી વાત કહી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org