SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય અહિંસા એ જ નદીનો ધરો, એ જ જાળ ને હરિબળ માછી. શિયાળાની સખત ઠંડીમાં જુઓ, ઉનાળાના અંગારા જેવા તાપમાં જુઓ કે ચોમાસાની વરસાદની ઝડીમાં જુઓ, પણ એવું કોઈ વખત ન બને કે હરિબળ પોતાની જાળ લઈ નદીના કિનારે આવ્યો ન હોય. ઘરની તદ્દન ગરીબ હાલત અને કુળપરંપરાનો એ જ ધંધો. એટલે એને એ સિવાય બીજું કંઈ સૂઝતું નહિ-ગમતું નહિ. એ ઉપરાંત આ સ્થળ પસંદ પડવાનું એક બીજું પણ કારણ હતું. માણસ જ્યારે ઘરથી કંટાળે ત્યારે જ્યાં વિસામો મળે ત્યાં જઈને બેસે. હરિબળને સ્ત્રી તરફનું સુખ નહોતું. ઘરમાં નિરંતર સ્ત્રી કલેશ મચાવતી એટલે પણ હરિબળ ઘેર બહુ નહીં બેસતાં અહીં આવીને બેસતો. એક વખત નદીના એ જ ધરા પાસેથી એક મુનિરાજ નીકળ્યા. તેમણે હરિબળને જાળ લઈને ઊભેલો જોયો. એટલે કહ્યું: ‘ભાઈ ! તું કંઈ ધર્મ જાણે છે?' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005457
Book TitleMantri Vimalshah Mahamantri Udayan
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy