________________
ધન્ય અહિંસા ............ મારી દાંતની બત્રીસી પાડી દીધી ને તેની સાન ઠેકાણે આણી.
રાજાને એ પછી પોતાના કામનો પસ્તાવો થયો ને પ્રધાનને સાચો રસ્તો નહિ બતાવવા માટે સખત શિક્ષા કરી. તેનું મન વિલાસમાંથી એકદમ પાછું પડ્યું.
- હરિબળ જેવા મિત્રને આપેલા કષ્ટનો વિચાર કરતાં તેને કમકમાટી આવી ને તેનો બદલો વાળવા પુત્રી, રત્ન તથા રાજ્ય તેનાં ચરણે ધર્યા. પોતે નિવૃત્તિનો રસ્તો લઈ આત્મકલ્યાણ કર્યું.
વસંતશ્રીના નાસી જવાથી તેનાં માતપિતાને ખૂબ ખેદ થયો હતો. તે દેશપરદેશ પોતાની પુત્રીની તપાસ કરાવતાં હતાં. કેટલાક વખતે તેમણે વસંતશ્રી તથા હરિબળની વાત સાંભળી. તેમણે બહુ માનપૂર્વક હરિબળને તેડાવ્યો. હરિબળનું પરાક્રમ, સાહસ ને બીજા ગુણો જોઈ પોતાના પુત્રસમ ગણ્યો ને છેવટે રાજ આપ્યું. અહીં હરિબળે પોતાની કભારજા સ્ત્રીને સંભારીને ખૂબ શિખામણ આપી તથા સારી રીતે રહેતાં શીખવ્યું.
હરિબળ પોતાના જીવનની બધી ચડતીનું મૂળ એક નાનું સરખું વ્રત છે એ કદી ભૂલ્યો ન હતો. તે હંમેશાં મનમાં બોલતો ધન્ય અહિંસા ! તારા સહેજ પાલનથી મને આટઆટલું મળ્યું તો જે મહાત્માઓ પૂરેપરી અહિંસા પાળે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org