________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨- ૧૦
૧૪
.
.
.ت.
.ت.
નચાવતો રહેશે ને સબળ પાસે નાચતો રહેશે, પરંતુ ગુરુદેવને અર્પણ કરવાથી બીજના ચંદ્રની જેમ ત્રણ લોકને નમવા યોગ્ય
થશે !'
એ બાળક ચાંગો તે જ ગુરુદેવ હેમચંદ્ર પ્રભુ!
ધન ને સત્તા પામીને કોને મદ નથી થયો? છતાંય ઉદયને દેવ, ગુરુ, ધર્મ ને સ્વામીની ભક્તિમાં લેશ પણ કચાશ રાખી નહિ. મહારાજ જયસિંહદેવનો ક્રોધ કુમારપાળ પર ઊતર્યો. કુમારપાળને ઉપર આભ ને નીચે ધરતી રહ્યાં. એ વેળા કુમારપાળનો મિત્ર મંત્રીરાજ પાસે મદદ માગવા ગયો. મંત્રીરાજ ઉદયને ચોખ્ખું કહ્યું:
મને લૂણહરામ ન બનાવા. કોઈ રાજસેવક ન જુએ તે પહેલાં અહીંથી ચાલ્યા જાઓ !”
અને એ જ કુમારપાળ માટે જ્યારે ગુરુદેવ હેમચંદ્રાચાર્યે કહ્યું: ‘કુમારપાળને આશ્રય આપવામાં સ્વામીદ્રોહ નથી, પણ રાષ્ટ્રસેવા છે. મારું જ્ઞાન ભાખે છે, કે કુમારપાળ ગુજરાતનો ચક્રવર્તી રાજા થશે.' ત્યારે પોતે એને આશ્રય આપ્યો.
પણ વાહ રે કુદરત ! જેને એક વાર પોતે હડધૂત કર્યા હતા, એ જ કુમારપાળ રાજગાદી પર આવ્યા, પણ આશ્ચર્ય એ થયું કે ખુદ રાજા કુમારપાળે જ તેમને મંત્રી થવા માટે કહેણ મોકલ્યું. સાથે કહેવરાવ્યું, “મંત્રીરાજ, તમે રાજના શત્રુના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org