________________
મહામંત્રી ઉદયન
- આજે મળી ગઈ.
થોડા સમયમાં એણે ભારે નામના જમાવી. થોડી મૂડીએ બહોળો વેપાર ખેડવા માંડયો !
વાહ રે લાછી શ્રાવિકાના ધર્મપુત્ર ઉદયન! કાને શેલકડી, હાથે કડાં ને પગે તોડા. કપાળમાં બદામ આકારનું તિલક. માથે મારવાડી પાઘ.
દુકાન ધમધોકાર ચાલે છે. ધૂળમાંથી પણ ધન પેદા કરવાની આવડત છે. ધન, ધન ને ધનના ઢગલા ! - ભાગ્યનું ચક્ર ફરી ગયું : જ્યાં હાથ નાખે ત્યાં ધન જ હાથ આવે છે. અરે ! ભોરિંગના દરમાં હાથ નાખું તોય ધન મળે છે–એમ ઉદયન મશ્કરીમાં કહે છે.
ઉદાને વિચાર થાય છે, કે પાસે બે પૈસા થયા છે, તો રહેવા ઇંટોનું પાકું મકાન ચણાવું. એણે લાછી શ્રાવિકાને વાત કરી. લાછીને તો કંડ સુધી પથારો હતો. એણે એક મકાન ઉદાને વેચાણ આપી દીધું. ઉદાએ તો ઘરના પાયા ખોદવા માંડ્યા. ખોદતાં ખોદતાં પાયામાંથીય ધન નીકળ્યું.
ઉદાશેઠે વિચાર કર્યો : “ભલે જમીન મારી હોય, પણ ધન મારું ન કહેવાય.'
એણે લાછી શ્રાવિકાને બોલાવી, તેની આગળ ધન રજૂ કરતાં કહ્યું: “માતા, આ ધન તમારું છે. તમે લઈ જાઓ !”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org