________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૧૦
શત્રુ છો, પણ રાજના હિતસ્વીના તો પરમ મિત્ર છો. મેં તમને પારખી લીધા છે. હું રાજનો મિત્ર છું, મારા તમે મિત્ર બનો !'
૧૬
મહારાજ કુમારપાળને જેટલા વાળ તેટલા દુશ્મન હતા. મંત્રીરાજ સાથે રહ્યા, સાથે ઝૂઝ્યા, ને તેમની સત્તા સ્થાપી. ગુજરાતની નવ ખંડમાં નામના કરી.
*
સિત્તેર વર્ષની અવસ્થા થઈ છે. ઉદયન મંત્રી નિવૃત્ત થયા છે. પત્ની ગુજરી ગઈ છે. દીકરા ને વહુ, દીકરાને ઘેર દીકરા, એમ લીલી કુટુંબવાડી જામી છે. હવે પોતે કામકાજનો સંજે૨ો કર્યો. પ્રવૃત્તિનું ધામ પાટણ અને ખંભાત છોડી કર્ણાવતીમાં આવી વસ્યા, પણ નિરાંત તો નસીબમાં હોય તો લેવાય ને !
સોરઠમાં બંડખોરોનો જુલમ ખૂબ વધી ગયેલો. કેમે કર્યા એ કબજે થાય જ નહિ. એ વેળા સહુને ઉદયન મંત્રી યાદ આવ્યો. એંશીથી ઉ૫૨ની ઉંમરના મંત્રીરાજ ઉદયને બીડું ઝડપ્યું; જુવાનીને શરમાવે એવી છટાથી લશ્કર દોર્યું; રણકુશળ સેનાપતિની જેમ વ્યૂહ રચ્યા.
પોતાના નિયમ મુજબ લડાઈ પહેલાં મંત્રીશ્વર શત્રુંજયની યાત્રા કરવા ગયા. યાત્રા કરીને કાલે જ પાછા ફર્યા છે, ને આજે તો એમણે તરવાર પકડી રણમેદાનમાં ઝુકાવી દીધું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org