SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૧૦ પાલનથી મને આ સર્વ કંઈ મળ્યું છે. માટે આ લક્ષ્મીનો અને આ તકનો બરાબર લાભ લેવો. તેણે ઉદાર થઈ ગરીબગરબાં તથા દીનદુઃખીને દાન દેવા માંડ્યું. થોડા વખતમાં તો નગર આખામાં વાત ફેલાઈ કે, ‘કોઈ ધનવાન રાજપુત્ર આવ્યો છે. તે ઘણું દાન આપે છે. તે મહાગુણવંત ને દયાળુ છે.’ નગરના રાજાએ આ વાત સાંભળી. તેને બહુ માનપૂવર્ક તેડાવ્યો ને સભામાં બેસાડ્યો. હવે તો હરિબળ વસંતશ્રીના સમાગમથી બધો વિવેક ને શિષ્ટાચાર શીખ્યો હતો. રાજાએ તેની સાથે અનેક પ્રકારની વાતો કરી અને કહ્યું કે આપ આ કે નગરમાં જ રહો ને મારી સભાને શોભાવો. ૨૪ હરિબળ અને રાજા વચ્ચે પ્રીત બંધાઈ. મોટાની મિત્રતાથી શો લાભ ન થાય ? હરિબળને બધી રીતે લાભ થવા માંડ્યો. એક વખત હરિબળે વિચાર કર્યો કે રાજા સાથે આટઆટલો સ્નેહ બંધાયો છે તો તેને એક વખત મારે ઘેર જમાડવો જોઈએ. તેથી તેણે રાજાને નોતરું આપ્યું. તેને પ્રસન્ન કરવા ભાતભાતનાં મિષ્ટાન્ન તૈયાર કરાવ્યાં. વખત થયો ને રાજા જમવા પધાર્યા. વસંતશ્રી સોળે શણગાર સજી રૂમઝૂમ કરતી વાનીઓ પીરસવા લાગી. રાજાને લાગ્યું કે વીજળી ઝબૂકે છે કે શું? એના મુખ ઉપર જોવાય નહિ એટલું તેજ હતું. રસોઈ રસોઈના ઠેકાણે રહી. રાજા ભાન ભૂલી ગયો. જમતાં જમતાં વસંતશ્રીના જ વિચા૨ો ક૨વા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005457
Book TitleMantri Vimalshah Mahamantri Udayan
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy