Book Title: Maharaja_Kumarpal_Vastupal Tejpal Mahatma Drudhprahari
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/005421/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી - ૧ ૧૦ મહારાજા કુમારપાળ વસ્તુપાળ-તેજપાળ મહાત્મા દૃઢપ્રહારી ચ FUUOT AAAAAAAAAA NYYY જયભિખ્ખુ Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૧ [કુલ પુસ્તક ૧૦]. ૧. તીર્થકર શ્રી ઋષભદેવ, ભરત – બાહુબલી ૨. તીર્થકર શ્રી મહાવીર, તીર્થકર શ્રી પાર્શ્વનાથ ૩. આચાર્ય શ્રી જંબુસ્વામી, આર્દ્રકુમાર ૪. મહાસતી અંજના, સતી ચંદનબાળા ૫. કાન કઠિયારો, અક્ષયતૃતીયા, સત્યનો જય ૬. રાજા શ્રીપાળ, શેઠ જગડુશાહ ૭. મુનિશ્રી હરિકેશ, આચાર્ય શ્રી સ્થૂલિભદ્ર ૮. રાણી ચેલ્લણા, અમરકુમાર ૯. અર્જુન માળી, ચંદનમલયાગિરિ ૧૦. મહારાજા કુમારપાળ, વસ્તુપાળ-તેજપાળ, મહાત્મા દઢપ્રહારી For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ જૈન બાલગ્રંથાવલિ : શ્રેણી ૧ - પુ.૧૦ મહારાજા કુમારપાળ વસ્તુપાળ-તેજપાળ મહાત્મા દઢપ્રહારી સંપાદક જયભિખ્ખ જાહિદ નયાભ R શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Jain Balgranthavali Shreni-1 Ed. by Jaybhikhkhu Published by Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad-380 007 આવૃત્તિ : જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ, ૨૦૦૮ ISBN : 978-81-89160-94-4 કિંમત : રૂ. ૧૫ ૧૦ પુસ્તિકાના સેટની કિંમત રૂ. ૧૫૦ પ્રકાશક કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ મુખ્ય વિક્તા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ | ગુર્જર એજન્સીઝ ૫૧-૨, રમેશપાર્ક સોસાયટી, રતનપોળ નાક સામે, ઉસ્માનપુરા, ગાંધી માર્ગ, અમદાવાદ -૩૮૦ ૦૧૩ અમદાવાદ -૩૮૦ ૦૦૧ ફોન : ૨૭૫૫ ૧૭૦૩ ફોન : ૨૨૧૪ ૯૬૬૦ મુદ્રક ક્રિષ્ના ગ્રાફિક્સ, નારણપુરા ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ મહારાજા કુમારપાળ રાજવંશી ફરજંદ અને દુઃખ એવાં પડ્યાં કે માથે ઝાડ ઊગવાં બાકી રહ્યાં. નામ કુમારપાળ. કુળ સોલંકી. નગર અણહિલપુર પાટણ. રાજા ભીમદેવની ત્રીજી પેઢીએ એ પેદા થયા. રાજા ભીમદેવના પુત્ર હરિપાલ. હરિપાલના પુત્ર ત્રિભુવનપાળ. ત્રિભુવનપાળના કુમારપાળ. ત્રિભુવનપાળ દેથળીના ધણી, ગુજરાતના દંડનાયક. એમની રૂપવતી-ગુણવતી પત્નીનું નામ કાશ્મી૨ાદેવી. કાશ્મી૨ાદેવીથી તેમને ત્રણ પુત્ર ને બે પુત્રીઓ થયાં. પુત્રીનાં નામ પ્રેમલદેવી ને દેવલદેવી. પુત્રોનાં નામ મહીપાળ, કીર્તિપાળ ને કુમારપાળ. આમાં સહુથી નાના કુમારપાળનાં તેજ અનોખાં. રૂપ અનોખાં. પરાક્રમમાં સિંહ જેવા. ધીરજમાં પહાડ જેવા. દુઃખ સહન કરવામાં તપસ્વી જેવા. નાનપણથી ભારે પરાક્રમી. એ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૧૦ * * * * * વખતે ધર્મમાં કાંઈ સમજે નહિ, પણ સદાચાર અને શીલ તો એમનાં. પાટણની ગાદી પર એ વખતે મહારાજા જયસિંહ રાજ કરે. લોકો એમને સિદ્ધરાજ કહેતા. ધાર્યું સિદ્ધ કરે તેવા. ભારે પ્રતાપી. દેશના દેશ જીતીને એમણે ઘેર કરેલા. એમણે બધું જીત્યું, પણ એક નસીબ એમનાથી ન જિતાયું. મોટી ઉંમર થઈ તોય પુત્ર ન થયો. જોશી, વૈદ ને જતિ જેટલા મળ્યા તેટલાને તેડાવ્યા. યજ્ઞ, યાગ ને યાત્રાઓ જેટલી કહી એટલી કરી, પણ ઘેર પારણું ન બંધાયું તે ન બંધાયું. - એક વાર એક પ્રખ્યાત જોશી દરબારમાં આવ્યા. રાજાએ કહ્યું કે મારી પછી પાટણની ગાદીએ કોણ આવશે, એ કહો.” જોશીએ કહ્યું કે હે રાજા, તારા પછી કુમારપાળ ગાદીએ આવશે. એ પણ ચક્રવર્તી થશે.” બસ, આ વાત રાજા જયસિંહ સિદ્ધરાજને ન રુચિ. અરે, કુમારપાળનાં દાદીમાનું કુળ હલકું હતું. એ મને ન ખપે. પાટણની ગાદી એને ન મળે. જોશી કહે : “મહારાજ, આ તો ગ્રહની વાતો છે. એમાં રાજા તો શું, દેવતા પણ મીનમેખનો ફેર ન કરી શકે.' રાજા જયસિંહે વિચાર કર્યો, કે જોશીની વાત જૂઠી પાડું. ચાહડ નામના એક પરાક્રમી ક્ષત્રિય બાળકને દત્તક લીધો. પોતાની પાછળ ગાદી એને મળે એમ નક્કી ઠર્યું. બીજી તરફ કુમારપાળને મારવા મારા મોકલ્યા. જેનું નસીબ જાગતું હોય, For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ મહારાજા કુમારપાળ એને અગાઉથી બધી ચેતવણી મળી જાય. કુમારપાળને ખબર પડી ગઈ. એમણે તાપસનો વેશ લીધો. શરીરે ગેરુઆં કપડાં પહેર્યાં. હાથમાં ચીપિયો રાખ્યો. કપાળમાં ત્રિપુંડ તાણ્યું. માથે જટા બાંધી. જય શિવા” કરતા દેશવિદેશમાં નીકળી પડ્યા. દિવસો વીતી ગયા. રખડતા-રઝળતા કુમારપાળની ખૂબ ભૂંડી દશા થઈ ગઈ. ચીંથરેહાલ બની ગયા. પાસેની ખરચી ખૂટી ગઈ. આજ ખાવા મળ્યું તો કાલે નહિ. આજે કોઈ ધર્મશાળામાં સૂવા મળ્યું તો કાલે મસાણમાં સૂવું પડ્યું. આખરે વિચાર કર્યો કે લાવ ને પાટણ સુધી જઈ આવું. ત્યાંના રંગ કેવા છે, એ જોઈ આવું. સરાદના દિવસો હતા. મહારાજા જયસિંહે રાજમહેલમાં પિતાના શ્રાદ્ધ નિમિત્તે બ્રાહ્મણોને તાપસીને જમવા નોતર્યા હતા. કુમારપાળ એમાં ભળી ગયા. રાજા બધા તપસ્વીના પગ પ્રક્ષાલતો હતો. પખાળતો પખાળતો એ કુમારપાળ પાસે આવ્યો. એણે પગ ઉપાડ્યો. જોયું તો પ્રતાપી પુરુષના જેવો પગ. અજબ જેવી રેખાઓ એમાં પડેલી. રાજા પગ ધોઈને આગળ વધ્યો, પણ એણે આ તાપસને નજરમાં રાખી લીધો. કુમારપાળ સાવધ જ હતો. એને ખબર પડી ગઈ, કે ભેદ કળાઈ ગયો છે. એ ત્યાંથી ધીરેથી સરકયો. વેશ બદલી નાખ્યો. જઈને આલિગ નામના કુંભારના ઘેર પહોંચ્યો. રાજાના મારા છૂટી ચૂક્યા હતા. કુંભારે કુમારપાળને For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૧૦ નીંભાડામાં સંતાડી દીધો. નીંભાડામાં તે માણસ ક્યાંથી સંતાયો હોય ? મારાઓ થોડીઘણી તપાસ કરીને આગળ ચાલ્યા ગયા. કુમારપાળ ત્યાંથી નીકળીને ભાગ્યો; સાંજ સુધી ચાલ્યો, પણ સાંજે પાછું વાળીને જુએ તો સિપાઈઓ પગેરું લેતા આવતા દેખાયા. પાસે જ ખેતર હતાં. ખેડૂતો વાડ કરતા હતા. કાંટાના ગળિયા પડ્યા હતા. કુમા૨પાળે ભીમદેવ નામના ખેડૂતને પોતાને બચાવવા વિનંતી કરી. એ વખતના રજપૂતો આશરાગતનું રક્ષણ કરવામાં પુણ્ય માનતા. ખેડૂતોએ કુમારપાળ પર કાંટાના ગળિયા ગોઠવી દીધા. પગેરું લેતા સિપાઈઓ ત્યાં આવી પહોંચ્યા. ખેડૂતોને પૂછ્યું કે કોઈ અહીંથી ગયું ? ખેડૂત કહે, ના બાપજી ! એક સિપાઈએ પોતાનો ભાલો કાંટાના ગળિયામાં ખોસ્યો, પણ કાંઈ ન જણાયું. તેઓ આગળ ચાલ્યા ગયા. કુમારપાળ યમરાજની દાઢમાંથી બચી ગયો. આખી રાત કુમારપાળ કાંટામાં રહ્યો. બીજે દિવસે સવારે એમાંથી એને કાઢ્યો. આખે શરીરે કાંટા ભોંકાયેલા. બધે લોહીલુહાણ. એ ત્યાંથી ભૂખ્યોતરસ્યો આગળ વધ્યો. થોડે દૂર જઈ એક ઝાડીમાં આરામ લેવા બેઠો. અહીં એક આશ્ચર્ય જોયું : એક ઉંદર પાસેના દરમાંથી ચાંદીના સિક્કા બહાર લાવતો હતો ! આ પ્રમાણે એ ૨૧ સિક્કા બહાર લાવ્યો. પછી પાછો સિક્કા દરમાં લઈ જવા For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ મહારાજા કુમારપાળ લાગ્યો. એક સિક્કો લઈને અંદર ગયો. કુમારપાળે ઊઠીને બાકીના ૨૦ સિક્કા લઈ લીધા. એને અત્યારે એક રૂપિયો એક સોનામહોરથી પણ વધુ કીમતી હતો. લઈને એક ઝાડ પાછળ સંતાઈ ગયો. થોડી વારમાં ઉંદર બહાર આવ્યો. એણે પોતાના સિક્કા ન જોયા. એ માથાં ફોડીને ત્યાં મરી ગયો. કુમારપાળને ખૂબ જ અફસોસ થયો, પણ હવે શું થાય ? એ ત્યાંથી આગળ ચાલ્યો. થાકથી શરીર ભાંગી પડતું હતું. ભૂખથી ચક્કર આવતાં હતાં. ત્રણ દહાડાના કડાકા થયા હતા. આ વખતે એક શ્રીમંત સ્ત્રી પિયર જતી હતી. એણે આ જુવાનને જોયો, ભૂખથી બેસી ગયેલું એનું પેટ જોયું. તેણે પોતાની પાસેનો ચોખા-દહીંનો કરંબો તેને ખાવા આપ્યો. આમ માર્યો માર્યો ફરતો કુમારપાળ ખંભાત આવ્યો. ખંભાતનો અધિકાર મહામંત્રી ઉદયનના હાથમાં હતો. એ વખતે ત્યાં આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ બિરાજતા હતા. એ કળિયુગના સર્વજ્ઞ કહેવાતા. કુમારપાળની ઇચ્છા મંત્રીરાજ ઉદયન પાસેથી કાંઈક મદદ મેળવવાની હતી. ઉદયન મંત્રી ઉપાશ્રયમાં હતા. કુમારપાળ ત્યાં પહોંચ્યો. પહેલાં તો મંત્રીએ તેમને કહ્યું કે રાજની વિરુદ્ધ મારાથી કાંઈ ન થઈ શકે. તેમ જેમ બને તેમ રાજની હદબહાર ચાલ્યા જાઓ. આ વખતે ગુરુ હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું: “કુમારપાળ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૧૦ . . .ن.ت.ت. ગુજરાતનો ભાવિ ચક્રવર્તી રાજા છે.' કુમારપાળે આ સાંભળ્યું. એને લાગ્યું કે સાધુમહારાજ પોતાને બનાવે છે. મંત્રી ઉદયનને પણ આશ્ચર્ય થયું. આથી આચાર્ય મહારાજે બંનેને પાસે બોલાવ્યા. પછી પોતે એક તાડપત્ર પર નીચેનું લખાણ લખી બંનેને આપ્યું. વિ.સં. ૧૧૯૯, કારતક સુદિ બીજ, રવિવાર, હસ્ત નક્ષત્ર, કુમારપાળ રાજા થશે. ન થાય તો મારે જ્યોતિષ જોવું છોડી દેવું.” કુમારપાળ ગળગળો થઈ ગયો, એણે કહ્યું: “જો હું રાજા થઈશ, તો રાજ તમારું થશે, હું તો આપનો દાસ બનીને રહીશ.' આચાર્ય મહારાજ કહે : “અમે સાધુ, અમારે નરકગતિ. આપનાં રાજપાટ શાં કામનો ? ફક્ત રાજા થાઓ તો અહિંસાપ્રધાન જૈન ધર્મને ન ભૂલશો. આ પછી ઉદયન મંત્રી અને પોતાને ઘેર લઈ ગયા, નવરાવી, નવાં કપડાં આપી, જમાડી, વાટખર્ચા આપી કહ્યું, કે નસીબ ન જાગે ત્યાં સુધી દૂર જઈને રહો. કુમારપાળ માળવા તરફ ચાલ્યો ગયો. વીસરી નામના બ્રાહ્મણ સાથે મિત્રતા થઈ. વીસરી ભિક્ષા લાવતો. કુમારપાળ ખાતો. For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ મહારાજા કુમારપાળ કેટલોય વખત માળવામાં ગાળ્યો. એવામાં ખબર આવ્યા કે રાજા જયસિંહ સિદ્ધરાજ ગુજરી ગયા. આ સમાચાર મળતાં એ પાટણ આવ્યો. એક કંદોઈ પાસેથી કાંઈક માગીને ખાધું. પાટણમાં એના બનેવી કાન્હડદેવ હતા. રાતે એમને મળ્યો. ભયંકર રાજખટપટ ચાલતી હતી. કુમારપાળ પરાક્રમી હતો, પ્રજાનો પાળનાર હતો, ન્યાયનો કરનાર હતો, એ બધા મંત્રીઓ ને સામંતો જાણતા હતા. બનેવી કાન્હડદેવે એને મદદ કરી. કુમારપાળે ઉઘાડી તલવારે પોતાની બહાદુરીથી સિંહાસન કબજે કર્યું. પુરોહિતે મંગળ વચન ઉચ્ચાર્યા. નોબતો ગાજી ઊઠી. પૂરી પચાસ વર્ષની ઉંમરે કુમારપાળ રાજા બન્યા. આચાર્ય મહારાજની વાણી ફળી. રખડતા રઝળતા કુમારપાળ મહારાજા બન્યા. ગુજરાતનું રાજ તેમને મળ્યું. એમણે દુનિયાના રંગઢંગ, જીવનનાં સુખદુઃખ ને વખતની તડકી-છાંયડી જોઈ હતી. સિંહાસન પર બેસતાંની સાથે પ્રજાને પુત્રની જેમ પાળવા માંડી. આચાર્ય મહારાજને પોતાના ગુરુ બનાવ્યા. ઉદયન મંત્રીને વડીલ મંત્રી અને તેમના પુત્ર વાગભટને મહામાત્ય બનાવ્યા. આ વખતે કેટલાક જૂના પ્રધાનોએ તેમને મારી નાખવાનું કાવતરું કર્યું, પણ ખાડાના ખોદનાર જ ખાડામાં પડ્યા. કાવતરાં For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧. ૧૦ - - - - કરનારા જ મરાયા. રાજા જયસિંહનો ચાહડ નામનો દત્તક પુત્ર હતો. એ હાથીની લડાઈમાં કુશળ હતો. એ બીજાની મદદ લઈને ચડી આવ્યો. મહારાજા કુમારપાળ પોતે હાથી પર મેદાનમાં આવ્યા ને તેને હરાવ્યો. આ રીતે કોંકણના મલ્લિકાર્જુનને પણ હરાવ્યો. રાજકાજની લડાઈઓ દસ વર્ષ સુધી ચાલી, પણ વીર કુમારપાળ બધામાં ફતેહમંદ નીવડ્યા. મહારાજા કુમારપાળનું ચિત્ત હવે ધર્મ તરફ વળ્યું. આ વખતે મંત્રીરાજ ઉદયને આચાર્ય મહારાજની યાદ આપી. તરત જ મહારાજાએ કહેવરાવ્યું કે આપ પૂજા વખતે અવશ્ય પધારો. આચાર્ય મહારાજે કહ્યું: ‘અમે માગીને ખાઈએ છીએ, મળે તે વસ્ત્ર પહેરીએ છીએ, જમીન પર સૂઈએ છીએ. અનગાર (ઘર વગરના) કહેવાઈએ છીએ. અમારે રાજાનું ને રાજદરબારનું શું કામ !” આ વખતે મહારાજા કુમારપાળે ગદ્ગદ કંઠે કહ્યું: “આ લોકની તો ઠીક, પણ પરલોકની સાધના માટે હું આપનો સહવાસ ઇચ્છું છું.” - આચાર્ય મહારાજે રાજાની વિનંતીનો સ્વીકાર કર્યો. એમને લાગ્યું કે અહિંસા ને પ્રેમનો પ્રચાર રાજા દ્વારા વિશેષ થાય. દરબારમાં જવા માંડ્યું. કેટલાક તેમનો દ્વેષ કરવા લાગ્યા, પણ આચાર્ય મહારાજ જ્ઞાની, ઉદાર ને વિચક્ષણ હતા. ધીરે ધીરે બધા તેમને માન આપવા લાગ્યા. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ મહારાજા કુમારપાળ * * * એક વાર મહારાજાએ આચાર્યશ્રીને પૂછયું હે પ્રભુ! જગમાં મારો જશ કેમ પ્રસરે? અને કાળના છેડા સુધી કેમ ટકે?’ આચાર્ય મહારાજે કહ્યું : “કાં તો સોમનાથ મહાદેવના મંદિરનો ઉદ્ધાર કરો; કાં વિક્રમ રાજાની જેમ પૃથ્વી પરથી માણસમાત્રનું દેવું દૂર કરો.” - સૌરાષ્ટ્રમાં સાગરકાંઠે આવેલું, સોમનાથ પાટણનું શિવમંદિર લાકડાનું હતું. દરિયાના પાણીની છોળો લાગવાથી એ જીર્ણ થઈ ગયું હતું. મહારાજા કુમારપાળે એનો ઉદ્ધાર શરૂ કર્યો. આખું મંદિર પથ્થરથી બાંધવા માંડ્યું. અજબ નકશી ઉતારવા માંડી. લોકો આચાર્ય મહારાજની ઉદારતાની પ્રશંસા કરવા લાગ્યા : કેવો સવધર્મસમભાવ ! આ વખતે કુમારપાળને આચાર્યશ્રીએ કહ્યું, કે સારા કામમાં સો વિઘ્ન આવે. માટે આ મંદિર નિર્વિને પૂરું થાય તે માટે તમારે મદ્યમાંસ તજી દેવા જોઈએ. રાજાએ તરત જ મદ્યમાંસ છોડી દીધાં. મંદિર પૂરું થયું, ત્યારે આચાર્યશ્રી પણ ત્યાં પ્રતિષ્ઠામાં હાજર રહ્યા. એટલું જ નહિ, પણ નીચેની પ્રાર્થના બોલ્યા : “જે કોઈ ધર્મમતમાં, જે કોઈ નામે, તમે જે કોઈ પણ હો, પણ દોષ અને કાલુષ્યથી દૂર એવા એક તમે ભગવાન છો. પુનર્જન્મ પેદા કરનાર રાગદ્વેષ જેના દૂર થયા છે, એ બ્રહ્મા For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૧૦ હો, વિષ્ણુ હો, યા શિવ હો, અમારા તમને નમસ્કાર છે.” મહારાજા કુમારપાળ આચાર્ય મહારાજના આવા ઉદાર મનને જોઈ પ્રસન્ન થઈ ગયા. ને તેમના સેવક બની રહ્યા. એમણે પોતાનાં ૧૮ ખંડિયા રાજ્યોમાં અહિંસાનો પડહ વગડાવ્યો; સમ્યત્વમૂલક બાર વ્રત અંગીકાર કર્યા. એક વાર અદત્તાદાન-વિરમણવ્રત વિશે વ્યાખ્યાન સાંભળી એમણે નિર્વશિયાઓનું ધન લેવું બંધ કર્યું. આનો ઇજારો ૭૨ લાખ રૂપિયાનો અપાતો હતો, પણ તેનો તૃણવત ત્યાગ કર્યો. આચાર્યશ્રીએ રાજાને કહ્યું : “પુત્ર વગરના ગૃહસ્થનું ધન લેનાર રાજા, એ ગૃહસ્થનો પુત્ર થતો હતો, પણ તેનો ત્યાગ કરીને તો તમે સાચે રાજપિતામહ બન્યા છો.” મહારાજાના બોધ માટે આચાર્યશ્રીએ ૬૩ શલાકા પુરુષોનાં ચરિત્ર બનાવ્યાં; યોગશાસ્ત્ર નામનો ગ્રંથ પણ રચ્યો. મહારાજા શૈવધર્મી હતા, પણ અહિંસા વગેરે વ્રતોનું પાલન કરવા લાગ્યા; એક આદર્શ જૈન બની રહ્યા. લોકોએ એમને પરમ આત'નું બિરુદ આપ્યું, પણ આથી પોતાની પ્રજાના પાલનમાં કોઈ પણ જાતનો પક્ષપાત ન બતાવ્યો. મહારાજા કુમારપાળે દુઃખી અવસ્થામાં એક ઉદર પાસેથી ૨૦ ચાંદીના સિક્કા લઈ લીધેલા. ઉદર માથું ફોડીને ત્યાં મરણ પામેલો. એ ઉદરના કલ્યાણ અર્થે એક મુષક વિહાર For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ મહારાજા કુમારપાળ જૈન મંદિર બનાવ્યું. પોતાને કરંબ ખવરાવનાર સ્ત્રીનું નામઠામ તેઓ જાણતા નહોતા, છતાં તેના કલ્યાણ માટે કરંબવિહાર બંધાવ્યો. કહે છે કે સંકલ્પપૂર્વક જૂ મારવાના અપરાધમાં એક ધનવાન શેઠ પાસે યૂકાવિહાર બનાવરાવ્યો. જીવ નાનો હોય કે મોટો, જો ઇરાદાપૂર્વક તેની હત્યા કરવામાં આવે તો તે હિંસા જ છે. મહારાજા કુમારપાળે કુલ ૧૪૦૦ જૈન મંદિરો બંધાવ્યાં. બીજાં મંદિરોની તો સંખ્યા જ નથી ! મહારાજા કુમારપાળની ઇચ્છા પૃથ્વીને ઋણમુક્ત કરવાની હતી. તે માટે તેઓએ સાંભળ્યું હતું કે આચાર્ય મહારાજના ગુરુશ્રી દેવચંદ્રાચાર્ય સુવર્ણસિદ્ધિ જાણે છે. તેઓએ તે માટે વિનંતી કરી, તો વડા ગુરુ બોલ્યાઃ “તારાં પુણ્યકાર્યોથી આ લોક ને પરલોક સફળ થઈ ગયાં છે. હવે આની ઇચ્છા ન કરીશ.” મહારાજાનું મન ધર્મમાં ખૂબ ઊંડું ઊતરી ગયું. છતાં રાજકારભારમાં જરા પણ ખલેલ ન પડી. ઊલટું કારભાર સારો ચાલવા લાગ્યો. સાત વ્યસન છોડ્યાં. કર્ણાટક, ગૂર્જર, લાટ, સૌરાષ્ટ્ર, કચ્છ, સિધુ, ઉચ્ચ, ભંભેરી, મરુદેશ, માલવ, કોંકણ, કીર, જાંગલક, સપાદલક્ષ, મેવાડ, દિલ્લી ને જાલંધર - આટલા દેશોમાં એમણે પોતાની આણ વર્તાવી. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૧૦ - - - - - આચાર્યશ્રી હેમચંદ્ર પ્રભુ ૮૪ વર્ષની ઉંમરે સ્વર્ગવાસી બન્યા. આ ઘા મહારાજાને કારી લાગ્યો. તેઓ હૈયાફાટ રુદન કરવા લાગ્યા. સહુએ તેમને સાંત્વન આપ્યું ને કહ્યું કે આવા મહાત્માઓના મૃત્યુ માટે વિલાપ યોગ્ય નથી. તેઓ તો બંધનથી છૂટી ઉચ્ચ ગતિ પામ્યા. આ વેળા મહારાજાએ રડતાં રડતાં કહ્યું : પોતાનાં પુણ્યથી ઉચ્ચ લોક પ્રાપ્ત કરનાર ગુરુના મૃત્યુનો શોક હું કરતો નથી; પણ આ સર્વથા છોડવા લાયક સપ્તાંગ રાજ્યનો વિચાર કરું છું, જેને કારણે આચાર્ય ભગવાને રાજપિંડ માની મારું અન્નપાણી પણ તેમના અંગે અડાડ્યું નહિ. ધિક્કાર છે એવા મને ! ધિક્કાર છે મારી રિદ્ધિસિદ્ધિને છ મહિના બાદ પરાક્રમી, ધર્મપ્રેમી, ગૂર્જર ચક્રવર્તી મહારાજા કુમારપાળ પણ ગુજરી ગયા. માણસને માથે મોત તો છે જ, પણ સારાં કામ કરનાર માણસ અમર બની જાય છે. એમનો યશદેહ અનંતા કાળ સુધી ચિરંજીવ રહે છે. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાળ – તેજપાળા તેરમા સૈકાની વાત છે. ગુજરાતમાં સોલંકી રાજાઓની સત્તા નબળી પડી ગઈ હતી. રાણા વિરધવળની સત્તા જામતી હતી. રાણા વીરધવલના આશરાજ નામે એક મંત્રી હતા. તેઓ સુહાલક ગામમાં રહેતા હતા. કુમારદેવી નામે એક ગુણિયલ સ્ત્રી હતી. તેનાથી ત્રણ દીકરા ને સાત દીકરીઓ થયાં. દિીકરાનાં નામ મલ્લદેવ, વસ્તુપાળ ને તેજપાળ. દિીકરીઓનાં નામ જાહૂ, માઉ, સાઉ, ધનદેવી સોહગા, વયજુ ને પદ્મા. આશરાજ મંત્રીએ બધાં દીકરાદીકરીને સારી રીતે ભણાવ્યાં. એમાં વસ્તુપાળ ને તેજપાળ સહુથી વધારે ઝળક્યા. તેમને વિદ્યા પર અથાગ પ્રેમ. કળા પર ઊંડી પ્રીતિ. ધર્મ પર અડગ શ્રદ્ધા. આ બે ભાઈની બેલડી સહુના મનનું હરણ કરતી, સહુના પર પ્રભાવ પાડતી. તેઓ ઉંમરલાયક થયા એટલે પિતાએ ગુણવાન કન્યાઓ પરણાવી. વસ્તુપાળને લલિતા ને તેજપાળને અનુપમા. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૧૦ * * જાજવલ થી ૩૦ થોડા વખત પછી પિતા મરણ પામ્યા. પિતૃભક્ત પુત્રોને આથી ખૂબ દુઃખ થયું. તે દુઃખ ભૂલવાને તેઓ ગુજરાતના માંડલ ગામે આવીને વસ્યા. માતાની ખૂબ સેવાભક્તિ કરવા લાગ્યા. અહીં પોતાના સારા આચરણથી તેઓએ થોડા વખતમાં સારી નામના મેળવી. થોડા વખત પછી પ્રેમાળ માતા પણ ગુજરી ગયાં, એટલે તેમને ખૂબ શોક થયો. તે શોક દૂર કરવા તેઓ શત્રુંજયની યાત્રાએ ગયા. પવિત્ર તીર્થ શત્રુંજયની યાત્રા કરતાં કોનું મન શાંત ન થાય ? તેના પવિત્ર વાતાવરણથી આ બંને ભાઈઓનો શોક દૂર થયો. ત્યાંથી તેઓ પાછા ફર્યા. પાછા ફરતાં રાજસેવાની ઇચ્છાથી રસ્તામાં ધોળકા ગામે રોકાયા. અહીં તેમને રાજગોર સોમેશ્વર સાથે ભાઈબંધી થઈ. આ વખતે ગુજરાતની સ્થિતિ બહુ ખરાબ હતી. રાણો વરધવળ વિચાર કરે છે, જો કોઈ બાહોશ પ્રધાન ને બાહોશ સેનાપતિ મળી જાય તો મારા મનોરથ ફળે. રાજગોરે જાણ્યું કે રાણાજી પ્રધાન ને સેનાપતિને શોધવાની ચિંતામાં છે. એટલે તે રાજા પાસે ગયા ને વાત કરી : “મહારાજ ! ચિંતા દૂર કરો. જેની આપ શોધ કરી રહ્યા છો એવા બે રત્નો આ નગરમાં આવેલાં છે. તેઓ ન્યાય આપવામાં નિપુણ છે. રાજ ચલાવવામાં કુશળ છે. તેઓ જૈન ધર્મના ધોરી છે, પણ સર્વ પર સરખી પ્રીતિ રાખનાર છે. માટે આપ આજ્ઞા આપતા હો તો તેમને આપની આગળ હાજર કરું.” For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાળ – તેજપાળ રાજાએ આજ્ઞા આપી એટલે સોમેશ્વર આ બંને ભાઈઓને રાજસભામાં લઈ ગયા. ત્યાં રાજા આગળ સુંદર ભેટ મૂકીને બંને ભાઈઓએ પ્રણામ કર્યા. રાજા વીરધવલે જેવું જાણ્યું હતું તેવું જ જોયું. એટલે તે બોલ્યા : ‘તમારી મુલાકાતથી હું બહુ ખુશ થયો છું. રાજની ચાકરીમાં રહો. આ રાજ્યનો સઘળો કારભાર તમને સોંપું છું.' બંને ભાઈઓ આ સાંભળી આનંદ પામ્યા. પછી વસ્તુપાળે રાજાને કહ્યું : “મહારાજ ! અમારું અહોભાગ્ય કે આપની અમારા પર આવી કૃપા થઈ. પણ અમારે એક વિનંતી કરવાની છે તે આપ ધ્યાન દઈને સાંભળો. આપ અમને પણ વચન આપવાં પડશે. એક તો જ્યાં અન્યાય હશે ત્યાં અમારાથી ડગલું ભરાશે નહિ. બીજું – ગમે તેવા રાજકાજમાં પણ દેવગુરુની સેવા ચુકાશે નહિ. - ત્રીજું – રાજસેવા કરતાં આપની પાસે કોઈ ચાડીચુગલી કરે ને અમારે જવાનો વખત આવે, તો પણ અમારી પાસે જે ત્રણ લાખ ટંકા ધન છે તે અમારી પાસે રહેવા દેવું પડશે. જો આપ આ બાબતોનું વચન રાજગોરની સાક્ષીએ આપો તો અમે આપની સેવા કરવા તૈયાર છીએ. નહીંતર આપનું કલ્યાણ થાઓ.’. રાજાએ તે પ્રમાણે વચન આપ્યું. વસ્તુપાળને ધોળકા તથા ખંભાતના મહામંત્રી બનાવ્યા. તેજપાળને રાજના સેનાપતિ નીમ્યા. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૧૦ .ن.بن.تن. વસ્તુપાળ મહામંત્રી બન્યા તે વખતે તિજોરીમાં પૈસો ન હતો, રાજ્યમાં ન્યાય ન હતો. અમલદારો ભારે લાંચ લેતા ને રાજની ઊપજ પોતાના જ ખિસ્સામાં મૂકતા. તેમને દબાવી શકે એવું બળ કોઈનામાં નહોતું. આ બધી હકીકત બરાબર ધ્યાનમાં લઈ વસ્તુપાળે પોતાનું કામ શરૂ કર્યું. તેઓ સજ્જનોનો સત્કાર કરવા લાગ્યા અને લાંચિયા અમલદારોને પકડી તેમનો દંડ કરવા લાગ્યા. આ દંડમાંથી થોડુંઘણું ધન મળ્યું એટલે કેટલુંક લશ્કર તૈયાર કર્યું. પછી બધો રાજકારભાર થોડા વખત માટે તેજપાળને સોંપ્યો અને પોતે લશ્કર લઈને રાજાની સાથે ચાલ્યા. નિર્દોષ રૈયતને પાળવી, તોફાની માણસોને દંડવા; એ રાજ માટે જરૂરી છે. જે જે ગામના મુખીઓ રાજ્યનું લેણું આપતા નહોતા, તેમની પાસેથી લેણું વસૂલ કર્યું. જે ઠાકોરોએ ખંડણી ભરવી બંધ કરી હતી તેમની પાસેથી બધી ખંડણી વસૂલ કરી. આ પ્રકારે આખા રાજ્યમાં ફરી રાજ્યની તિજોરી તર કરી. સઘળી જગ્યાએ વ્યવસ્થા ને શાંતિ દાખલ કરી. હવે વસ્તુપાળે મળેલા ધનથી મજબૂત લશ્કર તૈયાર કર્યું. સીમાઓ પરના રાજાઓને જીતવાની તૈયારી કરી. તે વખતે સૌરાષ્ટ્રમાં બહુ અંધાધૂંધી ચાલતી હતી. રાજાઓ પણ યાત્રાળુઓને લૂંટતા હતા. આથી વસ્તુપાળ સહુ પહેલાં સૌરાષ્ટ્ર For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાળ-તેજપાળ ૧૯ તરફ ચાલ્યા. ત્યાં ઘણાખરા રાજાઓને વશ કરી લીધા. એમ કરતાં તેઓ વણથલી આગળ આવ્યા. ત્યાં રાણા વીરધવલના સાળા સાંગણ ને ચામુંડ રાજ્ય કરતા હતા. તેમનાં અભિમાન – અંહકારનો પાર નહોતો. તેમને ઘણું સમજાવ્યા, પણ તેઓ તાબે ન થયા, એટલે લડાઈ થઈ. તેમાં સાંગણ ને ચામુંડ માર્યા ગયા. વસ્તુપાળનો વિજય થયો. વસ્તુપાળ તેના પુત્રોને ગાદી આપી. આમ સૌરાષ્ટ્રમાં વિજયનો ડંકો વગાડી વસ્તુપાળ રાજાની સાથે ગિરનાર ગયા. ભક્તિપૂર્વક યાત્રા કરી તેઓ પાછા ફર્યા. ભદ્રેશ્વરનો રાણો ભીમસિંહ વિરધવળનો ખંડિયો રાજા હતો, પણ તેણે ખંડણી આપવા ના પાડી. તેના લશ્કરમાં ત્રણ બહાદુર લડવૈયા હતા. એટલે તેને અભિમાન હતું કે મને કાંઈ જ થનાર નથી. રાણા વિરધવળે તેના પર ચડાઈ કરી, પણ તેઓ આ લડાઈમાં હારી ગયા. એવામાં વસ્તુપાળ લશ્કર લઈને આવી પહોંચ્યા ને ખૂબ કુશળતાથી લડ્યા. અંતે જીત મેળવી. વસ્તુપાળે આ કઠિન વિજય કરીને પાછા ફર્યા. ત્યાં સાંભળ્યું કે ગોધરાનો રાજા ધુધલ ખૂબ છકી ગયો છે. તે પોતાની પ્રજાને ગમે તેવો ત્રાસ આપે છે. આથી વસ્તુપાળે તેને કહેણ મોકલ્યું કે રાણા વિરધવળને તાબે થાઓ. તેણે એ તો સાંભળ્યું નહિ, ઊલટું એક દૂત સાથે કાજળ, કાંચળી For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ને સાડી ૨ાણા વીરધવળને ભેટ તરીકે મોકલ્યાં. આવા અપમાનથી રાણો વીરધવળ ખૂબ ચિડાયો. તેની આંખમાંથી અગ્નિ ઝરવા લાગ્યો. તેણે લાલચોળ આંખે બધા સામે જોયું, પણ કોઈ ધુધળને જીતી લેવા તૈયાર ન થયું. તેની ધાક બહુ હતી. આખરે તેજપાળ ઊઠ્યા ને ધુધળને જીતી લાવીશ એમ જાહેર કર્યું. રાણો વીરધવળ ખૂબ ખૂશ થયો. જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૧૦ પછી તેજપાળ મોટું લશ્કર લઈને ગોધરા તરફ ગયા. ત્યાં ખૂનખાર લડાઈ થઈ. તેમાં ધળ પકડાયો. તેને પાંજરામાં પૂરી ધોળકામાં લાવવામાં આવ્યો. અહીં તેણે ભેટ મોકલાવેલી કાંચળી ને સાડી તેને જ પહેરાવ્યાં. પોતાનું આવું અપમાન થવાથી તે આપધાત કરીને મરી ગયો. * ખંભાતમાં સિદીક નામે મોટો મુસલમાન વેપારી હતો. તે ત્યાંના ધણીધોરી જેવો થઈ પડ્યો હતો. તેણે એક વખત નજીવા ગુના બદલ નગરશેઠની મિલકત લૂંટી લીધી ને તેનું ખૂન કરાવ્યું. નગરશેઠના દીકરાએ આ જુલમની વસ્તુપાળ આગળ ફરિયાદ કરી. વસ્તુપાળે તેને યોગ્ય સજા કરવાનો નિશ્ચય કર્યો. સિદીકને ખબર પડી એટલે શંખ નામનો એક રાજા તેનો મિત્ર હતો તેને તેડાવ્યો. શંખ તો દરિયાનો રાજા. કેટલાય ગુલામો એની સેવામાં. મોટું લાવલશ્કર રાખે. એક તરફ એ બે જણા, ને બીજી ત૨ફ વીર વસ્તુપાળ. ભારે લડાઈ થઈ. તેમાં શંખ માર્યો ગયો. વસ્તુપાળનો વિજય થયો. ત્યાર પછી ખંભાતમાં જઈને સિદીકનું ઘર ખોદતાં For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાળ-તેજપાળ ૨૧ તેમને પુષ્કળ સોનું ને ઝવેરાત હાથ લાગ્યાં. કહે છે કે એની કિંમત ત્રણ અબજ જેટલી થઈ. એક વખત દિલ્હીનો બાદશાહ મોજદીન ગુજરાત પર ચડાઈ લાવ્યો. આ ભાઈઓને ખબર પડતાં તેઓ પોતાનું લશ્કર લઈને આબુ સુધી સામે ગયા. ત્યાં ખૂનખાર લડાઈ કરી ને મોજદીનના હજારો માણસોનો સંહાર કરી નાખ્યો. બિચારો મોજદીન બાદશાહ હતાશ થઈને પાછો ગયો. આ બધી લડાઈઓ પછી તેમણે સમુદ્રકિનારા તરફ ચડાઈ કરી ને ત્યાં મહારાષ્ટ્ર સુધી પોતાની આણ ફેલાવી. આ પ્રમાણે બંને ભાઈઓએ નાનાંમોટાં ઘણાં યુદ્ધ કરીને ગુજરાતની સત્તા બરાબર જમાવી. ચારે બાજુ શાંતિ ને વ્યવસ્થા સ્થાપી વિજયનો ડંકો વગાડ્યો. જાત્રાળુઓ નિરાંતે જાત્રા કરવા લાગ્યા. વેપારીઓ દેશપરદેશ વેપાર માટે નિરાંતે જવા લાગ્યા. આખા દેશમાં સરબંદોબસ્ત કર્યો. ચોરચખારનો ભય ગયો. આ બંને ભાઈઓ લડાઈમાં ને રાજકાજમાં જેવા કુશળ હતા તેવા જ ધર્મમાં અડગ શ્રદ્ધાવાળા હતા. તેઓ આઠમચૌદશનાં તપ કરતા. સામાયિક-પ્રતિક્રમણ પણ નિયમિત કરતા. ધર્મબંધુ તરફનો પ્રેમ તો તેમને અથાગ હતો. વરસદિવસે એક ક્રોડ રૂપિયા ધર્મબંધુઓને માટે ખર્ચવાનું તેમણે વ્રત લીધું હતું. તેમની ઉદારતાનો કાંઈ સુમાર નહોતો. તેઓ છૂટે હાથે દાન For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૧૦ .ت.ت.تون .ت. કર્યે જ જતા હતા, અને બનતું પણ એમ જ કે જેમ જેમ તેઓ ધન વાપરે તેમ તેમ ધન વધ્યા જ કરે. આથી બંને ભાઈઓ વિચાર કરવા લાગ્યા: આ ધનનું શું કરવું? એક વાર તેઓ સંઘ કાઢીને જાત્રાએ જતા હતા. રસ્તામાં ખબર પડી કે આગળ લૂંટારાઓ છે, આથી પાસે રહેલું ધન તેઓ એક રાતે જંગલમાં દાટવા ગયા. ખાડો ખોદવા લાગ્યા ત્યાં અંદરથી ધનના ચરુ મળ્યા. ધન ઓછું કરવા ચાહ્યું, તો ઊલટું વધ્યું. તેજપાળની સ્ત્રી અનુપમાદેવી બુદ્ધિનો ભંડાર હતી. સહુએ તેની સલાહ પૂછી. તેણે જવાબ આપ્યો કે આ ધન પૃથ્વીમાં ન દાટો. એને પહાડના શિખર પર મૂકો, જેથી સહુ જોઈ શકે, પણ લઈ ન શકે. અર્થાત્ ત્યાં સુંદર દેરાં બંધાવો. આ સલાહ બધાને ગમી એટલે શત્રુંજય, ગિરનાર ને આબુ પર ભવ્ય દેરાં બંધાવ્યાં. એમાંય આબુના દેરાસરો બંધાવતાં તો તેમણે ખર્ચ માટે પાછું વળીને જોયું જ નથી. તેમણે સારામાં સારા કારીગરો બોલાવ્યા. કોતરણી એવી સુંદર કરાવી કે એ કરતાં ભૂકો પડે તેટલું સોનું અને રૂપું ખર્ચાયું. આ દેરાસરો જલદી પૂરાં કરાવવા માટે પોતાના તરફથી રસોડું ખોલ્યું ને શિયાળામાં દરેકની પાસે સગડી મૂકવાની ગોઠવણ કરી. આશરે બાર કરોડ રૂપિયાના ખર્ચે એ દેરાસર તૈયાર થયાં, જેનો જોટો આજે જગતમાં નથી. વિમળશાહનાં દેરાંની પાસે જ એ દેરાસરો આવેલાં છે. પ્રિય વાચક ! એ દેલવાડાનાં દેરા જિંદગીમાં એક વખત For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાળ – તેજપાળ તો જરૂર જોજે. આ ઉપરાંત તેમણે બીજાં પણ ઘણાં મંદિરો ને ઉપાશ્રયો બાંધ્યાં. ઘણા પુસ્તકના ભંડારો તૈયાર કર્યા. શંત્રુજય ને ગિરનારના બાર વખત તો સંઘ કાઢ્યા. એ સંઘ એટલા મોટા હતા કે આપણને તો તેનો ખ્યાલ પણ ન આવે. એક સંઘમાં તો સાત લાખ માણસ હતા. એ ભાઈઓની સખાવત કેવળ જૈન માટે કે કેવળ ગુજરાતીઓ માટે જ નહોતી. તેમણે એકેએક ધર્મવાળાને અને હિંદુસ્તાનભરમાં સખાવતો કરેલી છે. કેદારથી કન્યાકુમારી સુધી એવું એક પણ નાનુંમોટું તીર્થ નથી કે જ્યાં આ ભાઈઓની સખાવત ન થઈ હોય. સોમનાથ પાટણમાં દર વર્ષે દસ લાખ ને કાશી-દ્વારિકા વગેરે ઠેકાણે એક લાખ મોકલાવતા. તેમણે શિવાલયો ને મસ્જિદો ઘણી ચણાવી છે. વાવ, કૂવા ને તળાવ પણ બેસુમાર બાંધ્યાં છે. ૨૩ આ બંને ભાઈઓના કુશળ કારભારમાં પ્રજા સુખી હતી. રાજ્યમાં બંદોબસ્ત સુંદર હતો. બધા ધર્મના લોકો પોતપોતાનો ધર્મ સુખે પાળતા. દેશમાં દુકાળનું નામ નહોતું. હવે રાણો વીરધવળ મરણ પામ્યો. આ ભાઈઓએ તેની ગાદી તેના પુત્ર વિસલદેવને આપી, ને પોતે પહેલાંની માફક રાજકારભાર કરવા લાગ્યા. હવે અંતકાળ નજીક આવે છે એમ વસ્તુપાળને લાગ્યું એટલે તેમણે બધાની સાથે શત્રુંજયની યાત્રાનો સંઘ કાઢ્યો. રાજા વિસલદેવ અને રાજગોર સોમેશ્વર આંસુ પાડતા જુદા પડ્યા. રસ્તામાં તેમને મંદવાડ થયો અને તે મરણ પામ્યા. તેમના શબને For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૧૦ ........ શત્રુંજય પર બાળવામાં આવ્યું અને ત્યાં એક જૈન મંદિર બંધાવ્યું. લલિતાદેવી તેમની પાછળ અણશણ કરી મરણ પામી. પાંચ વર્ષ પછી તેજપાળ પણ ગુજરી ગયા ને અનુપમા દેવીએ પણ અણશણ કરી પ્રાણ છોડ્યો. જગતનાં મહામોંઘાં રત્ન જવાથી કોને દિલગીરી ન થાય ? માનવજાતિના આભૂષણરૂપ આવી અનેક જોડીઓ પાકો ને માનવજાતિને ઝળકાવો. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ 3 મહાત્મા દૃઢપ્રહારી બ્રાહ્મણનો એક છોકરો. તેનું નામ દુર્ધર. તે બહુ જ નઠારો. શક્તિનો ખજાનો. અવગુણનો ભંડાર. માબાપનું કહ્યું માને નહિ. જૂઠ્ઠું બોલે, ગાળો દે. વાત વાતમાં કજિયા કરે. કોઈની વસ્તુ હાથ પડી તો ઉપાડી લે. તે મોટો થયો. તેની કુટેવો પણ મોટી થઈ. જુગા૨ ૨મવાની ટેવ પડી. જુગા૨ ૨મતાં પૈસા ખૂબ હારે. હંમેશાં પૈસા ક્યાંથી લાવે ? એટલે ક૨વા માંડી ચોરી. ચાલાક બહુ એટલે ચોરીમાં ફાવ્યો. મોટી મોટી ચોરીઓ કરે, પણ પકડાય નહિ. ગામમાં તેના જુલમની હદ નહિ. તેને ડાહ્યા માણસોએ શિખામણ દીધી : ભાઈ ! નઠારી ટેવો કાઢી નાખ. એનાથી તને શો ફાયદો છે ? તારી બુદ્ધિ સારા રસ્તે વાપરીશ તો આગળ વધીશ, તારું કલ્યાણ થશે, માણસો પણ તને વખાણશે, પણ શિખામણ કોણ સાંભળે ? આ કાને સાંભળે અને બીજા કાને બહાર કાઢે. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧. ૧૦ ت ن . .ت.ت .ت. એણે તો સરખેસરખા દોસ્ત કર્યા ભેગા. જમાવી ટોળી ટોળી લઈને ધાડ પાડે, લૂંટ કરે, મારામારી કરે. લોકોને તેનાથી બહુ ત્રાસ થયો. રાજાને તેની જાણ થઈ, એટલે હુકમ કર્યો; એ દુષ્ટને અવળે ગધેડે બેસાડો, માથે કરાવો મૂડો, તેના પર ચોપડો ચૂનો, મોઢે ચોપડો મેશ, ગળામાં નાખો ખાસડાનો હાર, અને વગાડો ખોખરાં હાંડલાં. પછી આખા ગામમાં ફેરવી કાઢી મૂકો બહાર. રાજાના હુકમનો અમલ થયો. દુર્ધરનો વરઘોડો નીકળ્યો. સાથે દાંડી પિટાઈ : જે કોઈ દુર્ધરના જેવું કરશે તેને આવી સજા થશે. લોકોએ તેના ઉપર ધિક્કાર વરસાવ્યો. ભૂંડા હાલે ગામ બહાર કાઢી મૂક્યો. નઠારાની આ હાલત થાય. આથી દુર્ધર બળ્યો દાઝે. મનમાં વાળી ગાંઠ. આ ગામનું વેર વાળું તો જ ખરો. વેર લેવાના વિચારમાં આગળ ચાલ્યો. ચાલતાં ચાલતાં આવ્યો ડુંગરી મુલકમાં. ત્યાં પર્વતની મોટી ખીણ. ઘણી ઊંડી, ઘણી વિકરાળ. કાચાપોચાની તાકાત નહિ કે ત્યાં ડગલું ભરે, પણ દુર્ધરની છાતી બહુ મજબૂત એટલે ચાલ્યો આગળ. ઝાડી વધવા લાગી. તેમાં અનેક જાતનાં ઝાડ. અનેક જાતના વેલા. વેલા ઝાડે વીંટળાય ને પાંજરાં બનાવે. નીચે ઊગેલું ઘાસ, માથોડું માથોડું. રસ્તો કોઈક ઠેકાણે ઊંચો, કોઈક For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા દઢપ્રહારી ઠેકાણે નીચો. દુર્ધર આવો રસ્તો વટાવી આગળ ચાલ્યો. રસ્તો એથી પણ ભયંકર આવ્યો. મોટા મોટા ખડકો આવ્યા. ધોધમાર ઝરણાં આવ્યાં. મહામહેનતે પસાર કર્યાં. ત્યાં ઝાડી કહે મારું કામ. સૂરજનારાયણ પ્રકાશે, પણ અહીં અંધારું ઘોર. ચાલતાં ચાલતાં સાંજ પડી. દુર્ધર એક ઝાડ પર ચડ્યો. રાત ત્યાં જ ગાળવા વિચાર કર્યો. થોડી વારમાં જ જંગલી જાનવરોના અવાજ સંભળાયા. ઘડીકમાં સિંહની ગર્જના તો ઘડીકમાં વાઘની ત્રાડ. ઘડીકમાં શિયાળવાંની કિકિયારી તો ઘડીકમાં ચિત્તાનો અવાજ. આખી રાત જંગલી પશુ આવ્યાં ને ગયાં. દુર્ધરે એમને જોતાં જોતાં રાત પસાર કરી. ૨૭ વહાણું વાયું. જંગલી જાનવરો પોતપોતાની બોડમાં ભરાયાં. પંખીઓ ઝાડ પર ગીત ગાવા લાગ્યાં, એટલે દુર્ધર નીચે ઊતર્યો, આગળ ચાલવા લાગ્યો. થોડી વારમાં ભીલોનાં ઝૂંપડાં દેખાયાં. દુર્ધરને ખૂબ આનંદ થયો. તે અહીં જ નીકળ્યો હતો. જ્યાં થોડું ચાલ્યો ત્યાં આવ્યા કેટલાક ભીલ, રંગે કાળાં ભૂત. કપડામાં એક લંગોટી ને હાથમાં તીરકામઠાં. તેમણે દુર્ધરને પકડ્યો. લઈ ચાલ્યા રાજા પાસે. થોડું ચાલતાં એક અંધારી ગુફા આવી. ત્યાં ભીલોનું ટોળું બેઠેલું. તેમણે આ દુર્ધરને જોયો એટલે રાજી થયા. માંહી For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ २८ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૧૦ માંહી વાતો કરવા લાગ્યા. આ નવલોહિયો જુવાન છે. માતાને ભોગ દેવામાં કામ આવશે. પેલા ભીલો દુર્ધરને લઈ ગુફામાં પેઠા. અંધારામાં ચાલવા લાગ્યા. થોડી વારમાં અજવાળાવાળી જગ્યા આવી. ત્યાં એક લઠ્ઠ ભીલ બેઠેલો. જાણે જમનો જ અવતાર. તેની પાસે એક સ્ત્રી બેઠેલી. તે પણ ખૂબ કદાવર. તેણે શરીરે એક જ કપડું પહેરેલું. ગળામાં ને હાથમાં શંખનાં, કોડીનાં, પથ્થરનાં તથા રૂપાનાં ઘરેણાં. આ બન્ને ભીલના રાજારાણી. રાજાએ દુર્ધરને જોયો. તેણે લક્ષણથી પારખ્યો કે જુવાન છે બળિયો. વળી છે છાતીકઢો. પોતાના ધંધામાં દીપી નીકળે એવો છે. તેણે પૂછ્યું : કેમ ! તારો શો વિચાર છે? દુધરે કહ્યું : આપની સાથે રહેવું ને આપનો ધંધો કરવો. ભીલ રાજાએ રાજી થઈને તેને પોતાની પાસે રાખ્યો. દુર્ધર ધીરે ધીરે સહુને વહાલો થયો. ભીલ રાજાએ તેને પુત્ર બનાવ્યો અને પોતાની બધી મિલકત સોંપી. દુર્ધર મોટી મોટી ચોરીઓ કરે. તેમાં કોઈ સામું થાય તો માર્યું જાય. તેનો પ્રહાર કદી ફોક ન જાય. એટલે નામ પડ્યું દૃઢપ્રહારી. એક વખત મોટી ધાડ લીધી. ગયો કુશસ્થળ નગર લૂંટવા. ત્યાં એક બ્રાહ્મણનું કુટુંબ. બિચારું ખૂબ ગરીબ, ઘરમાં એક For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા દૃઢપ્રહારી દિવસના પણ તાકડા નહિ. મૂડીમાં એક વસૂકેલી ગાય. તેવામાં આવ્યો તહેવાર. એટલે છોકરાંઓએ કર્યો કજિયો. બાપા ! ખીર ખાવી છે.' બ્રાહ્મણે તેમને ખૂબ સમજાવ્યાં, પણ બાળક શું સમજે ? એટલે તે થોડો ઘેર ફર્યો. દૂધ, ચોખા ને સાકર એકઠાં કર્યાં. તેની રંધાવી ખીર. પછી સ્ત્રીને કહ્યું ખીર તૈયાર થાય એટલે ઉતારજે. હું નદીએ નાહીને આવું છું. બ્રાહ્મણ ગયો નાહવા. ૨૯ એવામાં દૃઢપ્રહારીની ધાડ આવી. લોકો ત્રાસ પામ્યા. નાસવા લાગ્યા. બધા ચોરો જુદાં જુદાં ઠેકાણે લૂંટવા લાગ્યા. એમાં એક ચોર બ્રાહ્મણને ઘેર આવ્યો. ત્યાં લૂંટવાનું શું મળે ? એવામાં બરાબર તૈયાર થયેલી ખીર જોઈ. ચોરે ખીર ઉપાડી. છોકરાં કકળવા લાગ્યાં. એવામાં આવ્યો બ્રાહ્મણ. જુએ તો ચોરે ખીર ઉપાડેલી ને છોકરાં ઊભાં કકળે. બ્રાહ્મણને ચડ્યો કાળ. એટલે હાથમાં લીધી ભોગળ (કમાડ આડી દેવાની)ને મારવા દોડ્યો. થઈ મારામારી. આ બંને મારામારી કરે છે ત્યાં આવ્યો દ્રઢપ્રહારી. તેણે મારી તલવાર કે બ્રાહ્મણનું માથું જુદું. છોકરાંઓએ ચીસ પાડી. સ્ત્રી ઊભી થરથરવા લાગી. ફળીમાં બાંધેલી ગાય. તેનાથી આ ન ખમાયું એટલે આવી ઉફારાંટે. પૂંછડું કર્યું ઊંચું ને મારી દોટ સીધી દૃઢપ્રહારી સામે. પણ દૃઢપ્રહારી વજ્ર છાતીનો. બીકને જિંદગીમાં નહિ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૧૦ ઓળખેલી. આવી ગાયથી તે શું બીએ ! ગાય પાસે આવતાં જ કર્યો તરવારનો ઘા. ગાયનું માથું જુદું ! સ્ત્રીથી આ જોયું ન ગયું. ગાળોનો વરસાદ વરસાવવા લાગી. ધમપછાડા કરતી સામી દોડી. બિચારીને શું ખબર કે તેનો પણ કાળ આવ્યો છે. લૂંટારો ભાન ભૂલ્યો હતો. એણે સ્ત્રીને માથે કર્યો ઘા. માથું ને ધડ જુદાં. ગર્ભવતી સ્ત્રી ઢગલો થઈ હેઠી પડી. સ્ત્રી ને બાળક બંને ઠાર. જ્યાં આ હત્યા થઈ ત્યાં દઢપ્રહારીને અરેકારો થયો. અરે! મારા હાથે ચાર હત્યા! બ્રહ્મહત્યા, ગૌહત્યા, સ્ત્રીહત્ય ને બાળહત્યા ! અરરર! મેં શું કામ કર્યું? ધિક્કાર છે મને !” તે લૂંટ પૂરી કરી નગર બહાર નીકળ્યો, પણ પેલી હત્યાઓ નજર સામે તર્યા જ કરે. તેનું હૃદય ખૂબ વલોવાયું. જમ જેવો દઢપ્રહારી ઠંડોગાર બની ગયો. ચાલતાં ચાલતાં વનમાં આવ્યો. ત્યાં જોયા એક સાધુ મુનિરાજ. તે સમતાનો ભંડાર, પ્રેમની મૂર્તિ. એમને જોતાં જ દૃઢપ્રહારીનું હૈયું ભરાઈ આવ્યું. તેમનાં ચરણમાં પડી ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગ્યો. મુનિ બોલ્યા : હે મહાનુભાવ ! શાંત થા. આટલો શોક શેનો છે ? For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા દઢપ્રહારી ૩૧ ت ن .ن.ت. . . દૃઢપ્રહારી બોલ્યો પ્રભો ! હું મહાપાપી છું. મારે માટે જગતમાં સ્થાન નથી. મુનિ કહે, ભાઈ ! નિરાશ ન થા. પાપીમાં પાપીને માટે પણ આ જગતમાં સ્થાન છે. કરેલી ભૂલો સંભારી રોદણાં ન રો. શાંતિથી તારા જીવનનો વિચાર કર. અને તેનો અમલ કરવા લાગી જા. દૃઢપ્રહારી કહે, પ્રભો ! હું મહાપાપી છું. મારા હાથે આજે ચાર હત્યાઓ થઈ છે. હવે મારું શું થશે. મુનિ કહે, ભાઈ ! ગભરાઈશ નહિ. સાધુજીવનની દીક્ષા લે. સંયમ અને તપનું આરાધન કર. લાગેલાં પાપ નિવારી નાખ. પશ્ચાત્તાપ કર. તારી કાયાનું કલ્યાણ થશે. દઢપ્રહારીએ હથિયાર છોડ્યાં. લીધી દીક્ષા અને તે જ વખતે નિશ્ચય કર્યો. જ્યાં સુધી આ ચાર હત્યા યાદ આવે ત્યાં સુધી અન્ન કે પાણી લેવાં નહિ. દઢપ્રહારી શયતાન મટી સંત થયા. ગયા પેલા નગરને દરવાજે. ધ્યાન ધરીને ઊભા રહ્યા. લોકો આવે, જાય ને વાતો કરે : એ મહાદુષ્ટ છે. ભંડાં કામનો કરનાર છે. મારો, એ હત્યારાને ! For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૧૦ .....ت . . . એમ કહી ઈંટ – પથરા ફેંક, લાકડીના માર મારે છે, પણ દૃઢપ્રહારી શાંત ચિત્તે બધું સહન કરે. એમ કરતાં ગળા સુધી ઈંટ – પથ્થરનો ઢગલો થયો. શ્વાસ પણ રૂંધાવા લાગ્યો. એટલે દૃઢપ્રહારીએ ધ્યાન પૂરું કર્યું. બીજા દરવાજે જઈને ધ્યાન ધર્યું. એ પ્રમાણે છ માસ સુધી સહન કર્યું, પણ પોતાના નિશ્ચયથી જરા પણ ડગ્યા તેમના હૃદયમાં ક્ષમા વધતી જ ગઈ. પ્રેમ ઊભરાતો ગયો અને તે છેલ્લી હદે પહોંચતાં પૂરા પવિત્ર થયા. લોકો સમજ્યા કે દૃઢપ્રહારી શયતાન નથી, પણ સાચા સંત છે, એટલે તેમનાં ચરણમાં પડ્યા. તેમના બધા દોષો વીસરી ગયા. - હવે મહાત્મા દૃઢપ્રહારી એક ઠેકાણેથી બીજા ઠેકાણે ફરવા લાગ્યા. તેમણે ઘણા લોકોને ઉપદેશ દીધો. ઘણાં જીવન સુધાર્યા. અને છેવટે નિર્વાણ પામ્યા. કર્મમાં શૂરા તે ધર્મમાં શૂરા આનું નામ. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ [કુલ પુસ્તક ૧૦] ૧. તીર્થંકર શ્રી શાંતિનાથ, તીર્થંકર શ્રી મલ્લિનાથ ૨. શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી સિદ્ધસેન દિવાકર ૩. રાજર્ષિ પ્રસન્નચંદ્ર, મહામંત્રી અભયકુમા૨ ૪. મહાસતી સીતા, સતી મૃગાવતી ૫. શ્રેણિક બિંબિસાર, જ્ઞાનપંચમી ૬. ખેમો દેદરાણી, વીર ભામાશા ૭. શ્રી દિપેણ, જૈન સાહિત્યની ડાયરી ૮. મયણરેખા, ઇલાચીકુમાર, ધન્ય અહિંસા ૯. ચક્રવર્તી સનતકુમા૨, વી૨ ધન્નો ૧૦. મંત્રી વિમળશાહ, મહામંત્રી ઉદયન Se van kungan 305 "મા" જે જે For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ णमोमिन्दा / णमोआयरिया જ તો 54 ચરિત્ર ચારિત્ર્યને ઘડે છે. એને લક્ષમાં રાખીને જૈન ધર્મના મહાન તીર્થકરો, પ્રતાપી વીરપુરુષો અને દાનવીરોના ચરિત્રોનું અહીં સંક્ષિપ્તમાં પ્રેરક આલેખન કરવામાં આવ્યું છે. એક આખી પેઢીના ધર્મસંસ્કારોનું ઘડતર કરનારી જૈન બાલગ્રંથાવલિ આજે પણ એટલી જ પ્રેરક અને પ્રભાવક લાગે છે. સતી સ્ત્રીઓ અને પાવન પર્વોનો પણ આમાંથી પરિચય મળે છે. એમાંથી મળતો નીતિ સદાચાર અને સંસ્કાર Serving linShasan જીવનમાં સંસ્કારઘ JIllu