Book Title: Agam Deep 12 Uvavaaiam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005072/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ [2] ॐ ह्रीं अर्ह श्री पार्श्वनाथाय नमः ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ (કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ. - આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક:પ્રશાંતમૂર્તિ સાળીશ્રી સૌમ્યગુણાશ્રીજીના તપસ્વી શિષ્યા સાધ્વીથી સમજ્ઞાશ્રીજીના ભદૂતપ નિમિત્તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, જૈન સંઘ તુલસી શ્યામ, નવા વાડજ, અમદાવાદ. * 45 આગમદીપ-ગુર્જર છાયા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ, શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ 20, ગૌતમનગર સોસાયટી, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા ડૉ. પિનાકીન એન. શાહ | 21, સુભાષનગર, ગિરધરનગર, શાહીબાગ, અમદાવાદ. નોંધઃ- ૪પ આગમ - “ગુર્જર છાયા” માટે કામ હીપ પ્રકાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦/-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે, Page #4 -------------------------------------------------------------------------- ________________ ઉવવાઇડ્યું - પહેલું ઉપાંગણ - ગુર્જરછાયા | મ અધ્યયન સમવસરણ 2 ઉપપાત અનુકમ | પૃષ્ટાંક 1-43 |. 337-362 44-77 ] 33-377 ] Page #5 -------------------------------------------------------------------------- ________________ આર્થિક અનુદાતા) 1 / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો સભ્ય શ્રુતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ - પરિવાર, વડોદરા ભાર્ગ - 2 રત્નત્રયા રાધા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (1) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા હ.નીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩. સ્વનામધન્યા સાધ્વીથી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમશાશ્રીજીના ભદ્રત નિમિત્તે ; તથા સંવત ૨૦૫૨ના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ, = = = = = = = = = = = = = = = = = = = = = = ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈને છે. મૂ. સંઘ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર છે. મૂ.જૈન.દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જે.મૂર્તિ. સંઘ, પારૂલનગર શોલારોડ, અમદાવાદ ભાગ- 3 સભ્ય શ્રુતાનુરાગી શ્રમણોપાસિકા તથા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ. પરિવાર, વડોદરા ભાગ-૭ Page #6 -------------------------------------------------------------------------- ________________ ( કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક illlllllllllllllllllllllllllllllllllllllllll]\Billullllllllllllllllllllllllll (1) માયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીઅરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન છે.મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (1) ઠાણ ક્રિયાનુરાગી સા. શ્રી રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ (2) સમવાઓ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી મોક્ષરત્ના શ્રીજી ની પ્રેરણાથી uહ ખીમચંદ છગનલાલ પરિવાર ખેરવાવાળા હસ્ત મંજુલાબેન. (1) જંબુદ્વીપનત્તિ (2) સૂરવનતિ અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઈ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (1) નિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવાર(ર) મહાનિસીહ કોરડાવાળા. (1) નાયાધમ્મકહા - મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો. પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રજ્ઞાબેન પ્રદીપકુમાર કામદાર, કલક્તા (1) પહાવાગરણું - સ્વ.પૂ.આગામોદ્વારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના | આજ્ઞાવતી સ્વ. પૂ. પઘલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ, મુંબઈ (1) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂર્ણપ્રાશ્રીજી તથા કોકિલકંઠી સારવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલન ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુજ્ઞાણિ ના સેટના બદલામાં મળી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ [9] [10] [11] [12] [13 16] [9] - આ-મા-રા - પ્ર-ફા-શનો :अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताह विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुअय भक्ति आवृत्ति-दो अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસ્પદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના - મરણભેદ સંગ્રહ] ચૈત્યવંદન માળા 779 ચૈત્યવંદનોનો સંગ્રહ તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧] તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો સિદ્ધાચલનો સાથી [આવૃત્તિ - બે] ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી . શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - આિવૃત્તિ - ચાર અભિનવ જૈન પંચાંગ - 2042 [સર્વપ્રથમ 13 વિભાગોમાં શ્રી જ્ઞાનપદ પૂજા અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ શ્રાવક અંતિમ આરાધના આવૃત્તિ ત્રણ વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ તસ્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [17] لالا لالالالالالالالا [22]. [23 [2] [29] [30] [31] [32] [33] [34] Page #8 -------------------------------------------------------------------------- ________________ [3] [39] [3]] [3j [3] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૫ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતવાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૭ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૮ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ [40) [46] [47] [48] आयारो सूयगडो ठाणं समवाओ विवाहपन्नति नायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अनुत्तरोववाइयदसाओ पण्हावागरणं विवागसूयं उक्वाइयं रायप्पसेणियं जीवाजीवाभिगमं पन्नवणासुत्तं सूरपन्नति चंदपन्नत्ति जंबूद्दीवपन्नति निरयावलियाणं कप्पडिसियाणं पुफियाणं पुष्फचूलियाणं वण्हिदसाणं चउसरणं आउरपच्चक्खाणं महापच्चक्खाणं भत्तपरिण्णा तंदुलक्यालियं [आगमसुत्ताणि-१ [आगमसुत्ताणि-२ [आगमसुत्ताणि-३ [आगमसुत्ताणि-४ [आगमसुत्ताणि-५ [आगमसुत्ताणि-६ [आगमसुत्ताणि-७ [आगमसुत्ताणि-८ [आगमसुत्ताणि-९ [आगमसुत्ताणि-१० [आगमसुत्ताणि-११ [आगमसुत्ताणि-१२ [आगमसुत्ताणि-१३ [आगमसुत्ताणि-१४ आगमसुत्ताणि-१५ [आगमसुत्ताणि-१६ [आगमसुत्ताणि-१७ [आगमसुताणि-१८ आगमसुत्ताणि-१९ आगमसुत्ताणि-२० [आगमसुत्ताणि-२१ [आगमसुत्ताणि-२२ [आगमसुत्ताणि-२३ [आगमसुत्ताणि-२४ [आगमसुत्ताणि-२५ ] आगमसुत्ताणि-२६ / [आगमसुत्ताणि-२७ / / [आगमसुत्ताणि-२८ } पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसुत्तं पंचमं अंगसुत्तं छठं अंगसुत्तं सत्तमं अंगसुत्तं अठ्ठमं अंगसुत्तं नवमं अंगसुत्तं दसमं अंगसुत्तं एकारसमं अंगसुत्तं पढमं उवंगसुत्तं बीअं उवंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठं उबंगसुत्तं सातमं उमंगसुत्तं अमं उवंगसुत्तं नवमं उवंगसुत्तं दसमं उवंगसुत्तं एक्कारसमं उवंगसुत्तं बारसमं उबंगसुत्तं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्थं पईण्णगं पंचमं पईण्णगं الالالالالا لالالا لالا لسا تا کا کن [67] [68] Page #9 -------------------------------------------------------------------------- ________________ لالالالعا لم [76] [81] 83] संथारगं [आगमसुत्ताणि-२९ ] छठ्ठ पईण्णगं गच्छायार आगमसुत्ताणि-३० सत्तमं पईण्णगं-१ चंदावेज्झयं आगमसुत्ताणि-३० सतमं पईण्णगं-२ गणिविजा [आगमसुत्ताणि-३१ ] अठ्ठमं पईण्णगं देविंदत्थओ आगमसुत्ताणि-३२ नवमं पईण्णगं मरणसमाहि आगमसुत्ताणि-३३ दसमं पईण्णगं-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ दसमं पईण्णग-२ निसीह आगमसुत्ताणि-३४ / पढमं छेयसुत्तं बुहत्कप्पो [आगमसुत्ताणि-३५ / बीअं छेयसुत्तं [79] क्वहार आगमसुत्ताणि-३६ ] तइयं छेयसुत्तं दसासुयखंधं [आगमसुत्ताणि-३७ ] चउत्थं छेयसुतं जीयकप्पो [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-१ पंचकपभास [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-२ महानिसीहं आगमसुत्ताणि-३९ / छ छेयसुत्तं [84] आवसस्सय [आगमसुत्ताणि-४० ] पढमं मूलसुत्तं ओहनियुत्ति [आगमसुत्ताणि-४१ / बीअं मूलसुत्तं-१ पिंडनिनुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुतं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुत्तं उतरज्झयणं [आगमसुत्ताणि-४३ चउत्थं मूलसुत्तं नंदीसूयं आगमसुत्ताणि-४४ पढमा चूलिया 90] अणुओगदारं [आगमसुत्ताणि-४५ / बितिया चूलिया -----x---0---x--- [1] मायारी - ગુર્જરછાયા [ આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [2] सूया . ગુર્જર છાયા આગમદીપ-૨ ] બીજું અંગસૂત્ર [3] 60 - ગુર્જર છાયા આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [4] समवासी - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર [5] વિવાહપન્નત્તિ - अरछाया [भागमही५-५ ] पांच, संगसूत्र fes] नयाधामो - भुईरछाया [भागमही५-8 ] @ अंगसूत्र fe7] 641स.सी. - अरछाया [ मामी-७ ] समुं मंगसूत्र [8] अंतगड६साओ - ગુજરછાયા [ આગમદીપ-૮ ] આઠમું અંગસૂત્ર [स्] मनुत्तसेवायसी - गुईया [मागमही५-८] नव संगसूत्र [10] પહાવાગરણે - ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [101] વિવાગસૂર્ય - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર 102] ઉવવાઈયું - ગુર્જરછાયા [ આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [103] रायपसेशियं - ગુરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાર્ગસૂત્ર [104] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર بالالالالالالالة السيالهال [85] ماليا لا لا لا لا لا لالا Page #10 -------------------------------------------------------------------------- ________________ [10] [105] પન્નવા સુd- ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર [10] સૂરપન્નત્તિ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર [107 ચંદપન્નતિ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠું ઉપાંગસૂત્ર [108 બુદીવપન્નતિ- ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર [109 નિરયાવલિયાણ - ગુર્જરછાયા આઠમું ઉપાર્ગસૂત્ર [110] કપૂવડિસિયાણ . ગુર્જરછાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાગસૂત્ર [111] પુષ્ક્રિયાણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર [112 પુફચૂલિયાણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર [113 વહિદાસાણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર [114 ચઉસરણું - ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પવનો [115] આઉરપચ્ચક્ખાણું - ગુર્જરછાયા [ ગમદીપ-૨૫ ] બીજો પ્રયત્નો [11] મહાપણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પયનો [117] ભત્તપરિણા - ગુર્જરછાયા [ આગમદીપ-૨૭ { ચોથો પવનો [118] તંદુલવાલિય - ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ] પાંચમો પયનો [118] સંથારગે - ગુર્જરછાયા [ આગમદીપ-ર૯ ] છઠ્ઠો પયત્નો [12] ગચ્છાચાર - ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયત્નો-૧ [121 ચંદાવર્ઝા - ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-ર [122] ગણિવિજા - ગુર્જરછાયા [ આગમદીપ-૩૧ | આઠમો પયત્નો [123 દેવિદત્યઓ - ગુર્જરછાયા. [ આગમદીપ-૩૨ | નવમો પયત્નો [124] વીરત્થવ - ગુર્જરછાયા [ આગમદીય-૩૩ ] દશમો પ્રયત્નો [125] નિસીહં - ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર [12] બુહતકપ્પો - ગુર્જરછાયા [ આગમદીપ-રૂપ ! બીજું છેદસૂત્ર [117] વવહાર - ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદસૂત્ર [128] દસાસુયઝૂંધ - ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર [12] જીયકષ્પો - ગુર્જરછાયા [ આગમદીપ-૩૮ ] પાંચમું છેદસૂત્ર [13] મહાનિસીહં - ગુર્જરછાયા [ આગમદીપ-૩૯ ]. છઠ્ઠ છેદસૂત્ર [131] આવસ્મય - ગુર્જરછાયા આગમદીપ-૪૦ પહેલું મૂલસુત્ર [132] ઓહનિસ્તુત્તિ- ગુર્જરછાયા આગમદીપ-૪૧ બીજું મૂલસુત્ર-૧ [133] પિંડનિત્તિ - ગુર્જરછાયા આગમદીપ-૪૧ બીજું મૂલસુત્ર-૨ [134 દસયાલિય - ગુર્જરછાયા આગમદીપ-૪૨ ] ત્રીજું મૂલસુત્ર [13] ઉત્તરજૂરગ્યણ - ગુર્જરછાયા આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર : [13] નંદીસુત્ત - ગુર્જરછાયા ! આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા [137] અનુયોગધરાઈ - ગુર્જરછાયા [ આગામદીપ-૪૫ ] બીજી ચૂલિકા 0 -0 - 0 નોંધ:- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રુત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી ૯૦આગમત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ 3i3 s a नमो नमो निम्मल सणस्त પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ ઉવવાય 8zzzzzzzzz ઉપાંગસ-૧-ગુજરછાયા STRESS [1] તે કાળે અને તે સમયમાં ચંપા નામની નગરી હતી. તે ભવનાદિથી યુક્ત, સ્વચક્ર-પરચક્રના ભયથી રહિત અને ધનધાન્યથી પરિપૂર્ણ હતી. તે નગરીના નાગરિકો પ્રસન્ન હતા તથા બીજા દેશમાંથી ત્યાં આવેલા લોકો પણ આનંદ અનુભવ કરતા હતાં. આ નગરી મનુષ્યોથી વ્યાપ્ત હતી. ત્યાંની ભૂમિ સારી રીતે ખેડાયેલી હતી. મનોજ્ઞ હતી તેમ જ ખેતરની માટી તેમાં ખેડીને લીસી કરવામાં આવી હતી. ગામો એટલાં બધા નજીક હતા કે જેથી એક ગામના કુકડાનો અવાજ બીજા ગામમાં જતો. તે નગરી શેરડી, જવ અને ચોખાથી યુક્ત હતી. ત્યાં ગાય ભેંસ તથા ઘેટાંઓ ઘણાં હતાં. સુંદર આકાર વાળાં ચૈત્યો હતાં, યુવતી-નર્તકીઓના અનેક ભવનો હતાં. તે નગરી સકુશળ હતી, ઉપ દ્રવથી રહિત હતી. ત્યાં ભિક્ષા સહેલાઈથી પ્રાપ્ત થતી હતી. લોકો વિશ્વાસપૂર્વક તથા સુખે રહેતા. અનેક પ્રકારના કુટુંબોથી તે નગરી વ્યાપ્ત હતી. નટ, નૃત્ય કરનાર, દોરડા પર નાચનાર, મલ્લ, મુષ્ટિ પ્રહાર કરનાર, બહુરૂપી- કથા કર નાર, તરનાર, રાસ લેનાર, શુભાશુભ શુકુનને કહેનારા, વાંસપર નાચનાર, સુંદર ચિત્રો દેખાડનારા, તૂણા નામના વાઘને વગાડનારા, વીણાવાદકો, તાલ આપી લોકોને ખુશ કરનારાઓથી એ નગરી શૂન્ય ન હતી. આરામ,ઉદ્યાનકૂવા, તળાવ, વાવ, વગેરે થી તે યુક્ત હતી, નંદનવન સમાન શોભિત હતી. નગરીની ચારે બાજુ ગોળાકાર ઊંડી ખાઈ હતી. તે ખાઈ વિસ્તારવાળી તળિયું ન દેખાય એવી ગહરી હતી. ઉપર પહોળી, નીચે સાંકડી હતી. તેની ચારે બાજુ કોટ હતો. તે ચક્ર, ગદા, મુસુંઢી, અવરોધ-શતબી, દૃઢ, સરખા પ્રમાણના દરવાજાવાળી તે નગરી હતી. તેથી તેમાં શત્રુઓને પ્રવેશ કરવો મુશ્કેલ હતો. તે નગરીનો કિલ્લો વાંકા વળેલા ધનુષ્યથી પણ વધારે વાંકો હતો. વાનરના મસ્તક સમાન ગોળાકાર રચના વાળા, સુંદર, તેનાં કાંગરાં હતાં. કોટ ઉપર અગાસીઓ હતી. જ્યાં દરવાજો હતો ત્યાં આઠ હાથ પ્રમાણ પહોળા રસ્તા હતા. મુખ્ય દરવાજા હતા. તેના ઉપર તોરણો હતા. જુદા જુદા માર્ગો હતા. નિપુણ શિલ્પી દ્વારા બનાવેલ આગળિયો તથા-ભોગળો હતી. બજારો, દુકાનો અને વ્યાપારીઓથી યુક્ત હતી. કુંભકારાદિથી યુક્ત હતી તેથી લોકો સુખમય હતા. ત્રિકોણાકાર માર્ગ, ત્રણ રસ્તા, ચાર રસ્તા, અનેક માર્ગો જ્યાં મળે છે તેવા સ્થાનોમાં ક્રય-વિક્રય માટે અનેક દુકાનો હતી. તે દુકાનો અનેક પ્રકારની વસ્તુઓથી [22] Page #12 -------------------------------------------------------------------------- ________________ 338 હવાઇયં-(૧) શોભિત તથા રમ્ય હતી. તે નગરીના રાજમાર્ગ રાજાના ગમન, આગમનથી સદા વ્યાપ્ત હતા. ત્યાંના રસ્તા અનેક અશ્વો, મદોન્મત્ત હાથીઓ, રથોના સમૂહો, શિબિકાઓ અને મિયાનાથી વ્યાપ્ત હતા તથા શકટાદિથી અને ઘોડાબળદોથી યુક્ત હતા. ત્યાંનાં જલાશયો નવીન કમળોથી યુક્ત હતા. ત્યાંના મકાનો ચૂનાથી ધોળાએલા હોવાના કારણે સુંદર લાગતા હતા. તે નગરીની શોભા અનિમેષ દ્રષ્ટિથી જોવા લાયક હતી. ચિત્તને ' પ્રસન્ન કરનારી હતી-મનને રૂચે તેવા રૂપવાળી હતી. [2] તે ચંપાનગરીની બહાર, ઉત્તર-પૂર્વ દિશાની વચ્ચે પૂર્ણભદ્ર નામનું એક ચૈત્ય હતું. તે પ્રાચીન હતું. પ્રસિદ્ધ હતું-જાણીતું હતું, બહુ ગવાયેલું હતું. છત્ર, ધ્વજાથી યુક્ત, ઘંટાવાળું, પતાકાથી શોભિત,મોરના પીંછાના ગુચ્છાથી યુક્ત હતું. ત્યાં વેદિકા બનાવી વામાં આવી હતી. તેની ભૂમિ છાણથી લીંપવામાં આવતી. તેની ભીંત તેથી ચમકતી હતી. ભીંતમાં ગોરોચન અને સરસ રક્ત ચંદનના થાપા લગાવવામાં આવ્યા હતા. દરેક દ્વાર પર ચંદનવાળા ઘટ હતા તેમજ સારી રીતે કરેલા સુંદર તોરણ દરવાજા પર શોભતાં હતાં. નીચે અટકતી તેમજ ઉપર સ્પર્શતી, વિસ્તૃત ગોળ લટકતી પુષ્પમાળાઓનો સમૂહ તેની ભીંત ઉપર હતો. પાંચ વર્ણના પુષ્પોના સમૂહોથી અનેક પ્રકારની રચનાઓ કરવા માં આવી હતી. ત્યાંનું વાતાવરણ મઘમ ઘાયમાન હતું. સુગંધ ના અતિશયથી ગંધ દ્રવ્યની ગુટિકા સમાન હતું. નટ, નૃત્યકાર, ઘરડાપર નાચનાર, મલ્લ, મેષ્ઠિ પ્રહાર કર નાર, વિદૂષક, તરનાર, કથા કહેનારા, રાસ લેનાર, ભવિષ્ય કહેનાર, વાંસની ટોચ પર નાચનાર, ચિત્રપટ બતાવનાર, વીણા વગાડનાર, તંબૂરા વગાડનાર, સેવકો અને સ્તુતિ પાઠકોથી તે ચૈત્ય વ્યાપ્ત હતું. ઘણાં નગરજનો તથા બીજા દેશના માણસોમાં તેની પ્રસિદ્ધિ થઈ હતી. ઘણાં લોકો ત્યાં આહુતિ આપતાં. ત્યાંના લોકો તેને દક્ષિણાપાત્ર, વંદનીય, નમસ્કરણીય, અર્ચનીય, પૂજનીય, સત્કરણીય અને સમ્માનનીય માનતા હતા. તથા કલ્યાણ, મંગલ, દેવરૂપ, ચૈત્યરુપ, વિનયથી ઉપાસનીય માનતા હતા. દિવ્ય અને સત્ય માનતા, સફળ સેવારૂપ માનતા હતા. દેવની પાસે ઉપહારરુપ પ્રાસાદ રાખેલો નજરે પડતો હતો. યજ્ઞમાં હજારો માણસો દાન આપતાં. ઘણાં લોકો આવી પૂર્ણભદ્ર ચૈત્યમાં પૂજા કરતાં. [3] તે પૂર્ણભદ્ર ચૈત્ય એક વિશાળ વનખંડથી સમસ્ત દિશાઓ તેમજ વિદિશા ઓમાં ઘેરાયેલ હતું. તે વનખંડ કાળો, કાળી પ્રભા વાળો, નીલ, નીલપ્રભાવાળો, લીલો લીલીપ્રભાવાળો, શીત સ્પર્શવાળો, શીતપ્રભા વાળો, સ્નિગ્ધ, સ્નિગ્ધપ્રભાવાળો, તીવ્ર, તીવ્રપ્રભાવાળો, કાળો, યાવતુ લીલી છાયાવાળો, ઠંડો, ઠંડી છાયાવાળો સ્નિગ્ધ, સ્નિગ્ધ છાયાવાળો, તીવ્ર, તીવ્રછાયાવાળો હતો. તે વન રમ્ય હતું તેથી એમ જણાતું કે એ મહામેઘોનો એક મોટો સમુદાય જ છે. આ વનખંડમાં વૃક્ષો જમીનની અંદર ઊંડા ફેલાયેલા મૂળયુક્ત હતાં, તેમજ કંદ યુક્ત, સ્કંધયુક્ત, ત્વચાયુક્ત હતાં, શાખાઓથી વિશિષ્ટ હતો, કૂંપળીથી યુક્ત હતાં, પાંદડાંઓથી ભરેલાં હતાં, ફૂલોથી શોભતાં હતાં, બીજોથી ભરપૂર હતાં. છત્રી જેવાં રમ્ય ગોળ આકારવાળા હતાં. એમનું થડ એક હતું અનેક શાખા-પ્રશાખા યુક્ત હતાં. અનેક પુરુષો ખૂબ પહોળા કરેલા હાથોથી પણ તેમનાં વિશાળ તેમજ વર્તુળાકાર થડને બાથ ભીડી શકતા નહોતા. પાંદડાં દૂર દૂર નહોતાં, બિલકુલ નજદીક ચોટેલાં જેવાં હતાં. એ Page #13 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૩ 379 વૃક્ષોમાં જેટલાં પાંદડાં લાગેલાં હતાં તે બધાં અધોમુખ હતાં. આ પાંદડાં લાગેલાં હતાં તે અધાં અધોમુખ હતાં. આ પાંદડાં અતિવૃષ્ટિ આદિ વિપત્તિઓથી રહિત હતાં. જૂનાં પાન, ખરી પડ્યાં હતાં અને તેના સ્થાને નૂતન લીલો ચમકદાર પાન આવી ગયાં હતા. તેથી અંધકાર જેવું સદા વ્યાપ્ત હતું. એનાં જે પાન તેમજ પલ્લવ હતાં તે નવીન ઉગવાના કારણથી નવીન તરુણતાસંપન્ન હતાં. કોમળ, ઉજ્જવળ, ચલાયમાન એવી એની કંપળો હતી. પ્રવાલ અત્યંત કોમળ હતાં. શ્રેષ્ઠ અંકુરોથી વૃક્ષનો ઉપરનો ભાગ સુશોભિત હતો. એ વૃક્ષો હમેશાં સર્વત્રતુઓનાં પુષ્પોથી ખીલેલાં રહેતાં હતાં. હમેશાં એ વૃક્ષો ઉપર મયૂરો રહેતાં હતાં, નિત્ય પલ્લવિત, નિત્ય ગુચ્છાથી યુક્ત, હમેશાં એ વૃક્ષો જોડે જોડે પંક્તિબદ્ધ આજુબાજુમાં ઊભાં હતાં. હમેશાં નમેલા કુસુમિત, મયૂરિત, પલ્લવિત, સ્તબકવાન, ગુચ્છાવાળા,ગુલ્પિત, ગુચ્છિત, યમલિત, યુગલિત, વિનમિત, પ્રણમિત થઈ જુદાં જુદાં પિંડરૂપ મંજરીના શિરોભૂષણોથી સદા યુક્ત હતાં. તે વૃક્ષો પોપટ મયૂર, મેના, કોયલ, કોભગક, શૃંગારક, કોંડલક, ચકોર, નંદીમુખ, તેતર, બટર, કારંડક, ચક્ર વાક, કલહંસ બતક, સારસ અનેક પક્ષીઓનાં યુગલના ધર્ઘ તથા મધુર સ્વરવાળી. વાણીથી યુક્ત હતાં. તેથી મનોહર લાગતાં હતા. મદથી ઉન્મત ભ્રમર-ભ્રમરીઓનો સમૂહ પુષ્પોના રસને પીવા માટે લોલુપ જૂની ગણગણાટ કરી રહ્યા હતા. અંદરના ભાગ માં પુષ્પ તેમજ ફળથી તથા બહારના ભાગમાં પાનથી આ વૃક્ષો વ્યાપ્ત હતા. મીઠા ફળ વાળાં હતાં. રોગરહિત અને કાંટારહિત હતાં. અનેક પ્રકારના ગુચ્છા, ગુલ્મોથી શોભિત હોવાના કારણે રમ્ય શોભતાં હતાં. શુભ ધ્વજાવાળાં હતાં વાવ, પુષ્કરિણી, દીર્ઘકાઓ હતી. તેના ઉપર સારી રીતે બનાવેલ સુંદર ઝરુખા હતા. પુદ્ગલોના સમૂહરુપથી દૂર દૂર સુધી ફેલાઈજનારી સુંદર સુંગધ આવતી હતી. આ વૃક્ષો મહાન ગંધની પરંપરાને છોડતા હતા. અનેક પ્રકારના ગુચ્છા અનેગુલ્મોથી બનેલા મંડપ, ઘર, સુંદરમાગ, પતાકાઓથી સુશો ભિત હતા. વૃક્ષોની નીચે અનેક રથ, યાન, બગી, શિબિકાદિ મૂકવામાં આવતી. સુરમ્ય, પ્રાસાદિક, દર્શનીય, અભિરુપ-હતા, [4] તે વનખંડની મધ્યમાં એક વિશાળ અશોક વૃક્ષ હતું. તે વૃક્ષની નીચેનો ભાગ કુશ તેમજ અન્ય તૃણાદિકથી રહિત હતો. મૂળ, કંદવાળો યાવતું તેની નીચે રથાદિને છોડવામાં આવતા, સુરમ્ય, પ્રાસાદિક, દર્શનીય, અભિરુપ, પ્રતિરૂપ હતું. તે અશોકવૃક્ષ તિલક, બકુલ, લકુચ, છત્રોપ, શિરીષ, સપ્તવર્ણ, દધિવર્ણ, લોધ્ર, ધવ, ચંદન, અર્જુન, નીપ, કુટજ, કદમ્બ, સવ્ય, ફણસ, દાડમ, શાલ, તાલ, તમાલ, પ્રિય, પ્રિયંગુ, પુરીપત્ર, પીપલ, નંદિ આ સર્વ વૃક્ષોથી સર્વ દિશા ઓમાં અને વિદિશાઓમાં ઘેરાયેલ હતું. તે તિલક, બકુલ, લકુચ યાવતુ નંદિવૃક્ષોનો નીચેનો ભાગ કુસ તથા અન્ય ઘાસા દિથી રહિત હતો. મૂળ કંદવાળા હતા. સુરમ્ય, પ્રાસાદીય, દર્શનીય, અભિરુપ, પ્રતિરુપ હતાં. તે તિલક યાવતુ નંદિવૃક્ષો પણ અન્ય અનેક પાલતા, નાગલતા, અશોકલતા, ચંપકલતા, આમ લતા, વનલતા, વાસંતિલતા, અતિમુક્તતકલતા, કુંદલતા, શ્યામલતા ' ઓથી સમસ્ત દિશા અને વિદિશાઓમાં ઘેરાયેલાં હતાં. તે પાલતાઓ નિત્ય પુષ્પોથી યુક્ત હતી. તેથી તે પ્રાસાદિક, દર્શનીય, અભિરુપ, પ્રતિરુપ હતી. [5] તે અશોકવૃક્ષની નીચે સ્કંધ થડથી જરા દૂર નીચેના ભાગમાં એક વિશાળ પૃથ્વીશિલાપટ્ટ હતો. તે લંબાઈ, પહોળાઈ, ઉંચાઈમાં સરખો હતો. આંજણ, મેઘ, તલ Page #14 -------------------------------------------------------------------------- ________________ 340 ઉવવાય- (પ) વાર, નીલકમળ, બળદેવના વસ્ત્ર, આકાશ, કેશ, કાજળની ડબ્બી, ખંજનપક્ષી, ભેંસા. દિના શીંગડા, નીલવર્ણના રત્ન, જાંબુ, બીક નામે વૃક્ષ વિશેષ, શણના ફૂલ, નીલ કમળ ના પાંદડાઓનો સમૂહ અળસીના પુષ્પ સમાન તેની કાળી પ્રભા હતી. પન્ના મસારઆંખની કીકી સમાન, સજલ મેઘ સમાન શ્યામ હતો. તેના આઠ ખૂણા હતા. તેના તળિયાનો ભાગ દર્પણ જેવો ચમકતો સુરમ્ય હતો. -વ, બળદ, અશ્વ, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, મૃગ, અભ્યપદ, ચમર, હાથી, વનલતા તેમજ પદ્મલતાના ચિત્રોથી સુંદર હતો. તેનો સ્પર્શ ચર્મમય વસ્ત્ર, રૂ, બૂર, માખણ, આકડાના રૂ સમાન કોમળ હતો. સિંહાસન જેવો તેનો આકાર હતો. યાવતુ પ્રતિરુપ હતો. [6] તે ચંપાનગરીમાં કૂણિક નામે રાજા હતો. તે મહાહિમવંત પર્વત, મહામલય પર્વત, મેરુ પર્વત, મહેન્દ્ર પર્વત જેવો હતો. અત્યંત વિશુદ્ધ, પ્રાચીન રાજકુળ વંશમાં ઉત્પન્ન થયો હતો. અખંડિત રાજચિહ્નોથી તેના અંગોપાંગ સુશોભિત હતા. અનેક લોકો દ્વારા તે બહુમાન, સત્કાર પામતો હતો. સર્વ ગુણોથી સમૃદ્ધ હતો. પ્રસન્નચિત્ત, ક્ષત્રિય હતો. પિતા, પિતામહાદિ રાજાઓ વડે તેનો રાજ્યાભિષેક થયો હતો. માતા, પિતાનો વિનય કરનાર હતો. દયાળુ હતો, કુળમયનું પાલન કરનાર, પ્રાપ્ત વસ્તુનું પાલન કરનાર, તેમજ તેને ધારણ કરનાર, મનુષ્યોમાં ઈન્દ્ર સમાન, જનપદનો પિતા, પાલક, પુરોહિત હતો. માર્ગદર્શક, અદૂભુત કાર્ય કરનાર, મનુષ્યોમાં શ્રેષ્ઠ, પુરુષોમાં શ્રેષ્ઠ, પુરુષોમાં સિંહ, પુરુષોમાં વાઘ, પુરષોમાં આશીવિષ સર્પ, પુરુષોમાં કમળ, પુરુષો માં ઉત્તમ ગંધ હસ્તી સમાન હતો. સમૃદ્ધ, દર્પવાળો, પ્રખ્યાત હતો. તેના વિશાળ મોટા, મોટા ભવન હતા. અનેક પ્રકારની શવ્યા, આસન, યાન, વાહનો તેમની પાસે હતા. કોઠા રમાં ઘણું ધાન્ય હતું. પુષ્કળ સોનું તથા ચાંદી હતી. ધનલાભના વ્યાપાર માં તેઓ હંમેશ ઉદ્યમશીલ રહેતા હતાં. તેમના રસોડામાં ભોજન કર્યા બાદ પણ ઘણું ભોજન વધતું. જેથી ગરીબોનું પોષણ થતું હતું. તેની સેવા માટે ઘણાં ઘસ, દાસી રહેતા હતા, તેમની પશુશાળામાં ગાય, ભેંસ ઘેટાં, પુષ્કળ પ્રમાણમાં હતા. યંત્ર, કોશ, કોઠાર, શસ્ત્રગાર પરિપૂર્ણ હતા. ઘણું સૈન્ય હતું. શત્રુઓ બળહીન હતા. તેમનું રાજ્ય કંટક રહિત હતું. તેમનું રાજ્ય નિષ્ફટક થયું હતું. એ પ્રકારે જ તેનું રાજ્ય ઉપહતશત્ર, નિહતશત્ર. મથિતશત્રુ, ઉદ્ધતશત્રુ, નિર્જિતશત્રુ તેમ જ પરાજિતશત્રુ હતું. એથી તે દુભિક્ષ, મારિ, અને ભયથી મુક્ત, ક્ષેમ કલ્યાણમય, સુભિક્ષયુક્ત અને વિજ્ઞથી રહિત રાજ્યનું શાસન કરતા રહેતા હતા. * [7] તે કોણિક રાજાને ધારિણી નામની રાણી હતી. તેણી સુકોમળ હાથ, પગ વાળી હતી. તેનું શરીર લક્ષણોથી અહીના સ્વરૂપથી પરિપૂર્ણ પાંચેય ઈન્દ્રિયોથી યુક્ત હતું. સ્વસ્તિક આદિ લક્ષણ, ચિહ્નતલાદિ, તથા ગુણોથી સુસંપન હતી માન, ઉન્માન, પ્રમાણથી પરિપૂર્ણ હતી. સવગ સુંદરી હતી. ચંદ્રસમાન સૌમ્ય આકૃતિથી મનોહર હતી. તેનું દર્શન પ્રિય લાગતું હતું. તે સુરૂપા હતી. તેનો કટિપ્રદેશ મુઠ્ઠીમાં સમાઈ શકે તેવો પતલો હતો. પ્રશસ્ત હતો તથા ઉદર ત્રિવલી યુક્ત હતું. ગાલપર જે પત્રાવલી બનાવી હતી તે કુંડલોથી ઘસાતી હતી. સૌમ્યમુખ ચંદ્રિકાથી શોભતા ચંદ્રમા સમાન નિર્મળ હતું. તેનો વેષ જાણે શણ ગારનું ઘર હતું તેની ચાલ હાથી સમાન હતી. હસવું સુંદર હતું. ભાષા કોયલ જેવી હતી. તેની ચેષ્ટાઓ અને વિલાસ મનોહર હતા. પરસ્પર Page #15 -------------------------------------------------------------------------- ________________ 341 સંભાષણ સુંદર હતું. નિપુણ, સદ્ધયવહારોમાં કુશળ હતી. સુંદર સ્તન, અંધા, વદન, હાથ. પગ, નયનવાળી હતી. લાવ યે હતું. તેમ જ વિલાસ મનોહર હતો યાવતુ પ્રતિરૂપ હતી. કણિકરાજા, સાથે અનુરક્ત હતી, અવિરક્તહતી, ઇષ્ટ શબ્દ, સ્પર્શ, રરૂપ, ગંધ એ પાંચ ઇન્દ્રિઓના મનુષ્યોચિત કામભોગોનો અનુભવ કરતી સમય વ્યતીત કરતી હતી. [8] તે કોણિક રાજાને ત્યાં એક એવો પુરુષ હતો કે જેને મોટી આજીવિકા મળતી હતી. તે ભગવાનની દિવસ સંબંધી પ્રવૃત્તિનું વૃત્તાન્ત રાજને કહેતો. તે પુરુષના હાથ નીચે બીજા ઘણાં પુરુષો હતા. તેઓને સુવર્ણમુદ્રાદિ સ્મૃતિ તેમજ અનાદિ ખોરાકનું વેતન આપવામાં આવતું. તેઓને ભગવાનની પ્રવૃત્તિને કહેવા માટે રાખ્યા હતા. વુિં તે કાળ અને તે સમયમાં ભંસારના પુત્ર કોણિક રાજા બહારની સભામાં અનેક ગણનાયક, દંડનાયક, માંડલિક રાજાઓ, ઈશ્વરો, તલવરો, માડમ્બિક, કૌટુમ્બિક, મંત્રી, મહામંત્રી, ગણક, દ્વારપાળ, અમાત્ય ચેટ-દ્દાસ, અંગમર્દકો નાગરિક પુરુષો પીર વણિકજનો, શ્રેષ્ઠિઓ, સેનાપતિઓ, સાર્થવાહ, દૂત, સંધિપાલોથી ઘેરાઈને બેઠા હતા. [10] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર કૃતધર્મની આદિકર નારા, તીર્થની સ્થાપના કરનારા સ્વયંબોધ પામેલા, પુરુષોમાં ઉત્તમ, પુરુષોમાં સિંહ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ કમળ સમાન, પુરુષોમાં ગંધહસ્તી સમાન, લોકમાં ઉત્તમ, લોકો ના નાથ, લોકોનું હિત કરનારા, લોકના દિપકસમાન, લોકને પ્રકાશિત કરનારા, અભય દાતા, ચક્ષુદ્ધતા, શરણદાતાજીવોની દયા રાખનારા, સમકિતરૂપી બોધને આપનારા, ધર્મના દાતા, ધર્મના ઉપદેશક, ધર્મના નાયક, ધર્મના સારથી, ચારગતિનો અંત કરનાર એવા શ્રેષ્ઠ ધર્મના ચક્રવર્તી, દ્વીપ, ત્રાણરૂપ છે. શરણસ્વરૂપ છે. પ્રતિષ્ઠા પામેલા છે. અપ્રતિહત શ્રેષ્ઠ જ્ઞાન, દર્શનના ધારક, છઘથી નિવૃત્ત જિન, જીતાવનાર, પોતે તયાં છે, બીજાને તારના, બોધ પામેલ, બીજાને બોધ પમાડનાર, કર્મથી મુક્ત, બીજાને મુક્ત કરનાર, સર્વદ્રવ્ય અને સર્વ પર્યાયને જાણનાર, સર્વદર્શી, કલ્યાણમય, અચલ, આધિ વ્યાધિથી રહિત, અનંત, અક્ષય, અવ્યાબાધ, અપુનરાવૃત્તિસ્વરુપ સિદ્ધિગતિ અરિહંત, જિન કેવળી સાત હાથ ઉંચા, સમચતુરઅસંસ્થાનવાળા,વજઋષભ નારા સંહની વાળા, શરીરમાં અનુકૂળવાયુના વેગથી સમન્વિત, કંક પક્ષીની સમાન ગુઘશયવાળા, કબૂતરની સમાન જઠરાગ્નિવાળા, શકુનિ પક્ષીની સમાન મળના સંસર્ગથી રહિત ગુદા શયવાળા, તેમજ સુંદર પીઠ, પડખાં અને જેઘાવાળા, પા તથા નીલ કમળની સમાન સુગંધિત ઉચ્છવાસ વાયુથી સુરભિત મુખવાળા, કાંતિયુક્ત શરીર વાળા રોગરહિત, ઉત્તમ, પ્રશસ્ત, શ્વેત અનુપમ માંસવાળા, પસીનારૂપ જલ્લ મેલ, દુષ્ટ, મસા, તલાદિરૂપ કલંક સ્વેદ-પ્રસ્વેદ તથા રજ એ દોષોથી રહિત નિર્મળ શરીરવાળા, કાંતિથી ચમકતા. અંગોપાંગવાળા અત્યંત સધન શુભલક્ષણ યુક્ત, ઊંચા કુટાકારની સમાન તથા નિમણિ નામકર્મથી સુરચિત એવા મસ્તકવાળા, સેમરવૃક્ષ ના ફળમાં રહેલી રૂની સમાન કોમળ, નિર્મળ પ્રશસ્ત, સૂક્ષ્મ-પાતળા, લક્ષણયુક્ત, સુગંધિત, સુંદર, નીલરત્ન સમાન, ભ્રમર ની સમાન, નીલગુલિકાની સમાન, કાજળ જેવા કાળા મત્ત થયેલા ભ્રમરોના સમૂહ જેવા, સ્નિગ્ધ, સમૂહમાં, સઘન, વાંકડિયા દક્ષિણ તરફ વળાંક લેતા કેશયુક્ત ભગવાન હતા. ભગવાનના મસ્તકની ત્વચા દાડમના પુષ્પ જેવી લાલ, તપેલા સુવર્ણજેવી નિર્મળ, નિગ્ધ હતી. છત્રસમાન ગોળાકાર મસ્તકવાળા ઘા રહિત, વિષમતા રહિત, સુંદર, Page #16 -------------------------------------------------------------------------- ________________ 342 ઉવવાહયં- (10) શુદ્ધ અર્ધચન્દ્ર સમાન લલાટવાળા, પ્રતિપૂર્ણ ચંદ્રમાની સમાન સૌમ્ય મુખવાળા, પ્રમાણ યુક્ત કાનવાળા, ભરાવદાર સુંદર ગાલવાળા, નમેલ ધનુષ્ય સમાન સુંદર તથા કાળા વાદળા જેવી કાળી, પાતળી, સ્નિગધ ભ્રમરોવાળા, ખીલેલા શ્વેતકમળના જેવા નેત્ર વાળા, વિકસેલા શ્વેત કમળના પાંદડા સમાન પાંપણવાળા, ગરુડપક્ષીની સમાન લાંબા સરળ, ઊંચા નાક વાળા, સંસ્કારિત વિદ્ગમ તથા અતિશય લાલ કંદુરના ફળ જેવા અધ રોષ્ઠવાળાશ્વેત ચંદ્રખંડના જેવી વિમલ તથા નિર્મળ શંખ, ગાયના દૂધના ફીણ સમાન, જેતપુષ્પ, પાણીના ટીપાં સમાન તથા મૃણાલના જેવી સફેદ દાંતની પંક્તિવાળ, અગ્નિ માં પહેલા ધોઇ પછી તપાવેલ સુવર્ણની સમાન અત્યંત લાલ તાળવું તથા જીભ વાળા, વધવાના સ્વભાવથીરહિત, વિભાજિત થયેલ, શોભાસંપન દાઢી તથા મૂછવાળા, પુષ્ટ, સુંદર આકારવાળી, પ્રશસ્ત, વાઘ જેવી વિપુલ દાઢીવાળા, ચાર આંગુલ પ્રમાણ શંખ જેવી શ્રેષ્ઠ ગરદનવાળા, શ્રેષ્ઠ પાડા, વરાહ, સિંહ, વાઘ, બળદ, શ્રેષ્ઠ હાથીની સમાન પૂર્ણ, વિસ્તૃત ખાંધવાળા, ધોસર જેવી પુષ્ટ બનાવેલ, જાડી, પુખ સારી રીતે સ્થિત, સારી રીતે બનાવેલ પ્રધાન, સઘન મજબૂત, સુસંબદ્ધ હાડકાના જોડાણવાળી, નગરના આગ ળીયા સમાન ગોળ ભુજાવાળા, સર્પરાજના વિશાળ દેહ સમાન લાંબા બાહુવાળા, લાલ તળવાળી તથા ભરાઉદાર,કોમળ,માંસલ, શુભ પ્રશસ્ત લક્ષણો ચિલોથી યુક્ત, આંગળી પાસેના છિદ્રોથી રહિત એવા હાથવાળા, પુષ્ટ કોમળ શ્રેષ્ઠ આંગળીઓવાળા, થોડા લાલ, પાતળા, શુદ્ધ, સુંદર તેમ જ ચિકણા નખવાળા, હાથમાં ચંદ્રરેખા, સૂર્યરખા, શંખ રેખા, દક્ષિણાવર્ત સ્વસ્તિક રેખા, ચંદ્ર, સૂર્ય, શંખ, ચક્ર હાથથી યુક્ત, સુવર્ણની શિલા સમાન દેદીપ્યમાન, પ્રશસ્ત- પુષ્ટ, વિશાળ તેમ જ પહોળા વક્ષસ્થળવાળા હતા. તેના ઉપર શ્રીવત્સનું ચિહ્યું હતું. માંસલતાને કારણે પાંસળીઓ ન દેખાય તેવા તથા સુવર્ણ સમાન નિર્મળ થયેલ, રોગાદિથી રહિત એવા દેહધારી પ્રભુ હતા. જેમાં પૂરા એક હજાર આઠ ઉત્તમ પુરુષોના લક્ષણ હતા. કમથી નમેલ, પ્રમાણોચિત, સુંદર, શોભન, સમુચિત પ્રમાણવાળા પુષ્ટ, રમ્ય પડખાવાળા, સીધી પરસ્પર મળેલી, ઉત્તમ, પાતળી, કાળી, નિગ્ધ, ગ્રહણીય, લાવણ્યયુક્ત, રમણીય, રોમરાજિવાળા, મત્સ્ય તેમ જ પક્ષીના જેવી પુષ્ટ બગલવાળા,માછલીના જેવા સુંદર ઉદરવાળ, પવિત્ર ઇન્દ્રિયોવાળા, ગંભીર નાભિ વાળા હતા. તે નાભિ પ્રદક્ષિણાવર્ત ભુંગર, ચંદ્રની સમાન ગોળ, મધ્યાહ્નના સૂર્યના કિરણોથી વિકસિત પદ્મ સમાન ગંભીર તેમ જ વિશાળ હતો. તેઓ નો કટિપ્રદેશ ત્રિપાઈના -સાંબેલાના દણિદંડ સુવર્ણના ખડ્ઝની મુષ્ટી અને વજના મધ્યભાગ જેવો પાતળો હતો, તે કટિપ્રદેશ રોગાદિથી રહિત હોવાથી પ્રસન શ્રેષ્ઠ અશ્વ તથા સિંહની સમાન ગોળ હતો. ઘોડાના ગુહ્યપ્રદેશ સમાન નિરૂપલેપ હતો, શ્રેષ્ઠ હાથીના સમાન પરાક્રમી. તથા તેના સમાન સુંદર ચાલ હતી. હાથીની સૂંઢ સમાન જંઘાવાળા, ગુપ્ત ઢાંકણ વાળા ઘુંટણો હતા. હરણ તથા કુરવિંદ-દોરીના વાળની સમાન ગોળ, ક્રમથી પાતળી એવી પિંડીવાળા શોભાયમાન આકારવાળા, સુગંઠિત, વિશિષ્ટ, ગૂઢ- માંસલ હોવાથી દેખાય નહિ તેવા ગોઠણવાળા, સારી રીતે સ્થિર એવા કાચબાની સમાન પગવાળા, અનુક્રમથી ઉચિત આકારવાળી, પરસ્પરમાં મળેલી એવી આંગળી ઓ હતી. સમુન્નત, પાતળા, લાલ તેમજ નિષ્પ નખ હતા. લાલ કમળના દલ સમાન કોમળ, સુકુમાર લાલવર્ણના ચરણોનાં તળિયાં હતાં. પર્વત, નગર, મગર, સાગર, ચક્ર એ શુભ ચિહ્નોથી યુક્ત સ્વસ્તિ Page #17 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૧૦ 347 કાદિ તથા મંગલાદિ ચિહ્નોથી સુશોભિત ચરણવાળા, અસાધારણ રૂપવાળા, ધૂમરિકત અગ્નિ તથા વીજળી જેવા ચમકતા તથા મધ્યાહના સૂર્ય સમાન તેજવાળા. તે આસવ રહિત, મમત્વરહિત, પરિગ્રહરહિત, ભવપંરપરાનો છેદ કરી નાખનાર, નિર્લેપ, પ્રેમરાગ, દ્વેષ અને મોહથી રહિત, નિર્ચન્થપ્રવચનના ઉપદેશક, સાર્થના નાયક, પ્રતિષ્ઠાપક શ્રમણોના સ્વામી શ્રમણવૃન્દના -વધારનાર, ચોત્રીશ અતિશયોથી યુક્ત, પાંત્રીશ ગુણોથી યુક્ત ભગવાન હતા. આકાશમાં રહેલ ચક્રથી, આકાશમાં રહેલ છત્રથી, આકા શગત તેમજ પાદપીઠ સહિત સિંહાસનથી, અતિશયમહિમાથી આગળ ચાલનાર ધર્મધ્વજાથી યુક્ત. 14 હજાર શ્રમણો, 36 હજાર સાધ્વીઓના પરિવારથી યુક્ત ભગ વાન મહાવીર ક્રમશઃ વિચરતા, એક ગામથી બીજા ગામમાં પધારતા, સુખપૂર્વક વિચ રતા, ચંપા નગરીની બહાર નગરની સમીપના ગામમાં પધાર્યા [11] ત્યારે ભગવાનના સમાચાર લઈ જવા માટે નિમાયેલા તે પુરુષે આ વાત જાણી. તેથી તેના મનમાં અત્યંત હર્ષ અને સંતોષ થયો. અતિ આનંદિત થયો. મનમાં પ્રીતિ થઇ. હર્ષના આવેશથી તેનું હૃદય ઉછળવા લાગ્યું, સ્નાન કર્યું, કુળદેવીનું પૂજન કર્યું અથવા પશુ, પક્ષી આદિને અન્ન આપ્યું. દોષના નિવારણ માટે મી-તિલકાદિ કર્યા. અક્ષતાદિને ધારણ કર્યો. શુદ્ધ, મંગલ, શ્રેષ્ઠ વસ્ત્રોને પહેય, અલ્પ, પરંતુ કિંમતી આભૂ પણો શરીર પર ધારણ કર્યો. પછી પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને ચંપા નગરીના મધ્યમાં થઈને ક્યાંકોણિક રાજાનોમહેલ હતો. જ્યાં બહારની સભા હતી અને જેમાં ભંભા સારના પુત્ર કોણિક રાજા બેઠા હતા ત્યાં ગયો. ત્યાં જઈને બંને હાથ જોડી મસ્તકને આવતન કરીઅંજલિકરીજયવિજયશો દ્વારા વધાવ્યા.વધાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનું પ્રિય ! જેનાં દર્શનની ઈચ્છા કરો છો, જેના દર્શનની સ્પૃહા રાખો છો, પ્રાર્થના કરો છો, અભિલાષા કરો છો, જેના નામ અને ગોત્રને સાંભળીને આપનું દય હર્ષિત, સંતુષ્ટ થાય છે તે શ્રમણ ભગવાન મહાવીર ઝામાનુગ્રામ વિહાર કરતાં ચંપાનગરીની સમીપ પધાય છે. હું આપને આ પ્રિય આત્મહિતકારી સમાચાર નિવેદન કરું છું આપનું પ્રિય થાઓ. [12] ત્યાર પછી ભભસારપુત્ર કોણિક રાજાએ તે સંદેશવાહકની પાસેથી આ અર્થ સાંભળીને દયમાં સારી રીતે ધારણ કરીને હર્ષિત સંતુષ્ટિત યાવતુ આનંદિત થયા. વરસાદની ધારાથી સીંચાયેલા કદંબના સુગંધિત ફૂલો ખીલી ઉઠે તેમ આ વાત સાંભળી રાજાના રોમેરોમ આનંદથી પુલકિત થઈ ગયા. નેત્રકમળ તથા મુખકમળ વિકસીત થયા. અપાર હર્ષના કારણે કંપાયમાન થતાં શ્રેષ્ઠ કડાં બાહુરક્ષક ભૂષણ, બાજુ બંધ, મુગટ, બંને કુંડલ તથા હારથી સુશોભિત વક્ષ:સ્થલ હતું તે સર્વ આભૂષણો કિંપિત થયા. એવા રાજા ઘણા આદરથી જલદી ચંચળ થઈ સિંહાસન ઉપરથી ઉઠ્યા, ઉઠીને પાદપીઠ પર પગ રાખીને નીચે ઉતર્યા. નીચે ઉતરીને શ્રેષ્ઠ વૈડૂર્ય, રિષ્ટ તેમજ અંજન નામના રત્નોથી જડત, ચમકતી,મણિ રત્નથી શોભીત એવી પાદુકાને પગમાંથી ઉતારી નાખી. ઉતારીને પાંચ રાજચિહ્નોનો ત્યાગ કર્યો. તે આ પ્રમાણે તલવાર, છત્ર, મુકુટ, પાદુક, ચામર. પાછી ફાટ્યા તથા સીવ્યાવિનાના એક ઉત્તરીય વસ્ત્રને ધારણ કર્યું. ધારણ કરીને અલિપુટ કરીને જે દિશામાં ભગવાન બિરાજમાન હતા તે તરફ સન્મુખ થઈ સાત આઠ પગલા આગળ ગયા, ડાબો ઢીંચણ ઉપર રાખ્યો, જમણો ઢીંચણ જમીન પર રાખ્યો અને ત્રણવાર પોતાના મસ્તકને જમીન પર નમાવ્યું. નમાવ્યા પછી થોડા નમ્ર Page #18 -------------------------------------------------------------------------- ________________ 344 હવાઇયં- (12) થયા, કંકણ અને કડાં ભુજરાક અલંકારથી તંભિત હાથને ઉંચા કયાં. ઉંચા કરીને મસ્તક ઉપર અંજલિફટ રાખી આ પ્રમાણે કહ્યું અરિહંત ભગવંતોને નમસ્કાર હો, કૃત, ચારિત્રરુપ ધર્મની પ્રરૂપણા કરનાર, તીર્થકર, સ્વયંસંબુદ્ધ, પુરુષોમાં ઉત્તમ, પુરુષોમાં સિંહસમાન, યાવતું -લોકાગ્રે સ્થિત એવા સિદ્ધ પ્રભુને નમસ્કાર હો. શ્રમણ ભગવાન મહાવીરને મારા નમસ્કાર હો. જે આદિકર, તીર્થંકર યાવતું મોક્ષને પ્રાપ્ત કરનાર છે. મારા ધર્માચાર્ય, ધર્મના ઉપદેશક, એવા પ્રભુને હું વંદન કરું છું ત્યાં રહેલ પ્રભુ અહિ રહેલ મને જુએ આ પ્રકારે કહીને વંદન, નમસ્કાર કર્યો. પોતાના સિંહાસન ઉપર પાછા જઈને પૂર્વ તરફ મુખ કરી બેસી ગયા. તે સંદેશાવાહકને પ્રીતિદાનમાં એક લાખ 8 મુદ્રાઓ આપી દઈને તેનો ખૂબ સત્કાર કર્યો સન્માન કર્યું. સત્કાર, સન્માન કરીને આ પ્રકારે કહ્યું- હે દેવાનુપ્રિય! જ્યારે શ્રમણ ભગ વાન મહાવીર વિહાર કરતાં કરતાં અહીં પધારે, અહીં ચંપાનગરીની બહાર પૂર્ણભદ્ર ઉદ્યાનમાં યથાપ્રતિરુપ વસ્તીની આજ્ઞા ગ્રહણ કરીને, અરિહંત, જિન, કેવળી જે શ્રમણ ગણથી ઘેરાયેલા, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા જ્યારે વિચરે ત્યારે તમે મને આ સમાચાર આપજો, 13 ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર બીજે દિવસે પ્રભાત થયું અને વિકસીત કમળ પત્રો અને ચિત્રમૃગના નેત્રો વિકસીત થયા અને શ્વેત આભા પ્રગટ થઈ. તથા લાલ અશોક, કેશુડાંના પુષ્પ, પોપટની ચાચ, ચણોઠીના અધ ભાગ જેવો લાલ તથા સરોવરમાં કમળોના સમૂહને ખીલવનાર સૂર્યનો ઉદય થયો ત્યાર પછી સૂર્ય તેજથી જવાજલ્યમાન થઈ ગયો. ત્યારે જ્યાં ચંપાનગરી હતી, પૂર્ણભદ્ર ઉદ્યાન હતું, જ્યાં વનખંડ હતું, જ્યાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતું, જ્યાં પૃથ્વીશિલાપટ્ટ હતો, ત્યાં પધાર્યા. યથાપ્રતિરુપ આજ્ઞા ગ્રહણ કરીને શ્રેષ્ઠ અશોકવૃક્ષની નીચે પૃથ્વીશિલાપટ્ટકની ઉપર પૂર્વદિશા તરફ મુખ રાખીને પલ્વક આસનથી વિરાજિત થયા. શ્રમણગણોથી વીંટળાયેલા અરિહંત જિન, કેવળી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. " [14] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી ઘણા શ્રમણ ભગવંતો હતા. તેમાં કેટલાક ઉગ્રવંશના, ભોગવંશના, રાજન્યવંશના, જ્ઞાતવંશ, ઈક્વાકુવંશ, કૌરવવંશ, કુરુવંશ, ક્ષત્રિયવંશના હતા. સામાન્ય વીર યોદ્ધા-સેનાપતિ, શ્રેષ્ઠી, ઈભ્યો પ્રવ્રજિત થયા હતા. બીજા પણ ઘણા પ્રવ્રજિત થયા હતા. જેઓ ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ, ઉત્તમ રૂપ, વિનય, જ્ઞાન, વર્ણ-કાંતિ, લાવણ્ય, પરાક્રમ, શ્રેષ્ઠ સૌભાગ્ય તથા ઉત્તમ દીપ્તિવાળા હતા. ઘણાં ધન-ધાન્યનાં સમૂહ તથા દાસ-દાસી આદિથી ઘેરાયેલા, રાજાના ગુણોથી અધિક ગુણવાળ, ઈચ્છિત ભોગોને ભોગવનારા, સુખેથી જેનું લાલન પાલન થયું હતું, તેઓ ડિંપાક ફળની સમાન વિષયસુખોને જાણીને, પાણી ના પરપોટા સમાન, કુશાગ્ર પર રહેલા જલબિંદુ સમાન ચંચળ જીવનને જાણીને, તેમ જ આ સર્વ અધવ છે એમ વિચારી વસ્ત્ર ઉપર લાગેલ ધૂળની જેમ ખંખેરી નાખી ચાંદીને છોડી, સુવર્ણનો ત્યાગ કરી, ધન તેમ જ ધાન્ય, સૈન્ય, રથાદિક વાહન, ભંડાર, કોષ્ઠા ગાર, રાજ્યનો, દેશનો, પુરનો, અંતઃપુરનો ત્યાગ કરીને, વિપુલ ધન, સુવર્ણ, રત્ન, મણિ, મોતી, શંખ, શિલાપ્રવાલ, રક્તરતન આદિ જેમાં સાર છે તેવા મુખ્ય ધનને છોડીને, ગુપ્ત દ્રિવ્ય હતું તેને પણ દાનમાં આપી કુટુંબીઓમાં વિભાજન કરીને મુંડિત થયા. કેટલાક Page #19 -------------------------------------------------------------------------- ________________ * સૂત્ર-૧૪ પંદર દિવસની દિક્ષાવાળા, કેટલાક 1 માસની તેમ જ બે માસ, 3 માસ, યાવત્ 11 માસની પ્રવજ્યવાળા હતા. કેટલાંક 1 વર્ષની, 2 વર્ષની, 3 વર્ષની કેટલાક અનેક વર્ષની પ્રવ્રજ્યાવાળા હતા. તેઓ સંયમથી અને તપથી આત્માને ભાવિત કરતા વિચારતા હતા. [15] તે કાળ અને તે સવયમાં શ્રમણ ભગવાન મહાવીરના અનેક શિષ્યો હતાં. તેઓ નિગ્રંથ ભગવંતો હતા. તેમાંથી કેટલાક વિશિષ્ટ મતિજ્ઞાની હતા. યાવતુ કેવળ જ્ઞાની હતા. કેટલાક મનબળવાળા, યાવત્ કાયબળવાળા હતા. કેટલાક જ્ઞાનબળ, દર્શન બળ, ચારિત્રબળવાન હતા. કેટલાક મનથી શાપ તથા અનુગ્રહ કરવામાં સમર્થ હતા. કેટલાંક પ્લેખઔષધિ જલ્લૌષધિ વિપુડૌષધિ-આમપૌષધિ સવૌષધ લબ્ધિવાળા કેટલાંક કોષ્ઠબુદ્ધિવાળા,બીજ બુદ્ધિવાળા, પાટબુદ્ધિવાળા, કેટલાંક પદાનુસારી, કેટલાંક એક સર્વઈન્દ્રયોના વિષયને ગ્રહણ કરનારા, કેટલાક ક્ષીરાસ્ટવ, માસૂવ, ઘીઆસ્રવ વાળા હતા. કેટલાંક અક્ષીણ મહાનસિક લબ્ધિવાળા હતા એટલે તેમજ કેટલાંક જુ મતિ કેટલાંક વિપુલમતિ મન પયયજ્ઞાન વાળા હતા. કેટલાંક વૈક્રિયલબ્ધિવાળા ધારક હતા.વિદ્યાચારણ, જંઘાચારણ વિદ્યાધર, અકાશગામી હતા. કનકાવલી એકાવલી લઘુ સિંહનિષ્ક્રીડિત મહાસિંહનિષ્ક્રીડિત ભષ્મતિમાં, મહાભદ્રપ્રતિમા સર્વતોભદ્ર- પ્રતિમા અને આયંબિલ-વર્ધમાન તપ કરનારા, એક માસિક ભિક્ષુપ્રતિમાના ધારક, તેમજ બે ત્રણ યાવતુ 7 માસ પ્રમાણ ભિક્ષપ્રતિમાના ધારક હતા. પ્રથમ સાત દિવસ રાત્રીની ભિક્ષપ્રતિ માના, યાવતુ ત્રીજી સાત દિવસરાતની ભિક્ષપ્રતિમાના, સાત સાત દિવસ જેમાં છે તેવી 49 દિવસની આઠ આઠ દિવસ જેમાં છે તેવી નવ, નવ દિવસ જેમાં છે તેવી દશ, દશ દિવસ જેમાં છે તેવી પ્રતિમાના ધારક. મુલ્લકમોકપ્ર, મહામોક , યવમધ્યચંદ્ર, વજમધ્યચંદ્ર, વિવેક, કાયોત્સર્ગ ઉપધાન પ્રતિમા,અને પ્રતિસંલીન, પ્રતિમાના ધારક હતા. તે સર્વ મુનિઓ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારતા હતા. [1] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરના શિષ્યો અનેક સ્વવિર ભગવંતો હતા જે જાતિસંપન્ન- કુલસંપન્ન- બલ,- રુપ, વિનય, જ્ઞાનસંપન્ન, વિશિષ્ટ દર્શનવાળા, લજ્જા યુક્ત, દ્રવ્ય અને ભાવ લાદવવાળા, ઓજસ્વી, તેજસ્વી વર્ચસ્વી - યશસ્વી, જેમણે, કોધ માન માયા અને લોભ જીત્યો છે, જિતેન્દ્રિય, નિદ્રાજીત, પરીષહ જીત, જીવવાની આશા તેમજ મરણના ભયથી સર્વથા મુક્ત, વ્રતપ્રધાન, ગુણપ્રધાન, ક્રિયાઓમાં પ્રધાન, ગુણોથી પ્રધાન, નિગ્રહ પ્રધાન, સંયમક્રિયામાં પ્રધાન, સરલતા પ્રધાન, માર્દવ પ્રધાન, લાઘવપ્રધાન, ક્ષમાપ્રધાન, વિદ્યાપ્રધાન, મંત્રોમાં પ્રધાન, શાસ્ત્રો માં જ્ઞાનમાં પ્રધાન, બ્રહ્મચર્ય પ્રધાન, નયપ્રધાન, નિયમ પ્રધાન, સત્યપ્રધાન, શુદ્ધિમાં પ્રધાન, ગૌરવર્ણ ઉત્તમ કીર્તિસંપન્ન ઉત્તમ બુદ્ધિ સંપન્ન હતા. લજ્જા અને તપથી જિતેન્દ્રિય હતા. અકલુષિત દયવાળા હતા, નિદાન રહિત, વિષયોમાં ઉત્સુકતા રહિત, બાહ્યલેશ્યાથી રહિત અપ્રતિલેશ્ય સંયમમાં રત હતા, ઈન્દ્રિયોનું દમન કરનાર હતા. તે સાધુઓ આ નિગ્રંથપ્રવચનને આગળ રાખીને વિચારતા હતા. તે ભગવાન મહાવીરના શિષ્યો સ્વસિદ્ધાન્તને જાણનારા હતા. પરસિદ્ધાન્તને જણનારા હતા. સ્વ-પર સિદ્ધાન્તરૂપી કમળવનથી પૂર્ણ પરિચિત હતા. એકધારા પ્રશ્નો પૂછવામાં આવે તેના જવાબ આપનારા હતા. રત્નના કરંડિઆ સમાન સમ્યજ્ઞા નાદિ ગુણોથી યુક્ત હતા. કુત્રિકા પણ જેવા હતા પરવાદીને જીતનારા, શાસ્ત્રોના ધારક, ચૌદ Page #20 -------------------------------------------------------------------------- ________________ 346 ઉજવાઈયં (16) પૂર્વી, દ્વાદશાંગના જ્ઞાતા, ચૌદપૂર્વ સહિત દ્વાદશાંગના જ્ઞાતા, સર્વ અક્ષરના નિ પાતને જાણ નારા ભાષાના જ્ઞાતા, જિનની સમાન યથાર્થ પ્રરુ પણા કરનારા હતા તેઓ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા. 17] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી ઘણાં અણગાર ભગવંતો ઈયસિમિતિવાળા, યાવતુ પરિષ્ઠાપન રૂષ સમિતિવાળા, મનો ગુપ્તિ, વચનગુપ્તિ, કાયમુર્તિવાન હતા. ગુપ્તેન્દ્રિય ગુપ્તબ્રહ્મચારી મમત્વ રહિત, પરિ ગ્રહ રહિત, ક્રોધ માન માયા લોભ રહિત, બહારથી શાંત, અંદરથી શાંત, બહાર અંતર બંનેથી શાંત, કર્મકત વિકારથી રહિત, આસ્રવ રહિત, ગ્રંથિરહિત, સંસાર સ્ત્રોતથી અલગ રહેનારા નિર્લેપ, શંખની જેમ રાગાદિથી રહિત, જીવની જેમ અપ્રતિહત ગતિ વાળા હતા, શુદ્ધ કરેલા સુવર્ણની સમાન નિર્મળ, દણિની જેમ પ્રગટ ભાવવાળા, કાચ બાની સમાન ગુપ્તેન્દ્રિય, કમળપત્રની સમાન નિર્લેપ, આકાશની સમાન નિરાલંબન, પવનની સમાન ઘરથી રહિત, ચંદ્ર જેવા સૌમ્ય, સૂર્ય સમાન તેજસ્વી, સાગર જેવા ગંભીર, પક્ષીની સમાન સર્વથી વિમુક્ત, મેરુ પર્વત સમાન અકંપ, શરદ ઋતુના જલની જેમ નિર્મળ હદયવાળા, ગેંડાના શીંગડાની સમાન એક સ્વરૂપ, ભારંપક્ષીની જેમ અપ્રમત્ત, હાથીની સમાન શૂરવીર, વૃષભની સમાન બલિષ્ઠ, સિંહ જેવા દુર્ઘર્ષ પૃથ્વીની સમાન સર્વ સહા તપ અને સંયમના તેજથી દદીપ્યમાન હતા. ભગવાન મહાવીરના સમીપમાં રહેનારા, સ્થવિર ભગવંતોને કોઈ પણ વિષય માં પ્રતિબંધ ન હતો. તે પ્રતિબંધ ચાર પ્રકારે છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. દ્રવ્યથી સચિત્ત અચિત્ત સચિત્તાચિત્ત ક્ષેત્રથી ગામ નગર, જંગલ, ખેતર, ખળા, ઘર, આંગણા કાળથી સમય, અવલિકા, આનપ્રાણ, તોક લવ મુહૂર્ત, અહોરાત્રિ, પક્ષ, માસ, અયન તેમજ બીજા પણ સંવત્સરાદિ રૂપ ભાવની અપેક્ષાએ-ક્રોધ, માન, માયા, લોભ, ભયમાં તથા હાસ્યમાં મુનિઓને કોઈપણ જાતનો પ્રતિબંધ ન હતો. તે ભગવાન મહાવીરના શિષ્યો ગ્રીષ્મકાળ તેમજ શીત કાળના આઠ મહિનામાં ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ રહેતા, કુહાડા ચંદન સમાન મુનિજનો અપકારી અને ઉપકારી બંને પ્રત્યે સમાન વૃષ્ટિવાળા હતા. પત્થર અને સુવર્ણને સમાન ગણનારા, સુખ અનેદુ:ખમાં સમાન પરિણામવાળા,આ લોક તથા પરલોકની આસક્તિ થી રહિત, ભવ સંસારને તરવાવાળા, સંયમઆરાધનામાં તત્પર હતા. [18] તે ભગવાનના શિષ્યો આ પ્રકારે વિહાર કરતા હતા. આ પ્રમાણે આત્યંતર તેમજ બાહ્ય તપમાં તત્પર રહેતા હતા. 19] બાહ્ય તપ શું છે? તે આ પ્રમાણે છે-અનશન, અવમોદરિકા, ભિક્ષાચરિકા, રસપરિત્યાગ, કાયકલેશ અને પ્રતિસલીનતા. અનશન તપ શું છે? અનશન બે પ્રકારે છે, ઈરિક અને માવલ્પિક. ઈવરિક તપ શું છે ? ઇત્વરિક તપ અનેક પ્રકારનું છે. ચતુર્થભક્ત-કચ્છ-ભક્ત-અષ્ટમ-ભક્ત - દશમ - ભક્ત - દ્વાદશ - ભક્ત - ચતુર્દશ ભક્ત ષોડશ ભક્ત-અર્ધમાસિક-ભક્ત- એક માસિક ભક્ત- દ્વિમાસિક ભક્ત, યથાવત છે માસિક ભક્ત, આ સર્વ ઈ–રિક તપ છે. યાવસ્કૃથિક તપ કેટલા પ્રકારના છે? યાવત્ક થિત તપ બે પ્રકારે છે. પાદપોપગમન અને ભક્તપ્રત્યાખ્યાન. પાદપોપગમન શું છે ? પાદપોપગમન બે પ્રકારે છે, વ્યાઘાત અને નિવ્યઘાત ભક્તપ્રત્યાખ્યાન શું છે ? Page #21 -------------------------------------------------------------------------- ________________ * અ-૧૯ 347 ભક્તપ્રત્યાખ્યાન બે પ્રકારે છે.-વ્યાઘાત નિવ્યઘાત.આમા નિયમ પ્રમાણે વૈયાવૃત્યાદિ કરાય છે. અવમોદરિયા શું છે? અવમોદરિકા બે પ્રકારે છે.દ્રવ્યાવમોરિકા અને ભાવાવમોદરિકા, દ્રવ્યાવમોદરિકા શું છે? દ્રવ્યાવમોદરિકા બે પ્રકારે છે. ઉપકરણ દ્રવ્યાવમોદ રિકા અને ભક્તપાન દ્રવ્યાવમોદરિકા. ઉપકરણ દ્રવ્યાવ મોદરિકા ત્રણ પ્રકારે છે. એક વસ્ત્ર, એક પાત્ર અને ત્યકતો પકરણ-ભક્તપાન દ્રવ્યાવમોદરિકા શું છે? કુકડીના ઈંડા પ્રમાણ આઠ કવલ આહાર કરે તે અલ્પાહાર, 12 કવલનો આહાર લે તે અપાદ્ધ,૧૬ કવલનો આહાર લે તે દ્વિભાગ પ્રાપ્ત 24 કવલ આહાર લે તે પ્રાપ્ત ઉણોદરી છે. 31 કવલ આહાર લે તે કંઈક ન્યૂન ઉણોદરી છે. ૩ર કવલ આહારમાંથી જે શ્રમણ નિગ્રંથ એક કવલ પણ આહાર ઓછો કરે તો તે પ્રકામભોજી નથી. ભાવ ઉણોદરી શું છે ? -ક્રોધ રહિત, માન રહિત, માતારહિત લોભરહિત, ઓછું બોલવું, કલહથી રહિત, પરસ્પર ભેદ ઉત્પન્ન કરાવનાર વચનથી રહિત, આ ભાવ ઉણોદરી છે. ભિક્ષાચય શું છે? ભિક્ષાચય અનેક પ્રકારે છે. તે દ્રવ્યનો ક્ષેત્રનો કાલનો અભિ ગ્રહ કરી વિચરે, ભાવથી અને ઉક્લિપ્તચરક નિક્ષિપ્તચરક ઉક્લિપ્તનિક્ષિપ્ત ચરક વર્ધમાન ચરક- સંહિયમાન ચરક ઉપનીતચરક-અપનીતચરક- ઉપનીત અપનીત ચરક- સંસ્કૃષ્ટ ચરક-અસંસૃષ્ટચરક-તજ્જાતસંસૃષ્ટચરક-અજ્ઞાત ચરક-મૌનચરક- વૃષ્ટ લામિક- અદ્રષ્ટલાભિક પૃષ્ઠલાભિક - અપૃષ્ઠલાભિક - ભિક્ષાલાભિક અભિલાભિક અન્નગ્લાયક- ઔપનિહિતક પરિમિતપિંડપાતિક - શુદ્ધષણિક - સંખ્યાત્તિક - આવી પ્રતિજ્ઞાઓ તે ભિક્ષાચય છે. રસપરિત્યાગ શું છે? -નિર્વિકૃતિક પ્રણીતરસ આચાર્લી - આયામસિકથભોજી અરસાહા વિરસાહાર - અંતાહાર - પ્રાન્તાહાર - રૂક્ષાહાર, તુચ્છાહાર - આ રસ પરિત્યાગ તપ છે. કાયકલેશ તપ શું છે? કાયકલેશ તપ અનેક પ્રકારે છે, તે આ પ્રમાણે- સ્થાન સ્થિતિક ઉત્કટકાસનિક- પ્રતિમા સ્થાયી, વીરાસનિક, નૈષધિક, દંડાયતિક, લકુટાથીઆતાવક-અપ્રાવૃતક-અનિષ્ઠી વક-સર્વગાત્ર પરિકમ વિભૂષાથી વિપ્રમુક્ત. આ કાય કલેશ તપ છે. પ્રતિસલીનતા શું છે? ઈન્દ્રિયોને ગોપવી રાખવી, કષાય પ્રતિસંલીનતા યોગપ્રતિ સંલીનતા, વિવિક્ત શયના સેવનતા પ્રતિસલીનતા. ઈન્દ્રિય પ્રતિસલીનતા કેટલાં પ્રકારે છે? ઈન્દ્રિય પ્રતિસલીનના પાંચ પ્રકારે છે તે આ પ્રમાણે-શ્રોત્રેન્દ્રિયના વિષયમાં પ્રવૃત્તિ કરવાથી રોકવી, યાવત્ સ્પર્શ ઇન્દ્રિયના વિષયમાં પ્રવૃત્તિ રોકવી આ ઇન્દ્રિયપ્રતિ સંલીનતા છે. કષાયપ્રતિસંલીનતા શું છે ? કષાયપ્રતિસંલીનતા ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે-ક્રોધનો ઉદય થતાં જ તેનો નિરોધ કરવો - યાવતુ લોભના ઉદયનો નિરોધ કરવો. યોગપ્રતિસંલીનતા શું છે ? યોગપ્રતિસલીનતા ત્રણ પ્રકારે છે, તે આ પ્રમાણે-મન યોગ પ્રતિસલીનતા, વચન યોગપ્રતિસલીનતા, કાયયોગપ્રતિસલીનતા. મનયોગ પ્રતિસલીનતા શું છે? અકુશલ - અશુભ મનનો નિરોધ કરવો અને શુભ મનમાં પ્રવર્તન થવું તે મનયોગ પ્રતિસલીનતા. વચનયોગપ્રતિસલીનતા શું છે ? અકુશળ-અશુભ વાણીનો નિરોધ કરવો અને શુભ વાણીમાં પ્રવૃત્ત થવું તે વચનયોગ પ્રતિસલીનતા છે. કાયયોગ Page #22 -------------------------------------------------------------------------- ________________ 348 ઉવવાહi-(૧૯) પ્રતિસલીનતા શું છે? કાચબાની જેમ હાથ, પગ, ઈન્દ્રિયોને સારી રીતે ગોપવી રાખવા તે કાયયોગ પ્રતિસંલીનતા છે. વિવિક્ત શયનાસનનું સેવન શું છે ? દોષરહિત આસન તેમજ શયનનું સેવન કરવું [20] આત્યંતર તપ શું છે? આવ્યંતર તપ છ પ્રકારે છે પ્રાયશ્ચિત્ત વિનય વૈયાવૃત્ય સ્વાધ્યાય ધ્યાન વ્યુત્સર્ગ. પ્રાયશ્ચિત્ત શું છે? પ્રાયશ્ચિત્ત દશ પ્રકારે છે. - આલોચના યોગ્ય પ્રતિક્રમણ યોગ્ય તદુભયયોગ્ય- વિવેક યોગ્ય-બુત્સર્ગ. તપશ્ચય યોગ્ય- છેદાહ- મૂલાહ-જે પ્રાયશ્ચિત્ત ફરી દીક્ષા આપવા યોગ્ય હોય. અનવસ્થાપ્યાહ-પારાચિકાઈ વિનય તપનું સ્વરૂપ શું છે ? વિનય સાત પ્રકારે છે : જ્ઞાન-વિનય દર્શનવિનય ચારિત્રવિનય મનવિનય વચન-વિનય કાય-વિનય લોકોપચારવિનય જ્ઞાનવિનય શું છે ? જ્ઞાન-વિનય પાંચ પ્રકારે છે : આભિનિબોધિક જ્ઞાન-વિનય યાવતુ કેવલજ્ઞાન વિનય. દર્શનવિનય શું છે? દર્શન વિનય બે પ્રકારે છે. તે આ પ્રમાણે શુશ્રષાવિનય અનન્યાશાતના-વિનય. શુશ્રુષા -વિનય શું છે? શુશ્રષા-વિનય અનેક પ્રકારે છે, તે આ પ્રમાણે ગુરૂ જનોના આવવા પર ઉભા થવું ગુર જ્યાં બેસવા ઈચ્છે ત્યાં આસન લઈને હાજર રહેવું ગુરુ આવે તો આસન પ્રદાન કરવું ગુરુ આદિનો વંદનાદિ દ્વારા સત્કાર કરવો આહાર, વસ્ત્રાદિ પ્રશસ્ત વસ્તુઓથી સન્માન કરવું યથાવિધિ વંદના કરવી ગુર સામે હાથ જોડવા ગુરુ આદિ પધારતા હોય ત્યારે સામે જવું બેઠા હોય ત્યારે તેમના અનુકૂળ સેવા કરવી ગર જતાં હોય ત્યારે તેમની પાછળ ચાલવું તે શુશ્રષવિનય છે. અનત્યાશાતના-વિનય શું છે ? અનન્યાશાતના વિનય ૪પ પ્રકારે છે. તે આ પ્રમાણે અરિહંત ભગવાનનો અવર્ણવાદ ન બોલવો અરિહંત દ્વારા પ્રરૂપિત ધર્મનો અવર્ણવાદ ન બોલવો આચાર્યનો, ઉપાધ્યાયનો, સ્થવિરોનો, ગણનો, કૂળનો, ક્રિયાવાદીનો એક સમાચારીવાળાનો, અભિનિબોધિકજ્ઞાનનો, શ્રુતજ્ઞાનનો, અવધિજ્ઞાનનો, મન:પર્યવ જ્ઞાનનો, કેવલજ્ઞાનનો અવર્ણવાદ ન બોલવો. તેમજ આ ૧૫નું ભક્તિપૂર્વક બહુમાન કરવું એટલે ત્રીસ પ્રકાર થયા અને તેમજ એ ૧૫ના ગુણોનું કીર્તન કરવું આ પ્રકારે અનત્ય કીર્તન કરવું ચારિત્રવિનય કેટલાં પ્રકારે છે ? ચારિત્રવિનય પાંચ પ્રકારે છે, સામાયિક ચારિત્રનો વિનય છેદોપસ્થાપનીયચારિત્રનો વિનય પરિહારવિશદ્ધ ચારિ ત્રનો વિનય સૂમસંપરાયચારિત્રનો વિનય યથાખ્યાતચારિત્રનો વિનય. મનવિનય શું છે? મનવિનય બે પ્રકારે છે. તે આ પ્રમાણે પ્રશસ્ત મનનો વિનય અને અપ્રશસ્ત મનનો વિનય, અપ્રશસ્ત મનનો વિનય શું છે ? અપ્રશસ્તમનોવિનય જે મને સાવધ, સક્રિયકર્કશતા સહિત- કટુક- નિષ્ફર, કઠોર, આસવકારી, છેદકારી, ભેદક, સંતાપજનક, ઉપ દ્રવ કરનાર, પ્રાણીઓનો ઘાત કરનાર હોય તે અપ્રશસ્તમને. એવા મનને અસંયમ ક્રિયાઓમાં પ્રવૃત્ત ન કરવું. તે પ્રશસ્ત મનનો વિનય શું છે ? અપ્રશસ્ત મનના જે વિશે ષણો છે તેમનું પ્રશસ્ત રૂપમાં પરિવર્તન કરવાથી પ્રશસ્ત મન. તેનો વિનય તે આ જ પ્રકારે વચનનો વિનય પણ પ્રશસ્ત અને અપ્રશસ્તના ભેદથી બે પ્રકારે છે. કાયવિનય શું છે ? કવિનય બે પ્રકારે છે. તે આ પ્રમાણે પ્રશસ્તકાય વિનય અને અપ્રશસ્તકાય વિનય. અપ્રશસ્તકાય વિનય શું છે ? અપ્રશસ્તકા વિનય સાત પ્રકારે છે. ઉપયોગ રહિત ગમન, ઊભા રહેવું, બેસવું પડખા ફેરવવા, ઉલ્લંઘન કરવું- વારંવાર ઉલ્લંઘન Page #23 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨૦ 349 કરવું. ઉપયોગ વિના બધી ઇન્દ્રિયોની તેમજ કાયયોગની પ્રવૃત્તિ કરવી. પ્રશસ્ત કાય વિનય શું છે? પ્રશસ્તકાય વિનય આ જ રીતે છે. લોકો પચાર વિનય શું છે? લો કોપચાર વિનય સાત પ્રકારે છે. ગુરુની પાસે રહેવાનો સ્વભાવ હોય, ગુરુ આદિની આજ્ઞાને અનુકૂળ પોતાની પ્રવૃત્તિ રાખવી, વિદ્યાદિની પ્રાપ્તિ માટે આહારાદિ લાવી આપવા. કરેલા ઉપકારને ધ્યાનમાં રાખીને પ્રત્યુપકાર કરવાની ભાવનાથી પ્રીતિયુક્ત વ્યવહાર કરવો. -દેશકાળના અનુસાર પ્રવૃત્તિ કરવી. બધા કાર્યોમાં અનુકૂળતા રાખવી, વૈયાવૃત્ય તપ શું છે? વૈયાવૃત્ય તપ દશ પ્રકારે છે. તે આ પ્રમાણે- આચાર્યની, ઉપાધ્યાયની, શૈક્ષ. ગ્લાન, તપસ્વીની, સ્થવિર - સાધર્મિકની , કુળ, ગણ, અને સંઘની વૈયાવૃત્ય છે. સ્વાધ્યાય તપ શું છે ? સ્વાધ્યાય તપ પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે- વાચના પૃચ્છના પરિવર્તના અનુપ્રેક્ષા ધર્મકથા તે સ્વાધ્યાય તપ છે. ધ્યાન છે? ધ્યાન ચાર પ્રકારે છે. - આર્તધ્યાન, રૌદ્રધ્યાન ધર્મધ્યાન શુકલ ધ્યાન. આર્તધ્યાન ચાર પ્રકારે છે, અનિષ્ટ સંયોગજન્ય, ઈ સંયોગજન્ય, વેદનાજન્ય, સેવન કરેલ કામભોગોની પ્રાપ્તિ થતાં તેમનો ક્યારેય પણ વિયોગ ન થાય એવો વિચાર કરવો. આર્તધ્યાનના ચાર લક્ષણો છે, તે આ પ્રમાણે ક્રન્દન-શોચન - તેપન, વિલપન - રૌદ્રધ્યાન ચાર પ્રકાર છે, હિંસાનુબંધી મૃષાનુબંધી સ્કેન્યાનુબંધી - સંરક્ષાનુબંધી રૌદ્રધ્યાનના ચાર લક્ષણ કહ્યા છે, ઉન્નદોષ, બિહુદોષ અજ્ઞાનદોષ, આમરણાન્ત દોષ- ધર્મધ્યાન ચાર પ્રકારે છે અને તે દરેકના ચાર ચાર ભેદ છે. તે આ પ્રમાણે - આજ્ઞાવિચય અપાયરિચય વિપાક વિચય સંસ્થાન વિચય. ધર્મધ્યાનના ચાર લક્ષણો છે. તે આ પ્રમાણે- આજ્ઞારુચિ નિસર્ગરુચિ ઉપદેશરુચિ સૂત્રરુચિ. ધર્મધ્યાનના આલ બના ચાર છે, તે આ પ્રમાણે વાચના પૃચ્છના પરિયટ્ટણા ધર્મકથા. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે, તે આ પ્રમાણે - અનિત્યાનુપ્રેક્ષા અશરણાનું પ્રેક્ષા એકત્વાનુપ્રેક્ષા સંસા રાનુપ્રેક્ષા. શુકલધ્યાન ચાર પ્રકારે છે- પૃથકત્વવિતર્ક સવિચાર, એકત્વવિતર્ક અવિ ચાર, સૂક્ષ્મ ક્રિયાપ્રતિ પતિ, સમુચ્છિન્નક્રિયાનિવૃત્તિ. શુક્લધ્યાનના ચાર લક્ષણ છે. - વિવેક, વ્યુત્સર્ગ વ્યથ,- અસંમોહ -શુકલ ધ્યાનના ચાર આલંબન છે, તે આ પ્રમાણે છેક્ષમાં, મુત્તિ, આર્જવ, માર્દવ - શુકલ ધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે, અપાયાનુપ્રેક્ષ, અશુ. ભાનુ પ્રેક્ષા,અનંતવર્ણિતાનુપ્રેક્ષા.વિપરિણામોનુપ્રેક્ષા.વ્યુત્સર્ગ તે શું છે ? વ્યુત્સર્ગ તપ બે પ્રકારે છે, - દ્રવ્યયુત્સર્ગ અને ભાવવ્યુત્સર્ગ. દ્રવ્યવ્યત્સર્ગ કેટલા પ્રકારે છે? દ્રવ્ય વ્યુત્સર્ગ ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે- શરીરવ્યુત્સર્ગ, ગણ વ્યુત્સર્ગ, ઉપધિયુત્સર્ગ ભક્તપાવ્યુત્સર્ગ. આ દ્રવ્યબુત્સર્ગ ત્રણ પ્રકારે છે, કષાયવ્યત્સર્ગ સંસારસુત્સર્ગ, કર્મવ્યુત્સર્ગ. કષાયવ્યત્સર્ગ શું છે ? કષાય વ્યુત્સર્ગ ચાર પ્રકારે છે. ક્રોધ કષાય વ્યસંગે, યાવતું લોભ કષાય વ્યુત્સર્ગ. સંસારબુત્સર્ગ શું છે ? સંસારભુત્સર્ગ ચાર પ્રકારે છે, નરયિક સંસારત્યુત્સર્ગ તિર્યંચ સંસાર વ્યુત્સર્ગ, મનુષ્ય સંસારત્યુત્સર્ગ, દેવ સંસાર વ્યુત્સર્ગ. કર્મયુત્સર્ગ શું છે? કર્મબુત્સર્ગ આઠ પ્રકારે છે, તે આ પ્રમાણે - જ્ઞાનાવરણીય કર્મવ્યુત્સર્ગ, દર્શનાવરણીય કર્મવ્યુત્સર્ગ, વેદનીય કર્મભુત્સર્ગ, મોહનીયકર્મવ્યુત્સર્ગ આયુકર્મવ્યુત્સર્ગ. નામકર્મભુત્સર્ગ, ગોત્રકમબુત્સર્ગ, અંતરાય કર્મવ્યુત્સર્ગ. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ હવાઈયું - (21) 21] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરના ઘણાં અણગાર ભગવંતો હતા. તેમાં કેટલાંક આચારાંગ સૂત્રના ધારક હતા યાવતુ વિપાક સૂત્રના ધારક હતા. તે ઉદ્યાનમાં ભિન્ન સ્થાનમાં ગચ્છ ગચ્છના રૂપમાં વિભક્ત થઇને, ગચ્છના એક એક ભાગમાં કેટલાક વાચના આપતા હતા. કેટલાક પૂછતા હતા. કેટલાક અનુ પ્રેક્ષા - કરતા હતા, કેટલોક આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદની અને નિવેદની એ પ્રકારે અનેક પ્રકારની કથાઓ કરતા હતા. કેટલાક ઘૂંટણો ઊંચા રાખી, માથું નીચે રાખી ધ્યાન રૂપી કોઠામાં સ્થિત હતા. આ પ્રમાણે સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરતા હતા. તે સંસારના ભયથી દ્વિગ્ન હતા. સંસારભીરુ હતા, જન્મ, જરા, મરણ એ જેના સાધન છે તેમજ પ્રગાઢ દુઃખ જ જેમાં વિસ્તારથી ઉછળતા પાણીની જેમ ભરેલ છે તથા સંયોગ, વિયોગની જેમ લહેરો છે, ચિંતા જેનો વિસ્તાર છે, વધ તેમજ બંધન જેમાં મોટા મોજાં છે, કરુણાસજનક વિલાપ વચન તેમજ લોભથી ઉત્પન્ન થયેલ આક્રોશ વચન આ બે જેના મોટા કલકલાટ ધ્વનિઓ છે, અપમાન જેમાં ફીણના ઢગલારૂપ છે, દુસહ નિંદા, નિરંતર થતી રોગવેદના, પરાભવ, વિનિપાત, વિનાશ નિષ્ફર વચન, અપમાનના વચન તેમજ કઠોર ઉદયવાળા સંચિત જ્ઞાનાવરણીયાદિ આઠ કમ એ જ જેમાં ખડકો છે તેની સાથે ભટકાવાથી અનેક પ્રકારનાં આધિ, વ્યાધિરૂપ મોજાં ઉત્પન્ન થાય છે અને તેનાથી ચલાયમાન અવશ્યભાવમૃત્યુભય જેમાં પાણીની સપાટીનો ભાગ છે. એવો આ સંસાર સાગર છે. કષાયરૂપ પાતાળ કળશોથી વ્યાપ્ત છે. લાખો ભવરૂપ જ જેમાં પાણીનો સંચય છે. મહાભયંકર છે. અપરિમિત તીવ્રાભિલાષા છે. તે વાયુના ઝપાટાથી ઊડતાં જલકણો છે તેનાથી આ સંસારસમુદ્ર અંદખારથી ભરેલ જેવો થઈ ગયો છે. આશા તેમજ તૃષ્ણા રૂપ પ્રચુર ફીણથી તે સફેદ થઈ ગયો છે. મોહરૂપી મહા આવર્તમાં ભોગરૂપ જલ ચક્રની જેમ ઘૂમી રહ્યું છે, તેમાં પ્રમાદાદિ ક્રોધિ તેમજ અતિ દુષ્ટ સ્વભાવવાળા હિંસક જીવ છે, તેનાથી આઘાત પામી સમસ્ત સંસારી જીવોનો સમૂહ આમતેમ ભાગતો, ફરે છે. તે જીવોનો ભયંકર આકંદ નનો મહાભીષમ પડઘો આ સંસાર સમુદ્રમાં પડે છે તથા અજ્ઞાન જ ઘૂમતાં માછલાં તેમજ જલજંતુ વિશેષ છે. અનુપશાંત ઈન્દ્રિયો તેમાં વિકરાળ મગર છે. આ મહામ ગરોની ચંચળ ચેષ્ટાઓથી તેમાં અજ્ઞાનીઓના સમૂહરૂપ જલસમૂહ ક્ષુબ્ધ થઈ રહ્યો છે, નાચી રહ્યો છે. અરતિ, ભય, વિષાદ, શોક તથા મિથ્યાત્વ રૂપી પર્વતથી અત્યંત વિકટ છે. અનાદિકાળથી, બંધનાવસ્થાથી આવતા કર્મ અને તેનાથી ઉત્પન્ન થએલ રાગાદિ પરિણામ તે ચીકણા કાદવ છે. જેને તરવો મુશ્કેલ છે. દેવ, મનુષ્ય, તિર્યંચ તથા નરક ગતિમાં નિરંતર પરિભ્રમણ તે તેની વાંકી થતી વિશાળ વેલા છે. ચાર ગતિરૂપ, ચાર વિભાગથી વિભક્ત છે. વિશાળ છે. જેનો પાર પામવો મુશ્કેલ છે, વિકરાળ છે, જેના દર્શનામાત્રથી ભય ઉત્પન્ન થાય છે, એવો આ સંસાર સમુદ્ર છે. તેને ઘેર્યરૂપી દોરડાંના બંધનથી જે દ્રઢ છે, અત્યંત વેગવાળી છે, જેમાં સંવર તથા વૈરાગ્યરૂપી એક ઊંચો કૂપક સ્તંભ છે, જ્ઞાનરૂપી સફેદ વસ્ત્ર જેમાં સઢ છે, વિશુદ્ધ સમ્યકત્વ જેનો સુકાની છે, પ્રશસ્ત ધ્યાનરૂપ, પરૂપ વાયુથી પ્રેરિત થઈ જે આગળ વધે છે આવા પ્રકારના સંયમરૂપી નાવથી પાર કરે છે તે મુનિઓ શીલરથને ધારણ કરનારા છે. ઉદ્યમ, વ્યવસાય આ બંનેથી ગ્રહણ કરેલ નિર્જરા, યાતના, ઉપયોગ, જ્ઞાન દર્શન તેમજ Page #25 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨૧ 351 ચારિત્ર વિશુદ્ધ શ્રેષ્ઠ ભાર જેમાં ભરેલો છે તેવા મુનિ સંસારસમુદ્રનો પાર પામે છે. જિનવરના વચન દ્વારા બતાવેલ જે સંયમમાર્ગ તેનાથી કપટાદિથી રહિત થઈ સિદ્ધિરૂપ નગરનાં સન્મુખ થાય છે. એવા શ્રેષ્ઠ શ્રમણો સાર્થવાહ છે. આ સાધુઓ ગામની અંદર એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ નિવાસ કરતા હતા. જિતેન્દ્રિય હતા. નિર્ભય હતા. સચિત્ત, અચિત્ત અને સચિત્તાચિત્ત દ્રવ્યોમાં વૈરાગ્યવાન હતા. સંયમી, હિંસાદિથી નિવૃત્ત અને લોભથી રહિત હતા. લાઘવ ગુણસંપન્ન હતા; અભિલાષાથી રહિત હતા. મોક્ષસાધક હતા, વિનીત થઈ ધર્મની આરાધના કરતા હતા. [22] તે કાળા અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરની પાસે અનેક અસુર કુમાર દેવો પ્રગટ થયા. તેઓ કાળા મહાનીલમણિ, ગુલિકા, ભેસના શિંગડા સમાન, અળશીના ફૂલની સમાન કાંતિવાળા હતા. વિકસેલા શતપત્ર ના સમાન નેત્રની પાંપણો હતી, નેત્રો નિર્મળ કંઈક શ્વેત તથા ત્રાંબાની સમાન જરા લાલ હતા. ગરુડની જેવી લાંબી, સરળ તથા ઊંચી નાસિકા હતી. પુષ્ટ શિલાપ્રવાલવિદ્ગમ અને અતિશય લાલ ચણોઠીના જેવા હોઠ હતા. સફેદ ચંદ્રના ટૂકડાની સમાન અતિ ઉજ્જવલ, શંખ, ગોક્ષીર, ફીણ, જલકણ તથા કમળની દાંડી સમાન શ્વેત દાંતની પંક્તિઓ હતી. અગ્નિમાં તપાવેલ, સાફ કરલ, ધોયેલ, તપેલા સુવર્ણની સમાન લાલ તલભાગવાળા તેમના તાળવા અને જીભ હતા. આંજણ, મેઘ સમાન કાળ, રુચક મણિ સમાન સ્નિગ્ધ કેશ હતા. ડાબા કાનમાં કુંડલ હતા. ભીના ચંદનથી તેમના આખા શરીર પર લેપ કરવામાં આવ્યો હતો. કંઈક શ્વેત તથા સિલીન્દ પુષ્યના પ્રકાશ જેવા, અત્યંત સૂક્ષ્મ-પતલા, દોષરહિત એવા શ્રેષ્ઠ વસ્ત્રોને ધારણ કર્યા હતા. યૌવન અવસ્થાને પ્રાપ્ત હતા. તેમની ભુજાઓ, બાહુના આભરણ, ભુજબંધક એ ઉત્તમ આભૂષણોથી તથા નિર્મળ મણિરત્નોથી મંડિત હતી. હાથની દશે આંગળીઓ મુદ્રિકાઓથી મંડિત હતી. ચૂડામણિ ચિહ્ન ધારક હતા, સુંદર હતા, મહાન ઋદ્ધિવાળા; મહાન ઘુતિવાળા, વિશેષ શક્તિસંપન્ન, મહાન યશવાળા, વિશિષ્ટ પ્રકાર ના સુખના ભોક્તા, અચિજ્ય પ્રભાવના ધારક હતા. વક્ષસ્થળ હારથી શોભાયમાન હતું, કટક તથા ભુજબંધનથી તેમની ભુજાઓ સજ્જિત હતી. બાજુબંધ, કુંડલથી જેના ગાલ ઘર્ષિત થતા હતા તેમજ બીજા વિશિષ્ટ કર્ણના આભૂષણોને ધારણ કર્યા હતા. વિચિત્ર માળાઓને ધારણ કરી હતી. મસ્તક મુકુટોથી શોભી રહ્યા હતા. કલ્યાણકારી તથા વિશેષ કીંમત વસ્ત્રો ધારણ કર્યા હતાં. શ્રેષ્ઠમાળાને ધારણ કરી હતી તથા વિલેપનથી શરીર સજ્જિત હતાં. તેમના શરીર આલાવાળા હતા, જે વનમાળા ધારણ કરી હતી. તે લાંબી લટકતી હતી. દિવ્યવર્ણ, દિવ્ય ગંધ, દિવ્ય રૂપ, તેમજ દિવ્ય સ્પર્શ, દિવ્ય સંહનન, સંસ્થાન વાળા તથા દિવ્ય ઋદ્ધિ, ધુતિ, પ્રભા, છાયા, શરીર પરના રત્નાદિના દિવ્ય તેજવાળા, કાંતિવાળા અને દિવ્ય લેયાવાળા હતા. દશે દિશાઓને પ્રકાશિત કરતા શ્રમણ ભગવાન મહાવીરની પાસે વારંવાર આવી, બહુ ભક્તિપૂર્વક વંદન નમસ્કાર કરીને પોતપોતાના નામ તેમજ ગોત્ર કહ્યાં. ન અતિ દૂર કે ન અતિ નજીક * એ રીતે સામે બેસી, સાંભળવાની ઇચ્છાવાળા તે દેવો નમસ્કાર કરતા વિનયપૂર્વક હાથ જોડી સેવા કરવા લાગ્યા. [23] તે કાળ અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરની પાસે અનેક અસુ રેન્દ્રોને છોડી ને નાગ, સુપર્ણ, વિદ્યુત, અગ્નિ, ક્ષય, ઉદધિ, દિશા, પવન, સ્તનીત ક્ષારો Page #26 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર હવાઈય-(૨૩) બીજા ભવનવાસી દેવો પ્રગટ થયા. આ દેવોના મુકુટમાં ક્રમથી આ પ્રમાણે ચિલ હતા નાગની ફસા, ગરુડ, વજ, પૂર્ણકલશ, સિંહ અશ્વ, હાથી, મગર, સ્વસ્તિક. આ ચિહ્નો મુકુટમાં હોય છે. તે દેવો વિચિત્ર રૂપવાળા અને સુંદર રૂપવાળા, મહાન ઋદ્ધિથી યુક્ત હતા. શેષ સર્વ વર્ણન અસુરકુમારની જેમ સમજવું રિ૪] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરની પાસે ઘણા વ્યત્તર દેવો આવ્યા. પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, ઝિંપુરુષ. બધા દેવો પ્રશસ્ત નાટકીય ગાનમાં તેમજ નાટ્ય વર્જિત ગાનવિધામાં પ્રેમ રાખવાવાળા હોય છે. આણપને, પાણપનેઋષિરાદિક, ભૂતવાદિક, કન્દ્રિત, મહાક્રદિત, કૂષ્માંડ, પતંગદેવ તે ચંચળ ચિત્તવાળા તેમજ ક્રીડા અને પરિહાસપ્રિય હોય છે. હસવું અને બોલવું એ બે જેને વિશેષ પ્રિય છે. ગીત અને નૃત્યમાં રતિ રાખનારા છે. વનમાળા, પુષ્પથી બનાવેલ અલંકાર, મુકુટ, કુંડલ, તેમજ ઈચ્છાનુસાર ઉત્પન્ન કરેલ બીજા આભૂષણો એ જ તેમના સુંદર આભૂષણો છે. સર્વઋતુઓના સુંદર પુષ્પોદ્ધારા બનાવેલી લાંબી, સુંદર વિકસિત, ચિત્ર, વિચિત્ર વનમાળાઓથી તેમનું વક્ષસ્થળ શોભાયમાન હતું. ઈચ્છાનુસાર ગમન કરતા. ઈચ્છાનું સાર રૂપ ધારણ કરતા, અનેક પ્રકારના રંગવાળા તથા ચિત્રવિચિત્ર પ્રભાવાળા એવા ચમકઘર વસ્ત્રો તેઓ પહેરે છે. અનેક દેશોનો પોશાક પહેરે છે. પ્રમુદિતોના જે કન્દપ્રિધાન કલહ તેમજ ક્રીડા થાય છે. તેમાંથી ઉત્પન થયેલ જે કોલાહલ તે તેમને અધિક પ્રિય છે. હાંસી, મજાક કરવામાં બહુજ ચતુર હોય છે. અનેક મણિરત્ન જે વિવિધ પ્રકારે યથાસ્થાન ધારણ કરેલ છે તેઓના વિચિત્ર ચિહ્ન છે. સુંદર રૂપવાળા, મહાદ્ધિવાળા યાવતુ ભગવાન મહાવીરની સેવા કરવા લાગ્યા. [25] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરની પાસે જ્યોતિષી દેવો પ્રગટ થયા. બૃહસ્પતિ, ચંદ્ર, સૂર્ય, શુક્ર, શનૈશ્ચર, રાહુ, ધૂમકેતુ, બુધ અને અંગારક તે દેવો તપેલા સુવર્ણની સમાન લાલ વર્ણવાળા હતા. ગ્રહો અને જ્યોતિષી દેવો પોત પોતાના માંડલામાં વિચરનાર હતા. કેતું હંમેશા ગતિ વિશિષ્ટ છે 28 પ્રકારના નક્ષત્ર જાતિના દેવો છે. તારાઓ અનેક પ્રકારના આકારવાળા તથા પાંચ વર્ણવાળા છે. સ્થિર લેશ્યાવાળા છે. સંચરણશીલ છે. નિરંતર ગમન કરવાનો તેમનો સ્વભાવ છે. પ્રત્યેકનો મુકુટો પોતપોતાના નામોથી યુક્ત તેમજ સ્પષ્ટ ચિહ્નવાળા છે. મહાદ્ધિના ધારક છે. યાવતુ ભગવાન મહાવીરની સેવા કરવા લાગ્યા. [26] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરની પાસે વૈમાનિક દેવો પ્રગટ થયા. સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્રબ્રહ્મલોક, લાન્તક, મહાશુક્ર, સહાર, આનત, પ્રાણત, આરણ, અશ્રુત દેવો છે. અતિ હર્ષને પ્રાપ્ત હતા. તે દેવો જિનેશ્વરના દર્શન માટે ઉત્સુકતાપૂર્વક આવ્યા અને તેઓ અતિ આનંદિત થયા. તે દેવો પોતપોતાના પાલક, પુષ્પક, સૌમનસ, શ્રીવત્સ, નંદ્યાવર્ત કામગમ, પ્રતિગમ, મનોગમ, વિમલ, સર્વતોભદ્ર - એ નામવાળા વિમાનોથી તથા બીજા પણ દેવ પોતપોતાનાં વિમાનો દ્વારા આવ્યા. તેમને મુકુટોના વિસ્તીર્ણ ભાગોમાં ક્રમશઃ મૃગ, મહિષ, વરાહ, બકરા, દેડકો, અશ્વ, ગજપતિ, સર્પ, તલવાર, વૃષભનું ચિહ્ન હતું. પ્રશસ્ત કેસવિશ્વાસ અને મુકુટ શિથિલ થઇ ગયા હતા. કુંડલોના પ્રકાશથી તેમના મુખમંડલ પ્રકાશિત થઈ રહ્યા હતા. તેમની કાંતિ લાલ હતી. તેમના શરીર કમળની કેશરાલ જેવા ગૌરવર્ણના હતા. તેમના : Page #27 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨ ૩પ૭ શરીરના ગંધ, વર્ણ, સ્પર્શ શુભ હતા. ઉત્તમ વૈકિય શરીરવાળા હતા. વિવિધ પ્રકારના વસ્ત્રો તથા સુગંધિત માળા ધારણ કરી હતી. મહર્તિક હતા. મહાદ્યુતિધારી હતા. થાવતુ અંજલિપૂર્વક પ્રભુની સેવા કરવા લાગ્યા. રિકો તે સમયે ચંપાનગરીમાં ત્રણ કોણવાળા, યાવતુ રાજ માર્ગ પર મહાન શબ્દોના અવાજ આવવા લાગ્યા. લોકોનું ટોળું એકત્ર થયું. અવ્યક્ત ધ્વનિ થવા લાગ્યો. ક્યાંક સ્પષ્ટધ્વનિ સંભળાવા લાગ્યો. લોકોના એક પછી એક ટોળા આવવા લાગ્યા, સામાન્ય રૂપે જનસમુદાય એકત્રિત થયો, મનુષ્યો એક બીજા સાથે અથડાવા લાગ્યા, અનેક મનુષ્યો પરસ્પરમાં એક બીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા, બોલવા લાગ્યા, પ્રરૂપણા કરવા લાગ્યા- હે દેવાનુપ્રિયો ! શ્રમણ ભગવાન મહાવીર ધર્મની આદિ કરનાર, તીર્થંકર, સ્વયં સંબુદ્ધ, પુરુષોત્તમ યાવતું સેક્ષ પ્રાપ્ત કરનાર પૂર્વાનુડૂર્વગ્રામાનુ ગ્રામ વિચરતા આજે અહીં પધાર્યા છે. પ્રાપ્ત થયા છે, સમોસય છે. આ ચંપાનગરીની બહાર પૂર્ણભદ્ર ઉદ્યાનમાં યથારૂપ આજ્ઞાને લઇ, સંયમ તેમજ તપથી આત્માને ભાવિત કરતાં વિચરે છે. હે દેવાનુપ્રિય ! તથારૂપ અરિહંત ભગવંતના નામ તેમજ ગોત્રના શ્રવણથી પણ મહાફળ પ્રાપ્ત થાય છે, તો પછી તેમના સમીપ જવાથી, વંદન કરવાથી, પ્રશ્ન પૂછવાથી, પર્યપાસના કરવાથી જીવોને કયા અનુપમ ફળની પ્રાપ્તિ ન થઈ શકે ? ભગવાનના એક આર્ય ધર્મના વચનને સાંભળવાથી જીવ મહાફળના ભાગી થાય છે તો પછી તેમના દ્વારા કહેવામાં આવતા વિપુલ અથનું ગ્રહણ કરવાથી જે ફળ થાય તે વિષયમાં તો કહેવાનું જ શું? માટે હે દેવાનુપ્રિય ! તેમની પાસે જઈએ, શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરીએ. નમસ્કાર કરીએ. સત્કાર કરીએ, સન્માન કરીએ, કલ્યાણ સ્વરૂપ, દેવસ્વરૂપ, કેવળજ્ઞાન સ્વરૂપ એવા ભગવાનની વિનયપૂર્વક સેવા કરીએ. એ વંદન તથા નમસ્કાર આ ભવ તથા પરભવમાં જીવને માટે હિતકારી છે, સુખ માટે, મોક્ષ માટે તથા જન્મ-જન્માક્તરમાં સુખ દેવા માટે થશે. આ પ્રકારે વિચારીને ઘણા ઉગ્રવંશીય લોકો ભોગવંશના લોકો રાજન્ય વંશજ ક્ષત્રિય, બ્રાહ્મણ, ભટ યોદ્ધા મલ્લ લિચ્છવી રાજા, ઈશ્વર તલવર- માંડલિક કૌટુમ્બિક, ઈભ્ય શ્રેષ્ઠી- સાર્થવાહ આમાંથી કેટલાંક વંદન કરવા, કેટલાંક પૂજન માટે એવી રીતે સત્કાર કરવા, સન્માન કરવા, દર્શન કરવા, કુતૂહલ માટે, કેટલાંક પદાર્થોના સ્વરૂપનો નિશ્ચય કરવા, પહેલાં જે સાંભળ્યું નથી તે સાંભળશું તે માટે તથા જે સાંભળ્યું છે તેને શંકારહિત કરીશું એ પ્રકારની ભાવનાથી કેટલાંક નવ તત્ત્વ રૂપ ભાવોને, જીવ આદિના સ્વરૂપનાં સાધક હેતુઓને, કારણોને અથવા બીજા દ્વારા પૂછાતા અર્થના ઉત્તર રૂપ વ્યાકરણને પૂછશું. કેટલાંક સર્વવિરત થવા કેટલાંક ગૃહસ્થધર્મનો સ્વીકાર કરશું એ ભાવનાથી, કેટલાંક આ અમારો કુલાચાર છે એ માન્યતાથી સ્નાન કરી. કુલ દેવીની પૂજા કરી, દુઃસ્વપ્નાદિ નિવારણ માટે મસી તિલક આદિ ધારણ કરી, મસ્તક તેમજ કંઠમાં માલાઓ ધારણ કરી, મણિજડિત સુવર્ણના આભૂષણો પહેય. 18 સરનો હાર, 9 સરનો અધ હાર, 3 સરનો હાર તેમ જ લાંબા લટકતાં કટિસૂત્રને ધારણ કર્યા. શ્રેષ્ઠ વસ્ત્રો પહેર્યા. શરીર ઉપર ચંદન લગાવ્યું. કેટલાંક ઘોડા ઉપર સવાર થયા, કેટલાંક હાથી પર આરુઢ થયા, કેટલાંક રથ ઉપર બેઠા, કેટલાંક પાલખીમાં ચઢ્યા, કેટલાંક પુરુષોના ટોળાં સાથે પગે ચાલતા નીકળ્યો, મહાન અતિશય આનંદજાનિત શબ્દથી, સિંહનાદથી, વ્યક્ત ધ્વનિથી તથા અવ્યક્ત ધ્વનિથી, ક્ષભિત 2i3) Page #28 -------------------------------------------------------------------------- ________________ 354 ઉવવાઇયં (27) થએલા મહાસમુદ્રના જેવા ધ્વનિ કરતાં ચંપા નગરીના મધ્યમાર્ગથી નીકળ્યા. નીકળીને જ્યાં પૂર્ણભદ્ર ચત્ય હતું. ત્યાં પહોંચ્યાં, પહોંચીને શ્રમણ ભગવાન મહાવીરથી બહુ દૂર નહિ તેમ નજીક નહીં એ રીતે તીર્થકરોના અતિશય સ્વરૂપ છત્ર આદિને જોયા. એ જોઈને પોતપોતાના યાન, વાહનોને ત્યાં રોકી દીધા, યાન, વાહનોને રોકીને તેમાંથી નીચે ઉતર્યા. ઉતરીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતાં ત્યાં પહોંચ્યા. ત્યાં જઈને શ્રમણ ભગવાન મહાવીરને ત્રણવાર પ્રદશ્રિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદન, નમસ્કાર કર્યા. વિનયપૂર્વક હાથ જોડીને સેવા કરવા લાગ્યા. [28] ત્યાર પછી ભગવાનના વિહારાદિના સમાચાર લાવવા માટે જેને નિયુક્ત કરેલ છે તે માણસ આ કથાથી પરિચિત થઈને હર્ષિત થયો, સંતુષ્ટ થયો. યાવતું આનંદિત થયો, સ્નાન કર્યું કાવત્ અલ્ય અને મહામિતી આભૂષણોથી શરીરને શણગાર્યું પછી પોતાના ઘરેથી નીકળ્યો. નીકળીને ચંપાનગરીની મધ્ય-મધ્યમાં થઈને જ્યાં બહારની ઉપસ્થાન શાલા હતી ત્યાં ગયો. કૂણિક વાવ બેઠા. બેસીને પ્રવૃત્તિવાદકને ૧રા લાખ સિક્કાઓનું પ્રીતિદાન આપ્યું. સત્કાર કર્યો સન્માન કર્યું - રિ૯] ત્યાર પછી ભંભાસારના પુત્ર તે કૂણિક રાજાએ સેનાપતિને બોલાવ્યો. બોલાવીને આ પ્રકારે કહ્યું, “હે દેવાનુપ્રિય! શીઘજ તમે પટ્ટહતિ રત્ન ને સજ્જિત કરશે. સાથે ઘોડા, હાથી, રથ તેમજ ઉત્તમ યોદ્ધાઓથી યુક્ત ચતુરગિણી સેનાને પણ સજ્જિત કરો તથા સુભદ્રા પ્રમુખ દેવીઓના માટે બાહ્ય ઉપસ્થાનશાળામાં અલગ અલગ, ચાલવામાં સારા, બળદો આદિ યુક્ત ધાર્મિક રથોને સજ્જિત કરીને લઈ આવો. ચંપા નગરીની અંદર તેમજ બહાર થોડા પાણી નો છંટકાવ કરી ને રસ્તાઓને સાફસૂફ કરાવો માર્ગમાં આજુબાજુ મંચ ઉપર મંચ ગોઠવાવી દ્યો. અનેક રંગોની ઉચી ઉચી ધ્વજા ઓ, પતાકાઓ નગરમાં લગાવો. છાણથી જમીન ને લીંપાવો અને ભીંતોને ખડીથી ધોળાવો. ગોશીર્ષ ચંદન તેમજ સરસ રક્તચંદનથી સમસ્ત નગરને સુગંધિત બનાવો એ કાર્ય કરો તથા બીજા પાસે કરાવો. કરીને તેમજ કરાવીને મારી આજ્ઞા પાછી આપો [30] ત્યાર પછી તે સેનાપતિ રાજાવડે આ પ્રમાણે આજ્ઞાપિત થતાં હર્ષિત, સંતુષ્ટ થયો યાવતુ અંતઃકરણમાં પ્રફુલ્લિત થયો. હાથ જોડીને મસ્તક ઉપર અંજલિરૂપે તેમને સ્થાપિત કરી પછી તે આ પ્રકારે બોલ્યો - હે સ્વામિનું! આપની આજ્ઞા પ્રમાણે કરીશ. હાથીઓના અધિકારીને બોલાવ્યો. બોલાવીને રાજાની ઉક્ત સૂચના આપી. ત્યાર પછી તે હાથીઓના અધિકારી સેનાપતિએ આ વાત સાંભળીને આજ્ઞામાં વચનને વિનયપૂર્વક સ્વીકાર્યો સ્વીકારીને નિપુણ શિલ્યશિક્ષકના ઉપદેશથી પોતાની અતિથી વિવિધ પ્રકારે હાથીઓ શણગાય. ઝૂલો વગેરે સજાવી. પેટ અથવા છાતી ઉપર મજબૂત કવચ કસીને બાંધ્યું. ગળામાં આભૂષણો પહેરાવવામાં આવ્યા. બીજા અંગો તથા ઉપાંગોમાં સુંદર સુંદર આભૂષણો પહેરાવ્યાં. આથી સ્વાભાવિક તેજ સંપન તે ગજરાજ વધારે તેજસ્વી થયો. કર્ણપૂર કાનમાં પહેરાવ્યાં, ઝૂલ પીઠથી નીચે સુધી લટકી રહી હતી. મદ ઝરવાના કારણે ભમરા ઓનો સમૂહ તેની આસપાસ ફરતો હતો, પીઠ પર ઝૂલ હતી. તે મૂલ પર નાનું ઢાંકેલું સ્ત્ર હતું તે સુંદર વિવિધ પ્રકારના ચિત્રોથી યુક્ત હતું. શ્રેષ્ઠ પ્રહરણ શસ્ત્ર અને કવચથી સુસજ્જિત આ હાથી જાણે યુદ્ધને માટે સજાવ્યો ! હોય તેવો લાગતો હતો. છત્રસહિત ધ્વજારહિત, ઘંટાસહિત હતો. પાંચ વર્ષની . Page #29 -------------------------------------------------------------------------- ________________ સુત્ર-૩૦ 355 પુષ્પમાળા પહેરાવવાથી સુંદર લાગતો હતો. વિજળી જેવાં આભૂષણો ચમકતા હતા. તે કાળા મેઘ જેવો હતો. હાથી ચાલતો હતો ત્યારે જાણે પર્વત ચાલતો હોય તેવું લાગતું હતું. ગુલ ગુલ અવાજ કરતો હતો. તેની ગતિ મન તથા પવનના વેગને પણ જીતે તેવી હતી. જોવા માં ભયંકર હતો. આ પ્રમાણે તે પટ્ટહસ્તિને નિપુણ પુરષોએ સજાવ્યો હતો. સાવીને અશ્વ, હાથી, રથ તેમજ શ્રેષ્ઠ સુભટોથી યુક્ત ચતુરંગિણી સેના તૈયાર કરાવી. કરાવીને જ્યાં બલવાહક - હતા ત્યાં ગયા. ત્યાં જઈને નિવેદન કર્યું કે આપની આજ્ઞા પ્રમાણે સર્વ કાર્ય કર્યું છે. ત્યાર પછી તે સેનાપતિએ યાનશાલાના અધિકારીને બોલાવ્યો. બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! તમે જલ્દી સુભદ્રા આદિ દેવીઓ માટે બહારની ઉપસ્થાન શાલામાં એક એક રાણીને બેસવા અલગ અલગ યાત્રાને યોગ્ય તેમજ બળદથી યુક્ત રથાદિ વાહનોને હાજર કરો. ત્યાર પછી તે યાનશાળાના અધિકારીએ સેનાપતિની વાતને સાંભળી. આજ્ઞાવચનનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો. રથાદિ વાહનોને સારી રીતે જોયાં. સાફ કર્યા. એક જગ્યાએ એકઠાં કર્યો. બહાર કાઢીને તેમના ઉપરના વસ્ત્રો દૂર કરીને તે બધાં યાનોને શણગારીને શ્રેષ્ઠ ઉપકરણોથી મંડિત કર્યા. તે વાહનશાલાની અંદર દાખલ થયા. દાખલ થઈને રથાદિ વાહનોને જોયાં. યાવતુ. શણગારીને શ્રેષ્ઠ ઉપકરણોથી મંડિત કર્યો. મંડિત કરીને વાહનોના બળદોને રથોમાં જોડાવ્યાં. જોડાવીને ચાબુકો તેમજ ચલાવનારાને એક સાથે ભેગા કર્યા. તે બધા યાન ઉપર ચઢી ગયા ત્યારે વાનોને રાજમાર્ગ ઉપર હાજર કર્યો. પછી તે માનશાળાના અધિકારી સેનાપતિ પાસે નિવેદન કર્યું પહોંચીને ત્યાર પછી તે સેનાપતિએ નગરની રક્ષા કરવાવાળા કોટવાલને બોલાવ્યો. બોલાવીને આ પ્રમાણે કહ્યું, કે હે દેવાનુપ્રિય ! તમે જલદી ચંપાનગરીની અંદર તથા બહાર સફાઈ કરાવો, પાણી છંટાવો યાવતું સુગંધિત કરો. ત્યાર પછી નગરરક્ષકે સેનાપતિના આ આદેશને સાંભળીને આજ્ઞાનાં વચનોનો વિનયપૂર્વક ત્યાર પછી તે સેનાપતિએ ભંભાસારના પુત્ર ભૂણિક રાજાના આભિષેક્ય પટ્ટ હાથીરત્નને શણગારેલો જોયો. અશ્વ, હાથી યાવતુ ચતુરંગિણી સેનાને પણ પાસે જ જોઈ. સુભદ્રા પ્રમુખ દેવીઓને માટે આવેલા રથોને પણ જોયા. યાવત્ ચંપા નગરીને સુગંધિતકરેલી જોઈ. જોઈને તે બહુ હર્ષિત થયો. સંતુષ્ટ થયો, આનંદિત ચિત્તવાળો થયો, પ્રિય મનવાળો થયો થાવત્ વિકસિત દ્ધયવાળો થયો અને જ્યાં રાજા ભંભાસારના પુત્ર કૂણિક રાજા હતા ત્યાં ગયો. જઈને હાથ જોડી યાવત્ આ પ્રકારે બોલ્યો : હે દેવાનુપ્રિય! હવે આપ શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરવા માટે પધારો. [31] ત્યાર પછી ભંભાસારપુત્ર કુણિક રાજા સેનાપતિની વાત સાંભળીને, વિચારીને હર્ષિત થયો. સંતુષ્ટ થયો યાવતું વિકસિત દયવાળો થયો અને વ્યાયામ શાળામાં પ્રવેશ કર્યો. શારીરિક કસરત કરી. અંગોપાંગને વાળ્યાં. મલ્લયુદ્ધ કર્યું. મુગરો ફેરવ્યાં. આ બધાથી થાક્યા. ત્યાર પછી રસ રધિરાદિ ને સમતાકારી, બલ કારી, કામોત્તેજક, માંસવર્ધક અને સર્વ ઈન્દ્રિયોને તેમજ સંપૂર્ણ શરીરને માટે આનંદ દાયક એવા શતપાક, સહસ્ત્રપાક નામના તેલથી, ઉબટનથી ખૂબ માલિશ કરાવી, તૈલચર્મથી માલિશ કરનારા પુરુષો કે જેમના હાથ પગના તળિયા બહુ સુકુમાર અને Page #30 -------------------------------------------------------------------------- ________________ હવાઇપં(૩૦) કોમળ હતા. મદન કરવાની કળામાં નિપુણ, દક્ષ, વિશેષ કુશળ, નવી નવી મર્દન કર વાની કળાના આવિષ્કારક સંપૂર્ણ અંગમ દિનની ક્રિયાને જાણનાર હતા. તૈલમર્દન અંગ સંવાહન તેમજ વિટન કરવાથી જે શરીરસ્વાથ્ય કાંતિ આદિ ગુણો થાય છે. આવી કલાના જાણકાર હતા. તેઓએ હાડકામાં માંસમાં ચામડીમાં રોમેરોમમાં સુખકારી માલિશથી રાજાની માલિશ કરી, માલિશ કર્યા પછી ખેદ અને પરિશ્રમથી મુક્ત થઈ વ્યાયામ શાળામાંથી રાજા બહાર નીકળ્યા. બહાર નીકળીને જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં આવ્યા.મોતિવાળા ગોખલાઓથી યુક્ત અતિસુંદર વિવિધ પ્રકારના મણિઓથી જડિત. આંગણાવાળા મનોહર સ્નાનમંડપમાં રાખેલા અનેક મણિ તથા રત્નોથી રચિત એવા સ્નાન કરવાના બાજોઠ પર સુખેથી બેઠા. બેસીને શુદ્ધ જળથી, ગંધ મિશ્રિત પુષ્પમિશ્રિત સુખદાયી જળથી વારંવાર આનંદકારી ને અતિ શ્રેષ્ઠ ખાનની વિધિથી સ્નાન કર્યું. અનેક પ્રકારના કૌતુકો કર્યા. સુવાળાં સુગંધિત કષાય-લાલ રંગના ટુવાલથી શરીરને લૂછ્યું-પછી સંપૂર્ણ શરીર પર સુગંધિત ગોશીષ ચંદનનો લેપ કર્યો. પછી કીડા કે ઉંદર આદિથી નહિ કપાયેલાં અને બહુમૂલ્ય વસ્ત્રો ધારણ કર્યો. પવિત્ર પુષ્પમાળા ધારણ કરી શુદ્ધ સુગંધિત દ્રવ્યનું વિલેપન કર્યું. મણિ જડિત સુવર્ણ આભૂષણો પહેય. અઢાર સરનો, નવસરનો, ત્રણ સરનો હાર પહેર્યો. લાંબો લટકતો કંદોરો કમ્મરમાં ધારણ કર્યો તેથી શોભામાં સુંદરતાની વૃદ્ધિ થઈ. ગળાનું આભૂષણ ધારણ કર્યું. આંગળીઓમાં વીંટીઓ પહેરી અને હાથમાં શ્રેષ્ઠ કડાં પહેર્યાં અને બાહુમાં ભુજબંધ બાંધ્યા તેથી ભુજા સ્તંભિત થઈ ગઈ હતી. આ પ્રમાણે તેના શરીરની શોભા સુંદર થઈ ગઈ. મુદ્રિકાયુક્ત આંગળીઓ પીળી ઝાંઈથી ચમકવા લાગી. કંડલોથી મુખ ચમકવા લાગ્યું. મુકુટથી મસ્તક શોભવા લાગ્યું. ઢંકાયેલ વક્ષસ્થલ મનોહર દેખાવા લાગ્યું. ઘણાં લાંબા વસ્ત્રનું ઉત્તરીય ધારણ કર્યું હતું. શ્રેષ્ઠ શિલ્પી દ્વારા બનાવેલ, બહુમૂલ્ય, વિવિધ પ્રકારના મણિ. સુવર્ણ અને રત્નોથી કુશળતાપૂર્વક બનાવેલ, સારી રીતે જોડેલ-વીરવલયને ધારણ કય. વધારે શું કહેવું ? કલ્પવૃક્ષની સમાન અલંકત અને વિભૂષિત થઇ, કોરંટ પુષ્પોની માળાથી યુક્ત છત્ર ધારણ કરાયેલ તેમજ બંને બાજુએ ચાર ચામર ઢોળાઈ રહ્યા છે. તેવા તે રાજા સ્નાનગૃહમાંથી બહાર નીકળ્યા. તેમને જોતાં જ મંગલ જયધ્વનિ કરી અનેક ગણનાયક, યાવતું સંધિપાલોથી ઘેરાયેલા તે રાજા સફેદ, મહામેઘના આવરણથી મુક્ત, પ્રહગણોની વચ્ચે રહેલ તથા દેદીપ્યમાન નક્ષત્ર તેમજ તારાગણોની વચ્ચે સુશોભિત ચંદ્રમા જેવા, જેનું દર્શન પ્રિય છે એવા તે રાજા જ્યાં બહારની ઉપસ્થાન શાલા હતી અને જ્યાં આભિષેક્ય શ્રેષ્ઠ હાથી હતો ત્યાં આવ્યા. આવીને અંજનગિરિના શિખરની સમાન ગજપતિ ઉપર નરપતિ આરૂઢ થયા. ત્યાર પછી ભંભસારપુત્ર કણિક રાજ આભિજ્જ શ્રેષ્ઠ હાથી ઉપર આરૂઢ થઈ જતાં જ સર્વથી પહેલા તેની આગળ આ આઠ માંગલિક ક્રમશઃ ચાલ્યાં, તે આ પ્રમાણે સ્વસ્તિક શ્રીવત્સ નન્દાવર્ત વર્ધમાનક ભદ્રાસન કલશ મત્સ્ય અને દર્પણ, ત્યાર પછી કેટલાક લોકો જલથી પરિપૂર્ણ કલશ તથા ઝારી લઈ આગળ આગળ ચાલવા લાગ્યા. કેટલાક ચામર સહિત સુંદર છત્ર પતાકાઓને લઈ ચાલ્યા. અને કેટલાક તો રાજાની દ્રષ્ટિ પડી શકે તેવી રીતે જોવામાં સુંદર ઉંચી આકાશને અડકતી એવી વિજયધ્વજાઓ ફરકા વતા ચાલવા લાગ્યા. ત્યાર પછી કેટલાક વૈડુર્યમણિની પ્રભાથી પ્રકાશિત દંડ વાળા, Page #31 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૩૧ 350 લટકતી કોરટમાળાથી શોભતા, ચંદ્રમંડલ સમાન તથા ઉપર ઉઘાડેલાં છત્ર લઈને ચાલ્યા તો કેટલાક નોકર અને સૈનિક લોક સિંહાસનને તથા પાદુકા સહિત મણિરત્નોના પાદ પીઠને લઈને આગળ ચાલતા હતા. ત્યાર પછી અનેક લાઠીધારીઓ, અનેક ભાલા ધારી, ધનુધરી, ચામરધારી, પાશધારી પુસ્તકધારી, ઢાલને ધારણ કરનારા, પીઢ ને ધારણ કરનારા, વીણાધારી, ચામડાના તેલ પાત્રને ધારણ કરનારા, પાનધનીને ધારણ કરનારા, અનુક્રમથી આગળ ચાલવા લાગ્યા. ત્યાર પછી અનેક દંડી, મુંડી, શિખાધારી, જટાધારી, પીંછાધારી, વિદૂષકો, ડુગડુગી વગાડનાર, પ્રિય વચન બોલનારા, વાદ વિવાદ કરનારા, કામકથા કરનારા, હાંસી મજાક કરનારા, કુતૂહલ કરનારા, ખેલ તમાશા કરનારા, મૃદંગાદિક વગાડનારા. ગાયન ગાનારા, હરનારા, નાચનારા, ભાષણ કરનારા, ભૂત ભવિષ્યને કહેનારા, આત્મરક્ષક, રાજાના દર્શન કરનાર તથા જય જય શબ્દ કરનારા એ બધા આગળ આગળ યથાક્રમથી ચાલવા લાગ્યા. ત્યારપછી ઉત્તમ જાતિના વેગવાળા યુવાન અશ્વો ચાલવા લાગ્યા. તે હરિમેલા- તેમજ મલ્લિકાના પુષ્પ જેવી આંખોવાળા હતા. પોપટની ચાંચ મ વાંકા પગ ઉપાડીને વિલાસ કરતા ચાલવાના કારણે ઘણાં સુંદર લાગતા હતા. ચાલવામાં વિજળીને જેમ ચંચળ હતા, ખડગાદિને લાંઘવું, કૂદવું, દોડવું, નીચું માથું રાખી દોડનાર, ત્રણ પગે ઊભા રહેનાર, વેગથી યુક્ત અને શિક્ષિત હતા. તેમના ગળામાં ડોલતાં બહુજ સુંદર આભૂષણ હતાં. મુખનું આભૂષણ, લાંબા ગુચ્છ મસ્તકની ઉપર કલગીની જેમ લગાવેલ હતા. સ્થાસકતથા અહિલાણ- મુખ્યબંધન વિશેષ એ બધાથી તે શોભિત હતા. ચામર સમૂહથી તેમનો કમ્મરનો ભાગ અલંકૃત હતો. તે અશ્વોને શ્રેષ્ઠ, તરુણ નોકરોએ પકડ્યા હતા. આવા 108 અશ્વો ક્રમથી આગળ આગળ ચાલવા લાગ્યા. ત્યારપછી 108 હાથી કમથી રવાના થયા. તેઓ અલ્પદાંત વાળા, થોડા મદવાળા હતા. થોડાક ઊંચા હતા, પીઠનો ભાગ વધારે પહોળો ન હતો. દાંત બહુ સફેદ હતા. દાંત ઉપર સોનાની ખોળ ચઢાવેલી હતી. સુવર્ણ તથા મણિરત્નોથી વિભૂષિત હતા. તેમના પર શ્રેષ્ઠ પુરુષો બેઠા હતા. ત્યાર પછી 108 રથો છત્રવાળા, ધ્વજાવાળા, ઘંટવાળા, પતાકાવાળા, તોરણ બાંધેલા, નંદિઘોષ વાળા ઘુઘરીઓ યુક્ત જાળીઓવાળા, હિમવત ગિરિ ઉપર ઉત્પન્ન થએલા વિવિધ પ્રકારના તિનિશ જાતિના લાકડાં ઉપર સુવર્ણ જડેલ હતું પૈડાં ઉપર મજબૂત લોખંડના પટ્ટા ચડાવેલ હતા. બહુ મજબૂત તેમજ ગોળ આકારના ધોંસરાવાળા, ઉત્તમ જાતિના ઘોડાવાળા, અશ્વ સંચાલન ક્રિયામાં વિશેષ નિપુણ એવા સારથિવાળા, 32 તોરણથી મંડિત, કવચ અને ટોપાથી યુક્ત ધનુષ બાણ, હથિયાર યુદ્ધને યોગ્ય એવા 108 રથો આગળ ક્રમથી ચાલવા લાગ્યા. ત્યાર પછી તલવાર, શક્તિ ભાલા, તોમર અસ્ત્ર-વિશેષ, શૂલ, લાકડીઓ, બિંદિપાલ-ગોફણ અને ધનુષ એ જેના હાથોમાં છે એવા પદાતિ સૈન્ય અનુક્રમથી ચાલવા લાગ્યા. ત્યાર પછી કૃણિક રાજા જેનું વક્ષસ્થળ હારોથી વ્યાપ્ત, સુરચિત અને પ્રીતિપદ હતું, મુખ કુંડળોથી ઘુતિયુક્ત હતું, મુકુટથી મસ્તક સુશોભિત હતું, મનુષ્યોમાં સિંહ સમાન, મનુષ્યોના સ્વામી, મનુષ્યોમાં ઈન્દ્ર, પુરુષોમાં વૃષભ રાજાઓના નાયક ચક્ર વર્તીની સમાન હતા, રજતેજથી અધિક દેદીપ્યમાન હતા તે હાથી ઉપર બેઠા ત્યારે કોરંટ પુષ્પોની માળાઓથી યુક્ત છત્ર ધારણ કર્યું અને તેમના ઉપર સફેદ ચામર ઢોળવા Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩પ૮ ઉવવાહયં-(૩૧) લાગ્યાં, તેથી રાજા કુબેરની સમાન દેખાવા લાગ્યા. ઇન્દ્રના જેવી દ્ધિની કારણે વિખ્યાત કીર્તિવાળા તેઓ ઘોડા, હાથી, રથ અને શ્રેષ્ઠ યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી એનાથી યુક્ત થઈ જ્યાં પૂર્ણભદ્ર ઉદ્યાન હતું તે તરફ ચાલ્યા. તે રાજા સમસ્ત રાજ્ય ઋદ્ધિથી સર્વદ્યુતિથી. સર્વ સેનાથી, સમસ્ત પરિજનોથી, સર્વ આદરથી, સમસ્ત ઐશ્વર્ય થી, સર્વ વસ્ત્રાભરણોની શોભાથી, સર્વ સંયમ થી, સર્વ પ્રકારના પુષ્પો, ગંધ, માળા, અલંકારોથી, સર્વ પ્રકારના વાજિંત્રોના મધુર ધ્વનિથી તથા પોતાની વિશિષ્ટ દ્ધિથી, મહાન ઘુતિથી, મહાન સેનાથી, મહાન સમુદાયથી અને એક સાથે વાગતા અનેક વાજિંત્રોના ધ્વનિથી તથા શંખ, પણવ, પટહ, ભેરી, ઝલ્લરી, ખરમુખી, હુડુક્ક, મુરજ, મૃદંગ, તેમજ દુંદુભિના નિઘોંષની પ્રતિધ્વનિથી શોભતા ચંપા નગરીની મધ્ય-મધ્યમાં થઈને ચાલ્યા. [32] ત્યાર પછી તે કૂણિક રાજાના ચંપાનગરીના મધ્યભાગમાંથી નીકળતી. વખતે અનેક ધાર્થિઓએ અનેક કામાર્થિઓએ લાભાર્થિઓએ હાંસી, મજાક કરના રાઓએ,કાપાલિકોએ,રાજકરથી પીડિતોએ, શંખ વગાડનારાઓએ. ચક્રધારીઓએ, ખેડૂતોએ, શુભાશીવદ દેનારાઓએ, વર્ધમાન-સ્કંધ પર પુરૂષોને બેસાડનારા ઓએ. બિરદાવેલી બોલાવનારા ભાટ-ચારણ અને છાત્રગણોએ પોતપોતાની ભાષાનુસાર ઈષ્ટ, સુંદર, પ્રિય, મનોજ્ઞ, દયાલાદક, મનોભિરામ તેમજ હૃદયંગમ વચનો દ્વારા જય. વિજ્યાદિ સેંકડો માંગલિક શબ્દોથી સારી રીતે અભિનંદન તેમજ સ્તુતિ કરતાં આ પ્રકારે કહેવાનું શરૂ કર્યું. હેનન્દ! તમારો જય હો, હે ભદ્ર! તમારો જય હો, જય હો. તમારું કલ્યાણ થાવ! નહિ જીતાયેલાને જીતો, જીત્યા હોય તેમનું પાલન કરો. જીતેલા પ્રદેશમાં નિવાસ કરો. દેવોમાં ઈન્દ્રની જેમ, અસુરોમાં ચમરેન્દ્રની જેમ, નાગકુમારોમાં ધરણેન્દ્રની જેમ, તારાઓમાં ચન્દ્રની જેમ, મનુષ્યોમાં ભારતની જેમ આપ ઘણા વરસો સુધી, સેંકડો વરસો સુધી-ઘણાં હજાર વરસો સુધી દોષરહિત પરિવાર, આનંદ તથા સંતોષપૂર્વક અખંડ આયુ ભોગવો. ઈષ્ટજનોથી ઘેરાયેલ, ચંપાનગરીના તથા બીજા ઘણાં ગામોના આકર- નગરીના, ખેટોના- કબૂટોના દ્રોણમુખોના મંડળોના પત્તનોના આશ્રમોના, નિગમોના-સંનિવેશના- આધિપત્યને,અગ્રેસરત્વને, સ્વામીત્વને, પોષકત્વને, નાયકત્વને, સેનાપતિઓના આજ્ઞા પ્રદત્વરૂપ અધિકારને કરાવતા અને પાળતા થકા તેમજ સદા વ્યવધાન રહિત નિરંતર નાટક, ગીત તેમજ ચતુર પુરુષો દ્વારા વગાડવામાં આવતા વાજિંત્ર, તંત્રી- તલતાલ- તૌર્થિકબીજા વાજિંત્રોના સમૂહ, ઘન ખૂંદગોના શબ્દો દ્વારા આનંદિત થતાં વિપુલ ભોગોપભોગોને ભોગવતા આપનો સમય નિર્વિબે વ્યતીત કર. ત્યાર પછી ભભસારના પુત્ર રાજા કૂણિક હજારો આંખો દ્વારા વારંવાર જોવાતા હતા, હજારો દય દ્વારા વારંવાર અભિનંદિત થતા હતા. લોકોના હજારો મનોરથરૂપી માલાઓ દ્વારા સ્પર્શતા હતા સુંદર અને ઉદાર વચનોથી વારંવાર સ્તુત થતા, દેહની દીપ્તિ તેમજ દિવ્ય સૌભાગ્યાદિક ગુણોથી વારંવાર પ્રાર્થિત થતા, હજારો નર- નારી ઓની હજારો અંજલિરૂપ માળાઓ રચાઈ હતી તેનો સ્વીકાર કરતાં અત્યંત મધુર સ્વરથી તે લોકો દ્વારા સત્કાર, સન્માનનું અનુમોદન કરતાં ચંપા નગરીની વચ્ચેના માર્ગમાં થઈ હજારો મહેલોની હાર પસાર કરતા તે નીકળ્યા. નીકળીને જ્યાં પૂર્ણભદ્ર Page #33 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૭૨ ૩પ૯ ઉદ્યાન હતું ત્યાં આવ્યા. આવીને શ્રમણભગવાન મહાવીરથી બહુ દૂર નહિ તેમ બહુ - સમીપ નહિ એ રીતે તીર્થકરોના અતિશય રૂપ છત્રાદિને જોયાં. જઈને આભિષેકશ હસ્તિ-રત્નને ઊભો રખાવ્યો. નીચે ઉતર્યા. નીચે ઉતરીને પાંચ રાજચિહ્નોનો ત્યાગ કર્યો. તે આ પ્રમાણે - તલવાર, છત્ર, મુકુટ, પગરખા, ચામર. પછી જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા. આવતાં તેઓએ પાંચ પ્રકારના અભિગમન - સત્કાર વિશેષથી યુક્ત થઈને પ્રભુની સન્મુખ પહોંચ્યા. પાંચ અભિગમ આ પ્રમાણે છે- સચિત્ત દ્રવ્યોનો ત્યાગ કરવો, અચિત્ત દ્રવ્યોનો ત્યાગ ન કરવો, અખંડ વસ્ત્રનું ઉતરાસંગ કરવું, ભગવાન દેખાતા હાથ જોડવા, મનને એકાગ્ર કરવું. આ પાંચ અભિગમનથી મુક્ત થઈ ભગવાનને પ્રદક્ષિણા કરીને વંદન, નમસ્કાર કયાં. ઉપાસના કરી. ત્રિવિધ ઉપાસના આ પ્રકારે છે- કાયાથી, વચનથી અને મનથી. કાયિક ઉપાસના આ પ્રમાણે કરીહાથ, પગ સંકુચિત કરીને ધર્મ સાંભળવાની ઈચ્છા કરવા લાગ્યા.વચનથી ઉપાસના આ પ્રમાણે કરી- આપ જેમ કહો છો હે ભગવન્! તે તેમજ છે. હે ભગવન્! એ એમજ છે. હે ભગવન્! તે સત્ય છે હે ભગવનું તે શંકાથી રહિત છે. હે ભગવન્! આપના વચન અમને ઈષ્ટ છે, તે ભગવનું ! આપના વચન અમને અભીષ્ટ છે. આ પ્રમાણે અનુકૂળ આચરણ કરતાં તેમની ઉપાસના કરવા લાગ્યા. માનસિક ઉપાસના આ પ્રમાણે કરી-મહાવૈરાગ્યને ઉત્પન્ન કરી તીવ્ર ધમનુરાગથી રક્ત બની ઉપાસના કરવા લાગ્યા. [33] ત્યાર પછી તે સુભદ્રા પ્રમુખ દેવીઓ પણ અન્તપુરમાં સ્નાન કરીને યાવતુ કૌતુક તથા બલિકર્મથી નિવૃત્ત થઈને, સર્વ અલંકારોને ધારણ કરીને અને કુબડી દાસીઓથી, કિરાતીઓથી- વટલીઓ, બર્બરદેશની, બકુશદેશની, યુનાન દેશની, પદ્ધ વદેશની ઈસિનદેશની, ચારકિનિક દેશની, લાસક દેશની, લકુશદેશની સિંહલ દેશની, દ્રવિડદેશની, અરબદેશની, પારસદેશની, પક્કણદેશની, બહલ દેશની, મુરુડ દેશની, આ અનેક દેશની દાસીઓ વિદેશી વેષભૂષાથી સજ્જિત હતી. અભિપ્રાય અનુરૂપ ચેષ્ટાને, ચિત્તિતને (મનોગત ભાવને), પ્રાર્થિતને અભિલાષાને જાણવામાં નિપુણ હતી. પોતપોતાના દેશની રીત પ્રમાણે વેષને ધારણ કર્યો હતો તથા બીજી દાસીઓના સમૂહથી તથા વર્ષધર - કંચુકીઓથી તથા બીજા પણ પ્રામાણિક રક્ષકોથી વીંટળાયેલી અન્તપુરથી નીકળી, જુદા જુદા રથો જે પહેલાંથી તૈયાર રાખવામાં આવ્યા હતા તેમજ બળદોથી યુક્ત હતાં તેમાં બેઠી. બેસીને પોત પોતાના પરિવારની સાથે ઘેરાઇને બધી દેવીઓ ચંપાનગરીની મધ્યમાંથી થઈને નીકળી, નીકળીને જે તરફ પૂર્ણભદ્ર ચૈત્ય હતું તે તરફ આવી આવીને શ્રમણ ભગવાન મહાવીરના તીર્થકરોના અતિશય સ્વરૂપ છત્રા દિને બહુ દૂર કે બહુ નજીક નહિ એ રીતે જોયા. જોઇને પોતપોતાના રથો રોકી દીધા, યાનોમાંથી નીચે ઉતરી, ઉતરીને અનેક કુદિક દાસીઓના પરિવાર સહિત જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવી. આવીને શ્રમણ ભગવાન મહાવીરની પાસે જવા માટે પાંચ પ્રકારના અભિગ મોને ધારણ કર્યા. વંદન નમસ્કાર કરીને પછી કૃણિક રાજાને આગળ કરીને વિનયપૂર્વક હાથ જોડીને ભગવાનની સેવા કરવા લાગી. [34] ત્યાર પછી શ્રમણ ભગવાન ભગવાન મહાવીરે ભભસાર પુત્ર રાજા કણિકને તથા સુભદ્રા પ્રમુખ રાણીઓને તથા બહુ મોટી સભાને, ઋષિઓની સભાને, મુનિઓની સભાને, યતિઓની સભાને, દેવોની સભાને, અનેક સો સંખ્યાવાળી, સેંક Page #34 -------------------------------------------------------------------------- ________________ 360 ઉવવાઇN-૩) ડોના સમૂહવાળી. અનેક શત સમૂહ યુક્ત પરિવારવાળી સભાને આરિહંત પ્રભુએ ધર્મનો ઉપદેશ અર્ધમાગધી ભાષામાં આપ્યો. ભગવાન મહાવીર અપ્રતિબદ્ધ બલ શાળી. પ્રશસ્ત બળવાન, અપરિમિત બલ, વીર્ય, તેજ, માહાભ્ય તેમજ કાંતિથી યુક્ત હતા. તેમનો સ્વર શરદકાલીન નવીન મેઘની ગર્જના જેવો મધુર તેમજ ગંભીર હતો. કૌંચ પક્ષીના જેવો મીઠે તેમજ દુંદુભિના જેવો હતો. વક્ષસ્થળ વિસ્તીર્ણ હોવાથી વિસ્તાર પામેલા, કંઠમાં ગોળ રૂપે ચિત, મસ્તકમાં, વ્યાપ્ત, વ્યક્ત, વર્ણ પદની વિકલ તાથી રહિત, સકલ ભાષામય, સ્વર તેમજ માલકોશ નામના મેયરાગથી યુક્ત, સર્વ ભાષામાં પરિણમવાના સ્વભાવવાળી વાણીથી જે એક યોજન સુધી દૂર જાય તે અધ માગધી ભાષા હતી. તે ભાષાદ્વારા સમસ્ત આર્ય, અનાયને ગ્લાનિ વિના ઉપદેશ આપ્યો. લોક છે. અલોક છે, આ રીતે જીવ છે. અજીવ છે. બંધ, મોક્ષ, નિર્જરા છે. અરિહંત, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ છે. નક સ્થાન છે, નારકી છે. તિર્યંચયોનિના જીવ છે, માતા છે, પિતા છે. અતીન્દ્રિય પદાર્થને જોનાર ઋષિઓ છે. દેવ છે. દેવલોક છે. સિદ્ધિ છે. સિદ્ધ છે. પરિનિવણિ છે. સંતાપોથી રહિત એવો જીવ છે. પ્રાણાતિપાત છે. યાવતું મિથ્યા દર્શન છે. પ્રાણાતિપાતથી વિરમણ છે. યાવતુ મિથ્યાદર્શનશલ્યથી વિરમણ છે. અતિ નાસ્તિ સારા કાયો સારા ફળને આપે છે. ખરાબ કાર્યો ખરાબ ફળને આપે છે. સારા કૃત્યોથી પુણ્ય શુભાશુભ કર્મોથી બંધાયેલ જીવ દુઃખ પ્રાપ્ત કરે છે, ભગવાને ધર્મનો ઉપદેશ આ પ્રમાણે આપ્યો. આ પ્રત્યક્ષ નિર્ચન્જ પ્રવચન સત્ય છે. અનુત્તર છે. કેવળજ્ઞાની દ્વારા પ્રણીત છે. શુદ્ધ છે. સર્વદા પરિપૂર્ણ છે. ન્યાય અનુગત છેશલ્યનું છેદન કરવામાં સમર્થ છે. સિદ્ધિનો માર્ગ છે, મુક્તિનો માર્ગ છે, નિવણનો માર્ગ છે, અવિતથ- અવિચ્છિન્ન, સર્વ દુઃખોના અભાવનો માર્ગ છે, આ માર્ગની આરાધ નાથી જીવો સિદ્ધ થાય છે, મુક્ત થાય છે. સર્વ દુઃખોનો અંત કરે છે. યાવતું મહાસૌખ્ય, લાંબાકાળ સુધી જેમાં સ્થિતિ છે એવા અનુત્તર વૈમાનાદિક દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તે દેવ ત્યાં મહદ્ધિક યાવતુ અનેક સાગરોપમની સ્થિતિ વાળા થાય છે. તેમનું વક્ષસ્થળ હારમાળાઓથી સુશોભિત રહે છે વાવતું પ્રકાશિત થાય છે. ઈચ્છા પ્રમાણે ગમન કરે છે અથવા ઇન્દ્ર સામાનિકાદિ ભેદ જ્યાં હોય તે કલ્પ તેમાં ઉત્પન્ન થાય તે કલ્પોપગ બને છે, ગતિ કલ્યાણકારી ઉત્તમ હોય છે, સ્થિતિ કલ્યાણકારી છે, ભવિષ્યમાં કલ્યાણ પ્રાપ્ત કરનાર છે. યાવતુ અસાધારણ રૂપવાળા હોય છે. આ ચાર કારણોથી જીવ નરકને યોગ્ય કર્મ કરે છે. તે આ પ્રમાણે-મહા આરંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિય જીવોનો વધ કરવો, માંસનો આહાર કરવો. આ જ રીતે ચાર કારણોથી જીવ તિર્યંચગતિમાં ાય છે.-માયાચાર કરવો અસત્ય ભાષણ કરવું, સરળ હૃદયની પાસે કોઈ ચતુર પુરષની હાજરી હય તો થોડા સમય માટે પોતાની કપટવૃત્તિને રોકી રાખવી. બીજાને ઠગવા. મનુષ્યગતિમાં જીવ ચાર કારણોથી જાય છે. પ્રકૃતિથી ભદ્ર, પ્રકૃતિથી વિનીત, દયાળુ, મત્સર રહિત ચાર કારણોથી દેવગતિમાં જાય છે. સરાગ સંયમ, સંયમસંયમ, અકામ નિર્જરા, બાલતા. [૩પ-૩૯] જીવ જે પ્રકારે નરકોમાં જાય છે અને ત્યાં જેવા નારકી થાય છે તેમજ તેમને જે વેદના હોય તે બતાવ્યું તિર્યંચગતિમાં જે શારીરિક અને માનસિક દુઃખો હોય છે તે કહ્યું. મનુષ્યનું જીવન અનિત્ય છે, વ્યાધિ, જરા, મરણ અને વેદનાની તેમાં અધિકતા Page #35 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૩પ થી 39 361 છે. દેવલોકમાં દેવતા ને દેવસંબંધી અનેક દ્ધિ તેમજ દેવસુખની પ્રાપ્તિ થાય છે. આ રીતે નરક, તિયચ, મનુષ્ય અને દેવગતિનું કથન કર્યું તેની સાથે સિદ્ધ, સિદ્ધક્ષેત્ર, ષડૂજી વનિ કાયનું કથન કર્યું. જીવ જે પ્રકારે કર્મોથી બંધાય છે, જે પ્રકારે છૂટે છે તથા જે પ્રકારે સંકલેશને પામે છે અને અપ્રતિબદ્ધ થઈ કોઈક સમસ્ત દુઃખનો અંત કરે છે તે સમજાવ્યું. આર્તધ્યાનથી પીડાતા જીવ દુખસાગરને પ્રાપ્ત કરે છે અને કોઈ જીવ વૈરાગ્યને પ્રાપ્ત કરી કર્મરાશિનો નાશ કરે છે તે કહ્યું. [40] જીવ રાગથી ઉપાર્જિત કર્મોના પાપમય ફલ પ્રાપ્ત કરે છે અને કમનો નાશ કરી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી સિદ્ધાલયમાં પહોંચે છે તે કહ્યું. તે ધર્મ બે પ્રકારે કહ્યો છે. અગારધર્મ અને અણગારધર્મ. અણગારધર્મ તે જીવ પાલન કરે છે જે સર્વ પ્રકારે મુંડિત થઈ ઘરનો ત્યાગ કરી સાધુની પ્રવજ્યાનો સ્વીકાર કરીને અણગાર બને છે. સર્વ પ્રાણાતિપાતથી વિરમણ, યાવતુ પરિગ્રહથી વિરમણ અને રાત્રિ ભોજનથી વિરમણ વ્રતનો સ્વીકાર કરે છે. હે આયુષ્યમાનું ! આ અણગાર સામા યિકનું પ્રતિપાદન કર્યું. આ ધર્મને પાળવામાં ઉપસ્થિત નિર્ઝન્થ હોય કે નિગ્રન્થી હોય. જો તેનું પાલન કરતાં હોય તો તે ભગવાનની આજ્ઞાના આરાધક છે. આગાર ધર્મ 12 પ્રકારે કહ્યો છે. તે આ પ્રમાણે પાંચ અણુવ્રત, 3 ગુણવ્રત, 4 શિક્ષાવ્રત. પાંચ અણુવ્રત તે આ પ્રમાણે- સ્થૂલ પ્રાણાતિપાતથી વિરમણ થવું. યાવત્ ઈચ્છાનું પ્રમાણ કરવું. ત્રણ ગુણવ્રત આ પ્રમાણે છે-અનર્થદંડ વિરમણ વ્રત, દિવ્રત, ઉપભોગપરિભોગપરિમાણ વત. ચાર શિક્ષાવ્રત આ પ્રમાણે છે- સામાયિક, દેશાવકાશિક, પૌષધોપવાસ, અતિથિસંવિભાગ દ્રત. અંતમાં ધારણ કરાય અને જે મરણથી નજીક હોય ત્યારે કષાય અને કાયાને કુશ કરી પ્રીતિ પૂર્વક જેની આરાધના કરાય તે સંલેખના વ્રત. આ પ્રકારે હે આયુષ્યમાનું ! આગારસામાયિકધર્મ કહ્યો છે. આ ધર્મની શિક્ષામાં ઉપસ્થિત શ્રાવક હોય કે શ્રાવિકા હોય તે ભગવાનની આજ્ઞાના આરાધક છે. [41] ત્યાર પછી અતિવિશાલ મનુષ્યોની સભા શ્રમણ ભગવાન મહાવીરની પાસે ધર્મની દેશના સાંભળીનેદયમાં ધારણ કરીને બહુજ હર્ષિત તેમજ સંતુષ્ટ થઈ થાવત્ આનંદિત થઈ પછી પોતપોતાના આસનથી ઉઠી, ઉઠીને શ્રમણ ભગવાન મહા વીરને ત્રણવાર વંદન નમસ્કાર કર્યો. કેટલાક માણસો મુંડિત થઈને અગારમાંથી અણ ગાર થયા કેટલાકે ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો. બાકીની પરિષદે શ્રમણ ભગવાન મહાવીરને વંદન, નમસ્કાર કરીને કહ્યું- હે ભગવન્ત આપે નિગ્રંથ પ્રવચન સારું કહ્યું. તેની સારી રીતે પ્રરૂપણા કરી. સારી રીતે પદાર્થોના સ્વરૂપને પ્રકટ કર્યો. શિષ્યો સારી રીતે સમજી શકે તેમ કહ્યું. સારી રીતે તત્ત્વનું કથન કર્યું. હે ભગવન્! આ નિગ્રંથ પ્રવચન સર્વોત્કૃષ્ટ છે ધર્મનો ઉપદેશ કરતા સમયે આપે ઉપશમ ભાવનો ઉપદેશ આપ્યો. ઉપશમના ઉપદેશ સમયે વિવેકનો ઉપદેશ કર્યો છે. વિવેકનું કથન કરતા પ્રાણાતિપાતાદિથી વિરક્ત થવાનો ઉપદેશ આપ્યો છે. વિરમણનો ઉપદેશ આપતા પાપરૂપ કર્મને નહિ કરવાનો ઉપદેશ આપ્યો છે. આપનાથી ભિન્ન બીજા કોઈ શ્રમણ કે બ્રાહ્મણ આ પ્રકારના ઉપદેશ આપી શકતા નથી. તો પછી આનાથી ઉત્કૃષ્ટ ધર્મનો ઉપદેશ કેમ આપી શકે ? આ પ્રમાણે કહી પાછા ફર્યા. [42] ત્યાર પછી ભંભસાર પુત્ર કૂણિક રાજા શ્રમણ ભગવાન મહાવીરની પાસે Page #36 -------------------------------------------------------------------------- ________________ 362 ઉવાઇયં-(૪૨) ધર્મને સાંભળીને, ધારણ કરીને હર્ષિત થયો, સંતુષ્ટ થયો યાવત્ આનંદિત થયો. સ્વસ્થા નેથી ઉઠ્યો. ઉઠીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું છે ભગવત્ત ! આ નિગ્રંથ પ્રવચન સર્વોત્કૃષ્ટ છે યાવતુ તેનાથી ઉત્કૃષ્ટ બીજું શું હોય શકે? આ પ્રમાણે કથન કરી પાછા ગયા. [43] ત્યાર પછી સુભદ્રા પ્રમુખ દેવીઓ પણ શ્રમણ ભગવાન મહાવીરની પાસે ધર્મશ્રવણ કરીને અવધારણ કરીને હર્ષિત થઈ, સંતુષ્ટ થઈ, યાવત્ આનંદિત દ્ધયવાળી થઈ પોતાના સ્થાનેથી ઉઠી, ઉઠીને શ્રમણ ભગવાન મહાવીરને ત્રણવાર વંદન, નમસ્કાર કરીને યાવતુ પાછા ગયા [4] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરના સૌથી મોટા શિષ્ય ગૌતમ ગોત્રી, સમચતુરસ્ત્ર સંસ્થાન સંપન, સાત હાથની અવગાહનાવાળા, વજ8ષભનારા સંહનનધારી, શુદ્ધ સુવર્ણની કસ પર ઘસેલી રેખા જેવા તથા કમળની કેસર જેવા ગૌરવરણી ઇન્દ્રભૂતિનામનાઅનેગાર હતા.તે ઉગ્ર તપસ્વી હતા. તેમનું તપ અગ્નિ જેવું જાજ્વલ્યમાન હતું. વિધિપૂર્વક તપ કરતા હતા. ઘોર તપસ્વી હતા. ઘોરગુણવાળા હતા ઘોર બ્રહ્મચર્યવાસી હતા, શરીરના સંસ્કારોને છોડી દીધા હતા. વિપુલ તેજો લેશ્યાને સંક્ષિપ્ત કરીને રાખી હતી. આવા ગૌતમ ગણધર શ્રમણ ભગવાન મહાવીરથી બહુ દૂર કે બહુ નજીક નહિ એ રીતે ઘુંટણો ઉંચા કરીને અને શિર નમાવીને ધ્યાન રૂપી કોષ્ઠમાં બિરાજમાન હતા. સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરતા હતા. ત્યાર પછી તે ભગવાન ગૌતમ કે જેના ચિત્તમાં તત્ત્વનો નિર્ણય કરવાની ઈચ્છા થઈ છે, સંશય ઉત્પન્ન થયો છે, ભગવાન મારા સંશયનો ઉત્તર ન જાણે કેવીરીતે આપશે? એવી જેની ઉત્કંઠા થઈ છે, એવા ગૌતમ સ્વામી ઉત્થાન શક્તિથી પોતાના સ્થાનથી ઉઠ્યા. ઉઠીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા. આવીને વંદન, નમસ્કાર કર્યા. પ્રભુની સામે ન બહુ દૂર કે ન બહુ નજીક એ રીતે સાંભળવાની ઈચ્છાથી બેઠા. પછી વિનયથી હાથ જોડી પર્ફપાસના કરતાં આ પ્રમાણે બોલ્યા. હે ભગવાન! જે જીવ અસંયમી, અવિરતિ, વર્તમાન તથા ભવિષ્યના પાપકર્મોના દ્વારને પ્રત્યાખ્યાનથી અટકાવેલ નથી, ક્રિયાથી જે યુક્ત છે, અસંવૃત, એકાંત આત્માને દુખી કરનાર, એકાંત મિથ્યાદ્રષ્ટિ, મિથ્યાત્વની નિદ્રામાં સૂતેલા જીવ પાપકર્મનો બંધ કરે કે નહિ? ભગવાને કહ્યું- હા ગૌતમ! તે બંધ કરે છે. હે ભગવન્! અસંયમી યાવત એકાંત સુપ્ત જીવ મોહનીય કર્મનો બંધ કરે છે? હા ગૌતમ! બંધ કરે છે. હે ભગવન્ત! મોહનીય કર્મનો અનુભવ કરનાર જીવ શું મોહનીય કર્મનો બંધ કરે છે? અથવા વેદનીય કર્મનો બંધ કરે છે? હે ગૌતમ ! મોહનીય કર્મનો પણ બંધ કરે છે અને વેદનીય કર્મનો પણ બંધ કરે છે. કેવળ સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનમાં ચરમ મોહનીય કર્મનું વેદન કરતા સમયે વેદનીય કર્મને જ બાંધે છે પરંતુ મોહનીય કર્મને બાંધતા નથી. હે ભગવન્ત ! અસંયમી યાવતું એકાંત સુપ્ત મિથ્યાવૃષ્ટિ ત્રસ જીવોની હિંસામાં રત રહેનારા જીવ કાલ સમયે કાળ કરીને શું નારકીઓમાં ઉત્પન્ન થાય છે? હા ગૌતમ! ઉત્પન્ન થાય છે. હે ભગવન્ત ! અસંયમી, અવિરતિ, પાપકર્મોને જેણે પ્રત્યાખ્યાનથી અટકાવ્યા નથી એવો જીવ આ મનુષ્યલોકમાંથી મરીને પરલોકમાં દેવભવમાં જાય છે?હા ગૌતમ! કેટલાંક જીવ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. કેટલાંક જીવ દેવલોકમાં ઉત્પન્ન થતા નથી. હે Page #37 -------------------------------------------------------------------------- ________________ 363 * ભગવત્ત ! આપ ક્યા કારણથી એમ કહો છો હે ગૌતમ ! જે જીવ ગામ, ખાણ, નગર, વાવસન્નિવેશમાં અકામ-ઇચ્છા વિના તરસને સહવાથી અનિચ્છાએ સુધા, અનિ ચ્છાએ બ્રહ્મચર્યપાલન, અનિચ્છાએ સ્નાનત્યાગ, ઠંડી, તાપ, હંસ, મગ, પસી નો, મેલ, ઉપરનો મેલ, કાદવને દૂર નહિ કરવાથી તે પરિતાપને થોડા વખત માટે સહન કરે અથવા લાંબા કાળ સુધી સહન કરે અને પોતાના આત્માને કલેશિત કરે છે તે કલેશને પામીને કાળ માસે કાળ કરીને કોઈ એક વ્યંતર દેવના દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં તેની ગતિ, તેની સ્થિતિ, તેમજ ઉત્પાત થાય છે. હે ભગવન્ત ! તે દેવોની કેટલા કાળની સ્થિતિ હોય છે ? હે ગીતમ! દશ હજાર વર્ષની હે પ્રભુ ! ત્યાં તે દેવોનાં પરિવારાદિ ઋદ્ધિઓ, શારીરિક કાંતિ, યશ, બલ, વિર્ય, પુરુષાકાર, પરાક્રમ આ બધું હોય કે નહિ? હા, છે ભગવન્ત! તે દેવો પરલોકના આરાધક છે કે નહિ? આ અર્થ સમર્થ નથી જે આ જીવ ગામ, આકર, યાવતું સન્નિવેશમાં મનુષ્ય પર્યાયમાં ઉત્પન્ન થાય છે અને પછી હાથબેડી, પગબેડી, હડબડી, જેલમાં પૂરી દેવામાં આવે, હાથ કાપી નાંખ વામાં આવે, પગ છેડવામાં આવે. કાન છેદી નાખે, નાક છેદી નખાય હોઠ છેદાય, જીભ છેદાય, શિર છેદાય, મુખ છેદાય, પેટનો ભાગ છેદાય, ડાબા કંધાથી લઈને જમણી બગલના નીચેના ભાગ સહિત મસ્તક છેદી નખાય, લ્કય કાઢી લેવાય, આંખો કાઢી નખાય, અંડકોષ કાઢી નખાય, ગર્દન તોડી નખાય, ચોખાની જેમ કણ-કણ કરીને ખાય. શરીરમાંથી માંસ કાપી કાપીને ખવડાવાય, દોરડાથી બાંધી કુવામાં લટકાવવામાં આવે, ઝાડની ડાળીએ બાંધી લટકાવવામાં આવે, ચંદનની જેમ ઘસી નાખવામાં આવે, દહીંની જેમ મંથન કરવામાં આવે બે ફાડા કરવામાં આવે, યંત્રમાં પીલવામાં આવે, શૂળી પર ચડાવી દેવામાં આવે શૂળથી ફાડવામાં આવે, ક્ષારમાં નાખી દેવામાં આવે, વધસ્થાનમાં રખાય, લિંગ કાપી નખાય અથવા સિંહની પૂંછડી સાથે બાંધી ઘસડવામાં આવે, દાવાગ્નિમાં બાળી નખાય, કાદવમાં નાખી દેવાય, કાદવમાં ખેંચાડી દેવામાં આવે, સંયમથી ભ્રષ્ટ થતાં મૃત્યુ પામે. ઈન્દ્રિયના વશવર્તી થઈ પ્રાણ નો ત્યાગ કરે, નિદાન કરી મૃત્યુ પામે, શલ્ય રાખી મૃત્યુ પામે, પહાડ ઉપરથી પડી, ઝાડ પરથી પડી, મરૂ સ્થલમાં પડી, પર્વત પરથી કૂદી, વૃક્ષ ઉપરથી ઝંપાપાત કરી, મરુસ્થલમાં રસ્તો ભૂલી જવાથી, જલમાં ડૂબી, અગ્નિમાં પ્રવેશી, વિષભક્ષણથી, શસ્ત્રોના ઘાતથી, વૃક્ષો પર લટકી, વિષભક્ષણથી, શસ્ત્રોના ઘાતથી, વૃક્ષો પર લટકી, ગીધાદિ દ્વારા ખવાયેલ હાથીના હાડપિંજરમાં પ્રવેશી મૃત્યુ પામે, જંગલમાં મરણ પામે, દુર્મિક્ષથી મૃત્યુ પામે અને આ મૃત્યુ સમયે જેના પરિણામ સંકિલષ્ટ ન હોય એવો જીવ કોઈ એક વ્યંતર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં તેની ગતિ, તેની સ્થિતિ, તેમનો ઉપપાત કહેવામાં આવ્યો છે. હે ભગવંત! ત્યાં તે જીવોની સ્થિતિ કેટલા કાળની છે? હે ગૌતમ ! તે જીવોની સ્થિતિ 12 હજાર વર્ષની છે. હે ભગવંત! ત્યાં તે દેવોમાં ઋદ્ધિ, ધૃતિ, કીર્તિ, બળ, વીર્ય, તેમજ પરાક્રમ છે કે નહિ? હા છે. હે ભગવંત! આ દેવ પરલોકના આરાધક હોય છે કે નહિ? હે ગૌતમ! તે અર્થ સમર્થ નથી. જે જીવ ગામ, આકર યાવત્ સન્નિવેશમાં મનુષ્ય થાય છે જે પ્રકૃતિથી ભદ્ર હોય, સ્વભાવથી ઉપશાંત હોય, સ્વભાવથી જ જેના ક્રોધ, માન, માયા, લોભ પાતળા છે, મૃદુ અને માર્કવતાથી જે યુક્ત છે, ગુરુની આજ્ઞા અનુસાર વર્તનાર છે, અત્યંત વિનીત છે, Page #38 -------------------------------------------------------------------------- ________________ 34 ઉવવાદાં- (w) માતા પિતાની જે સેવા કરે છે, માતાપિતાના વચનોનું જે ઉલ્લંઘન કરતા નથી, અલ્પ ઇચ્છા યુક્ત છે, અલ્પારંભી, એવા જીવો ઘણાં વર્ષો સુધી આયુષ્યનું પાલન કરે છે. કાલમાસે કોલ કરીને કોઈ એક વ્યંતર દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. બાકીની સર્વ વિગત ઉપર પ્રમાણે સમજવી વિશેષતા એ છે કે ત્યાં તેમની સ્થિતિ 14 હજાર વર્ષની હોય છે. જે જીવ ગામ, આકરાદિ યાવતુ સંનિવેશમાં સ્ત્રીપણે ઉત્પન્ન થાય છે. તેમાં કોઈ અંતઃપુરની રાણીઓ હોય છે. જેના પતિ પ્રવાસમાં ગયા છે તેવી હોય, વિધવા હોય, ત્યકતા હોય, માતા પિતાથી ભાઈથી પિતાના વંશજો સાસરા પક્ષના લોકો દ્વારા રક્ષિત હોય, નખ, કેશ, તેમજ બગલના વાળ વધી ગયા છે તેવી સ્ત્રી, કોઈ એવી છે કે જેણે ધૂપ, પુષ્પ, ગંધ, માલારૂપ અલંકારોનો ત્યાગ કર્યો છે. સ્નાન ન કરવાથી પસીનાથી યુક્ત હોય, મેલયુક્ત હોય, કાદવથી કલેશ પામેલ હોય, દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મીઠું, મધ, મધ, માંસ વર્જિત આહાર કરે, અલ્પ ઇચ્છાવાનું હોય, અલ્પારંભી, અલ્પપરિ ગ્રહી, અલ્પઆરંભ, પરિગ્રહથી પોતાની આજીવિકા ચલાવે, અનિચ્છાએ બ્રહ્મચર્યનું પાલન કરતી, પતિને શૈયાનું ઉલ્લંઘન નહિ કરનાર આવી સ્ત્રીઓ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા ઘણાં વર્ષોનું આયુ ભોગવે છે. બાકીનું ઉપરની જેમ યાવતું કાલ કરીને 64 હજાર વર્ષની સ્થિતિવાળા વ્યંતર દેવ બને છે. જે જીવ ગામ, આકર યાવતુ સન્નિવેશમાં મનુષ્ય થાય છે. જેવા કે-કોઈ બે દ્રવ્ય કોઇ ત્રણ દ્રવ્ય, સાત દ્રવ્ય, 11 દ્રવ્યને ધારણ કરે, કોઈ બળદને આગળ કરી કડા બતાવી જીવન નિર્વાહ કરે, કોઈ ગોવતી હોય, કોઈ ગૃહસ્થધમ હોય. કોઈ ધર્મચિંતક, વૈયિક, અક્રિયાવાદી હોય, વૃદ્ધ શ્રાવક બ્રાહ્મણ હોય તેઓને આ નવ વિગય ખાવા યોગ્ય નથી હોતા. તે આ પ્રમાણે-દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોશ, મધ, મધ, માંસ. એક સરસ વના તેલનો ત્યાગ હોતો નથી. આ મનુષ્યો અલ્પ ઈચ્છાવાળા હોય, બાકી પૂર્વવત્ તે 84 હજાર વર્ષની સ્થિતિવાળા વ્યંતર દેવ થાય છે. જે આ જીવો કે જે ગંગાના તટ પર વસનાર વાનપ્રસ્થ તાપસો હોય છે જેવા કેઅગ્નિહોત્રિક, વસ્ત્રધારક, ભૂમિ પર શય્યા કરનાર, યજ્ઞકારક, શ્રાદ્ધ કરનાર, થાળીમાં ભોજન કરનાર, કુંડિકાધારી, ફલભોજી, પાણીની ઉપર તરી સ્નાન કરનાર, માટી આદિથી અંગને ઘસી સ્નાન કરનાર, ગંગાના દક્ષિણ તટ પર વસનાર, ગંગાના ઉત્તર તટ પર વસનાર, શંખ વગાડી ભોજન કરનાર, કાંઠા ઉપર બેસી અવાજ કરી ભોજન કરનાર, મૃગનું માંસ ખાનાર, હાથીને મારી તેનાં માંસનું ભોજન કરનાર, ઇંડાને ઊંચો કરી ફરનારા, દિશાઓમાં પાણી છાંટનારા, વૃક્ષની છાલ પહેરનારા, ભોંયરામાં રહે નારા, જલમાં ઊભા રહેનારા, વૃક્ષની નીચે વસનારા, માત્ર પાણીનો આહાર કરનારા, વાયુભક્ષી, સેવાળભક્ષી, મૂળભક્ષી, કંદભક્ષી, ત્વફ-છાલનો આહાર કરનારા, પાનનો આહાર કરનારા, પુષ્પોનો આહાર કરનારા, બીજનો આહાર કરનારા, કંદ, મૂળ, છાલ, પાન, પુષ્પ, ફળ જે પોતાની મેળે નીચે પડેલા છે તેનો આહાર કરનારા, જલનો અભિષેક કરવાથી જેનાં શરીર કઠણ થઈ ગયા છે તેવા, આતાપનથી પંચાગ્નિ તપથી તપથી અંગારા સમાન તેમજ પાત્રમાં ભુજેલ ચણાદિની સમાન જેના શરીર થઈ ગયા છે એવા તાપસો ઘણાં વર્ષો સુધી વામનપ્રસ્થ તાપસની પર્યાયનું પાલન કરતાં કરતાં કાલ માસે કાલ કરીને ઉત્કૃષ્ટથી જ્યોતિષી દેવોમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની સ્થિતિ 1 Page #39 -------------------------------------------------------------------------- ________________ સજજ 35 હજાર વર્ષ અધિક એક પલ્યો પમની હોય છે. હે ભગવન્! તે આરાધક હોય છે કે નહિ? આ અર્થ સમર્થ નથી તે ગામ યાવતું સીનિવેશમાં પ્રવ્રજિત શ્રમણ થાય છે જેવા કે - હાસ્યાકારક, કુચેષ્ટા કરનાર, વાચાળ, ગીતયુક્ત કીડાને વધારે પસંદ કરનાર, નૃત્ય કરવાના સ્વભાવવાળા. આ સર્વે આ પ્રકારે આચરણ કરતાં ઘણાં ઘણાં વર્ષો સુધી શ્રમણ પયયને પાળે છે. તે પાળીને તે સ્થાનની આલોચના કર્યા વિના કાલ માસે કાલ કરીને ઉત્કૃષ્ટ સૌધર્મ કલ્પમાં હાસ્યક્રીડા કારક દેવ છે તેમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની ગતિ આદિ પૂર્વવતુ છે. સ્થિતિ 1 લાખ વર્ષ અધિક એક પલ્યોપમની હોય છે. તેઓ પરલોકના આરાધક નથી. જે ગામ યાવતુ નિવેશમાં પરિવ્રાજક રહે છે જેવા કે-ત્સાંખ્ય યોગનું પાલન કરનારા, કપિલરનિરીશ્વર સાંખ્યાવાદી, ભાર્ગવ, હંસ, પરમહંસ, બહૂદક, કુટીચર, કૃષ્ણ અથવા નારાયણના ભક્ત. તેમાં આઠ એ બ્રાહ્મણ જાતિના પરિવ્રાજક થાય છે. 4i5-48] કર્ણ, કરકંડ, અંબડ, પારાસર, કૃષ્ણ, દ્વૈપાયન, દેવગુપ્ત તેમજ નારદ. આ આઠ ક્ષત્રિય જાતિના પવ્રિાજક હોય છે, તે આ પ્રમાણે-શીલઘી, શશીધર, નગ્નક, ભગ્નક, વિદેહ, રાજા, રામ તથા બલ. તે પરિવ્રાજકો વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વ વેદ, ઇતિહાસ, નિઘં; આ છ શાસ્ત્રોનાં તથા તેમજ બીજા જેટલાં અંગ અને ઉપાંગ છે તેમનાં રહસ્ય સહિત યાદ કરાવનારા, જાણનારા, ધારણાવાળા, છ અંગના જ્ઞાતા, કવિપશાસ્ત્રના જ્ઞાતા, ગણિત, શિક્ષા સ્વરૂપને નિરૂપણ કરનાર શાસ્ત્રમાં, કલ્પમાં, વ્યાકરણમાં, છંદશાસ્ત્રમાં, નિરક્તશાસ્ત્રમાં જ્યોતિષશાસ્ત્રમાં અને બીજી અનેક બ્રાહ્મણ શાસ્ત્રોમાં તેઓ પારંગત હોય છે. આ પરિવ્રાજક દાનધર્મ શૌચધર્મ, તીર્થ અભિષેકની પ્રરૂપણા કરતા સમજાવતા યુક્તિપૂર્વક પ્રરૂપણા કરતા વિચરતા રહે છે. તેઓ કહે છે કે જે કાંઈ અપવિત્ર છે તે પાણીથી અથવા માટીથી ધોવામાં આવે તો પવિત્ર થઈ જાય છે. આ પ્રમાણે આપણે ચોખ્ખા છીએ અને આપણા આચાર વિચાર પણ પવિત્ર છે. આત્માને પવિત્ર કરીને વિદન વિના અમે સ્વર્ગમાં જશું. આ પરિવ્રાજકોને આટલી વાતો કલ્પતી નથી. તેઓને કૂવામાં, તળાવમાં. નદીમાં, વાવમાં, પુષ્કરિણીમાં, દૌર્થિકામાં, ગુંજાલિકા માં સરોવરમાં, સમુદ્ર માં પ્રવેશ કરવાનો નિષેધ છે. એવી જ રીતે ગાડું યાવતુ નાની શિબિકામાં ચઢી જવાનો નિષેધ છે. તે પરિવ્રાજ કોને ઘોડા, હાથી, ઊંટ, બળદ, ભેંસ, તેમજ ગર્દભ ઉપર સવાર થઈ જવાનો નિષેધ છે. તે પરિવ્રાજકોને નાટક જોવા યાવતુ માગધના ખેલ, તમાસા જેવા કહ્યું નહીં. લીલી વનસ્પતિનો સ્પર્શ કરવો, સંઘર્ષણ કરવું, ઘસવી, અવરોધ કરવો, ઊંચી કરવી, મરડવી, કહ્યું નહિ. સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા, રાજકથા, ચોરકથા, જનપદકથા, કરવી પરિવ્રાજકોને કલ્પતી નથી. લોખંડનું પાત્ર, કાંસાનું પાત્ર, જસતનું પાત્ર, સીસાનું પાત્ર, ચાંદીનું પાત્ર, સુવર્ણનું પાત્ર, તથા બીજા અન્ય બહુમૂલ્ય પાત્ર રાખવા તે પરિવાર જકોને કલ્પતા નથી. તુંબડાના, કાષ્ઠના અને માટીના પાત્ર જ રાખવા કહ્યું છે. લોખંડના બંધવાળા યાવતુ બહુમૂલ્ય ધાતુના બંધનથી યુક્ત પાત્ર રાખવા કર્ભે નહિ. તે પરિવ્રાજ કોને અનેક પ્રકારના રંગથી રંગાએલાં વસ્ત્રો ધારણ કરવા કહ્યું નહિ માત્ર ગેરુ રંગથી રંગેલ વસ્ત્રો કહ્યું. તે પરિવ્રાજકોને હાર, અર્ધહાર, એકાવલિ, મુક્તાવલિ, કનકાવલિ, રત્નાવલિ, મુરવી, કંઠમુરવી, પ્રાલંબ, ત્રણસરનો હાર, કટિસૂત્ર દશ મુદ્રિકાઓ, કટક, Page #40 -------------------------------------------------------------------------- ________________ 366 હવાઈયું -(48) બાજુબંધ, અંગદ, કેયૂર, કુંડલ, મુકુટ, ચડામણિ પહેરવું કહ્યું નહિ. તે પરિવ્રાજકોને ગુંથી ને બનાવેલ, વેષ્ટિત, સંચા પર પૂરીને બનાવેલી, તેમજ આ ચાર પ્રકારની માળા ધારણ કરવી કહ્યું નહિ. ફક્ત પુષ્પનું એક કર્ણફૂલ કલ્પનીય છે. તે પરિવ્રાજકોને અગર, ચંદન, કંકુથી ગાત્ર પર લેપ કરવો કહ્યું નહિ. એક માત્ર ગંગાની માટીનો લેપ કરવો કહ્યું છે. તે પરિવ્રાજકોને મગધ દેશમાં પ્રચલિત પ્રસ્થ પ્રમાણ માત્ર જલ ગ્રહણ કરવું કહ્યું છે, તે જળ વહેતું જોઈએ. તે જલ સ્વચ્છ હોય, ધૂળ-કાદવથી રહિત હોય, અતિ નિર્મળ હોય તો તે ગ્રાહ્ય છે. તે પણ દાતા દ્વારા અપાએલું ગ્રહણ કરે તે જલ પણ કેવળ પીવાના ઉપયોગમાં જ લે પણ તે પરિવ્રાજકોને મગધદેશીય આઢક પ્રમાણ જલ જ હાથ, પગ, ભોજનપાત્ર, ચમચા ધોવા માટે ગ્રાહ્ય છે. તે પણ વહેતું હોવું જોઈએ. વહેતું ન હોય તે ગ્રાહ્ય નથી યાવતુ અદત્ત ગ્રાહ્ય નથી. આ જલ પીવા તથા સ્નાન માટે ઉપયોગમાં ન લેવાય. તે પરિવ્રાજકો આ પ્રકારના આચારનું પાલન કરતાં ઘણાં વર્ષોએ જ પર્યાયમાં વ્યતીત કરી કાલમાસે કાળ કરીને વધારેમાં વધારે બ્રહ્મલોક નામના દેવલોકમાં દેવ પર્યાય ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની ગતિ તેમજ સ્થિતિ 10 સાગરોપમની છે. તેઓ આરાધક નથી. [49] તે કાળ અને તે સમયમાં અંબડ નામના પરિવ્રાજકના 700 શિષ્યો ગ્રીષ્મ કાળમાં જેઠ માસમાં ગંગા નદીના બંને તટ ઉપર થઈને કાંપિલ્યપુર નગરથી પુરિમતાલ નગરી તરફ જવા માટે નીકળ્યા. ત્યાર પછી તે પરિવ્રાજકો. ચાલતાં ચાલતાં એક અટવી માં આવ્યા જે ગામથી બહુ દૂર હતી. ત્યાં મનુષ્યોનું આવાગમન ન હતું, લાંબા માર્ગ વાળી હતી અથવા તેના રસ્તા બહુ વિકટ હતા. તેઓ થોડું ચાલ્યા ત્યાં તેમની પાસે પહેલાનું જે પાણી હતું તે પીતાં પીતાં પુરું થઈ ગયું. પછી તે પવ્રિાજકો કે જેમની પાસે પાણી સમાપ્ત થઈ ગયું હતું તેઓ તરસથી અત્યંત વ્યાકુલ થઈ ગયા. પાણીને આપનાર દાતા જોવામાં નહિ આવવાથી પરસ્પર એક બીજાને બોલાવવા લાગ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! એ વાત બરાબર છે કે આપણે આ અગમ્ય કાવત્ વિકટ અટવીનો થોડો માર્ગ કાપ્યો ત્યાં આપણી પાસે જે પાણી હતું તે સમાપ્ત થઈ ગયું. હવે હે દેવાનુપ્રિયો ! આપણે આ અગમ્ય કાવતુ વિકટ અટવીમાં પાણીના દાતાની સર્વ પ્રકારે સર્વ બાજુ ગવેષણા કરીએ. શોધ કરતાં કોઈ દાતા ન મળ્યો ત્યારે બીજીવાર પરસ્પર એક બીજાને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! આપણને અદત્ત જલ ગ્રહણ કરવું કહ્યું નહીં. અનુમોદન આપવી કહ્યું નહિ કારણકે એમ કરવાથી આપણી તપશ્ચર્યાનો લોપ થઈ જાય. માટે હે દેવાનુપ્રિયો! આપણે ત્રિદેડ, કમંડલુ, રૂદ્રાક્ષની માળા, કરોટિકા- બેસવાના પાટલા, ત્રિપાઇ, અંકુશિકા, કેશરિકા- તાંબાની મુદ્રિકા, હાથમાં ધારણ કરવાની રૂદ્રાક્ષમાળા, છત્ર, જોડા, કાષ્ઠની પાદુકા તેમજ ગેરૂ રંગથી રંગેલા વસ્ત્રો આ સર્વને એક સ્થાનમાં રાખીને મહાનદી ગંગામાં અવગાહન કરીને તેની રેતી ઉપર સંથારા બિછાવીએ તેના ઉપર ભક્તપાનના પ્રત્યાખ્યાનના કરીને પાદપોપગમન સંથારો કરીને, મરણની ઈચ્છાથી રહિત થઈને, સંલેખના પૂર્વક મૃત્યુને સ્વીકારીએ. આ પ્રમાણે કહીને એક બીજાએ તે વાતનો સ્વીકાર કર્યો. સ્વીકાર કર્યો પછી ત્રિદંડ યાવતુ : સર્વ વસ્તુઓ એક સ્થાનમાં ત્યાગી દીધી. ત્યાગીને મહાનદી ગંગામાં પ્રવેશ કર્યો. Page #41 -------------------------------------------------------------------------- ________________ સર-૪૯ 367 પ્રવેશ કરીને રેતીનો સંથારા બિછાવ્યો.પૂર્વ દિશા તરફ મુખ રાખી પલ્લંક આસનથી બેઠા. બંને હાથ જોડી મસ્તક ઉપર રાખી આ પ્રમાણે કહેવા લાગ્યા* મુક્તિને પ્રાપ્ત થયેલા શ્રી અરહિત પ્રભુને નમસ્કાર હો. શ્રમણ ભગવાન મહાવીર કે જે મુક્તિ પ્રાપ્ત કરવાની કામનાવાળા છે તેમને નમસ્કાર હો. ધર્મના ઉપદેશક ધમાં ચાર્ય એવા અમારા ગુરુ અમ્બડ પરિવ્રાજકને નમસ્કાર હો. પહેલા અમે અમ્બડપરિવ્રાજક પાસે સ્થૂલ પ્રાણાતિપાતનું વાવજીવન પ્રત્યાખ્યાન કર્યું છે.યાવતું સ્થૂલ પરિ ગ્રહનો પણ માવજીવન ત્યાગ કર્યો છે. હવે આ સમયે અમે બધા શ્રમણ ભગવાન મહાવીરની પાસે સર્વ પ્રાણાતિપાતના જીવન પર્યત પ્રત્યાખ્યાન કરીએ છીએ. યાવતું સર્વ પરિગ્રહના જીવન પર્યત પ્રત્યાખ્યાન કરીએ છીએ. સમસ્ત ક્રોધ, યાવત્ મિથ્યા દર્શન શલ્ય તેમજ અકરણીય યોગના જીવન પર્યત પ્રત્યાખ્યાન કરીએ છીએ. સમસ્ત અશન-અન્ન, પાન-પાણી, ખાધ સ્વાદ્ય-ચાર પ્રકારનાં આહારના યાવજીવન પ્રત્યાં ખ્યાન કરીએ છીએ. જે આ શરીર કે જે ઈષ્ટ, સુંદર, પ્રિય, મનોજ્ઞ, અત્યંત પ્રિય, સ્થિરતા યુક્ત, અતિશય પ્રીતિનું સ્થાન, સંમત-શારીરિક કાર્યો માટે સંમત, બહુમત-ઘણાંઓની વચ્ચે ઈષ્ટ, અનુમત પ્રેમના સ્થાન ભૂત, રત્નના કરંડીયા સમાન છે તેને ઠંડી ન લાગે, ગરમી ન લાગે, ભૂખ ન લાગે, તરસ ન લાગે, સર્પ દંશ ન આપે, ચોર ઉપદ્રવ ન કરે, ડાંસ મચ્છર ન કરડે, વાત, પિત્ત, કફ સંબંધી સનિપાતાદિ વિવિધ પ્રકારના રોગો, આતંક પ્રાણહરણ કરનાર રોગ, પરીષહ, ઉપસર્ગ સ્પર્શ ન કરે આ પ્રકારે પાલન કર્યું છે તેને છેલ્લા ઉછુવાસ નિશ્વાસ સુધી છોડું છું. આવી રીતે કરીને સંલેખનામાં- કષાય અને શરીર ને ક્રશ કરીને પ્રીતિ પૂર્વક તે બધા ભક્ત તેમજ પાનના પ્રત્યાખ્યાન કરીને પાદપોપગમન સંથારો કરે છે. મરણની ઈચ્છા નહીં કરતાં તેમાં સ્થિર થયા. અતિ ચારોની આલોચના કરી પછી તેનાથી નિવૃત્ત થયા. સમાધિ પ્રાપ્ત કરીને કાલ માસે કાલ કરીને બ્રહ્મલોક નામના દેવલોકમાં દેવ પર્યાયે ઉત્પન્ન થયા. ત્યાં તેમની ગતિ, સ્થિતિ 10 સાગરોપમની છે. તેઓ પરલોકના આરાધક છે. પિણે હે ભગવન્! ઘણા લોકો પરસ્પર આ પ્રમાણે કહે છે, આ પ્રમાણે જણાવે છે, આ પ્રમાણે પ્રરૂપિત કરે છે કે- અમ્બડ પરિવ્રાજક કંપિલપુર નગરમાં સો ઘરમાં આહાર કરે છે, સો ઘરોમાં નિવાસ કરે છે. તો હે પૂજ્ય ! આ વાત કેવી છે? હે ગૌતમ! તે વાત. સાચી છે. હે ગૌતમ! હું પણ તે જ વાત કહું છું. યાવતુ પ્રરૂપિત કરું છું કે હે પૂજ્ય! આપ એ ક્યા હેતુથી કહો છો? કે હે ગૌતમ ! તે પ્રકૃતિથી ભદ્ર છે યાવતુ વિનીત છે. નિરંતર છ8, છઠ્ઠની તપશ્ચર્યા કરે છે તેમજ હાથને ઉંચા કરીને સૂર્યની સન્મુખ આતાપના યોગ્ય ભૂમિમાં આતાપના લે છે. અંબડ પરિવ્રાજકને શુભ પરિણામથી, પ્રશસ્ત અધ્યવસા યથી, પ્રશસ્ત લેશ્યાથી, વિશેષ શુદ્ધિથી, કોઈ એક સમયે તદાવરણીય કર્મના ક્ષયોપશમથી ઇહા –અવાયરૂપ જ્ઞાન, નિશ્ચય, કરવાથી વીર્યલબ્ધિ, વૈક્રિયલબ્ધિ તથા અવધિ જ્ઞાનલબ્ધિ ઉત્પન્ન થઈ. ત્યાર પછી તે અમ્બડ પરિવ્રાજક ઉત્પન્ન થયેલ વીર્યલબ્ધિ, વૈક્રિયલબ્ધિ અને અવધિલબ્ધિથી લોકોને આશ્ચર્ય પમાડવા કંપિલપુરનગરમાં સો ઘરોમાં વાવ વિશ્રામ કરે છે. હે પૂજ્ય ! અંબડ પરિવ્રાજક આપની પાસે મુંડિત થઈ આગારમાંથી અણગાર અવસ્થાને ધારણ કરવા સમર્થ છે કે નહિ? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. અંબડ પરિવ્રાજક શ્રમણોપાસક થઈને જીવ, Page #42 -------------------------------------------------------------------------- ________________ 368 ઉવવાયં-(૫૦). અજીવાદિનો જ્ઞાતા થઇ પોતાના આત્માને ભાવિત કરતો વિચરે છે. વિશેષ તો એ છે કે જેવો ટિક રાશિમાં નિર્મલા છે તેથી તેઓ માટે દરેકના દ્વાર હંમેશ ખુલ્લા રહે છે. તેમજ વિશ્વાસપાત્ર હોવાથી અંતઃપુરમાં પણ રોક ટોક વિના પ્રવેશ કરી શકે છે. આવા છે તે અંબડ પરિવ્રાજક. આ અમ્બડ પરિવ્રાજકે સ્થૂલ પ્રાણાતિપાતનો યથાવતુ સ્કૂલ પરિગ્રહનો પણ વાવજીવન ત્યાગ કર્યો છે. પરંતુ મૈથુનનો સર્વથા માવજીવન ત્યાગ કર્યો છે. અંબડ પરિવ્રાજકને વિહાર કરતાં માર્ગમાં અકસ્માતુ ગાડાનું પૈડું ડૂબે એટલું પાણી ઉતરવું કહ્યું નહિ. પરંતુ બીજો માર્ગ ન જ હોય તો જઇ શકે છે. આ અમ્બડ પરિવ્રાજકને ગાડાદિમાં બેસવું કલ્પતું નથી. માત્ર તેને ગંગાની માટીનો લેપ કહ્યું છે. અમ્બડ પરિવ્રાજકને આધાર્મિ, દેશિક, મિશ્રજાત, અધ્યવપૂરિત-પૂતિકર્મ ક્રિતિકત પ્રામિત્ય- અનિસૃષ્ટ-અભ્યહત- સ્થાપિત - રચિત કાન્તારભક્ત- દુર્ભિશભક્ત- પ્રાહુણક ભક્ત-કલ્પતો નથી તેમજ પીવું પણ કલ્પતું નથી. અમ્બડ પરિવ્રાજકને મૂળ કંદ વાવતું બીજ વસ્તુઓનું ભોજન કરવું કે પીવું કલ્પતું નથી. અમ્બડ પરિવ્રાજકને ચારેય પ્રકારના અનર્થદંડોનો માવજીવન ત્યાગ હોય છે. તે આ પ્રમાણે-અપધ્યાનાચરિત, પ્રમાદચરિત, હિંસાપ્રદાન- તેમજ પાપકર્મોનો ઉપદેશ આપવો. અમ્બડ પરિવ્રાજકને મગધદેશ પ્રસિદ્ધ અર્ધ આઢક પ્રમાણ જળ ગ્રહણ કરવું કહ્યું છે તે વહેતું હોવું જોઈએ. તે પણ કચરાથી રહિત નિર્મળ યાવતુ ગળેલ હોવું જોઇએ. તે પણ કોઈએ આપ્યું હોય તો કહ્યું આપ્યા વિનાનું કલ્પતું નથી. આ પાણી હાથ, પગ, ભોજન પાત્ર, ચમચા ધોવા માટે તથા પીવા માટે કહ્યું છે પણ સ્નાન માટે નહિ. આ અંબા પદ્મિા જકને મગધ દેશ પ્રસિદ્ધ આઢક પ્રમાણ જલ ગ્રહણ કરવું કહ્યું છે. તે પણ વહેતું યાવતું આપેલું ન હોય તે કહ્યું નહિ. આ જલ સ્નાન માટે કહ્યું છે પરંતુ હાથ, પગ, ભોજન, પાત્ર, ચમચા ધોવા માટે કહ્યું નહિ. તેમજ પીવામાં પણ કહ્યું નહિ. અમ્બડને બીજા યૂથવાળા-તીર્થંકરસંઘની અપેક્ષા શાક્ય ભિક્ષુઓના સંઘ.. અન્ય યૂથના દેવ, અહંત પ્રભુ સિવાય બીજ દેવ, અન્ય યૂથ દ્વારા ગ્રહણ કરાયેલ ચૈત્ય ને વંદન કરવા, નમસ્કાર કરવા યાવતુ પર્યાપાસના કરવી કલ્પતી નથી. અરિહંત ચૈત્ય નમસ્કારાદિ યોગ્ય છે. બીજા નહિ. હે પૂજ્ય! અમ્બડ પરિવ્રાજક કાલ માસે કાળ કરીને જ્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ ! અમ્બડ પરિવ્રાજક અને પ્રકારના શીલવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસથી પોતાના આત્માને ભાવિત કરતાં. અનેક વર્ષો સુધી શ્રમણોપાસકના પર્યાયનું પાલન કરશે. પાલન કરીને એક માસની સંખના કરી સાઠ ભક્તનું અનશન છેદન કરીને પાપકર્મોની આલોચના તથા પ્રતિક્રમણ કરીને સમાધિને પ્રાપ્ત કરશે. કાલ માસે કોલ કરીને બ્રહ્મલોક નામના દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાં અંબડ દેવની 10 સાગરોપમની સ્થિતિ થશે. હે પૂજ્ય! તે અંબડદેવ દેવલોકથી આયુનો ક્ષય, ભવનો ક્ષય, સ્થિતિનો ક્ષય થવા પર ત્યાંથી ચ્યવીને પછી ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં જે સમૃદ્ધ કુળ છે જે વિશાળ અને વિપુલ ભવનોના અધિપતિ છે, જેની પાસે અનેક પ્રકારના શયન, આસન, વાહન છે, ઘણાં ધનના સ્વામી છે. સુવર્ણ-ચાંદી છે. આદાન-પ્રદાનનું કાર્ય થાય છે. ઘણાં પ્રમાણમાં ભોજન બનાવી યાચાકદિને આપવામાં આવે છે, અનેક ધસી, દાસ, ગાય, ભેંસ, ઘેટાંઓથી ભરપુર છે અને જે કોઈથી પરાભવ પામતા નથી Page #43 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૫૦ 369 એવા કુળમાં અંબડ દેવ પુરુષરૂપે ઉત્પન થશે. ગર્ભમાં નવ માસ અને સાડા સાત દિવસ-રાત વીત્યા પછી સુકોમળ હાથ. પગવાળો યાવતું ચંદ્રમા જેવો સૌમ્ય આકારવાળો, સુંદર, પ્રિયદર્શની સુંદર રૂપયુક્ત પુત્ર ઉત્પન થશે. આ બાળકના માતાપિતા તેમની સ્થિતિ અનુસાર પહેલા દિવસે પુત્રજન્મ મહોત્સવ મનાવશે. બીજે દિવસે ચંદ્ર-સૂર્ય દર્શન કરાવશે. છઠ્ઠા દિવસે જાગરણ કરશે. અગ્યારમાં દિવસે જન્મ અશુચિ સમાપ્ત થઈ ગયા પછી બારમો દિવસ થતાં માતાપિતા તેના ગુણ અનુસાર સાર્થક નામ રાખશે-અમારો આ બાળક ગર્ભમાં આવ્યો ત્યારથી અમારી ધર્મમાં દ્રઢ શ્રદ્ધા થઈ છે તેથી અમારા આ બાળકનું નામ દ્રઢપ્રતિજ્ઞ હો. આઠ વર્ષથી કંઈક અધિક ઉમરનો જાણશે ત્યારે તેને શુભતિથિ, શુભકરણ, શુભદિવસ, શુભ નક્ષત્ર તેમજ શુભ મુહૂર્તમાં કલાચાર્યની પાસે લઈ જશે. ત્યાર પછી તે કલાચાર્ય તે દ્રઢપ્રતિશકુમારને લેખનાદિથી લઈને પક્ષીના શબ્દાદિ જાણવાની ૭ર કળાઓ, જેમાં ગણિતની પ્રધાનતા છે તે સૂત્ર રૂપે, અર્થ રૂપે, તથા પ્રયોગ થી પ્રાપ્ત કરાવશે, શીખવાડશે. તે કળાઓ આ પ્રમાણે છે- લેખ લખવાની, ગણિતની, રૂપની, નૃત્યની, ગાવાની, વિણાદિ વગાડવાની, સ્વરોની, મૃદંગ વગાડવાની, સમતાલા ની, જુગાર રમવાની, લોકો સાથે પ્રતિવાદ કરવાની, પાસા ફેંકવાની, ચોપાટ રમવાની, આશુકવિ થવાની, માટીમાંથી અનેક પાત્રો બનાવવાની, અન્નવિધિ, પીવાના પદાર્થની વિધિ, આભરણ બનાવવાની વિધિ, પ્રહેલિકાની વિધિ, માગધી ભાષામાં કવિતા બનાવવાની, સંસ્કૃત સિવાયની ભાષામાં ગાથા બનાવવાની, ગીતિકા છંદમાં કાવ્ય. બનાવવાની, શ્લોક, ચાંદી બનાવવાની, સુવર્ણ નિમણની, ગંધ દ્રવ્યની, ચૂર્ણ બનાવ વાની, યુવતીના રૂપની શોભા વધારવાની, સ્ત્રીલક્ષણ પુરષલક્ષણ, અશ્વલક્ષણ, ગજ લક્ષણ, ગાયના લક્ષણ, કુકડાના લક્ષણ જાણવાની, ચક્રરત્નના ગુણ, દોષ જાણવાની છત્રના લક્ષણ, ઢાલના લક્ષણ, દેડના લક્ષણ, તલવારના લક્ષણ, મણિના લક્ષણ, કાકણી રત્નના લક્ષણ જાણવાની, વાસ્તુ શાસ્ત્રની સેના પરિમાણ જાણવાની, નગરનું પરિમાણ જાણવાની, જ્યોતિક્ષક, ઇટાનિષ્ટ ફળ જનક શાંતિકમાંદિ ક્રિયા, સૈન્યની રચના, બૃહની રચના, ચક્રવૂહની, ગરૂડયૂહની, શકટટ્યૂહની રચનાની કળા સંગ્રામની, મલ્લ યુદ્ધ ખડગ યુદ્ધ, મુષ્ટિ યુદ્ધ, બાહુયુદ્ધ, લતા યુદ્ધ, ઇષશાત્રની, છરા યુદ્ધ, ધનુર્વેદની, રજત સિદ્ધિની સુવર્ણ સિદ્ધિની, દોરાથી રમવાની, દોરડા પર રમવાની ઘુતવિશેષ રમવાની, પત્ર કાપવાની, કટની સજીવ કરણ નિર્જીવ કરવાની, પક્ષીઓના શબ્દ સમજવાની. આ 72 કળાઓ પુરુષની છે. કળાઓ પ્રાપ્ત કરાવશે, ત્યારે પછી દ્રઢપ્રતિજ્ઞ કુમારના માતાપિતા તે કલાચાર્યને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, ગંધ, માલા તથા અલંકારો આપી સત્કાર કરશે. સન્માન કરીને વિપુલ રૂપમાં જીવિકાને યોગ્ય પ્રીતિદાન આપશે. આપીને તેમનું વિસર્જન કરશે. ત્યારપછી દ્રઢપ્રતિજ્ઞ કુમાર 72 કળાઓમાં પંડિત તેમજ તેના સુપ્ત નવ અંગો જાગૃત થશે અઢાર દેશની ભાષાનો જ્ઞાતા થશે, ગીતમાં, ગાંધર્વવિદ્યામાં, નૃત્યકાળમાં કુશળ થશે. અશ્વયોધીગયોધી, રથયોધી, બાહુયોધી થશે. અતિશૂરવીર તથા વિક્રાળ રાત્રિ માં પણ આવવા જવામાં ભય વગરનો થશે આ તથા ભોગ ભોગવવામાં સમર્થ થશે. ત્યારે દૃઢપ્રતિજ્ઞ બાળક તે અનાદિ વિપુલ ભોગોમાં યાવત્ શયનાદિમાં આસ Page #44 -------------------------------------------------------------------------- ________________ 370 ઉવવાઈયં (50) કિત રાખશે નહિ. અનુરક્ત થશે નહિ,મૃદ્ધ થશે નહિ મૂચ્છિત થશે નહિ અને તેમાં એકાગ્રામન પણ કરશે નહિ. જેમ કે લાલકમળ, પાકમળ, પુષ્પ, નલિનકમળવિશેષ, સુભગ કમળ, સુગંધ કમળ શ્વેત કમળ મહાપુંડરિક કમળ, શતપત્ર કમળ,સહસ્ત્રપત્ર કમળ, લક્ષ પત્ર કમળ, કાદવમાં ઉત્પન્ન થાય છે, જળમાં વધે છે તો પણ કાદવથી લિપ્ત થતાં નથી. જલથી લિપ્ત થતાં નથી. તેવીજ રીતે દ્રઢપ્રતિશ કુમાર કામોથી ઉત્પન્ન થશે, ભોગોથી વૃદ્ધિ પામશે તો પણ કામરજથી લેવાશે નહિ. ભોગરજથી લેવાશે નહિ. તેવીજ રીતે મિત્ર, જ્ઞાતિ-સજાતીય, નિજક-ભાઈ આદિ, સ્વજન-મામાદિ, સંબંધીશ્વસુરાદિ તેમજ પરિજન-નોકરાદિમાં પણ મોહ પામશે નહિ. તે કુમાર તથારૂપ સમ્યજ્ઞાનાદિથી યુક્ત વિરોની પાસે કેવલી પ્રરૂપિત ધર્મને પ્રાપ્ત કરશે. અણગાર ભગવત્ત થશે તે ઈય સમિતિ યાવતું ગુપ્તબ્રહ્મચારી થશે. તે દ્રઢપ્રતિજ્ઞ મુનિ આ પ્રકારના આચારનું પાલન કરતાં અનંત, અનુત્તર, નિવ્યઘિાત, આવરણરહિત, સર્વપદાર્થગ્રાહી, પ્રતિપૂર્ણ કેવળ જ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત કરશે. ત્યાર પછી તે દ્રઢપ્રતિજ્ઞ કેવલી ઘણા વર્ષો સુધી કેવળ પર્યાયનું પાલન કરશે. પાલન કરીને એક માસની સંલેખનાથી આત્માને સેવીને સાઠ ભક્તોને અનશનથી છેદન કરી જેના નિમિત્તે નગ્નભાવ, મુંડભાવ, સ્નાન ત્યાગ, દાંતોનું પ્રક્ષાલન ન કરવું, કેશલોચન, બ્રહ્મચર્યનું પાલન, છત્રધારણ ન કરવું, જોડા ન પહેરવા, વાહન પર ન બેસવું, ભૂમિ ઉપર શયન, પાટિયા પર સૂવું, સાધારણ લાકડાં પર સુવું, જાના ઘરે ભિક્ષા માટે જવું, માન, અપમાનમાં સમભાવ રાખવો. એ સર્વ કરવામાં આવે છે, જેના નિમિત્તે બીજાએ કરેલી અવજ્ઞા- લોકો સમક્ષ પોતાની માર્મિક વાતો પ્રકાશિત થાય, નિંદા- ગહ- તર્જનાતિરસ્કાર પામવો, બાવીસ પરીષહ, ઉપસર્ગો સહન કરાય છે. દ્રઢ પ્રતિજ્ઞા કેવલી આત્માના અર્થને આરાધિત કરીને છેલ્લા ઉચ્છવાસ, નિઃશ્વાસોથી કત કૃત્ય થઈ જશે. કમાંથી મુક્ત થશે. સંતાપનો અભાવ થવાથી શીતલી ભૂત થશે. સમસ્ત શારીરિક માનસિક દુઃખોનો અંત કરશે. પિ૧ તેઓ કે જે ગામ આકર યાવતું નિવેશમાં પ્રવ્રુજિત સાધુ હોય જેવા કે આચાર્યના ઉપાધ્યાયના કુલના ગણના વિરોધી, આચાર્ય તેમજ ઉપાધ્યાયના અપયશ કારક, અવર્ણવાદ કરનાર,અનેક અસતુ દોષોને પ્રગટ કરનાર મિથ્યા આગ્રહથી પોતાને, બીજાને, વપર બંનેને ઉન્માર્ગ માં જોડનાર, પાપમાં નિયોજિત કરતા પોતાના આચારનું પાલન કરતાં ઘણાં વર્ષો સુધી વિચરે છે. તે સ્થાનથી આલોચના, પ્રતિક્રમણ ન કરતાં કાલ માસે કોલ કરીને ઉત્કૃષ્ટ લાન્તક દેવલોકમાં કિલ્વિષિક દેવોમાં કિલ્વિષિક દેવ થાય છે. ત્યાં તેમની ગતિ હોય છે. સ્થિતિ 13 સાગરોપમની હોય છે. તે અનારાધક હોય છે જે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિને પ્રાપ્ત થએલા જીવો છે જેવા કે-જલચર, સ્થળચર, ખેચર તેમાં કેટલાંક જીવો કે જેઓને શુભ પરિણામોથી, પ્રશસ્ત અધ્યવ સાયોથી, વિશુદ્ધ વેશ્યા ઓથી તદાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી ઈહા, યૂહ, માણ, ગવેષણ કરતાં કરતાં પૂર્વના સંજ્ઞી ભવોનું જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્યારે જાતિસ્મરણ જ્ઞાન યુક્ત તે જીવ પોતે જ પાંચ અણુવ્રત સ્વીકારે છે. સ્વી કારીને ઘણાં પ્રકારના શીલવ્રત, ગુણવ્રત વેરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસથી આત્માને ભાવિત કરતાં કરતાં અનેક વર્ષો સુધી આયુષ્ય પાળે છે. આયુ પાળીને ભક્ત પ્રત્યાખ્યાન કરે છે. અનશનથી અનેક ભક્તોનું છેદન કરે છે. છેદન કરીને આલોચના, Page #45 -------------------------------------------------------------------------- ________________ - - - - - - . . - સત્ર-૨૧ પ્રતિક્રમણ કરીને સમાધિને પ્રાપ્ત થાય છે. કાલ માસે કાળ કરીને ઉત્કૃષ્ટ સહકાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની ગતિ છે. ત્યાં 18 સાગરોપમની સ્થિતિ ને પ્રાપ્ત કરે છે. તે પરલોકના આરાધક છે. શેષ સર્વ પૂર્વવતુ. તેઓ કે જે ગામ, આકર યાવતું સન્નિવેશમાં ગોશાલક મતાનુયાયી હોય છે જેવા કે બે ઘરોનું અંતર રાખી જે ભિક્ષા લે છે. ત્રણ ઘરોનું અંતર રાખી, સાત ઘરોનું અંતર રાખી ભિક્ષા લે છે. કમળના નાળની ભિક્ષા કરે છે. ઘણાં ઘરોમાંથી ભિક્ષા લે છે. વિજળી ચમકે ત્યારે ભિક્ષા ન લે. માટીની કોઠી આદિમાં પ્રવિષ્ટ થઈ તપશ્ચર્યા કરે છે. આ પ્રકારનું આચરણ કરતાં ઘણાં વર્ષો સુધી તે પર્યાયને પાળી કાળ માસે કાળ કરીને ઉત્કૃષ્ટ અશ્રુત દેવલોકમાં દેવ પર્યાયે ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની ગતિ હોય છે. સ્થિતિ બાવીસ સાગરોપમની હોય છે. તેઓ આરાધક નથી. શોષ સર્વ પૂર્વવત જેઓ ગામ, આકર યાવતું સન્નિવેશમાં પ્રવ્રજિત શ્રમણ થાય છે તે આ પ્રમાણેપોતાના ગૌરવને બતાવનાર, પરની નિંદા કરનાર, ભસ્મ આપનાર, વાંરવાર કૌતુક કરનાર, આ પ્રકારે આચરણ કરતાં ઘણાં વર્ષો સુધી શ્રમણ પર્યાયને પાળે છે. પાળીને તે સ્થાનની આલોચના તેમજ પ્રતિક્રમણ કર્યા વિના કાળમાસે કાળ કરીને ઉત્કૃષ્ટ અશ્રુત દેવલોકમાં આભિયોગિક દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં તેની ગતિ હોય છે. 22 સાગ રોપમની સ્થિતિ હોય છે. પરલોકના આરાધક નથી. બાકી પૂર્વવતુ. જેઓ ગામ, આકર યાવતું નિવેશમાં નિલવ હોય છે તે આ પ્રમાણે બહુરત-અનેક સમયો માં કાર્ય થાય છે. જીવપ્રદેશિકજીવ એક ચરમ પ્રદેશ સ્વરૂપ જ છે. અવ્યક્તિક સમસ્ત જગત સાધુ આદિના વિષયમાં અવ્યક્ત છે. સામુચ્છેદિક- વૈક્રિય- વૈરાશિક અબદ્ધિક-આ સાત નિલવ છે. તેમાં કેવળ ચયન્ટિક્રિયા તથા લિંગ-રજોહરણાદિની અપેક્ષાએ સમાનતા છે. * તે મિથ્યાવૃષ્ટિ છે. તેઓ અનેક પ્રકારના અસદૂભાવોની ઉભાવનાથી તથા મિથ્યા આગ્રહથી પોતાને બીજાને, સ્વ-પર બંનેને ઉન્માર્ગમાં જોડે છે તેમ જ પાપકર્મનું ઉપાર્જન કરતાં વિચરે છે. ઘણાં વર્ષો સુધી શ્રમણ પયયનું પાલન કરે છે. પાલન કરીને કાલ માસે કાળ કરીને ઉત્કૃષ્ટ ઉપરની રૈવેયકમાં દેવ પથયિ ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની ગતિ છે. તેમજ સ્થિતિ 31 સાગરોપમની છે. તેઓ પરલોકના આરાધક નથી, શેષ સર્વ પૂર્વવતું. જે ગામ, આકર વાવ, સન્નિવેશમાં મનુષ્યો રહે છે. જેવા કે અલ્પારંભી, અલ્પપરિગ્રહી, ધાર્મિક, ધમાંનુગ-ધર્મ જેને ઈષ્ટ છે, ધર્મ કહેનારા, ધર્મને ઉપાદેયરૂપે માનનારા, ધર્મનું સેવન કરવામાં અધિક અનુરાગ સંપન્ન, ધર્મ જેમનો ઉત્તમ આચાર છે સુવતી તેઓ સાધુ પાસેથી પ્રત્યાખ્યાન લઈને કેવળ એક સ્થૂલ પ્રાણાતિપાતથી જીવન પયત નિવૃત્ત રહે છે પરંતુ સૂક્ષ્મ પ્રાણાતિપાતથી વિરક્ત નથી થતા. એજ પ્રમાણે યાવતુ પરિગ્રહ સુધી જાણવું. એજ પ્રમાણે ક્રોધ, લાવતું મિથ્યાદર્શન શલ્યથી જીવન પર્યંત વિરત રહ્યા છે પરંતુ સૂક્ષ્મ ક્રોધાદિથી વિરક્ત નથી. તેમજ અમુક આરંભ, સમારંભથી જીવન પર્વત વિરક્ત રહે છે. સૂક્ષ્મ આરંભ સમારંભથી વિરક્ત નથી રહેતા. કોઈ એવા * છે કે જેઓ કરવા કરાવવાથી જીવનપર્યત વિરત છે. કોઇ કરવા-કરાવવાથી વિરત નથી. કોઈ પચન, પાચન ક્રિયાથી જીવનપર્યત વિરત છે કોઈ પચન પાચનાદિથી વિરત નથી. કોઈ છેદન, પીટવું, તર્જન, તાડન, વધ, બંધ, પરિકલેશથી જીવનપર્યંત વિરત છે. પણ કોઈ એ ક્રિયાથી વિરતા નથી. કોઈ સ્નાન, મર્દન, અંગરાગ, વિલેપન, શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, Page #46 -------------------------------------------------------------------------- ________________ 772 હવાઈયું - (51) ગંધ, માળા, અલંકા રથી જીવનપર્યત નિવૃત્ત છે. કોઇ નાનાદિથી નિવૃત્ત નથી. એજ પ્રકારે બીજા પણ જેટલાં સાવઘયોગયુક્ત અને માયાજનિત તથા જીવોના પ્રાણોને પરિતાપ આપનાર વ્યાપાર છે તેનાથી કેટલાંક અંશે જીવનપર્યત વિરત થયા છે કેટલાંક અંશે વિરત થયા નથી. જે આ પ્રમાણે શ્રમણોપાસક છે-જીવ, અજીવના યથાર્થ જ્ઞાતા હોય, પુષ્ય, પાપ ને જેણે સારી રીતે સમજેલ છે. આવ. સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ, મોક્ષના. સ્વરૂપને જાણનાર, દવ, અસુરકુમાર, નાગકુમાર, યક્ષ, રાક્ષસ, કિન્નર, દ્વિપુરુષ, ગરુડ, ગંધર્વ તેમજ મહોરગાદિ દેવોથી પણ નિગ્રંથ પ્રવચનથી જરા પણ ચલાયમાન થઈ શકે નહિ. આ નિગ્રંથ પ્રવચનમાં જેમની શ્રદ્ધા નિઃશંક્તિ છે, અભિલાષા રહિત છે, ગુણથી ભરપુર છે. ફળમાં જેની અસંદિગ્ધ શ્રદ્ધા છે, લબ્ધાર્થ છે, ગૃહીતાર્થ છે, પૂછાયેલ છે, ચારે બાજુથી સારી રીતે ગ્રહણ કરાયેલ છે, વિશેષ નિર્ણાયક છે, જેની નસેનસમાં પ્રવચન પ્રતિ અનુરાગ છે એવા શ્રાવકો કહે છે કે હે આયુષ્યમાનું! આ નિગ્રંથ પ્રવચન જ મોક્ષનું કારણ છે. માટે એ જ પરમાર્થ છે. શેષ અનર્થનાં કારણ છે. તેઓના ઘરના આગળીયા ખુલ્લા હોય છે, જેમના દ્વાર ખુલ્લા છે. રાજાના અંતઃપુરમાં જવા આવવામાં કોઈ અટકાવી શકતા નથી, ઘણાં પ્રકારના શીલ, વ્રત, ગુણ, વેરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપ વાસથી આત્માને ભાવિત કરતાં વિચરે છે તથા ચતુર્દશી, આઠમ, અમાવસ્યા, પૂર્ણિ માના દિવસે પૌષધ કરે છે. સારી રીતે પાલન કરે છે. શ્રમણ નિગ્રંથોને અસન, પાન, ખાદ્ય, સ્વાદિમ આ ચાર પ્રકારના આહારથીતેમજવસ્ત્ર,પાત્ર,કંબલ રજોહરણ, ઔષધ, ભેષજ તેમજ પાઢિયારી વસ્તુ જેવી કે તાજોઠ, પાટ, શય્યા, સસ્તારાકાદિથી મુનિઓને પ્રતિલાભિત કરતા વિચરે છે. વિચરતા અંતે ભક્તપ્રત્યાખ્યાન કરે છે. તે અનેક ભક્તોનું અનશન દ્વારા છેદન કરે છે. છેદન કરીને આલોચના પ્રતિક્રમણ કરી સમાધિને પ્રાપ્ત થઈ. કાલ માસે કાળ કરીને ઉત્કૃષ્ટ અશ્રુત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં તેની ગતિ છે. સ્થિતિ 22 સાગરોપમની છે. તેઓ આરાધક છે, તેઓ કે જે ગામ, આકર યાવતું સન્નિવેશમાં મનુષ્યો થાય તેમાં કેટલાંક સાધુઓ હોય છે જે આરંભથી રહિત છે. પરિગ્રહથી રહિત છે. ધાર્મિક છે યાવતુ ધર્મથી આજી વિકા ચલાવનાર છે. સુશીલ, સુવ્રતી, ધર્મધ્યાનથી ચિત્તને આનંદિત રાખનાર, સર્વ પ્રકારની પ્રાણિતાપથી વિરક્ત છે યાવતુ સમસ્ત પરિગ્રહથી વિરક્ત છે. સમસ્ત ક્રોધ, માન, માયા, લોભ યાવતુ મિથ્યાદર્શન શલ્યથી વિરક્ત છે. સર્વ આરંભ સમારંભથી વિરક્ત છે. સર્વ કરવા તથા કરાવવાથી વિરક્ત છે. સર્વ પ્રકારની પચન, પાચનક્રિયાથી વિરક્ત છે. સમસ્ત પ્રકારના કુટ્ટણ, પિટ્ટણ, તર્જન, તાડન, વધ, બંધ, પરિકલેશથી વિર ક્ત છે. સંપૂર્ણ સ્નાન, મદન, અંગરાગ, વિલેપન, શબ્દ, સ્પર્શ, રસ, ગંધ, માલા, અલંકાર થી રહિત છે. તેમજ આ પ્રકારના બીજા પણ સાવદ્યયોગવાળા, માયાજનિત કાર્યો છે કે જેમાં પ્રાણીઓને પરિતાપ ભોગવવો પડે છે તે સર્વ કાયથી વિરક્ત હોય છે. તે અણગાર સમિતિ, ભાષા સમિતિ વાવતુ નિગ્રંથપ્રવચનને આગળ કરીને જ વિચરે છે. તે અણગાર ભગવંત આ પ્રકારના આચારથી વિચરતા તેમાંથી કેટલાંક ભગવાનોને અનંત યાવતુ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થાય છે. તેઓ તે કેવળ પર્યાયિનું ઘણાં વર્ષો સુધી પાલન કરે છે. પાલન કરીને ભક્તપ્રત્યાખ્યાન કરે છે. અનેક Page #47 -------------------------------------------------------------------------- ________________ સુત્ર-પ૧ ભક્તોનું અનશન દ્વારા છેદન કરે છે. જેના માટે નગ્નભાવ ધારણ કરાય છે યાવતું સમસ્ત દુઃખોનો અંત કરે છે. આ સાધુઓમાંથી કોઈને કેવળજ્ઞાન, કેવળ દર્શનની ઉત્પત્તિ થતી નથી તે ઘણાં વર્ષો સુધી છવસ્થ પર્યાયનું પાલન કરે છે. ભક્તપ્રત્યાખ્યાન કરે છે. ઘણાં ભક્તોનું અનશન દ્વારા છેદન કરે છે. છેદન કરીને જેના માટે નગ્નભાવ વાવતું પ્રયોજનની સિદ્ધિ કરે છે. છેલ્લા ઉછુવાસ નિઃશ્વાસોમાં અંતર હિત, અનુપમ, વ્યાઘાત રહિત, નિરાવરણ, સકલ, સંપૂર્ણ કેવળજ્ઞાન, કેવળદર્શન ઉત્પન્ન થાય છે, ત્યાર પછી સિદ્ધ થાય છે વાવતુ સમસ્ત દુઃખોનો અંત કરે છે. તેમાં કેટલાંકને તે ભવમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી તેવા એક ભવાવતારી સંયમી પૂર્વકર્મ બાકી રહેવાના કારણે કાલમાસે કાળ કરીને ઉત્કૃષ્ટ સવથસિદ્ધ મહા વિમાનમાં દેવ પાયે ઉત્પન્ન થાય છે. જે ગામ, આકર યાવતુ સન્નિવેશમાં મનુષ્યો રહે છે. જેવા કે-સમસ્ત વિષયોથી વિરક્ત, સર્વરાગથી રહિત, સર્વસંગથી રહિત, સર્વને હથી રહિત, અક્રોધી, નિષ્ક્રોધી, ક્ષીણક્રોધી, તેવીજ રીતે અમાની માયા અને લોભમાં પણ સમજવું. આવા જીવો અનુક્રમથી આઠ કમની પ્રકૃતિઓનો સર્વથા નાશ કરી લોકાગ્રે સ્થિત થાય છે. [52] હે ભગવન્! ભાવિતાત્મા અણગાર કેવલીસમુદ્રઘાત દ્વારા આત્મ પ્રદેશોને શરીરમાંથી બહાર કાઢી શું સમસ્ત લોકોને સ્પર્શ કરી રહે છે ? હા રહે છે. હે ભગ વન્ત ! તેમના નિર્જરાના યુગલો સમસ્ત લોકને સ્પર્શે છે? હા ! સ્પર્શે છે. હે પૂજ્ય! છદ્રસ્થ મનુષ્ય તે નિર્જરાના પુદ્ગલોને કંઈ વર્ણથી, ગંધથી ગંધને રસથી રસને, સ્પર્શથી સ્પર્શને જાણે છે કે જુએ છે?હે ગૌતમ! આ અર્થ સમર્થનથી. હે ગૌતમ! આ જેબૂદ્વીપ સમસ્ત દ્વીપ અને સમુદ્રોની વચ્ચે છે. સર્વથી નાનો છે. ગોળાકારે છે. પુડલાના આકાર જેવો રથના પૈડાં જેવો કમળની કણિકા જેવો પૂર્ણ ચંદ્રમાં જેવો ગોળ છે. તે એક લાખ યોજનાની લંબાઈ, પહોળાઈવાળો છે. 3 લાખ, 16 હજાર, 227 યોજન 3 કોશ 128 ધનુષ અને 1 આંગુલથી થોડીક વધારે તેટલી તેની પરિધિ છે. મહા અદ્વિધારી, મહા તેજસ્વી, મા બલિષ્ઠ, મહાયશસ્વી, મહાસૌખ્યવાળા, અત્યંત પ્રભાવશાળી એવા કોઈ દેવ એક ગંધની પેટીને ગ્રહણ કરે. ગ્રહણ કરીને ત્યાં જ ઉઘાડે, ઉઘાડીને સમસ્ત જંબૂઢીપની ત્રણ ચપટી વગાડવા જેટલા કાળમાં ર૧ વાર પ્રદક્ષિણા કરે અને પાછા જલદી આવી જાય. ભગવાને પૂછે છે, કે હે ગૌતમ સમસ્ત જંબૂદીપ શું તે સુગંધિતપુદ્ગલોથી પૃષ્ટ થાય છે? હે પૂજ્ય ! હા થાય છે. ' હે ગૌતમ! છઘસ્થ મનુષ્ય તે સુગંધિત પુગલોનો વર્ણથી વર્ણ યાવતું જાણી શકે છે? જોઈ શકે છે? ભગવત્ત! એ અર્થ સમર્થ નથી. તેવી જ રીતે હે ગૌતમ! કહ્યું છે કે- છા સ્થ નિર્જરાના પુગલોનો વર્ણથી વર્ણ જાણી શકતા નથી, જોઈ શકતા નથી. તે પુદ્ગલો સૂક્ષ્મ છે તેથી હે, આયુષ્યનું શ્રમણ ! સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત તે પુદ્ગલો જાણી શકાતા નથી. હે ભગવન્ત! કેવલી કયા કારણથી સમુઘાત કરે છે? શા માટે સમુદ્ ઘાતને પ્રાપ્ત 'થાય છે? હે ગૌતમ! કેવલીઓનાં ચાર કર્મ બાકી રહે છે. તે આ પ્રમાણે –વેદનીય, આયુ, નામ અને ગોત્ર, વેદનીય કર્મની સ્થિતિ સૌથી વધારે હોય અને આવું કર્મ સર્વથી થોડું હોય તો આ વિષમતાને સમાન કરવા માટે પ્રદેશબંધ અનુભાગ બંધથી સમાન કરે છે. તે માટે સમુઘાત કરે છે. હે પૂજ્ય શું બધા કેવલી સમુદૂઘાત કરે છે? આ અર્થ સમર્થનથી. Page #48 -------------------------------------------------------------------------- ________________ 374 ઉવવાdયં-(૫૩) પિ૩] સમુઘાત વિના અનંત કેવલી જિન જન્મ, જરા, મરણથી રહિત થઇને શ્રેષ્ઠસિદ્ધ ગતિને પ્રાપ્ત થયા છે. પિ૪] હે ભગવન્ત ! આવર્જીકરણ કેટલાં સમયમાં થાય છે ? અસં ખ્યાત સમયના અન્તર્મુહૂર્તમાં હે ભગવન્ત! કેવલી સમુઠ્ઠાતના કેટલાં સમયો કહ્યા છે? હે ગૌતમ! આઠ સમય છે, તે આ પ્રમાણે પ્રથમ સમયમાં દંડ કરે છે, બીજા સમયમાં કપાટ કરે છે. ત્રીજા સમયમાં મળ્યાન કરે છે. ચોથા સમયમાં લોકપૂરણ કરે છે. પાચમાં સમયમાં અંતરાલમાં રહેલા આત્મપ્રદેશોનો ઉપસંહાર કરે છે, છઠ્ઠા સમયમાં મન્થાન રૂપે સ્થિત આત્મપ્રદેશોને સંકોચે છે. સાતમા સમયમાં કપાટાકારને સંકોચે છે, આઠમાં સમયમાં દંડાકારને સંકુચિત કરે છે. ત્યારપછી શરીરસ્ય થઈ જાય છે. હે પૂજ્ય ! સમુદ્ધાતમાં સ્થિત આત્મા શું મનોયોગને જોડે છે? વચન યોગને પ્રયુક્ત કરે છે ? કાયયોગને પ્રયુક્ત કરે છે? હે ગૌતમ ફકત કાયયોગ જોડે છે. હે પ્રભુ ! કાયયોગને જોડે છે તો શું ઔદારિક કાયયોગને જોડે છે? ઔદારિક મિશ્ર કાયયોગને જોડે છે? વૈકિય શરીર કાયયોગને જોડે છે? વૈકિય મિશ્ર કાયયોગને જોડે છે? આહારક શરીર કાયયોગને જોડે છે? આહારકમિશ્ર કાયયોગને જોડે છે? કા મણ કાયયોગને જોડે છે? હે ગૌતમ ! ઔદારિક શરીર કાયયોગને જોડે છે, ઔદારિક મિશ્ર કાવયોગને જોડે છે, અને કાર્પણ કાયયોગને જોડે છે. પ્રથમ અને આઠમા સમયમાં ઔદારિક શરીર કાયયોગ હોય છે. બીજા, છઠ્ઠા, સાતમાં સમયમાં ઔદારિકમિશ્ર શરીર કાયયોગ હોય છે. ત્રીજા, ચોથા, પોચમાં સમયમાં કામણ શરીર કાયયોગ હોય છે. હે પૂજ્ય! સમુદ્યાત અવસ્થા માં કેવલી સિદ્ધ, બુદ્ધ, મુક્ત તેમજ પરિનિવૃત્ત થઈને શું સમસ્ત દુઃખોનો અંત કરે છે? આ અર્થ સમર્થ નથી. પરંતુ સમુદ્યાત કર્યા પછી ત્યાંથી નિવૃત્ત થઈ પોતાના શરીરમાં આવે છે. પછી મનોયોગ પણ પ્રવર્તાવે છે, વચનયોંગ પ્રવર્તાવે છે, કાયયોગ પણ પ્રવર્તાવે છે. હે ભગવંત ! મનોયોગ પ્રવર્તાવે છે તો શું સત્યમનોયોગ પ્રયુક્ત કરે છે ? અસત્યમનોયોગ પ્રયુક્ત કરે છે ? મિશ્રમનોયોગ પ્રયુક્ત કરે છે ? કે અસત્યમુષા મનોયોગ પ્રયુક્ત કરે છે? હે ગૌતમ! સત્ય મનોયોગ પ્રયુક્ત કરે છે, અસત્યામૃષામનો યોગ પ્રયુક્ત કરે છે. હે ભગવન્! વચનયોગ પ્રવર્તાવે છે તો શું સત્યવચન યોગ પ્રવર્તાવ છે? યાવતું અસત્યા મૃષા વચનયોગને પ્રવર્તાવે છે ? હે ગૌતમ ! સત્યવચનયોગને પ્રવર્તવે છે, અસત્યામૃષાવચન યોગને પ્રવતવિ છે. કાય યોગ પ્રવર્તાવતા તે આવે છે, જાય છે, બેસે છે, સુવે છે, ઉલ્લંઘન કરે છે, ઉપણ કરે છે, પ્રક્ષેપણ કરે છે, તિર્જી ગમન કરે છે. પછી પ્રતિહારી પીઠ, ફલક, શય્યા, સંથારાને પાછા આપે છે. પિપો હે પૂજ્ય ! તેવા કેવલી સયોગી અવસ્થામાં રહેતા સિદ્ધ યાવતું દુઃખોનો અંત કરે છે? આ અર્થ સમર્થ નથી. તે સયોગી કેવલી પહેલા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત કના જઘન્ય મનોયોગથી પણ અસંખ્યાત ગુણહીન પ્રથમ મનોયોગનો નિરોધ કરે છે. ત્યાર પછી પર્યાપ્ત બેઈન્દ્રિય જીવના જઘન્ય વચન યોગની નીચેના અસંખ્યાત ગુણહીન બીજા વચનયોગનો વિરોધ કરે છે. ત્યાર પછી સૂક્ષ્મ અપર્યાપ્ત પનક જીવના જઘન્યથી નીચેના. અસંખ્યાત ગુણહીન ત્રીજા કાયયોગનો વિરોધ કરે છે. આ પ્રકારના ઉપાયથી તે પ્રથમ મનોયોગનો નિરોધ કરે છે. તેનો નિરોધ થઈ. Page #49 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-પપ 35 ગયા પછી વચન યોગનો નિરોધ કરે છે, વચન યોગનો નિરોધ થયા પછી કાયયોગનો નિરોધ કરે છે. સમસ્ત યોગોનો નિરોધ કર્યો પછી અયોગી અવસ્થાને પ્રાપ્ત થયા પછી પાંચ હ્રસ્વ અક્ષરોના ઉચ્ચારણ કાલ પ્રમાણ અસંખ્યાત સમયના અન્તર્મુહૂર્તમાં શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થાય છે. શૈલેશી અવસ્થાની પહેલા જે કમોંની ગુણશ્રેણી રચી હતી તેને શેલેશી કાળમાં નષ્ટ કરતાં અસંખ્યાત ગુણશ્રેણિ દ્વારા અનંત કર્મના અંશોનો ક્ષય કરે છે. વેદનીય, આયુ, નામ, ગોત્ર એ ચાર કમીશોનો એક સાથે ક્ષય કરે છે. ક્ષય કર્યા પછી ઔદારિક, તૈજસ, કાર્પણ એ શરીરનો સર્વથા ત્યાગ કરી દે છે. ત્યાગ કરીને જુશ્રેણિને પ્રાપ્ત કરી અંતરાલ પ્રદેશોને સ્પર્શ કર્યા વિના એક સમયમાં વિગ્રહ રહિત ગતિથી સાકારોપયોગમાં સિદ્ધ ગતિમાં બીરાજમાન થાય છે. તે જીવો ત્યાં સિદ્ધ થાય છે. તેઓ સાદિ અનંત, નિશ્ચલ, બધ્યમાન કમાંથી રહિત, નિર્મળ-પૂર્વબદ્ધકમોંથી મુક્ત, અજ્ઞાનરૂપ અંધકારથી રહિત, વિશદ્ધ, ભવિષ્યમાં શાશ્વત સિદ્ધાવસ્થાથી યુક્ત રહે છે. હે ભગવન્ત! તેઓ સાદિ અપર્યવસિત છે એમ આપ શા કારણથી કહો છો? હે ગૌતમ! જેમ અગ્નિથી બળેલ બીજથી ફરી અંકુર ઉત્પન્ન થતો નથી તેવીજ રીતે સિદ્ધ ભગવાનને કર્મરૂપી બીજ બળી જવાથી ફરીને જન્મની ઉત્પત્તિ થતી નથી. તેથી હે ભગવન્ત! જીવ સિદ્ધ થતાં કયા સંહનનથી સિદ્ધ થાય છે?હે ગૌતમ વ8ષભનારા સંતનનથી હે પૂજ્ય ! સિદ્ધ થતાં જીવો કયા સંસ્થાનથી સિદ્ધ થાય છે? કોઈ પણ સંસ્થાનથી હે પૂજ્ય ! સિદ્ધ થતાં જીવો કેટલી અવગાહનાથી સિદ્ધ થાય છે ? હે ગૌતમ ! ઓછામાં ઓછી સાત હાથની અને ઉત્કૃષ્ટ પ૦૦ ધનુષ્યની હે પૂજ્ય ! સિદ્ધ થતાં જીવો કેટલા આયુષ્યમાં સિદ્ધ થાય છે ? હે ગૌતમ ! જઘન્ય આઠ વર્ષથી વધારે અને ઉત્કૃષ્ટ પૂર્વદોડની આયુષ્યવાળા હે પૂજ્ય! શું સિદ્ધ ભગવંતો રત્નપ્રભા પૃથ્વીની નીચે રહે છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. હે પૂજ્ય ! શું સિદ્ધ ભગવાન સૌધર્મકલ્પની નીચે રહે છે? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. હે પૂજ્ય! શું સિદ્ધ ભગવનું ઇષત્રાગભાર પૃથ્વીની નીચે રહે છે ? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. હે પૂજ્ય ! સિદ્ધો ક્યાં રહે છે? હે ગૌતમ! આ રત્નપ્રભા. પૃથ્વીના ઘણાં સુંદર રમણીય ભૂમિભાગથી ઉપર ચંદ્રમાં, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર તેમજ તારા ઓનાં ભવનોથી ઘણા યોજન, ઘણાં સેંકડો યોજન, ઘણાં હજાર યોજન, ઘણાં લાખો યોજન, ઘણાં કરોડો યોજન તેમજ અનેક કોટાકોટી યોજના ઉપર જતાં સૌધર્મ, યાવતું અશ્રુત, રૈવેયક વિમાનોને પાર કર્યા પછી ભાવતુ સવર્થસિદ્ધ મહાવિમાનના શિખરના અગ્રભાગથી 12 યોજન ઉપર જતા ઈષપ્રાગભારા પૃથ્વી છે, તે 5 યોજનની લાંબી પહોળી, 1 કરોડ 42 લાખ 30 હજાર 249 યોજનથી કંઈક વધારે પરિધિવાળી છે. આ ઈષટ્યાભાર પૃથ્વી વચ્ચોવચ આઠ યોજન જડી છે. તે મધ્ય ભાગથી ક્રમશઃ ધીમે ધીમે ઓછી થતાં સર્વ ચરમ પ્રદેશોમાં માખીની પાંખથી પણ વધારે પાતળી છે. તે ગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી પાતળી છે. - આ ઈષસ્ત્રાગભાર પૃથ્વીના 12 નામો છે. તે આ પ્રમાણે ઈષ, ઈષ~ાભારા, તન, તનુતનુ, સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ, મુક્તાલય, લોકાગ્ર, લોકાગ્રસ્તુપિકા, લોકાગ્રપતિબોધના, સર્વ પ્રાણ-ભૂત-જીવ સત્ત્વ સુખાવહા. ઈષ~ાભારા પૃથ્વી શંખના તળિયા જેવી ઉજ્જવલ, નિર્મળ શ્વેત પુષ્પ સમાન, કમળની મૃણાલ જેવી, પાણીના બિંદુ જેવી, બરફ જેવી, ગાયના દૂધ જેવી, હાર Page #50 -------------------------------------------------------------------------- ________________ 376 ઉવવાઇN (55) જેવી શ્વેત છે. શીર પર ઓઢેલા છત્ર સમાન તેનો આકાર છે. સંપૂર્ણ શ્વેત સુવર્ણ સમાન છે, સ્વચ્છ છે, ચીકણી, ઘૂંટેલ વસ્ત્રની જેવી ચીકણી, સાણ પરઘસાયેલા પથ્થર જેવી. કોમળ શાણથી ઘસેલા પત્થર જેવી ચીકણી, નિર્મળ, કાદવથી રહિત, આવરણ રહિત, કિરણો જેમાથી નીકળે છે. શોભાસંપન્ન છે તે પ્રાસાદિક, દર્શનીય છે જેતઇષત્રાગભારા પૃથ્વી ઉપર 1 યોજનમાં લોકનો અંત છે. તે યોજન પ્રમાણ લોકનો છેલ્લો ગાઉના ઠ્ઠા ભાગમાં સિદ્ધ ભગવંતો સાદિ અનંતકાળ સુધી સ્થિત રહે છે. અનેક જન્મ. જરા, મરણની વેદનાથી જે વારંવાર જન્મ લેવો, ગર્ભમાં વાસ કરવો આદિ દુઃખોથી યુક્ત સંસારના પ્રપંચથી રહિત શાશ્વત બિરાજે છે. [પ-૬૦] હે પૂજ્ય ! સિદ્ધ ભગવંતો કયા સ્થાને અટક્યા છે? ક્યાં પ્રતિષ્ઠિત થયા છે? આ શરીરને છોડીને ક્યાં જઈને સિદ્ધ થાય છે? સિદ્ધ ભગવાન લોકના અગ્રભાગમાં રહે છે. લોકના અગ્રભાગમાં તેમની સ્થિતિ છે. આ મનુષ્યલોકમાં શરીરનો ત્યાગ કરીને ત્યાં જઈને સિદ્ધ થાય છે. શરીરનો ત્યાગ કરતા સમયે અહિં જે સંસ્થાન હોય છે તે સિદ્ધનું સંસ્થાન છે. ત્યાં પ્રદેશઘન રૂપે થાય છે. કે અંતિમ સમયમાં જેવું સંસ્થાન હોય તેમાંથી ત્રીજો ભાગ ન્યૂન અવગાહના સિદ્ધોની હોય છે. 333 ધનુષ્ય તથા એક ધનુષનો ત્રીજો ભાગ આ સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના છે. ડિ૧-૬૫ ચાર હાથ અને 1 હાથનો ત્રીજો ભાગ સિદ્ધોની મધ્યમ અવગાહના જાણવી જોઇએ. હાથથી થોડી વધારે એ સિદ્ધોની જઘન્ય અવગાહના જણવી જોઇએ. સિદ્ધ પોતાની અવગાહનાથી અંતિમ શરીરના ત્રીજા ભાગને ઓછો કરી જેનો આકાર કહી શકાય નહિ તેવા આકારમાં સ્થિત છે જે જરા, મરણથી મુક્ત છે. જે ક્ષેત્રમાં સિદ્ધો બીરાજે છે તે જ ક્ષેત્રમાં અનંત સિદ્ધો બિરાજે છે. તેમના ભવનો ક્ષય થઈ ગયો છે. તેઓ એકબીજામાં વ્યાપીને રહેલા છે. એક સિદ્ધ નિયમથી આત્માના અસંખ્યાત પ્રદેશો દ્વારા અનંત સિદ્ધોનો સ્પર્શ કરે છે. તે બધા અસંખ્યાત પ્રદેશોથી સંસ્થિત છે. દેશથી સ્મશયેિલા અસંખ્યાત ગુણા સિદ્ધો છે. [60-70] અશરીરી, ધનરૂપ, કેવળજ્ઞાન કેવળદર્શનથી યુક્ત સાકાર ઉપ યોગથી યુક્ત તથા નિરાકારોપયોગથી ઉપયુક્ત છે. આ સિદ્ધોના લક્ષણો છે. કેવળજ્ઞા નોપયોગથી યુક્ત ભગવાન સર્વ વસ્તુના અનંતગણ અને અનંત પર્યાયને જાણે છે અને અનંત કેવળદ્રષ્ટિથી સર્વ પ્રકારે જુએ છે. સિદ્ધોને જે બાધારહિત સુખ પ્રાપ્ત થયું છે તે સુખ મનુષ્યને કે સર્વ દેવોને હોતું નથી. દેવોનું સર્વકાળનું જે સુખ છે તેને અનંતગણું કરવામાં આવે તો પણ તે મુક્તિના સુખની બરાબર ન થઈ શકે. તે અનંત વગોંથી વર્ગિત કરવામાં આવે પણ મુક્તિ સુખની બરાબર ન થઈ શકે. સિદ્ધ ભગવાનના સુખની જે રાશિ છે તેને સર્વ કાળના સમયોથી જો ગુણવામાં આવે અને તે રાશિને અનંતવર્ગથી ભાગવામાં આવે તો પણ સર્વ આકાશમાં સમાઈ શકે નહિ. ૭૧-૭પ જેમ કોઈ મ્લેચ્છ ઘણાં પ્રકારના નગર ગુણોને જાણતો થકો પણ તેનું વર્ણન કરી શકતો નથી કારણ કે ત્યાં ઉપમાનો અભાવ છે. આ રીતે સિદ્ધોનું સુખ છે જે અનુપમ છે. તેની કોઈ ઉપમાં નથી. કંઇક વિશેષતાથી સિદ્ધોના સુખની ઉપમા આપી સમજાવે છે. જેમ કોઈ પુરુષ સર્વ કામગુણોથી યુક્ત ભોજન ભોગવી તૃષા તથા સુધાથી ; રહિત થઈ અમૃતપાનની તૃપ્તિની સમાન સુખી થાય છે. તેમ સર્વકાલ તૃપ્ત થયેલા, Page #51 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૭૧ થી 75 377 નિવણને પ્રાપ્ત થયેલા સિદ્ધો અતુલ, અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરી મુક્તિસ્થાનમાં સદા સુખી રહે છે. કતકત્વ હોવાથી સિદ્ધ, લોકાલોકના જ્ઞાતા હોવાના કારણે બુદ્ધ, સંસારના પારગામી, શ્રેષ્ઠથી શ્રેષ્ઠ સ્થાનને પ્રાપ્ત કરવાથી પરંપરાગત, કર્મ કવચથી રહિત હોવાના કારણે અજર, અમર, અસંગી બન્યા છે. 76-77] તે સિદ્ધ સર્વ દુઃખોનું અતિક્રમણ કર્યું છે. જન્મ, જરા, મરણના બંધનથી મુક્ત થવાના કારણે શાશ્વત, અવ્યાબાધ સુખનો અનુભવ કરે છે. અતુલ સુખ-સાગરમાં મગ્ન, અવ્યાબાધિત, અનુપમ સ્થાનને પ્રાપ્ત કરેલ સિદ્ધો સર્વકાળ અનંતકાળ સુધી સુખી રહે છે. મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ઉવવાઈય-ગુર્જરછાયાપૂર્ણ ઉવંગ-૧-ગુર્જરછાયા પૂર્ણ Page #52 -------------------------------------------------------------------------- ________________ Fhlaiho mat 1-2hk Hlcik lke સ્વનામ ધન્યાસાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વી સા. સમજ્ઞાશ્રીજીના ભદ્રતા નિમિત્તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન સંઘ, તુલસીશ્યામ નવા વાડજ - અમદાવાદ ॐ नमो अभिनव नाणस्स -1715K 113 Hlcllcc