________________ સજજ 35 હજાર વર્ષ અધિક એક પલ્યો પમની હોય છે. હે ભગવન્! તે આરાધક હોય છે કે નહિ? આ અર્થ સમર્થ નથી તે ગામ યાવતું સીનિવેશમાં પ્રવ્રજિત શ્રમણ થાય છે જેવા કે - હાસ્યાકારક, કુચેષ્ટા કરનાર, વાચાળ, ગીતયુક્ત કીડાને વધારે પસંદ કરનાર, નૃત્ય કરવાના સ્વભાવવાળા. આ સર્વે આ પ્રકારે આચરણ કરતાં ઘણાં ઘણાં વર્ષો સુધી શ્રમણ પયયને પાળે છે. તે પાળીને તે સ્થાનની આલોચના કર્યા વિના કાલ માસે કાલ કરીને ઉત્કૃષ્ટ સૌધર્મ કલ્પમાં હાસ્યક્રીડા કારક દેવ છે તેમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની ગતિ આદિ પૂર્વવતુ છે. સ્થિતિ 1 લાખ વર્ષ અધિક એક પલ્યોપમની હોય છે. તેઓ પરલોકના આરાધક નથી. જે ગામ યાવતુ નિવેશમાં પરિવ્રાજક રહે છે જેવા કે-ત્સાંખ્ય યોગનું પાલન કરનારા, કપિલરનિરીશ્વર સાંખ્યાવાદી, ભાર્ગવ, હંસ, પરમહંસ, બહૂદક, કુટીચર, કૃષ્ણ અથવા નારાયણના ભક્ત. તેમાં આઠ એ બ્રાહ્મણ જાતિના પરિવ્રાજક થાય છે. 4i5-48] કર્ણ, કરકંડ, અંબડ, પારાસર, કૃષ્ણ, દ્વૈપાયન, દેવગુપ્ત તેમજ નારદ. આ આઠ ક્ષત્રિય જાતિના પવ્રિાજક હોય છે, તે આ પ્રમાણે-શીલઘી, શશીધર, નગ્નક, ભગ્નક, વિદેહ, રાજા, રામ તથા બલ. તે પરિવ્રાજકો વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વ વેદ, ઇતિહાસ, નિઘં; આ છ શાસ્ત્રોનાં તથા તેમજ બીજા જેટલાં અંગ અને ઉપાંગ છે તેમનાં રહસ્ય સહિત યાદ કરાવનારા, જાણનારા, ધારણાવાળા, છ અંગના જ્ઞાતા, કવિપશાસ્ત્રના જ્ઞાતા, ગણિત, શિક્ષા સ્વરૂપને નિરૂપણ કરનાર શાસ્ત્રમાં, કલ્પમાં, વ્યાકરણમાં, છંદશાસ્ત્રમાં, નિરક્તશાસ્ત્રમાં જ્યોતિષશાસ્ત્રમાં અને બીજી અનેક બ્રાહ્મણ શાસ્ત્રોમાં તેઓ પારંગત હોય છે. આ પરિવ્રાજક દાનધર્મ શૌચધર્મ, તીર્થ અભિષેકની પ્રરૂપણા કરતા સમજાવતા યુક્તિપૂર્વક પ્રરૂપણા કરતા વિચરતા રહે છે. તેઓ કહે છે કે જે કાંઈ અપવિત્ર છે તે પાણીથી અથવા માટીથી ધોવામાં આવે તો પવિત્ર થઈ જાય છે. આ પ્રમાણે આપણે ચોખ્ખા છીએ અને આપણા આચાર વિચાર પણ પવિત્ર છે. આત્માને પવિત્ર કરીને વિદન વિના અમે સ્વર્ગમાં જશું. આ પરિવ્રાજકોને આટલી વાતો કલ્પતી નથી. તેઓને કૂવામાં, તળાવમાં. નદીમાં, વાવમાં, પુષ્કરિણીમાં, દૌર્થિકામાં, ગુંજાલિકા માં સરોવરમાં, સમુદ્ર માં પ્રવેશ કરવાનો નિષેધ છે. એવી જ રીતે ગાડું યાવતુ નાની શિબિકામાં ચઢી જવાનો નિષેધ છે. તે પરિવ્રાજ કોને ઘોડા, હાથી, ઊંટ, બળદ, ભેંસ, તેમજ ગર્દભ ઉપર સવાર થઈ જવાનો નિષેધ છે. તે પરિવ્રાજકોને નાટક જોવા યાવતુ માગધના ખેલ, તમાસા જેવા કહ્યું નહીં. લીલી વનસ્પતિનો સ્પર્શ કરવો, સંઘર્ષણ કરવું, ઘસવી, અવરોધ કરવો, ઊંચી કરવી, મરડવી, કહ્યું નહિ. સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા, રાજકથા, ચોરકથા, જનપદકથા, કરવી પરિવ્રાજકોને કલ્પતી નથી. લોખંડનું પાત્ર, કાંસાનું પાત્ર, જસતનું પાત્ર, સીસાનું પાત્ર, ચાંદીનું પાત્ર, સુવર્ણનું પાત્ર, તથા બીજા અન્ય બહુમૂલ્ય પાત્ર રાખવા તે પરિવાર જકોને કલ્પતા નથી. તુંબડાના, કાષ્ઠના અને માટીના પાત્ર જ રાખવા કહ્યું છે. લોખંડના બંધવાળા યાવતુ બહુમૂલ્ય ધાતુના બંધનથી યુક્ત પાત્ર રાખવા કર્ભે નહિ. તે પરિવ્રાજ કોને અનેક પ્રકારના રંગથી રંગાએલાં વસ્ત્રો ધારણ કરવા કહ્યું નહિ માત્ર ગેરુ રંગથી રંગેલ વસ્ત્રો કહ્યું. તે પરિવ્રાજકોને હાર, અર્ધહાર, એકાવલિ, મુક્તાવલિ, કનકાવલિ, રત્નાવલિ, મુરવી, કંઠમુરવી, પ્રાલંબ, ત્રણસરનો હાર, કટિસૂત્ર દશ મુદ્રિકાઓ, કટક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org