________________ 370 ઉવવાઈયં (50) કિત રાખશે નહિ. અનુરક્ત થશે નહિ,મૃદ્ધ થશે નહિ મૂચ્છિત થશે નહિ અને તેમાં એકાગ્રામન પણ કરશે નહિ. જેમ કે લાલકમળ, પાકમળ, પુષ્પ, નલિનકમળવિશેષ, સુભગ કમળ, સુગંધ કમળ શ્વેત કમળ મહાપુંડરિક કમળ, શતપત્ર કમળ,સહસ્ત્રપત્ર કમળ, લક્ષ પત્ર કમળ, કાદવમાં ઉત્પન્ન થાય છે, જળમાં વધે છે તો પણ કાદવથી લિપ્ત થતાં નથી. જલથી લિપ્ત થતાં નથી. તેવીજ રીતે દ્રઢપ્રતિશ કુમાર કામોથી ઉત્પન્ન થશે, ભોગોથી વૃદ્ધિ પામશે તો પણ કામરજથી લેવાશે નહિ. ભોગરજથી લેવાશે નહિ. તેવીજ રીતે મિત્ર, જ્ઞાતિ-સજાતીય, નિજક-ભાઈ આદિ, સ્વજન-મામાદિ, સંબંધીશ્વસુરાદિ તેમજ પરિજન-નોકરાદિમાં પણ મોહ પામશે નહિ. તે કુમાર તથારૂપ સમ્યજ્ઞાનાદિથી યુક્ત વિરોની પાસે કેવલી પ્રરૂપિત ધર્મને પ્રાપ્ત કરશે. અણગાર ભગવત્ત થશે તે ઈય સમિતિ યાવતું ગુપ્તબ્રહ્મચારી થશે. તે દ્રઢપ્રતિજ્ઞ મુનિ આ પ્રકારના આચારનું પાલન કરતાં અનંત, અનુત્તર, નિવ્યઘિાત, આવરણરહિત, સર્વપદાર્થગ્રાહી, પ્રતિપૂર્ણ કેવળ જ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત કરશે. ત્યાર પછી તે દ્રઢપ્રતિજ્ઞ કેવલી ઘણા વર્ષો સુધી કેવળ પર્યાયનું પાલન કરશે. પાલન કરીને એક માસની સંલેખનાથી આત્માને સેવીને સાઠ ભક્તોને અનશનથી છેદન કરી જેના નિમિત્તે નગ્નભાવ, મુંડભાવ, સ્નાન ત્યાગ, દાંતોનું પ્રક્ષાલન ન કરવું, કેશલોચન, બ્રહ્મચર્યનું પાલન, છત્રધારણ ન કરવું, જોડા ન પહેરવા, વાહન પર ન બેસવું, ભૂમિ ઉપર શયન, પાટિયા પર સૂવું, સાધારણ લાકડાં પર સુવું, જાના ઘરે ભિક્ષા માટે જવું, માન, અપમાનમાં સમભાવ રાખવો. એ સર્વ કરવામાં આવે છે, જેના નિમિત્તે બીજાએ કરેલી અવજ્ઞા- લોકો સમક્ષ પોતાની માર્મિક વાતો પ્રકાશિત થાય, નિંદા- ગહ- તર્જનાતિરસ્કાર પામવો, બાવીસ પરીષહ, ઉપસર્ગો સહન કરાય છે. દ્રઢ પ્રતિજ્ઞા કેવલી આત્માના અર્થને આરાધિત કરીને છેલ્લા ઉચ્છવાસ, નિઃશ્વાસોથી કત કૃત્ય થઈ જશે. કમાંથી મુક્ત થશે. સંતાપનો અભાવ થવાથી શીતલી ભૂત થશે. સમસ્ત શારીરિક માનસિક દુઃખોનો અંત કરશે. પિ૧ તેઓ કે જે ગામ આકર યાવતું નિવેશમાં પ્રવ્રુજિત સાધુ હોય જેવા કે આચાર્યના ઉપાધ્યાયના કુલના ગણના વિરોધી, આચાર્ય તેમજ ઉપાધ્યાયના અપયશ કારક, અવર્ણવાદ કરનાર,અનેક અસતુ દોષોને પ્રગટ કરનાર મિથ્યા આગ્રહથી પોતાને, બીજાને, વપર બંનેને ઉન્માર્ગ માં જોડનાર, પાપમાં નિયોજિત કરતા પોતાના આચારનું પાલન કરતાં ઘણાં વર્ષો સુધી વિચરે છે. તે સ્થાનથી આલોચના, પ્રતિક્રમણ ન કરતાં કાલ માસે કોલ કરીને ઉત્કૃષ્ટ લાન્તક દેવલોકમાં કિલ્વિષિક દેવોમાં કિલ્વિષિક દેવ થાય છે. ત્યાં તેમની ગતિ હોય છે. સ્થિતિ 13 સાગરોપમની હોય છે. તે અનારાધક હોય છે જે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિને પ્રાપ્ત થએલા જીવો છે જેવા કે-જલચર, સ્થળચર, ખેચર તેમાં કેટલાંક જીવો કે જેઓને શુભ પરિણામોથી, પ્રશસ્ત અધ્યવ સાયોથી, વિશુદ્ધ વેશ્યા ઓથી તદાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી ઈહા, યૂહ, માણ, ગવેષણ કરતાં કરતાં પૂર્વના સંજ્ઞી ભવોનું જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્યારે જાતિસ્મરણ જ્ઞાન યુક્ત તે જીવ પોતે જ પાંચ અણુવ્રત સ્વીકારે છે. સ્વી કારીને ઘણાં પ્રકારના શીલવ્રત, ગુણવ્રત વેરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસથી આત્માને ભાવિત કરતાં કરતાં અનેક વર્ષો સુધી આયુષ્ય પાળે છે. આયુ પાળીને ભક્ત પ્રત્યાખ્યાન કરે છે. અનશનથી અનેક ભક્તોનું છેદન કરે છે. છેદન કરીને આલોચના, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org