________________ હવાઇપં(૩૦) કોમળ હતા. મદન કરવાની કળામાં નિપુણ, દક્ષ, વિશેષ કુશળ, નવી નવી મર્દન કર વાની કળાના આવિષ્કારક સંપૂર્ણ અંગમ દિનની ક્રિયાને જાણનાર હતા. તૈલમર્દન અંગ સંવાહન તેમજ વિટન કરવાથી જે શરીરસ્વાથ્ય કાંતિ આદિ ગુણો થાય છે. આવી કલાના જાણકાર હતા. તેઓએ હાડકામાં માંસમાં ચામડીમાં રોમેરોમમાં સુખકારી માલિશથી રાજાની માલિશ કરી, માલિશ કર્યા પછી ખેદ અને પરિશ્રમથી મુક્ત થઈ વ્યાયામ શાળામાંથી રાજા બહાર નીકળ્યા. બહાર નીકળીને જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં આવ્યા.મોતિવાળા ગોખલાઓથી યુક્ત અતિસુંદર વિવિધ પ્રકારના મણિઓથી જડિત. આંગણાવાળા મનોહર સ્નાનમંડપમાં રાખેલા અનેક મણિ તથા રત્નોથી રચિત એવા સ્નાન કરવાના બાજોઠ પર સુખેથી બેઠા. બેસીને શુદ્ધ જળથી, ગંધ મિશ્રિત પુષ્પમિશ્રિત સુખદાયી જળથી વારંવાર આનંદકારી ને અતિ શ્રેષ્ઠ ખાનની વિધિથી સ્નાન કર્યું. અનેક પ્રકારના કૌતુકો કર્યા. સુવાળાં સુગંધિત કષાય-લાલ રંગના ટુવાલથી શરીરને લૂછ્યું-પછી સંપૂર્ણ શરીર પર સુગંધિત ગોશીષ ચંદનનો લેપ કર્યો. પછી કીડા કે ઉંદર આદિથી નહિ કપાયેલાં અને બહુમૂલ્ય વસ્ત્રો ધારણ કર્યો. પવિત્ર પુષ્પમાળા ધારણ કરી શુદ્ધ સુગંધિત દ્રવ્યનું વિલેપન કર્યું. મણિ જડિત સુવર્ણ આભૂષણો પહેય. અઢાર સરનો, નવસરનો, ત્રણ સરનો હાર પહેર્યો. લાંબો લટકતો કંદોરો કમ્મરમાં ધારણ કર્યો તેથી શોભામાં સુંદરતાની વૃદ્ધિ થઈ. ગળાનું આભૂષણ ધારણ કર્યું. આંગળીઓમાં વીંટીઓ પહેરી અને હાથમાં શ્રેષ્ઠ કડાં પહેર્યાં અને બાહુમાં ભુજબંધ બાંધ્યા તેથી ભુજા સ્તંભિત થઈ ગઈ હતી. આ પ્રમાણે તેના શરીરની શોભા સુંદર થઈ ગઈ. મુદ્રિકાયુક્ત આંગળીઓ પીળી ઝાંઈથી ચમકવા લાગી. કંડલોથી મુખ ચમકવા લાગ્યું. મુકુટથી મસ્તક શોભવા લાગ્યું. ઢંકાયેલ વક્ષસ્થલ મનોહર દેખાવા લાગ્યું. ઘણાં લાંબા વસ્ત્રનું ઉત્તરીય ધારણ કર્યું હતું. શ્રેષ્ઠ શિલ્પી દ્વારા બનાવેલ, બહુમૂલ્ય, વિવિધ પ્રકારના મણિ. સુવર્ણ અને રત્નોથી કુશળતાપૂર્વક બનાવેલ, સારી રીતે જોડેલ-વીરવલયને ધારણ કય. વધારે શું કહેવું ? કલ્પવૃક્ષની સમાન અલંકત અને વિભૂષિત થઇ, કોરંટ પુષ્પોની માળાથી યુક્ત છત્ર ધારણ કરાયેલ તેમજ બંને બાજુએ ચાર ચામર ઢોળાઈ રહ્યા છે. તેવા તે રાજા સ્નાનગૃહમાંથી બહાર નીકળ્યા. તેમને જોતાં જ મંગલ જયધ્વનિ કરી અનેક ગણનાયક, યાવતું સંધિપાલોથી ઘેરાયેલા તે રાજા સફેદ, મહામેઘના આવરણથી મુક્ત, પ્રહગણોની વચ્ચે રહેલ તથા દેદીપ્યમાન નક્ષત્ર તેમજ તારાગણોની વચ્ચે સુશોભિત ચંદ્રમા જેવા, જેનું દર્શન પ્રિય છે એવા તે રાજા જ્યાં બહારની ઉપસ્થાન શાલા હતી અને જ્યાં આભિષેક્ય શ્રેષ્ઠ હાથી હતો ત્યાં આવ્યા. આવીને અંજનગિરિના શિખરની સમાન ગજપતિ ઉપર નરપતિ આરૂઢ થયા. ત્યાર પછી ભંભસારપુત્ર કણિક રાજ આભિજ્જ શ્રેષ્ઠ હાથી ઉપર આરૂઢ થઈ જતાં જ સર્વથી પહેલા તેની આગળ આ આઠ માંગલિક ક્રમશઃ ચાલ્યાં, તે આ પ્રમાણે સ્વસ્તિક શ્રીવત્સ નન્દાવર્ત વર્ધમાનક ભદ્રાસન કલશ મત્સ્ય અને દર્પણ, ત્યાર પછી કેટલાક લોકો જલથી પરિપૂર્ણ કલશ તથા ઝારી લઈ આગળ આગળ ચાલવા લાગ્યા. કેટલાક ચામર સહિત સુંદર છત્ર પતાકાઓને લઈ ચાલ્યા. અને કેટલાક તો રાજાની દ્રષ્ટિ પડી શકે તેવી રીતે જોવામાં સુંદર ઉંચી આકાશને અડકતી એવી વિજયધ્વજાઓ ફરકા વતા ચાલવા લાગ્યા. ત્યાર પછી કેટલાક વૈડુર્યમણિની પ્રભાથી પ્રકાશિત દંડ વાળા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org