________________ સુત્ર-૩૦ 355 પુષ્પમાળા પહેરાવવાથી સુંદર લાગતો હતો. વિજળી જેવાં આભૂષણો ચમકતા હતા. તે કાળા મેઘ જેવો હતો. હાથી ચાલતો હતો ત્યારે જાણે પર્વત ચાલતો હોય તેવું લાગતું હતું. ગુલ ગુલ અવાજ કરતો હતો. તેની ગતિ મન તથા પવનના વેગને પણ જીતે તેવી હતી. જોવા માં ભયંકર હતો. આ પ્રમાણે તે પટ્ટહસ્તિને નિપુણ પુરષોએ સજાવ્યો હતો. સાવીને અશ્વ, હાથી, રથ તેમજ શ્રેષ્ઠ સુભટોથી યુક્ત ચતુરંગિણી સેના તૈયાર કરાવી. કરાવીને જ્યાં બલવાહક - હતા ત્યાં ગયા. ત્યાં જઈને નિવેદન કર્યું કે આપની આજ્ઞા પ્રમાણે સર્વ કાર્ય કર્યું છે. ત્યાર પછી તે સેનાપતિએ યાનશાલાના અધિકારીને બોલાવ્યો. બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! તમે જલ્દી સુભદ્રા આદિ દેવીઓ માટે બહારની ઉપસ્થાન શાલામાં એક એક રાણીને બેસવા અલગ અલગ યાત્રાને યોગ્ય તેમજ બળદથી યુક્ત રથાદિ વાહનોને હાજર કરો. ત્યાર પછી તે યાનશાળાના અધિકારીએ સેનાપતિની વાતને સાંભળી. આજ્ઞાવચનનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો. રથાદિ વાહનોને સારી રીતે જોયાં. સાફ કર્યા. એક જગ્યાએ એકઠાં કર્યો. બહાર કાઢીને તેમના ઉપરના વસ્ત્રો દૂર કરીને તે બધાં યાનોને શણગારીને શ્રેષ્ઠ ઉપકરણોથી મંડિત કર્યા. તે વાહનશાલાની અંદર દાખલ થયા. દાખલ થઈને રથાદિ વાહનોને જોયાં. યાવતુ. શણગારીને શ્રેષ્ઠ ઉપકરણોથી મંડિત કર્યો. મંડિત કરીને વાહનોના બળદોને રથોમાં જોડાવ્યાં. જોડાવીને ચાબુકો તેમજ ચલાવનારાને એક સાથે ભેગા કર્યા. તે બધા યાન ઉપર ચઢી ગયા ત્યારે વાનોને રાજમાર્ગ ઉપર હાજર કર્યો. પછી તે માનશાળાના અધિકારી સેનાપતિ પાસે નિવેદન કર્યું પહોંચીને ત્યાર પછી તે સેનાપતિએ નગરની રક્ષા કરવાવાળા કોટવાલને બોલાવ્યો. બોલાવીને આ પ્રમાણે કહ્યું, કે હે દેવાનુપ્રિય ! તમે જલદી ચંપાનગરીની અંદર તથા બહાર સફાઈ કરાવો, પાણી છંટાવો યાવતું સુગંધિત કરો. ત્યાર પછી નગરરક્ષકે સેનાપતિના આ આદેશને સાંભળીને આજ્ઞાનાં વચનોનો વિનયપૂર્વક ત્યાર પછી તે સેનાપતિએ ભંભાસારના પુત્ર ભૂણિક રાજાના આભિષેક્ય પટ્ટ હાથીરત્નને શણગારેલો જોયો. અશ્વ, હાથી યાવતુ ચતુરંગિણી સેનાને પણ પાસે જ જોઈ. સુભદ્રા પ્રમુખ દેવીઓને માટે આવેલા રથોને પણ જોયા. યાવત્ ચંપા નગરીને સુગંધિતકરેલી જોઈ. જોઈને તે બહુ હર્ષિત થયો. સંતુષ્ટ થયો, આનંદિત ચિત્તવાળો થયો, પ્રિય મનવાળો થયો થાવત્ વિકસિત દ્ધયવાળો થયો અને જ્યાં રાજા ભંભાસારના પુત્ર કૂણિક રાજા હતા ત્યાં ગયો. જઈને હાથ જોડી યાવત્ આ પ્રકારે બોલ્યો : હે દેવાનુપ્રિય! હવે આપ શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરવા માટે પધારો. [31] ત્યાર પછી ભંભાસારપુત્ર કુણિક રાજા સેનાપતિની વાત સાંભળીને, વિચારીને હર્ષિત થયો. સંતુષ્ટ થયો યાવતું વિકસિત દયવાળો થયો અને વ્યાયામ શાળામાં પ્રવેશ કર્યો. શારીરિક કસરત કરી. અંગોપાંગને વાળ્યાં. મલ્લયુદ્ધ કર્યું. મુગરો ફેરવ્યાં. આ બધાથી થાક્યા. ત્યાર પછી રસ રધિરાદિ ને સમતાકારી, બલ કારી, કામોત્તેજક, માંસવર્ધક અને સર્વ ઈન્દ્રિયોને તેમજ સંપૂર્ણ શરીરને માટે આનંદ દાયક એવા શતપાક, સહસ્ત્રપાક નામના તેલથી, ઉબટનથી ખૂબ માલિશ કરાવી, તૈલચર્મથી માલિશ કરનારા પુરુષો કે જેમના હાથ પગના તળિયા બહુ સુકુમાર અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org