________________ 354 ઉવવાઇયં (27) થએલા મહાસમુદ્રના જેવા ધ્વનિ કરતાં ચંપા નગરીના મધ્યમાર્ગથી નીકળ્યા. નીકળીને જ્યાં પૂર્ણભદ્ર ચત્ય હતું. ત્યાં પહોંચ્યાં, પહોંચીને શ્રમણ ભગવાન મહાવીરથી બહુ દૂર નહિ તેમ નજીક નહીં એ રીતે તીર્થકરોના અતિશય સ્વરૂપ છત્ર આદિને જોયા. એ જોઈને પોતપોતાના યાન, વાહનોને ત્યાં રોકી દીધા, યાન, વાહનોને રોકીને તેમાંથી નીચે ઉતર્યા. ઉતરીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતાં ત્યાં પહોંચ્યા. ત્યાં જઈને શ્રમણ ભગવાન મહાવીરને ત્રણવાર પ્રદશ્રિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદન, નમસ્કાર કર્યા. વિનયપૂર્વક હાથ જોડીને સેવા કરવા લાગ્યા. [28] ત્યાર પછી ભગવાનના વિહારાદિના સમાચાર લાવવા માટે જેને નિયુક્ત કરેલ છે તે માણસ આ કથાથી પરિચિત થઈને હર્ષિત થયો, સંતુષ્ટ થયો. યાવતું આનંદિત થયો, સ્નાન કર્યું કાવત્ અલ્ય અને મહામિતી આભૂષણોથી શરીરને શણગાર્યું પછી પોતાના ઘરેથી નીકળ્યો. નીકળીને ચંપાનગરીની મધ્ય-મધ્યમાં થઈને જ્યાં બહારની ઉપસ્થાન શાલા હતી ત્યાં ગયો. કૂણિક વાવ બેઠા. બેસીને પ્રવૃત્તિવાદકને ૧રા લાખ સિક્કાઓનું પ્રીતિદાન આપ્યું. સત્કાર કર્યો સન્માન કર્યું - રિ૯] ત્યાર પછી ભંભાસારના પુત્ર તે કૂણિક રાજાએ સેનાપતિને બોલાવ્યો. બોલાવીને આ પ્રકારે કહ્યું, “હે દેવાનુપ્રિય! શીઘજ તમે પટ્ટહતિ રત્ન ને સજ્જિત કરશે. સાથે ઘોડા, હાથી, રથ તેમજ ઉત્તમ યોદ્ધાઓથી યુક્ત ચતુરગિણી સેનાને પણ સજ્જિત કરો તથા સુભદ્રા પ્રમુખ દેવીઓના માટે બાહ્ય ઉપસ્થાનશાળામાં અલગ અલગ, ચાલવામાં સારા, બળદો આદિ યુક્ત ધાર્મિક રથોને સજ્જિત કરીને લઈ આવો. ચંપા નગરીની અંદર તેમજ બહાર થોડા પાણી નો છંટકાવ કરી ને રસ્તાઓને સાફસૂફ કરાવો માર્ગમાં આજુબાજુ મંચ ઉપર મંચ ગોઠવાવી દ્યો. અનેક રંગોની ઉચી ઉચી ધ્વજા ઓ, પતાકાઓ નગરમાં લગાવો. છાણથી જમીન ને લીંપાવો અને ભીંતોને ખડીથી ધોળાવો. ગોશીર્ષ ચંદન તેમજ સરસ રક્તચંદનથી સમસ્ત નગરને સુગંધિત બનાવો એ કાર્ય કરો તથા બીજા પાસે કરાવો. કરીને તેમજ કરાવીને મારી આજ્ઞા પાછી આપો [30] ત્યાર પછી તે સેનાપતિ રાજાવડે આ પ્રમાણે આજ્ઞાપિત થતાં હર્ષિત, સંતુષ્ટ થયો યાવતુ અંતઃકરણમાં પ્રફુલ્લિત થયો. હાથ જોડીને મસ્તક ઉપર અંજલિરૂપે તેમને સ્થાપિત કરી પછી તે આ પ્રકારે બોલ્યો - હે સ્વામિનું! આપની આજ્ઞા પ્રમાણે કરીશ. હાથીઓના અધિકારીને બોલાવ્યો. બોલાવીને રાજાની ઉક્ત સૂચના આપી. ત્યાર પછી તે હાથીઓના અધિકારી સેનાપતિએ આ વાત સાંભળીને આજ્ઞામાં વચનને વિનયપૂર્વક સ્વીકાર્યો સ્વીકારીને નિપુણ શિલ્યશિક્ષકના ઉપદેશથી પોતાની અતિથી વિવિધ પ્રકારે હાથીઓ શણગાય. ઝૂલો વગેરે સજાવી. પેટ અથવા છાતી ઉપર મજબૂત કવચ કસીને બાંધ્યું. ગળામાં આભૂષણો પહેરાવવામાં આવ્યા. બીજા અંગો તથા ઉપાંગોમાં સુંદર સુંદર આભૂષણો પહેરાવ્યાં. આથી સ્વાભાવિક તેજ સંપન તે ગજરાજ વધારે તેજસ્વી થયો. કર્ણપૂર કાનમાં પહેરાવ્યાં, ઝૂલ પીઠથી નીચે સુધી લટકી રહી હતી. મદ ઝરવાના કારણે ભમરા ઓનો સમૂહ તેની આસપાસ ફરતો હતો, પીઠ પર ઝૂલ હતી. તે મૂલ પર નાનું ઢાંકેલું સ્ત્ર હતું તે સુંદર વિવિધ પ્રકારના ચિત્રોથી યુક્ત હતું. શ્રેષ્ઠ પ્રહરણ શસ્ત્ર અને કવચથી સુસજ્જિત આ હાથી જાણે યુદ્ધને માટે સજાવ્યો ! હોય તેવો લાગતો હતો. છત્રસહિત ધ્વજારહિત, ઘંટાસહિત હતો. પાંચ વર્ષની . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org