________________ સત્ર-૨ ૩પ૭ શરીરના ગંધ, વર્ણ, સ્પર્શ શુભ હતા. ઉત્તમ વૈકિય શરીરવાળા હતા. વિવિધ પ્રકારના વસ્ત્રો તથા સુગંધિત માળા ધારણ કરી હતી. મહર્તિક હતા. મહાદ્યુતિધારી હતા. થાવતુ અંજલિપૂર્વક પ્રભુની સેવા કરવા લાગ્યા. રિકો તે સમયે ચંપાનગરીમાં ત્રણ કોણવાળા, યાવતુ રાજ માર્ગ પર મહાન શબ્દોના અવાજ આવવા લાગ્યા. લોકોનું ટોળું એકત્ર થયું. અવ્યક્ત ધ્વનિ થવા લાગ્યો. ક્યાંક સ્પષ્ટધ્વનિ સંભળાવા લાગ્યો. લોકોના એક પછી એક ટોળા આવવા લાગ્યા, સામાન્ય રૂપે જનસમુદાય એકત્રિત થયો, મનુષ્યો એક બીજા સાથે અથડાવા લાગ્યા, અનેક મનુષ્યો પરસ્પરમાં એક બીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા, બોલવા લાગ્યા, પ્રરૂપણા કરવા લાગ્યા- હે દેવાનુપ્રિયો ! શ્રમણ ભગવાન મહાવીર ધર્મની આદિ કરનાર, તીર્થંકર, સ્વયં સંબુદ્ધ, પુરુષોત્તમ યાવતું સેક્ષ પ્રાપ્ત કરનાર પૂર્વાનુડૂર્વગ્રામાનુ ગ્રામ વિચરતા આજે અહીં પધાર્યા છે. પ્રાપ્ત થયા છે, સમોસય છે. આ ચંપાનગરીની બહાર પૂર્ણભદ્ર ઉદ્યાનમાં યથારૂપ આજ્ઞાને લઇ, સંયમ તેમજ તપથી આત્માને ભાવિત કરતાં વિચરે છે. હે દેવાનુપ્રિય ! તથારૂપ અરિહંત ભગવંતના નામ તેમજ ગોત્રના શ્રવણથી પણ મહાફળ પ્રાપ્ત થાય છે, તો પછી તેમના સમીપ જવાથી, વંદન કરવાથી, પ્રશ્ન પૂછવાથી, પર્યપાસના કરવાથી જીવોને કયા અનુપમ ફળની પ્રાપ્તિ ન થઈ શકે ? ભગવાનના એક આર્ય ધર્મના વચનને સાંભળવાથી જીવ મહાફળના ભાગી થાય છે તો પછી તેમના દ્વારા કહેવામાં આવતા વિપુલ અથનું ગ્રહણ કરવાથી જે ફળ થાય તે વિષયમાં તો કહેવાનું જ શું? માટે હે દેવાનુપ્રિય ! તેમની પાસે જઈએ, શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરીએ. નમસ્કાર કરીએ. સત્કાર કરીએ, સન્માન કરીએ, કલ્યાણ સ્વરૂપ, દેવસ્વરૂપ, કેવળજ્ઞાન સ્વરૂપ એવા ભગવાનની વિનયપૂર્વક સેવા કરીએ. એ વંદન તથા નમસ્કાર આ ભવ તથા પરભવમાં જીવને માટે હિતકારી છે, સુખ માટે, મોક્ષ માટે તથા જન્મ-જન્માક્તરમાં સુખ દેવા માટે થશે. આ પ્રકારે વિચારીને ઘણા ઉગ્રવંશીય લોકો ભોગવંશના લોકો રાજન્ય વંશજ ક્ષત્રિય, બ્રાહ્મણ, ભટ યોદ્ધા મલ્લ લિચ્છવી રાજા, ઈશ્વર તલવર- માંડલિક કૌટુમ્બિક, ઈભ્ય શ્રેષ્ઠી- સાર્થવાહ આમાંથી કેટલાંક વંદન કરવા, કેટલાંક પૂજન માટે એવી રીતે સત્કાર કરવા, સન્માન કરવા, દર્શન કરવા, કુતૂહલ માટે, કેટલાંક પદાર્થોના સ્વરૂપનો નિશ્ચય કરવા, પહેલાં જે સાંભળ્યું નથી તે સાંભળશું તે માટે તથા જે સાંભળ્યું છે તેને શંકારહિત કરીશું એ પ્રકારની ભાવનાથી કેટલાંક નવ તત્ત્વ રૂપ ભાવોને, જીવ આદિના સ્વરૂપનાં સાધક હેતુઓને, કારણોને અથવા બીજા દ્વારા પૂછાતા અર્થના ઉત્તર રૂપ વ્યાકરણને પૂછશું. કેટલાંક સર્વવિરત થવા કેટલાંક ગૃહસ્થધર્મનો સ્વીકાર કરશું એ ભાવનાથી, કેટલાંક આ અમારો કુલાચાર છે એ માન્યતાથી સ્નાન કરી. કુલ દેવીની પૂજા કરી, દુઃસ્વપ્નાદિ નિવારણ માટે મસી તિલક આદિ ધારણ કરી, મસ્તક તેમજ કંઠમાં માલાઓ ધારણ કરી, મણિજડિત સુવર્ણના આભૂષણો પહેય. 18 સરનો હાર, 9 સરનો અધ હાર, 3 સરનો હાર તેમ જ લાંબા લટકતાં કટિસૂત્રને ધારણ કર્યા. શ્રેષ્ઠ વસ્ત્રો પહેર્યા. શરીર ઉપર ચંદન લગાવ્યું. કેટલાંક ઘોડા ઉપર સવાર થયા, કેટલાંક હાથી પર આરુઢ થયા, કેટલાંક રથ ઉપર બેઠા, કેટલાંક પાલખીમાં ચઢ્યા, કેટલાંક પુરુષોના ટોળાં સાથે પગે ચાલતા નીકળ્યો, મહાન અતિશય આનંદજાનિત શબ્દથી, સિંહનાદથી, વ્યક્ત ધ્વનિથી તથા અવ્યક્ત ધ્વનિથી, ક્ષભિત 2i3) For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International