________________ 344 હવાઇયં- (12) થયા, કંકણ અને કડાં ભુજરાક અલંકારથી તંભિત હાથને ઉંચા કયાં. ઉંચા કરીને મસ્તક ઉપર અંજલિફટ રાખી આ પ્રમાણે કહ્યું અરિહંત ભગવંતોને નમસ્કાર હો, કૃત, ચારિત્રરુપ ધર્મની પ્રરૂપણા કરનાર, તીર્થકર, સ્વયંસંબુદ્ધ, પુરુષોમાં ઉત્તમ, પુરુષોમાં સિંહસમાન, યાવતું -લોકાગ્રે સ્થિત એવા સિદ્ધ પ્રભુને નમસ્કાર હો. શ્રમણ ભગવાન મહાવીરને મારા નમસ્કાર હો. જે આદિકર, તીર્થંકર યાવતું મોક્ષને પ્રાપ્ત કરનાર છે. મારા ધર્માચાર્ય, ધર્મના ઉપદેશક, એવા પ્રભુને હું વંદન કરું છું ત્યાં રહેલ પ્રભુ અહિ રહેલ મને જુએ આ પ્રકારે કહીને વંદન, નમસ્કાર કર્યો. પોતાના સિંહાસન ઉપર પાછા જઈને પૂર્વ તરફ મુખ કરી બેસી ગયા. તે સંદેશાવાહકને પ્રીતિદાનમાં એક લાખ 8 મુદ્રાઓ આપી દઈને તેનો ખૂબ સત્કાર કર્યો સન્માન કર્યું. સત્કાર, સન્માન કરીને આ પ્રકારે કહ્યું- હે દેવાનુપ્રિય! જ્યારે શ્રમણ ભગ વાન મહાવીર વિહાર કરતાં કરતાં અહીં પધારે, અહીં ચંપાનગરીની બહાર પૂર્ણભદ્ર ઉદ્યાનમાં યથાપ્રતિરુપ વસ્તીની આજ્ઞા ગ્રહણ કરીને, અરિહંત, જિન, કેવળી જે શ્રમણ ગણથી ઘેરાયેલા, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા જ્યારે વિચરે ત્યારે તમે મને આ સમાચાર આપજો, 13 ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર બીજે દિવસે પ્રભાત થયું અને વિકસીત કમળ પત્રો અને ચિત્રમૃગના નેત્રો વિકસીત થયા અને શ્વેત આભા પ્રગટ થઈ. તથા લાલ અશોક, કેશુડાંના પુષ્પ, પોપટની ચાચ, ચણોઠીના અધ ભાગ જેવો લાલ તથા સરોવરમાં કમળોના સમૂહને ખીલવનાર સૂર્યનો ઉદય થયો ત્યાર પછી સૂર્ય તેજથી જવાજલ્યમાન થઈ ગયો. ત્યારે જ્યાં ચંપાનગરી હતી, પૂર્ણભદ્ર ઉદ્યાન હતું, જ્યાં વનખંડ હતું, જ્યાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતું, જ્યાં પૃથ્વીશિલાપટ્ટ હતો, ત્યાં પધાર્યા. યથાપ્રતિરુપ આજ્ઞા ગ્રહણ કરીને શ્રેષ્ઠ અશોકવૃક્ષની નીચે પૃથ્વીશિલાપટ્ટકની ઉપર પૂર્વદિશા તરફ મુખ રાખીને પલ્વક આસનથી વિરાજિત થયા. શ્રમણગણોથી વીંટળાયેલા અરિહંત જિન, કેવળી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. " [14] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી ઘણા શ્રમણ ભગવંતો હતા. તેમાં કેટલાક ઉગ્રવંશના, ભોગવંશના, રાજન્યવંશના, જ્ઞાતવંશ, ઈક્વાકુવંશ, કૌરવવંશ, કુરુવંશ, ક્ષત્રિયવંશના હતા. સામાન્ય વીર યોદ્ધા-સેનાપતિ, શ્રેષ્ઠી, ઈભ્યો પ્રવ્રજિત થયા હતા. બીજા પણ ઘણા પ્રવ્રજિત થયા હતા. જેઓ ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ, ઉત્તમ રૂપ, વિનય, જ્ઞાન, વર્ણ-કાંતિ, લાવણ્ય, પરાક્રમ, શ્રેષ્ઠ સૌભાગ્ય તથા ઉત્તમ દીપ્તિવાળા હતા. ઘણાં ધન-ધાન્યનાં સમૂહ તથા દાસ-દાસી આદિથી ઘેરાયેલા, રાજાના ગુણોથી અધિક ગુણવાળ, ઈચ્છિત ભોગોને ભોગવનારા, સુખેથી જેનું લાલન પાલન થયું હતું, તેઓ ડિંપાક ફળની સમાન વિષયસુખોને જાણીને, પાણી ના પરપોટા સમાન, કુશાગ્ર પર રહેલા જલબિંદુ સમાન ચંચળ જીવનને જાણીને, તેમ જ આ સર્વ અધવ છે એમ વિચારી વસ્ત્ર ઉપર લાગેલ ધૂળની જેમ ખંખેરી નાખી ચાંદીને છોડી, સુવર્ણનો ત્યાગ કરી, ધન તેમ જ ધાન્ય, સૈન્ય, રથાદિક વાહન, ભંડાર, કોષ્ઠા ગાર, રાજ્યનો, દેશનો, પુરનો, અંતઃપુરનો ત્યાગ કરીને, વિપુલ ધન, સુવર્ણ, રત્ન, મણિ, મોતી, શંખ, શિલાપ્રવાલ, રક્તરતન આદિ જેમાં સાર છે તેવા મુખ્ય ધનને છોડીને, ગુપ્ત દ્રિવ્ય હતું તેને પણ દાનમાં આપી કુટુંબીઓમાં વિભાજન કરીને મુંડિત થયા. કેટલાક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org