________________ 346 ઉજવાઈયં (16) પૂર્વી, દ્વાદશાંગના જ્ઞાતા, ચૌદપૂર્વ સહિત દ્વાદશાંગના જ્ઞાતા, સર્વ અક્ષરના નિ પાતને જાણ નારા ભાષાના જ્ઞાતા, જિનની સમાન યથાર્થ પ્રરુ પણા કરનારા હતા તેઓ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા. 17] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી ઘણાં અણગાર ભગવંતો ઈયસિમિતિવાળા, યાવતુ પરિષ્ઠાપન રૂષ સમિતિવાળા, મનો ગુપ્તિ, વચનગુપ્તિ, કાયમુર્તિવાન હતા. ગુપ્તેન્દ્રિય ગુપ્તબ્રહ્મચારી મમત્વ રહિત, પરિ ગ્રહ રહિત, ક્રોધ માન માયા લોભ રહિત, બહારથી શાંત, અંદરથી શાંત, બહાર અંતર બંનેથી શાંત, કર્મકત વિકારથી રહિત, આસ્રવ રહિત, ગ્રંથિરહિત, સંસાર સ્ત્રોતથી અલગ રહેનારા નિર્લેપ, શંખની જેમ રાગાદિથી રહિત, જીવની જેમ અપ્રતિહત ગતિ વાળા હતા, શુદ્ધ કરેલા સુવર્ણની સમાન નિર્મળ, દણિની જેમ પ્રગટ ભાવવાળા, કાચ બાની સમાન ગુપ્તેન્દ્રિય, કમળપત્રની સમાન નિર્લેપ, આકાશની સમાન નિરાલંબન, પવનની સમાન ઘરથી રહિત, ચંદ્ર જેવા સૌમ્ય, સૂર્ય સમાન તેજસ્વી, સાગર જેવા ગંભીર, પક્ષીની સમાન સર્વથી વિમુક્ત, મેરુ પર્વત સમાન અકંપ, શરદ ઋતુના જલની જેમ નિર્મળ હદયવાળા, ગેંડાના શીંગડાની સમાન એક સ્વરૂપ, ભારંપક્ષીની જેમ અપ્રમત્ત, હાથીની સમાન શૂરવીર, વૃષભની સમાન બલિષ્ઠ, સિંહ જેવા દુર્ઘર્ષ પૃથ્વીની સમાન સર્વ સહા તપ અને સંયમના તેજથી દદીપ્યમાન હતા. ભગવાન મહાવીરના સમીપમાં રહેનારા, સ્થવિર ભગવંતોને કોઈ પણ વિષય માં પ્રતિબંધ ન હતો. તે પ્રતિબંધ ચાર પ્રકારે છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. દ્રવ્યથી સચિત્ત અચિત્ત સચિત્તાચિત્ત ક્ષેત્રથી ગામ નગર, જંગલ, ખેતર, ખળા, ઘર, આંગણા કાળથી સમય, અવલિકા, આનપ્રાણ, તોક લવ મુહૂર્ત, અહોરાત્રિ, પક્ષ, માસ, અયન તેમજ બીજા પણ સંવત્સરાદિ રૂપ ભાવની અપેક્ષાએ-ક્રોધ, માન, માયા, લોભ, ભયમાં તથા હાસ્યમાં મુનિઓને કોઈપણ જાતનો પ્રતિબંધ ન હતો. તે ભગવાન મહાવીરના શિષ્યો ગ્રીષ્મકાળ તેમજ શીત કાળના આઠ મહિનામાં ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ રહેતા, કુહાડા ચંદન સમાન મુનિજનો અપકારી અને ઉપકારી બંને પ્રત્યે સમાન વૃષ્ટિવાળા હતા. પત્થર અને સુવર્ણને સમાન ગણનારા, સુખ અનેદુ:ખમાં સમાન પરિણામવાળા,આ લોક તથા પરલોકની આસક્તિ થી રહિત, ભવ સંસારને તરવાવાળા, સંયમઆરાધનામાં તત્પર હતા. [18] તે ભગવાનના શિષ્યો આ પ્રકારે વિહાર કરતા હતા. આ પ્રમાણે આત્યંતર તેમજ બાહ્ય તપમાં તત્પર રહેતા હતા. 19] બાહ્ય તપ શું છે? તે આ પ્રમાણે છે-અનશન, અવમોદરિકા, ભિક્ષાચરિકા, રસપરિત્યાગ, કાયકલેશ અને પ્રતિસલીનતા. અનશન તપ શું છે? અનશન બે પ્રકારે છે, ઈરિક અને માવલ્પિક. ઈવરિક તપ શું છે ? ઇત્વરિક તપ અનેક પ્રકારનું છે. ચતુર્થભક્ત-કચ્છ-ભક્ત-અષ્ટમ-ભક્ત - દશમ - ભક્ત - દ્વાદશ - ભક્ત - ચતુર્દશ ભક્ત ષોડશ ભક્ત-અર્ધમાસિક-ભક્ત- એક માસિક ભક્ત- દ્વિમાસિક ભક્ત, યથાવત છે માસિક ભક્ત, આ સર્વ ઈ–રિક તપ છે. યાવસ્કૃથિક તપ કેટલા પ્રકારના છે? યાવત્ક થિત તપ બે પ્રકારે છે. પાદપોપગમન અને ભક્તપ્રત્યાખ્યાન. પાદપોપગમન શું છે ? પાદપોપગમન બે પ્રકારે છે, વ્યાઘાત અને નિવ્યઘાત ભક્તપ્રત્યાખ્યાન શું છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org