________________ ૩પ૦ હવાઈયું - (21) 21] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરના ઘણાં અણગાર ભગવંતો હતા. તેમાં કેટલાંક આચારાંગ સૂત્રના ધારક હતા યાવતુ વિપાક સૂત્રના ધારક હતા. તે ઉદ્યાનમાં ભિન્ન સ્થાનમાં ગચ્છ ગચ્છના રૂપમાં વિભક્ત થઇને, ગચ્છના એક એક ભાગમાં કેટલાક વાચના આપતા હતા. કેટલાક પૂછતા હતા. કેટલાક અનુ પ્રેક્ષા - કરતા હતા, કેટલોક આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદની અને નિવેદની એ પ્રકારે અનેક પ્રકારની કથાઓ કરતા હતા. કેટલાક ઘૂંટણો ઊંચા રાખી, માથું નીચે રાખી ધ્યાન રૂપી કોઠામાં સ્થિત હતા. આ પ્રમાણે સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરતા હતા. તે સંસારના ભયથી દ્વિગ્ન હતા. સંસારભીરુ હતા, જન્મ, જરા, મરણ એ જેના સાધન છે તેમજ પ્રગાઢ દુઃખ જ જેમાં વિસ્તારથી ઉછળતા પાણીની જેમ ભરેલ છે તથા સંયોગ, વિયોગની જેમ લહેરો છે, ચિંતા જેનો વિસ્તાર છે, વધ તેમજ બંધન જેમાં મોટા મોજાં છે, કરુણાસજનક વિલાપ વચન તેમજ લોભથી ઉત્પન્ન થયેલ આક્રોશ વચન આ બે જેના મોટા કલકલાટ ધ્વનિઓ છે, અપમાન જેમાં ફીણના ઢગલારૂપ છે, દુસહ નિંદા, નિરંતર થતી રોગવેદના, પરાભવ, વિનિપાત, વિનાશ નિષ્ફર વચન, અપમાનના વચન તેમજ કઠોર ઉદયવાળા સંચિત જ્ઞાનાવરણીયાદિ આઠ કમ એ જ જેમાં ખડકો છે તેની સાથે ભટકાવાથી અનેક પ્રકારનાં આધિ, વ્યાધિરૂપ મોજાં ઉત્પન્ન થાય છે અને તેનાથી ચલાયમાન અવશ્યભાવમૃત્યુભય જેમાં પાણીની સપાટીનો ભાગ છે. એવો આ સંસાર સાગર છે. કષાયરૂપ પાતાળ કળશોથી વ્યાપ્ત છે. લાખો ભવરૂપ જ જેમાં પાણીનો સંચય છે. મહાભયંકર છે. અપરિમિત તીવ્રાભિલાષા છે. તે વાયુના ઝપાટાથી ઊડતાં જલકણો છે તેનાથી આ સંસારસમુદ્ર અંદખારથી ભરેલ જેવો થઈ ગયો છે. આશા તેમજ તૃષ્ણા રૂપ પ્રચુર ફીણથી તે સફેદ થઈ ગયો છે. મોહરૂપી મહા આવર્તમાં ભોગરૂપ જલ ચક્રની જેમ ઘૂમી રહ્યું છે, તેમાં પ્રમાદાદિ ક્રોધિ તેમજ અતિ દુષ્ટ સ્વભાવવાળા હિંસક જીવ છે, તેનાથી આઘાત પામી સમસ્ત સંસારી જીવોનો સમૂહ આમતેમ ભાગતો, ફરે છે. તે જીવોનો ભયંકર આકંદ નનો મહાભીષમ પડઘો આ સંસાર સમુદ્રમાં પડે છે તથા અજ્ઞાન જ ઘૂમતાં માછલાં તેમજ જલજંતુ વિશેષ છે. અનુપશાંત ઈન્દ્રિયો તેમાં વિકરાળ મગર છે. આ મહામ ગરોની ચંચળ ચેષ્ટાઓથી તેમાં અજ્ઞાનીઓના સમૂહરૂપ જલસમૂહ ક્ષુબ્ધ થઈ રહ્યો છે, નાચી રહ્યો છે. અરતિ, ભય, વિષાદ, શોક તથા મિથ્યાત્વ રૂપી પર્વતથી અત્યંત વિકટ છે. અનાદિકાળથી, બંધનાવસ્થાથી આવતા કર્મ અને તેનાથી ઉત્પન્ન થએલ રાગાદિ પરિણામ તે ચીકણા કાદવ છે. જેને તરવો મુશ્કેલ છે. દેવ, મનુષ્ય, તિર્યંચ તથા નરક ગતિમાં નિરંતર પરિભ્રમણ તે તેની વાંકી થતી વિશાળ વેલા છે. ચાર ગતિરૂપ, ચાર વિભાગથી વિભક્ત છે. વિશાળ છે. જેનો પાર પામવો મુશ્કેલ છે, વિકરાળ છે, જેના દર્શનામાત્રથી ભય ઉત્પન્ન થાય છે, એવો આ સંસાર સમુદ્ર છે. તેને ઘેર્યરૂપી દોરડાંના બંધનથી જે દ્રઢ છે, અત્યંત વેગવાળી છે, જેમાં સંવર તથા વૈરાગ્યરૂપી એક ઊંચો કૂપક સ્તંભ છે, જ્ઞાનરૂપી સફેદ વસ્ત્ર જેમાં સઢ છે, વિશુદ્ધ સમ્યકત્વ જેનો સુકાની છે, પ્રશસ્ત ધ્યાનરૂપ, પરૂપ વાયુથી પ્રેરિત થઈ જે આગળ વધે છે આવા પ્રકારના સંયમરૂપી નાવથી પાર કરે છે તે મુનિઓ શીલરથને ધારણ કરનારા છે. ઉદ્યમ, વ્યવસાય આ બંનેથી ગ્રહણ કરેલ નિર્જરા, યાતના, ઉપયોગ, જ્ઞાન દર્શન તેમજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org