________________ સૂત્ર-૭૧ થી 75 377 નિવણને પ્રાપ્ત થયેલા સિદ્ધો અતુલ, અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરી મુક્તિસ્થાનમાં સદા સુખી રહે છે. કતકત્વ હોવાથી સિદ્ધ, લોકાલોકના જ્ઞાતા હોવાના કારણે બુદ્ધ, સંસારના પારગામી, શ્રેષ્ઠથી શ્રેષ્ઠ સ્થાનને પ્રાપ્ત કરવાથી પરંપરાગત, કર્મ કવચથી રહિત હોવાના કારણે અજર, અમર, અસંગી બન્યા છે. 76-77] તે સિદ્ધ સર્વ દુઃખોનું અતિક્રમણ કર્યું છે. જન્મ, જરા, મરણના બંધનથી મુક્ત થવાના કારણે શાશ્વત, અવ્યાબાધ સુખનો અનુભવ કરે છે. અતુલ સુખ-સાગરમાં મગ્ન, અવ્યાબાધિત, અનુપમ સ્થાનને પ્રાપ્ત કરેલ સિદ્ધો સર્વકાળ અનંતકાળ સુધી સુખી રહે છે. મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ઉવવાઈય-ગુર્જરછાયાપૂર્ણ ઉવંગ-૧-ગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org