________________ 363 * ભગવત્ત ! આપ ક્યા કારણથી એમ કહો છો હે ગૌતમ ! જે જીવ ગામ, ખાણ, નગર, વાવસન્નિવેશમાં અકામ-ઇચ્છા વિના તરસને સહવાથી અનિચ્છાએ સુધા, અનિ ચ્છાએ બ્રહ્મચર્યપાલન, અનિચ્છાએ સ્નાનત્યાગ, ઠંડી, તાપ, હંસ, મગ, પસી નો, મેલ, ઉપરનો મેલ, કાદવને દૂર નહિ કરવાથી તે પરિતાપને થોડા વખત માટે સહન કરે અથવા લાંબા કાળ સુધી સહન કરે અને પોતાના આત્માને કલેશિત કરે છે તે કલેશને પામીને કાળ માસે કાળ કરીને કોઈ એક વ્યંતર દેવના દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં તેની ગતિ, તેની સ્થિતિ, તેમજ ઉત્પાત થાય છે. હે ભગવન્ત ! તે દેવોની કેટલા કાળની સ્થિતિ હોય છે ? હે ગીતમ! દશ હજાર વર્ષની હે પ્રભુ ! ત્યાં તે દેવોનાં પરિવારાદિ ઋદ્ધિઓ, શારીરિક કાંતિ, યશ, બલ, વિર્ય, પુરુષાકાર, પરાક્રમ આ બધું હોય કે નહિ? હા, છે ભગવન્ત! તે દેવો પરલોકના આરાધક છે કે નહિ? આ અર્થ સમર્થ નથી જે આ જીવ ગામ, આકર, યાવતું સન્નિવેશમાં મનુષ્ય પર્યાયમાં ઉત્પન્ન થાય છે અને પછી હાથબેડી, પગબેડી, હડબડી, જેલમાં પૂરી દેવામાં આવે, હાથ કાપી નાંખ વામાં આવે, પગ છેડવામાં આવે. કાન છેદી નાખે, નાક છેદી નખાય હોઠ છેદાય, જીભ છેદાય, શિર છેદાય, મુખ છેદાય, પેટનો ભાગ છેદાય, ડાબા કંધાથી લઈને જમણી બગલના નીચેના ભાગ સહિત મસ્તક છેદી નખાય, લ્કય કાઢી લેવાય, આંખો કાઢી નખાય, અંડકોષ કાઢી નખાય, ગર્દન તોડી નખાય, ચોખાની જેમ કણ-કણ કરીને ખાય. શરીરમાંથી માંસ કાપી કાપીને ખવડાવાય, દોરડાથી બાંધી કુવામાં લટકાવવામાં આવે, ઝાડની ડાળીએ બાંધી લટકાવવામાં આવે, ચંદનની જેમ ઘસી નાખવામાં આવે, દહીંની જેમ મંથન કરવામાં આવે બે ફાડા કરવામાં આવે, યંત્રમાં પીલવામાં આવે, શૂળી પર ચડાવી દેવામાં આવે શૂળથી ફાડવામાં આવે, ક્ષારમાં નાખી દેવામાં આવે, વધસ્થાનમાં રખાય, લિંગ કાપી નખાય અથવા સિંહની પૂંછડી સાથે બાંધી ઘસડવામાં આવે, દાવાગ્નિમાં બાળી નખાય, કાદવમાં નાખી દેવાય, કાદવમાં ખેંચાડી દેવામાં આવે, સંયમથી ભ્રષ્ટ થતાં મૃત્યુ પામે. ઈન્દ્રિયના વશવર્તી થઈ પ્રાણ નો ત્યાગ કરે, નિદાન કરી મૃત્યુ પામે, શલ્ય રાખી મૃત્યુ પામે, પહાડ ઉપરથી પડી, ઝાડ પરથી પડી, મરૂ સ્થલમાં પડી, પર્વત પરથી કૂદી, વૃક્ષ ઉપરથી ઝંપાપાત કરી, મરુસ્થલમાં રસ્તો ભૂલી જવાથી, જલમાં ડૂબી, અગ્નિમાં પ્રવેશી, વિષભક્ષણથી, શસ્ત્રોના ઘાતથી, વૃક્ષો પર લટકી, વિષભક્ષણથી, શસ્ત્રોના ઘાતથી, વૃક્ષો પર લટકી, ગીધાદિ દ્વારા ખવાયેલ હાથીના હાડપિંજરમાં પ્રવેશી મૃત્યુ પામે, જંગલમાં મરણ પામે, દુર્મિક્ષથી મૃત્યુ પામે અને આ મૃત્યુ સમયે જેના પરિણામ સંકિલષ્ટ ન હોય એવો જીવ કોઈ એક વ્યંતર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં તેની ગતિ, તેની સ્થિતિ, તેમનો ઉપપાત કહેવામાં આવ્યો છે. હે ભગવંત! ત્યાં તે જીવોની સ્થિતિ કેટલા કાળની છે? હે ગૌતમ ! તે જીવોની સ્થિતિ 12 હજાર વર્ષની છે. હે ભગવંત! ત્યાં તે દેવોમાં ઋદ્ધિ, ધૃતિ, કીર્તિ, બળ, વીર્ય, તેમજ પરાક્રમ છે કે નહિ? હા છે. હે ભગવંત! આ દેવ પરલોકના આરાધક હોય છે કે નહિ? હે ગૌતમ! તે અર્થ સમર્થ નથી. જે જીવ ગામ, આકર યાવત્ સન્નિવેશમાં મનુષ્ય થાય છે જે પ્રકૃતિથી ભદ્ર હોય, સ્વભાવથી ઉપશાંત હોય, સ્વભાવથી જ જેના ક્રોધ, માન, માયા, લોભ પાતળા છે, મૃદુ અને માર્કવતાથી જે યુક્ત છે, ગુરુની આજ્ઞા અનુસાર વર્તનાર છે, અત્યંત વિનીત છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org