________________ સૂત્ર-પપ 35 ગયા પછી વચન યોગનો નિરોધ કરે છે, વચન યોગનો નિરોધ થયા પછી કાયયોગનો નિરોધ કરે છે. સમસ્ત યોગોનો નિરોધ કર્યો પછી અયોગી અવસ્થાને પ્રાપ્ત થયા પછી પાંચ હ્રસ્વ અક્ષરોના ઉચ્ચારણ કાલ પ્રમાણ અસંખ્યાત સમયના અન્તર્મુહૂર્તમાં શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થાય છે. શૈલેશી અવસ્થાની પહેલા જે કમોંની ગુણશ્રેણી રચી હતી તેને શેલેશી કાળમાં નષ્ટ કરતાં અસંખ્યાત ગુણશ્રેણિ દ્વારા અનંત કર્મના અંશોનો ક્ષય કરે છે. વેદનીય, આયુ, નામ, ગોત્ર એ ચાર કમીશોનો એક સાથે ક્ષય કરે છે. ક્ષય કર્યા પછી ઔદારિક, તૈજસ, કાર્પણ એ શરીરનો સર્વથા ત્યાગ કરી દે છે. ત્યાગ કરીને જુશ્રેણિને પ્રાપ્ત કરી અંતરાલ પ્રદેશોને સ્પર્શ કર્યા વિના એક સમયમાં વિગ્રહ રહિત ગતિથી સાકારોપયોગમાં સિદ્ધ ગતિમાં બીરાજમાન થાય છે. તે જીવો ત્યાં સિદ્ધ થાય છે. તેઓ સાદિ અનંત, નિશ્ચલ, બધ્યમાન કમાંથી રહિત, નિર્મળ-પૂર્વબદ્ધકમોંથી મુક્ત, અજ્ઞાનરૂપ અંધકારથી રહિત, વિશદ્ધ, ભવિષ્યમાં શાશ્વત સિદ્ધાવસ્થાથી યુક્ત રહે છે. હે ભગવન્ત! તેઓ સાદિ અપર્યવસિત છે એમ આપ શા કારણથી કહો છો? હે ગૌતમ! જેમ અગ્નિથી બળેલ બીજથી ફરી અંકુર ઉત્પન્ન થતો નથી તેવીજ રીતે સિદ્ધ ભગવાનને કર્મરૂપી બીજ બળી જવાથી ફરીને જન્મની ઉત્પત્તિ થતી નથી. તેથી હે ભગવન્ત! જીવ સિદ્ધ થતાં કયા સંહનનથી સિદ્ધ થાય છે?હે ગૌતમ વ8ષભનારા સંતનનથી હે પૂજ્ય ! સિદ્ધ થતાં જીવો કયા સંસ્થાનથી સિદ્ધ થાય છે? કોઈ પણ સંસ્થાનથી હે પૂજ્ય ! સિદ્ધ થતાં જીવો કેટલી અવગાહનાથી સિદ્ધ થાય છે ? હે ગૌતમ ! ઓછામાં ઓછી સાત હાથની અને ઉત્કૃષ્ટ પ૦૦ ધનુષ્યની હે પૂજ્ય ! સિદ્ધ થતાં જીવો કેટલા આયુષ્યમાં સિદ્ધ થાય છે ? હે ગૌતમ ! જઘન્ય આઠ વર્ષથી વધારે અને ઉત્કૃષ્ટ પૂર્વદોડની આયુષ્યવાળા હે પૂજ્ય! શું સિદ્ધ ભગવંતો રત્નપ્રભા પૃથ્વીની નીચે રહે છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. હે પૂજ્ય ! શું સિદ્ધ ભગવાન સૌધર્મકલ્પની નીચે રહે છે? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. હે પૂજ્ય! શું સિદ્ધ ભગવનું ઇષત્રાગભાર પૃથ્વીની નીચે રહે છે ? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. હે પૂજ્ય ! સિદ્ધો ક્યાં રહે છે? હે ગૌતમ! આ રત્નપ્રભા. પૃથ્વીના ઘણાં સુંદર રમણીય ભૂમિભાગથી ઉપર ચંદ્રમાં, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર તેમજ તારા ઓનાં ભવનોથી ઘણા યોજન, ઘણાં સેંકડો યોજન, ઘણાં હજાર યોજન, ઘણાં લાખો યોજન, ઘણાં કરોડો યોજન તેમજ અનેક કોટાકોટી યોજના ઉપર જતાં સૌધર્મ, યાવતું અશ્રુત, રૈવેયક વિમાનોને પાર કર્યા પછી ભાવતુ સવર્થસિદ્ધ મહાવિમાનના શિખરના અગ્રભાગથી 12 યોજન ઉપર જતા ઈષપ્રાગભારા પૃથ્વી છે, તે 5 યોજનની લાંબી પહોળી, 1 કરોડ 42 લાખ 30 હજાર 249 યોજનથી કંઈક વધારે પરિધિવાળી છે. આ ઈષટ્યાભાર પૃથ્વી વચ્ચોવચ આઠ યોજન જડી છે. તે મધ્ય ભાગથી ક્રમશઃ ધીમે ધીમે ઓછી થતાં સર્વ ચરમ પ્રદેશોમાં માખીની પાંખથી પણ વધારે પાતળી છે. તે ગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી પાતળી છે. - આ ઈષસ્ત્રાગભાર પૃથ્વીના 12 નામો છે. તે આ પ્રમાણે ઈષ, ઈષ~ાભારા, તન, તનુતનુ, સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ, મુક્તાલય, લોકાગ્ર, લોકાગ્રસ્તુપિકા, લોકાગ્રપતિબોધના, સર્વ પ્રાણ-ભૂત-જીવ સત્ત્વ સુખાવહા. ઈષ~ાભારા પૃથ્વી શંખના તળિયા જેવી ઉજ્જવલ, નિર્મળ શ્વેત પુષ્પ સમાન, કમળની મૃણાલ જેવી, પાણીના બિંદુ જેવી, બરફ જેવી, ગાયના દૂધ જેવી, હાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org