________________ સત્ર-૩પ થી 39 361 છે. દેવલોકમાં દેવતા ને દેવસંબંધી અનેક દ્ધિ તેમજ દેવસુખની પ્રાપ્તિ થાય છે. આ રીતે નરક, તિયચ, મનુષ્ય અને દેવગતિનું કથન કર્યું તેની સાથે સિદ્ધ, સિદ્ધક્ષેત્ર, ષડૂજી વનિ કાયનું કથન કર્યું. જીવ જે પ્રકારે કર્મોથી બંધાય છે, જે પ્રકારે છૂટે છે તથા જે પ્રકારે સંકલેશને પામે છે અને અપ્રતિબદ્ધ થઈ કોઈક સમસ્ત દુઃખનો અંત કરે છે તે સમજાવ્યું. આર્તધ્યાનથી પીડાતા જીવ દુખસાગરને પ્રાપ્ત કરે છે અને કોઈ જીવ વૈરાગ્યને પ્રાપ્ત કરી કર્મરાશિનો નાશ કરે છે તે કહ્યું. [40] જીવ રાગથી ઉપાર્જિત કર્મોના પાપમય ફલ પ્રાપ્ત કરે છે અને કમનો નાશ કરી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી સિદ્ધાલયમાં પહોંચે છે તે કહ્યું. તે ધર્મ બે પ્રકારે કહ્યો છે. અગારધર્મ અને અણગારધર્મ. અણગારધર્મ તે જીવ પાલન કરે છે જે સર્વ પ્રકારે મુંડિત થઈ ઘરનો ત્યાગ કરી સાધુની પ્રવજ્યાનો સ્વીકાર કરીને અણગાર બને છે. સર્વ પ્રાણાતિપાતથી વિરમણ, યાવતુ પરિગ્રહથી વિરમણ અને રાત્રિ ભોજનથી વિરમણ વ્રતનો સ્વીકાર કરે છે. હે આયુષ્યમાનું ! આ અણગાર સામા યિકનું પ્રતિપાદન કર્યું. આ ધર્મને પાળવામાં ઉપસ્થિત નિર્ઝન્થ હોય કે નિગ્રન્થી હોય. જો તેનું પાલન કરતાં હોય તો તે ભગવાનની આજ્ઞાના આરાધક છે. આગાર ધર્મ 12 પ્રકારે કહ્યો છે. તે આ પ્રમાણે પાંચ અણુવ્રત, 3 ગુણવ્રત, 4 શિક્ષાવ્રત. પાંચ અણુવ્રત તે આ પ્રમાણે- સ્થૂલ પ્રાણાતિપાતથી વિરમણ થવું. યાવત્ ઈચ્છાનું પ્રમાણ કરવું. ત્રણ ગુણવ્રત આ પ્રમાણે છે-અનર્થદંડ વિરમણ વ્રત, દિવ્રત, ઉપભોગપરિભોગપરિમાણ વત. ચાર શિક્ષાવ્રત આ પ્રમાણે છે- સામાયિક, દેશાવકાશિક, પૌષધોપવાસ, અતિથિસંવિભાગ દ્રત. અંતમાં ધારણ કરાય અને જે મરણથી નજીક હોય ત્યારે કષાય અને કાયાને કુશ કરી પ્રીતિ પૂર્વક જેની આરાધના કરાય તે સંલેખના વ્રત. આ પ્રકારે હે આયુષ્યમાનું ! આગારસામાયિકધર્મ કહ્યો છે. આ ધર્મની શિક્ષામાં ઉપસ્થિત શ્રાવક હોય કે શ્રાવિકા હોય તે ભગવાનની આજ્ઞાના આરાધક છે. [41] ત્યાર પછી અતિવિશાલ મનુષ્યોની સભા શ્રમણ ભગવાન મહાવીરની પાસે ધર્મની દેશના સાંભળીનેદયમાં ધારણ કરીને બહુજ હર્ષિત તેમજ સંતુષ્ટ થઈ થાવત્ આનંદિત થઈ પછી પોતપોતાના આસનથી ઉઠી, ઉઠીને શ્રમણ ભગવાન મહા વીરને ત્રણવાર વંદન નમસ્કાર કર્યો. કેટલાક માણસો મુંડિત થઈને અગારમાંથી અણ ગાર થયા કેટલાકે ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો. બાકીની પરિષદે શ્રમણ ભગવાન મહાવીરને વંદન, નમસ્કાર કરીને કહ્યું- હે ભગવન્ત આપે નિગ્રંથ પ્રવચન સારું કહ્યું. તેની સારી રીતે પ્રરૂપણા કરી. સારી રીતે પદાર્થોના સ્વરૂપને પ્રકટ કર્યો. શિષ્યો સારી રીતે સમજી શકે તેમ કહ્યું. સારી રીતે તત્ત્વનું કથન કર્યું. હે ભગવન્! આ નિગ્રંથ પ્રવચન સર્વોત્કૃષ્ટ છે ધર્મનો ઉપદેશ કરતા સમયે આપે ઉપશમ ભાવનો ઉપદેશ આપ્યો. ઉપશમના ઉપદેશ સમયે વિવેકનો ઉપદેશ કર્યો છે. વિવેકનું કથન કરતા પ્રાણાતિપાતાદિથી વિરક્ત થવાનો ઉપદેશ આપ્યો છે. વિરમણનો ઉપદેશ આપતા પાપરૂપ કર્મને નહિ કરવાનો ઉપદેશ આપ્યો છે. આપનાથી ભિન્ન બીજા કોઈ શ્રમણ કે બ્રાહ્મણ આ પ્રકારના ઉપદેશ આપી શકતા નથી. તો પછી આનાથી ઉત્કૃષ્ટ ધર્મનો ઉપદેશ કેમ આપી શકે ? આ પ્રમાણે કહી પાછા ફર્યા. [42] ત્યાર પછી ભંભસાર પુત્ર કૂણિક રાજા શ્રમણ ભગવાન મહાવીરની પાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org