SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ 341 સંભાષણ સુંદર હતું. નિપુણ, સદ્ધયવહારોમાં કુશળ હતી. સુંદર સ્તન, અંધા, વદન, હાથ. પગ, નયનવાળી હતી. લાવ યે હતું. તેમ જ વિલાસ મનોહર હતો યાવતુ પ્રતિરૂપ હતી. કણિકરાજા, સાથે અનુરક્ત હતી, અવિરક્તહતી, ઇષ્ટ શબ્દ, સ્પર્શ, રરૂપ, ગંધ એ પાંચ ઇન્દ્રિઓના મનુષ્યોચિત કામભોગોનો અનુભવ કરતી સમય વ્યતીત કરતી હતી. [8] તે કોણિક રાજાને ત્યાં એક એવો પુરુષ હતો કે જેને મોટી આજીવિકા મળતી હતી. તે ભગવાનની દિવસ સંબંધી પ્રવૃત્તિનું વૃત્તાન્ત રાજને કહેતો. તે પુરુષના હાથ નીચે બીજા ઘણાં પુરુષો હતા. તેઓને સુવર્ણમુદ્રાદિ સ્મૃતિ તેમજ અનાદિ ખોરાકનું વેતન આપવામાં આવતું. તેઓને ભગવાનની પ્રવૃત્તિને કહેવા માટે રાખ્યા હતા. વુિં તે કાળ અને તે સમયમાં ભંસારના પુત્ર કોણિક રાજા બહારની સભામાં અનેક ગણનાયક, દંડનાયક, માંડલિક રાજાઓ, ઈશ્વરો, તલવરો, માડમ્બિક, કૌટુમ્બિક, મંત્રી, મહામંત્રી, ગણક, દ્વારપાળ, અમાત્ય ચેટ-દ્દાસ, અંગમર્દકો નાગરિક પુરુષો પીર વણિકજનો, શ્રેષ્ઠિઓ, સેનાપતિઓ, સાર્થવાહ, દૂત, સંધિપાલોથી ઘેરાઈને બેઠા હતા. [10] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર કૃતધર્મની આદિકર નારા, તીર્થની સ્થાપના કરનારા સ્વયંબોધ પામેલા, પુરુષોમાં ઉત્તમ, પુરુષોમાં સિંહ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ કમળ સમાન, પુરુષોમાં ગંધહસ્તી સમાન, લોકમાં ઉત્તમ, લોકો ના નાથ, લોકોનું હિત કરનારા, લોકના દિપકસમાન, લોકને પ્રકાશિત કરનારા, અભય દાતા, ચક્ષુદ્ધતા, શરણદાતાજીવોની દયા રાખનારા, સમકિતરૂપી બોધને આપનારા, ધર્મના દાતા, ધર્મના ઉપદેશક, ધર્મના નાયક, ધર્મના સારથી, ચારગતિનો અંત કરનાર એવા શ્રેષ્ઠ ધર્મના ચક્રવર્તી, દ્વીપ, ત્રાણરૂપ છે. શરણસ્વરૂપ છે. પ્રતિષ્ઠા પામેલા છે. અપ્રતિહત શ્રેષ્ઠ જ્ઞાન, દર્શનના ધારક, છઘથી નિવૃત્ત જિન, જીતાવનાર, પોતે તયાં છે, બીજાને તારના, બોધ પામેલ, બીજાને બોધ પમાડનાર, કર્મથી મુક્ત, બીજાને મુક્ત કરનાર, સર્વદ્રવ્ય અને સર્વ પર્યાયને જાણનાર, સર્વદર્શી, કલ્યાણમય, અચલ, આધિ વ્યાધિથી રહિત, અનંત, અક્ષય, અવ્યાબાધ, અપુનરાવૃત્તિસ્વરુપ સિદ્ધિગતિ અરિહંત, જિન કેવળી સાત હાથ ઉંચા, સમચતુરઅસંસ્થાનવાળા,વજઋષભ નારા સંહની વાળા, શરીરમાં અનુકૂળવાયુના વેગથી સમન્વિત, કંક પક્ષીની સમાન ગુઘશયવાળા, કબૂતરની સમાન જઠરાગ્નિવાળા, શકુનિ પક્ષીની સમાન મળના સંસર્ગથી રહિત ગુદા શયવાળા, તેમજ સુંદર પીઠ, પડખાં અને જેઘાવાળા, પા તથા નીલ કમળની સમાન સુગંધિત ઉચ્છવાસ વાયુથી સુરભિત મુખવાળા, કાંતિયુક્ત શરીર વાળા રોગરહિત, ઉત્તમ, પ્રશસ્ત, શ્વેત અનુપમ માંસવાળા, પસીનારૂપ જલ્લ મેલ, દુષ્ટ, મસા, તલાદિરૂપ કલંક સ્વેદ-પ્રસ્વેદ તથા રજ એ દોષોથી રહિત નિર્મળ શરીરવાળા, કાંતિથી ચમકતા. અંગોપાંગવાળા અત્યંત સધન શુભલક્ષણ યુક્ત, ઊંચા કુટાકારની સમાન તથા નિમણિ નામકર્મથી સુરચિત એવા મસ્તકવાળા, સેમરવૃક્ષ ના ફળમાં રહેલી રૂની સમાન કોમળ, નિર્મળ પ્રશસ્ત, સૂક્ષ્મ-પાતળા, લક્ષણયુક્ત, સુગંધિત, સુંદર, નીલરત્ન સમાન, ભ્રમર ની સમાન, નીલગુલિકાની સમાન, કાજળ જેવા કાળા મત્ત થયેલા ભ્રમરોના સમૂહ જેવા, સ્નિગ્ધ, સમૂહમાં, સઘન, વાંકડિયા દક્ષિણ તરફ વળાંક લેતા કેશયુક્ત ભગવાન હતા. ભગવાનના મસ્તકની ત્વચા દાડમના પુષ્પ જેવી લાલ, તપેલા સુવર્ણજેવી નિર્મળ, નિગ્ધ હતી. છત્રસમાન ગોળાકાર મસ્તકવાળા ઘા રહિત, વિષમતા રહિત, સુંદર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005072
Book TitleAgam Deep 12 Uvavaaiam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 12, & agam_aupapatik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy