Page #1
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મતત્ત્વ-પ્રશ્નોત્તરી
: પ્રેરક : પૂ. શ્રી આત્માન’જી
આધ્યાત્મિક
PewNt
શ્રીમદ
સાધના
F
3-32200e.
કેન્દ્ર • ોબા-૩૮૨૦૦૯. y>
સત્સંગ સંગ
: પ્રકાશક :
શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કાબા-૩૮૨ ૦૦૯. (જિ. ગાંધીનગર) ફાન : ૯૨/૭૬૨૧૯
Page #2
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મતત્ત્વ-પ્રશ્નોત્તરી
: પ્રેરક : પૂ. શ્રી આત્માનંદજી, કોબા
પ્રકાશક : શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર
કોબા-૩૮૨ ૦૦૯. (જિ. ગાંધીનગર)
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : જયંતભાઈ એમ. શાહ (મેનેજિંગ ટ્રસ્ટી) શ્રી સત્કૃત-સેવા-સાધના કેન્દ્ર સંચાલિત શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા-૩૮૨ ૦૦૯. (ગાંધીનગર)
પ્રથમ આવૃત્તિ : ૧૧૦૦ બીજી આવૃત્તિ : ૫૦૦ ત્રીજી આવૃત્તિ : ૨૦૦૦ ચોથી આવૃત્તિ : ૨૨૦૦ (૧૯૯૪)
કિંમત : રૂ. ૩.00
ટાઈપસેટિંગ : શારદા મુદ્રણાલય જુમ્મા મસ્જિદ સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧
મુદ્રક : ભીખાભાઈ એસ. પટેલ ભગવતી મુદ્રણાલય ૧૯, અજય ઈન્ડ. એસ્ટેટ, દૂધેશ્વર રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૯
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
“અધ્યાત્મતત્ત્વ-પ્રશ્નોત્તરી” નામનું આ નાનું પુસ્તક પ્રકાશિત કરતાં અમે સાત્ત્વિક આનંદનો અનુભવ કરીએ છીએ.
જીવનનાં ઉચ્ચ મૂલ્યોને સિદ્ધ કરવા માટે સત્શાસ્ત્રોના અને સંતોના માર્ગદર્શનની આવશ્યકતાને હંમેશાં સ્વીકારવામાં આવી છે. બીજા સાહિત્ય-મધ્યે આ સંસ્થા તરફથી ‘‘અધ્યાત્મજ્ઞાન પ્રવેશિકા'’ બહાર પાડવામાં આવી હતી. તેના અનુસંધાનમાં, તત્ત્વરુચિ વધારવા અને તત્ત્વજ્ઞાનને વિસ્તૃત કરવાના હેતુથી આજે આ અધ્યાત્મતત્ત્વપ્રશ્નોત્તરી સાધક અભ્યાસીઓની સેવામાં રજૂ કરીએ છીએ.
આ નાના પુસ્તકના પહેલા પ્રકરણમાં શાશ્વત આધ્યાત્મિક સત્યોનું આલેખન કર્યું છે. બીજા પ્રકરણમાં પ્રભુ મહાવીરનું તત્ત્વજ્ઞાન મધ્યમ વિસ્તારથી સરળ ભાષામાં અવતરિત કર્યું છે. અનેકાંતવાદ, નય-પ્રમાણ, કર્મસિદ્ધાંતની સૂક્ષ્મ-વિચારણા, મુનિધર્મનું પ્રરૂપણ વગેરે ગહન વિષયોનો તેમાં જાણીબૂઝીને સમાવેશ કર્યો નથી. ત્રીજા પ્રકરણમાં જૈન ધર્મ અંગેની થોડી સાંસ્કૃતિક અને ઐતિહાસિક માહિતી આપી છે.
આ પુસ્તક તૈયાર કરવામાં અનેક સત્શાસ્ત્રોનો અને શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથનો આશ્રય લેવામાં આવ્યો છે. તેથી આ પુસ્તક માત્ર આલેખન-સંપાદનરૂપે સામાન્ય અભ્યાસીઓને ઉપયોગી થાય તે માટે તૈયાર થયું છે.
આશા છે કે આ પુસ્તકનો પદ્ધતિસર અભ્યાસ કરી સાધકો પોતાના જ્ઞાનની વૃદ્ધિ કરશે, અને જ્ઞાની પુરુષોના માર્ગે ચાલી, આત્માના સાચા સ્વરૂપની ઓળખાણ કરી મનુષ્યભવને સફળ બનાવશે.
કોબા
તા. ૧-૪-૯૪
નિવેદક
સાહિત્ય-પ્રકાશન સમિતિ
Page #5
--------------------------------------------------------------------------
________________
(૧) ભક્તામર-સ્તોત્ર (૨) બોધસાર
(૩) સાધના-સોપાન (આત્મોન્નતિનો ક્રમ) ચારિત્ર્ય-સુવાસ (પ્રેરણાત્મક પ્રસંગો)
(૪)
(૫) સાધક–સાથી ભાગ ૧-૨
(૬) અધ્યાત્મને પંથે
સંસ્થાનાં પ્રકાશનો
૫.૦૦
૫.૦૦
૨૦.૦૦
૭.૦૦
(૭) અધ્યાત્મજ્ઞાન પ્રવેશિકા
૩.૦૦
(૮) ભક્તિમાર્ગની આરાધના
૧૦.૦૦
(૯) શાંતિપથ-દર્શન ખંડ ૧-૨ (ગુજરાતી અનુવાદ) ૧૦ + ૧૫
(૧૦) દૈનિક ભક્તિ-સ્વાધ્યાય
૧૦.૦૦
5.00
૨૫.૦૦
૧.૦૦
૯.૦૦
૧૫.૦૦
૧૫.૦૦
૧૦.૦૦
૨૫.૦૦
(૧૧) Adhyatmagnan Praveshika (૧૨) અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
(૧૩) શ્રી ગુરુમાહાત્મ્ય
(૧૪) સાધક-ભાવના
(૧૫) ‘દિવ્યધ્વનિ’ આ વિદ્યાસાગર વિશેષાંક (૧૬) ‘દિવ્યધ્વનિ’ શ્રીમદ્ રાજચન્દ્ર વિશેષાંક (૧૭) આચાર્ય સમન્તભદ્ર વિશેષાંક (૧૮) ક્ષુ. ગણેશપ્રસાદ વર્ણી વિશષાંક (૧૯) અધ્યાત્મજ્ઞાન પ્રવેશિા
(૨૦) Sadhak Sathi (Eng.)
·
શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા-૩૮૨૦૦૯ (જિ. ગાંધીનગર)
૨.૦૦
૫.૦૦
૩.૦૦
20.00
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧.
ઉ.
પ્ર. ૨.
ઉ.
: બન્ને અનાદિ.
પ્ર. ૩. વિદ્વાનો માનવદેહને બીજા સઘળા દેહ કરતાં ઉત્તમ શા માટે કહે છે ?
ઉ.
ધર્મ એટલે શું ? તેની અગત્ય શી છે ?
: ૩૬ જે આપણને દુઃખ-દુર્ગતિમાં પડતા બચાવી શ્રેષ્ઠ સુખમાં સ્થાપે તેનું નામ ધર્મ.
મૈં અનાદિ કાળથી આત્માની સાથે લાગેલી કર્મજાળ ટાળવા માટે, તેની આવશ્યકતા છે.
જીવ પહેલો કે કર્મ ?
પ્ર. ૪.
ઉ.
: આ સંસાર બહુ દુઃખથી ભરેલો છે. એમાંથી જ્ઞાનીઓ પાર પામવા પ્રયોજન કરે છે. મોક્ષને સાધી તેઓ અનંત સુખમાં વિરાજમાન થાય છે. એ મોક્ષ બીજા કોઈ દેહથી મળનાર નથી. દેવ, તિર્યંચ કે નરક એ એક્કે ગતિથી મોક્ષ નથી, માત્ર માનવદેહથી મોક્ષ છે.
સત્સંગની વ્યાખ્યા આપો.
: સત્સંગનો સામાન્ય અર્થ એટલો છે કે ઉત્તમનો સહવાસ. આત્માને સત્ય રંગ ચડાવે તે સત્સંગ, મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે સત્સંગ છે. સત્પુરુષોનો સમાગમ એ પણ સત્સંગ છે.
જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય, જ્યાં ઉત્તમ જ્ઞાનધ્યાનની સુકથા થાય, જ્યાં સત્પુરુષોના ચરિત્ર પર વિચાર બંધાય, જ્યાં તત્ત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે, જ્યાં
Page #7
--------------------------------------------------------------------------
________________
×
પ્ર. પ
ઉ.
૫. ૬
ઉ.
પ્ર. ૭.
ઉ.
પ્ર. ૮
ઉ.
પ્ર. ૯
ઉ.
સરળ સ્વભાવથી સિદ્ધાંતવિચાર ચર્ચાય, જ્યાં મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય એવો સત્સંગ એ મહાદુર્લભ છે.
સત્સંગ એ આત્માનું પરમ હિતસ્વી ઔષધ છે. વિશ્વમૈત્રીની ભાવના એટલે શું ?
: મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વેરબુદ્ધિ. જગતનાં સર્વ પ્રાણીઓમાં પોતાના સમાન દૃષ્ટિ રાખી પ્રેમપૂર્ણ નિષ્કપટ વ્યવહાર કરવો.
પ્રમોદ ભાવના એટલે શું ?
: પ્રમોદ એટલે કોઈપણ આત્માના ગુણો જોઈ હર્ષ પામવો. કરુણા ભાવના એટલે શું ?
કરુણા એટલે સંસાર-તાપથી દુઃખી આત્માના દુ:ખથી અનુકંપા પામવી.
ઉપેક્ષા ભાવના એટલે શું ?
: ઉપેક્ષા એટલે નિઃસ્પૃહભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું.
આત્મકલ્યાણ કરવા માટે પ્રથમ શું શું કરવું ?
: પ્રથમ ભૂમિકામાં વિષયો પ્રત્યેની પ્રવૃત્તિ ઘટાડવી. સરળતા, ગુરુઆજ્ઞાનું આઘીનપણું, પવિત્ર વિચારો, કરુણા વગેરેને દૈનિક જીવનમાં ઉતારવા. પ્રમાદને ટાળી માનવભવ સફળ કરવા ઉદ્યમશીલ બનવું.
પ્ર. ૧૦. પ્રમાદનાં લક્ષણો કયાં કયાં છે ?
ઉ.
ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય (કામક્રોધાદિ ભાવો) એ સઘળાં પ્રમાદનાં લક્ષણો છે.
પ્ર. ૧૧. વિનય શા માટે કરવો જોઈએ ?
S
Page #8
--------------------------------------------------------------------------
________________
સદ્વિદ્યાને સાધ્ય કરવા વિનય કરવો. આત્મવિદ્યા પામવા નિગ્રંથ ગુરુનો જો વિનય કરીએ તો કેવું મંગળદાયક થાય !
વિનય એ ઉત્તમ વશીકરણ છે. ભગવાને વિનયને ધર્મનું મૂળ કહી વર્ણવ્યો છે. ગુરુનો, મુનિનો, વિદ્વાનનો, માતાપિતાનો અને પોતાથી વડાનો વિનય કરવો એ આપણી ઉત્તમતાનું કારણ છે.
પ્ર. ૧૨. “મુમુક્ષુતા” અને “તીવ્ર મુમુક્ષુતા”ની વ્યાખ્યા આપો. : ‘‘મુમુક્ષુતા'’ એ છે કે સર્વપ્રકારની મોહાસક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિશે જ યત્ન કરવો.
ઉ.
ઉ.
:
‘‘તીવ્ર મુમુક્ષુતા'' એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું.
પ્ર. ૧૩. મુમુક્ષુતા કેમ વર્ધમાન થાય ?
ઉ.
: આરંભમા અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે, તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે.
પ્ર. ૧૪. તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર કોણ ?
ઉ.
: વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, અને જિતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.
પ્ર. ૧૫. ઇન્દ્રિયો અને મન કેમ જીતી શકાય ?
ઉ.
: મન અકસ્માત કોઈથી જ જીતી શકાય છે, નહીં તો ગૃહસ્થાશ્રમે અભ્યાસ કરીને જિતાય છે. એ અભ્યાસ નિગ્રંથતામાં બહુ થઈ શકે છતાં સામાન્ય પરિચય કરવા માગીએ તો તેનો મુખ્ય માર્ગ આ છે કે મન જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી, તેમ કરવું નહીં. તે જ્યારે શબ્દ
૭
Page #9
--------------------------------------------------------------------------
________________
સ્પશદિ વિલાસ ઇચ્છે ત્યારે આપવા નહીં. ટૂંકમાં આપણે એથી દોરાવું નહીં, પણ આપણે એને દોરવું, તે પણ મોક્ષ
માર્ગમાં. પ્ર. ૧૧. જીવને “સત્ સંબંધી સંસ્કાર કેમ સ્થિત થતા નથી? ઉ. : અનંતકાળથી જીવને અસત્ વાસનાનો અભ્યાસ છે. તેમાં
એકદમ “સત્ સંબંધી સંસ્કાર સ્થિત થતા નથી. જેમ મલિન દર્પણને વિષે યથાયોગ્ય પ્રતિબિંબ દર્શન થઈ શકતું નથી, તેમ અસત્ વાસનાવાળા ચિત્તને વિષે પણ “સત્ સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી, ક્વચિત્ અંશે થાય છે ત્યાં પાછો અનંતકાળનો જે મિથ્યા અભ્યાસ છે તેના વિકલ્પમાં પડી જાય છે. એટલે તે ક્વચિત્ “સત્’ના અંશો
પર આવરણ આવે છે. પ્ર. ૧૭. “સત સંબંધી સંસ્કારોની દૃઢતા થવા માટે શું કરવું જોઈએ? ઉ. : “સંત” સંબંધી સંસ્કારોની દૃઢતા થવા સર્વ પ્રકારે
લોકલજ્જાની ઉપેક્ષા કરી સત્સંગનો પરિચય કરવો શ્રેયસ્કર છે. લોકલજ્જા તો કોઈ મોટા કારણમાં સર્વપ્રકારે ત્યાગવી પડે છે; સામાન્ય રીતે સત્સંગનો લોકસમુદાયમાં તિરસ્કાર નથી, જેથી લોકલજા દુઃખદાયક થતી નથી, માત્ર ચિત્તને વિષે સત્સંગના લાભનો વિચાર કરી નિરંતર અભ્યાસ
કરવો, તો પરમાર્થને વિષે દૃઢતા થાય છે. પ્ર. ૧૮. અજ્ઞાનની નિવૃત્તિ ક્યાં સુધી સંભવતી નથી? ઉં. : જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ એટલે આજ્ઞાએ નહીં
વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. પ્ર. ૧૯. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કોણ કરી શકે ? ઉ. : જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાથી
Page #10
--------------------------------------------------------------------------
________________
તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં
જોડાય. પ્ર. ૨૦. જ્ઞાની અર્થાત્ સત્પરુષ કોને કહી શકાય ? ઉ. : સત્પરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે,
શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની
ગુપ્ત આચરણા છે. પ્ર. ૨૧. એવા પ્રતાપી જ્ઞાની પુરુષ વિષે થોડું વિસ્તારથી કહો. ઉ. : નિરાબાધપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે. સંકલ્પવિકલ્પની
મંદતા જેને થઈ છે; પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે; ક્લેશનાં કારણ નિર્મૂળ કર્યા છે અનેકાંત દૃષ્ટિયુક્ત એકાંત દૃષ્ટિને જે સેવા કરે છે, જેની માત્ર એક શુદ્ધવૃત્તિ જ છે તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો ! આપણે
તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્ર. ૨૨. સમ્યકત્વ (આત્મદર્શન)ની ટૂંકી વ્યાખ્યા આપો. ઉ. : સર્વ ગુણાંશ તે સમ્યકત્વ. પ્ર. ૨૩. સમ્યક્દશાનાં (આત્મદર્શનનાં) કયાં કયાં લક્ષણો છે? ઉ. : સમ્યફદશાનાં પાંચ લક્ષણો છે –
શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા. પ્ર ૨૪. “શમ' એટલે ? ઉ. : ક્રોધાદિ કષાયોનું સમાઈ જવું. ઉદય આવેલા કષાયોમાં
મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા
અનાદિ કાળની વૃત્તિઓ સમાઈ જવી તે “શમ.” પ્ર. ૨૫. સંવેગ એટલે શું? ઉ. : મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઇચ્છા નહીં,
Page #11
--------------------------------------------------------------------------
________________
અભિલાષા નહીં તે સંવેગ. પ્ર. ૨૬. નિર્વેદ એટલે શું? ઉ. : જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું,
ત્યારથી હવે ઘણી થઈ અરે જીવ ! હવે થોભ. એ નિર્વેદ. પ્ર. ૨૭. આસ્થા એટલે શું ? ઉ. : માહાસ્ય જેનું પરમ છે એવા નિસ્પૃહી પુરુષોનાં વચનમાં
જે તલ્લીનતા તે શ્રદ્ધા-આસ્થા. પ્ર. ૨૮. અનુકંપા એટલે શું? ઉ. : એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્યબુદ્ધિ તે “અનુકંપા.' પ્ર. ૨૯. આ લક્ષણો કેવાં છે? ઉ. : આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગ્ય છે, મરવા યોગ્ય
છે, અનુભવવા યોગ્ય છે. પ્ર. ૩૦. ઉપર્યુક્ત આત્મદર્શનની પ્રાપ્તિ માટે કયાં છે પદ યથાર્થપણે
સમજવાં? ઉં. : ૧. આત્મા છે ૨. આત્મા નિત્ય છે. ૩. આત્મા કર્તા
છે. ૪. આત્મા ભોક્તા છે. ૫. મોક્ષ છે. 5. મોક્ષનો
ઉપાય છે. પ્ર. ૩૧. “આત્મા છે” તે પદની સિદ્ધિ કરો. ઉ. : જેમ ઘટપટાદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. અમુક
ગુણ હોવાને લીધે જેમ ઘટપટાદિ હોવાનું પ્રમાણ છે, તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે
છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. પ્ર. ૩૨. “આત્મા નિત્ય છે” તે પદની સિદ્ધિ કરો. ઉ. : ઘટપટાદિ પદાર્થો અમુક કાળવર્તી છે, આત્મા ત્રિકાળવર્તી
છે. ઘટાપટાદિ સંયોગે કરી પદાર્થ છે, આત્મા સ્વભાવે
10
Page #12
--------------------------------------------------------------------------
________________
કરીને પદાર્થ છે, કેમકે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવયોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે, અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિષે લય પણ
હોય નહીં. પ્ર. ૩૩. “આત્મા કર્તા છે” – તે પદની સિદ્ધિ કરો. ઉ. : સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામક્રિયા
સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે. પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે. અનુપચરિત અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે.
ઉપચારથી ઘર, નગર; આદિનો કર્તા છે. પ્ર. ૩૪. “આત્મા ભોક્તા છે” – તે પદની સિદ્ધિ કરો. ઉ. : જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી.
જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિ સ્પર્શથી તે અગ્નિ સ્પર્શનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી
ભોક્તા છે. પ્ર. ૩૫. “મોક્ષ પદ છે” તે પદની સિદ્ધિ કરો.
૧૧
Page #13
--------------------------------------------------------------------------
________________
ઉ.
: જે અનુપરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે, કેમ કે, પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કવરાથી તેનું મંદપણું દેખાય છે તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મ સ્વભાવ તે રૂપ મોક્ષપદ છે.
પ્ર. ૩૬. મોક્ષનો ઉપાય છેઃ તે પદ સમજાવો. ‘મોક્ષનો ઉપાય છે.'
ઉ.
: છઠ્ઠું પદ
જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્ત્યાદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે, માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે.
પ્ર. ૩૭. આ છ પદ યથાર્થપણે કેમ નથી સમજાતાં ?
ઉ.
ઉ.
: જીવ માયિક વાસનામાં ડૂબેલો છે અને સત્પુરુષાર્થ કરતો નથી તે કારણથી.
પ્ર. ૩૮, માયિક વાસના (અનંતાનુબંધી કષાય)નું સ્વરૂપ વ્યાખ્યા આપી સમજાવો.
: જે કષાય પરિણામથી અનંત સંસારનો સંબંધ થાય તે કષાય પરિણામને જિન પ્રવચનમાં ‘અનંતાનુબંધી' સંજ્ઞા કહી છે.
સન્દેવ, સદ્ગુરુ અને સદ્ધર્મનો જે પ્રકારે દ્રોહ થાય,
૧૨
Page #14
--------------------------------------------------------------------------
________________
અવજ્ઞા થાય, તથા વિમુખભાવ થાય એ આદિ પ્રવૃત્તિથી તેમજ અસદેવ, અસદ્ગુરુ તથા અસદ્ધર્મનો જે પ્રકારે આગ્રહ થાય, તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતાં ‘અનંતાનુબંધી કષાય' થાય અથવા સ્ત્રીપુત્રાદિ ભાવોને જે મર્યાદા પછી ઇચ્છતાં નિર્બંસ પરિણામ કહ્યાં છે, તે પરિણામે પ્રવર્તતાં પણ અનંતાનુબંધી હોવા યોગ્ય છે.
જે કષાયમાં તન્મયપણે, અપ્રશસ્ત (માઠા) ભાવે તીવ્રપ્રયોગે, આત્માની પ્રવૃત્તિ છે ત્યાં અનંતાનુબંધીનો સંભવ છે.
ઉ.
પ્ર. ૩૯. માયિક વાસનાનો ક્ષય ક્યારે અને કેવી રીતે થશે ? : કોઈ પણ પ્રકારે સદ્ગુરુની શોધ કરવી, શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી, તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું, તો જ સર્વ માયિક વાસનાનો ક્ષય થશે.
૧૩
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧. તત્ત્વો કેટલાં છે ? કયાં કયાં ?
× S
×
૫. ૨.
ઉ.
પ્ર. ૩.
ઉ.
મુક્ત જીવ કોને કહે છે ?
: જે સંસાર ભ્રમણથી મુક્ત થયા હોય, સદાને માટે સાચું સુખ પ્રાપ્ત કર્યું હોય, કદી સંસારમાં ફરીથી આવે નહીં તે. પ્ર. ૪. ત્રસ જીવ કેટલા અને ક્યા કયા ?
×
ઉ.
પ્ર. ૫.
ઉ.
મહાવીર પ્રભુનું તત્ત્વજ્ઞાન
પ્ર. ૬.
ઉ.
: તત્ત્વો સાત છે : જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ. પાપ અને પુણ્યને જુદાં ગણીએ ત્યારે નવ તત્ત્વ અથવા નવ પદાર્થ કહેવાય છે.
જીવ એટલે શું ?
: જે હંમેશાં જીવે તે જીવ, જેનામાં જાણવા દેખવાની શક્તિ કાયમ રહે તે જીવ.
: હલનચલન કરી શકે તેવા (ત્રસ) જીવો ચાર પ્રકારના : બે ઇન્દ્રિયવાળા, ત્રણ ઇન્દ્રિયવાળા, ચાર ઇન્દ્રિયવાળા, પાંચ ઇન્દ્રિયવાળા.
ઇન્દ્રિયો કેટલી અને કઈ કઈ ?
: ઇન્દ્રિયો પાંચ : સ્પર્શ, રસના, ઘ્રાણ, ચક્ષુ, કર્ણ. વિકલત્રય જીવ કોને કહે છે ?
: બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય અને ચાર ઇન્દ્રિય જીવો વિકલત્રય કહેવાય છે.
પ્ર. ૭. તિર્યંચ પંચેન્દ્રિય જીવના કેટલા પ્રકાર ? કયા કયા ?
૧૪
Page #16
--------------------------------------------------------------------------
________________
ઉ. : ત્રણ પ્રકારના : જલચર, સ્થળચર, નભચર. પ્ર. ૮. સંશી અને અસંશી જીવમાં શું તફાવત? ઉ. : જે જીવને મન હોય તે સંજ્ઞી અને જેને મન ન હોય તે
અસંજ્ઞી કહેવાય છે. પ્ર. ૯. પંચેન્દ્રિય અસંશી જીવ કેવી રીતે ઉત્પન્ન થાય છે ? ઉ. : તે ઘણુંખરું માતાની રજ અને પિતાના વીર્ય સિવાય
માંહોમાંહે એકબીજાને મળવાથી પેદા થાય છે. પ્ર. ૧૦. સ્થાવર જીવ કેટલા પ્રકારના? કયા કયા? ઉં. : પાંચ પ્રકારના : પૃથ્વીકાય, અપકાય, તેજકાય, વાયુકાય,
વનસ્પતિકાય. પ્ર. ૧૧. ષટૂકાય જીવ કયા કયા ? ઉ. : પાંચ પ્રકારના સ્થાવર અને એક પ્રકારના ત્રસ એમ કુલ
છ પ્રકારના જીવો છે. પ્ર. ૧૨. ગતિ કેટલી છે? કઈ કઈ ? ઉ. : ચાર : નરકગતિ, તિર્યંચગતિ (પશુગતિ), મનુષ્યગતિ,
દેવગતિ. પ્ર. ૧૩. નરક કેટલાં ? કયાં કયાં ? ઉ. : સાત : રત્નપ્રભા, શર્કરપ્રભા, પંકપ્રભા, વાલુકાપ્રભા,
ધૂમ્રપ્રભા, તમપ્રભા અને મહાતમપ્રભા. પ્ર. ૧૪. કઈ ગતિ ઉત્તમ? શા માટે ? ઉ. : મનુષ્ય ગતિ, કારણ કે, આ ગતિમાં સંયમ અને તપ
થઈ શકે અને તેના દ્વારા જ મોક્ષમાં જઈ શકાય. પ્ર. ૧૫. કયા કયા જીવો શ્રેષ્ઠ છે ? ઉ. : અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. પ્ર. ૧૦. અરિહંતમાં અને સિદ્ધમાં શો તફાવત ?
Page #17
--------------------------------------------------------------------------
________________
: બન્ને પરમાત્મા છે. પરમ પૂજ્ય છે, આપણા માટે આદર્શરૂપ છે. બન્નેને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત શક્તિ છે. અરિહંતને શરીર હોય છે,
સિદ્ધ અશરીરી હોય છે. પ્ર. ૧૭. પરમાત્મા કયા અઢાર દોષથી રહિત હોય છે ? ઉં. : જન્મ, જરા, ભૂખ, તરસ, આશ્ચર્ય, પીડા, ખેદ, રોગ,
શોક, મદ, અજ્ઞાન, ભય, નિદ્રા, ચિંતા, પરસેવો, રાગ,
દ્વેષ અને મરણ. પ્ર. ૧૮. આચાર્યના મુખ્ય ગુણો કયા કયા?
: પાંચ પ્રકારના આચારોથી પરિપૂર્ણ વૈર્યવાન અનેક ગુણોથી સુશોભિત અને ઇન્દ્રિયવિજેતા હોય તેવા મુનિઓના
અગ્રણીને આચાર્ય કહે છે. પ્ર. ૧૯. ઉપાધ્યાયના ગુણ કયા કયા? ઉ. : નિઃસ્પૃહ, જૈન ધર્મના સિદ્ધાંતોના અધ્યયન-અધ્યાપનમાં
નિપુણ અને શૂરવીર હોય તેવા મુનીશ્વરને ઉપાધ્યાય કહે
ઉ.
પ્ર. ૨૦. સાધુના મુખ્ય ગુણો કયા કયા? ઉ. : જેઓ નિષ્પરિગ્રહી, નિર્મોહી અને નિરારંભી તથા
જ્ઞાન-દર્શનચારિત્ર અને તપમાં હંમેશાં તત્પર હોય છે
તેમને મુનિ કહે છે. પ્ર. ૨૧. અજીવ કોને કહેવાય? ઉ. : જેનામાં ચૈતન્ય ન હોય, જડ હોય તે અજીવ છે. પ્ર. ૨૨. અજીવ દ્રવ્યના કેટલા ભેદ છે? કયા કયા? ઉ. : પાંચ ભેદ છે : પુદ્ગલ, ઘર્મ, અધર્મ, આકાશ, કાળ. પ્ર. ૨૭. પગલના ગુણો કયા કયા છે ?
૧૬
Page #18
--------------------------------------------------------------------------
________________
ઉં. : રંગ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. પ્ર. ૨૪. આશ્રવ એટલે શું ? ઉ. : કર્મોનાં પગલાં આત્મા તરફ આવવું તે. પ્ર. ૨૫. બંધ એટલે શું? ઉ. : કર્મોનાં પદ્ગલનું આત્મા સાથે ચોંટવું તે. પ્ર. ૨૬. સંવર એટલે શું? ઉ. : કર્મોનાં પગલને આત્મા તરફ આવતાં રોકવાં તે. પ્ર. ૨૭. નિર્જરા એટલે શું ? તે શી રીતે થાય ? ઉ. : કર્મોનું ધીમે ધીમે (એકદેશપણું) છૂટા પડવું તે. તપ
કરવાથી નિર્જરા થાય. પ્ર. ૨૮. મોક્ષ એટલે શું? ઉ. : મોક્ષ એટલે છૂટવું. જીવ વિકારોથી અને કર્મોથી સર્વથા
છૂટી જાય તેનું નામ મોક્ષ. મોક્ષદશામાં જીવના અનંત
જ્ઞાન, અનંત આનંદ આદિ ગુણો પ્રગટે. પ્ર. ૨૯. કર્મ કોને કહે છે ? ઉ. : આત્મા સાથે સંબંધ પામેલા સૂક્ષ્મ કર્મ-પરમાણુઓ (કાર્પણ
વર્ગણા)માં પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિ અને અનુભાગ શક્તિનું
પ્રગટ થવું તેને કર્મ કહે છે. પ્ર. ૩૦. કર્મ કેટલા પ્રકારનાં છે? કયાં કયાં? દરેક કર્મની ઉત્તર
પ્રકૃતિઓ કેટલી ? ઉ. : કર્મ આઠ પ્રકારનાં છે.
જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય મોહનીય
ا
م
و
م
૨૮
૧૭
- WWW.jainelibrary.org
Page #19
--------------------------------------------------------------------------
________________
આયુકર્મ નામકર્મ
૯૩ (આમ્નાય ભેદે ૧૦૩) ગોત્રકમ અંતરાયકર્મ
કુલ ૧૪૮ (આમ્નાયભેદે ૧૫૮) પ્ર. ૩૧. ઘાતી કર્મો એટલે શું? તે કયાં કયાં છે ? ઉ. : જે કર્મો આત્માના સ્વભાવને ઢાંકી દે – વ્યક્ત ન થવા
દે તેને ઘાતી કર્મો કહે છે. તે ચાર છે : જ્ઞાનાવરણીય,
દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. પ્ર. ૩૨. અઘાતી કર્મો એટલે શું ? તે કયાં કયાં ? ઉ. ? જે કર્મો આત્માના સ્વભાવને અસર કરતાં નથી, પણ
આત્માને રહેવાનું સ્થાન-દેહ, વગેરેને અસર કરે છે, તેને અઘાતી કર્મ કહે છે, તે ચાર છે : વેદનીય, આયુ, નામ
અને ગોત્ર. પ્ર. ૩૩. જુદાં જુદાં કર્મોની વ્યાખ્યા ટૂંકામાં આપો : જ્ઞાનાવરણીય – આત્માના જ્ઞાનગુણને અસર કરે -- ઢાંકે
તે. દર્શનાવરણીય - આત્માના દર્શનગુણને જોવાની શક્તિને)
ઢાંકે છે. વેદનીય – આત્માને સુખદુઃખનો અનુભવ કરાવે છે. મોહનીય – વસ્તુનું સાચું સ્વરૂપ જાણવા ન દે. જીવને
ભરમાવીને ઊંધે રસ્તે-ક્રોધ વગેરેમાં લઈ જાય છે. આયુ – અમુક પ્રકારની ગતિ દેહમાં કેટલો સમય રહેવું
પડે તે નક્કી કરનારું કર્મ. નામ – શરીર વગેરેની રચના, યશ, નસીબ, વગેરે
Page #20
--------------------------------------------------------------------------
________________
જેનાથી નક્કી થાય તે.
ગોત્ર – કેવા કુળમાં – ગોત્રમાં જન્મ લેવા પડે તે જેનાથી
-
Ch
નક્કી થાય તે.
ઉ.
અંતરાય વ્યાવહારિક તથા આત્મિક સુખની પ્રાપ્તિમાં જેનાથી અંતરાયો ઊભા થાય તે.
પ્ર. ૩૪. દરેક પ્રકારનાં કર્મો કયા કયા કારણથી બંધાય છે તે ટૂંકમાં
જણાવો.
: જ્ઞાનાવરણીય
જ્ઞાન કે જ્ઞાનીની આશાતના કરવાથી.
દર્શનાવરણીય – સમ્યક્દર્શન કે તેના ધારકની આશાતના
-
કરવાથી.
વેદનીય – દુઃખ અનુભવવું, શોક કરવો, રડવું, વગેરે પોતે કરવાં તથા અન્યને કરાવવાં તેનાથી અશાતા વેદનીય કર્મ બંધાય છે. દાન, સંયમ, કષાયનો અભાવ, વગેરે કારણોથી શાતા વેદનીય કર્મ બંધાય છે.
મોહનીય – કેવળી ભગવાન, સાચો ધર્મ વગેરેની નિંદાથી દર્શન મોહનીય કર્મ બંધાય છે, કષાય અને નોકષાય કરવાથી ચારિત્ર મોહનીય કર્મ બંધાય છે.
આયુ
બહુ આરંભ પરિગ્રહથી નરક-આયુ બંધાય છે. ઓછો આરંભ-પરિગ્રહથી અને સ્વભાવની નરમાશથી મનુષ્ય આયુ બંધાય છે. માયાચારથી તિર્યંચ આયુ બંધાય છે.
સંયમ, તપ, સમકિત વ.થી દેવ આયુ બંધાય છે. મન વચન કાયાની વક્રતા અને વિસંવાદિતાથી
નામ
૧૯
Page #21
--------------------------------------------------------------------------
________________
અશુભ નામકર્મ અને તેનાથી ઊલટાથી શુભ નામકર્મ બંધાય છે.
ગોત્ર અભિમાન, નિંદા વગેરેથી નીચ ગોત્ર અને તેનાથી ઊલટાથી ઉચ્ચ ગોત્ર બંધાય છે.
અંતરાય બીજાને વિઘ્નો ઉત્પન્ન કરવાથી અંતરાય કર્મ
બંધાય છે.
પ્ર. ૩૫. નમોકાર મંત્રનો મહિમા શો છે ?
ઉ.
-
: પાંચ શ્રેષ્ઠ આત્માઓની ભક્તિરૂપ હોવાથી તે સર્વ પાપોનો નાશ કરે છે. સર્વ મંગળમાં પ્રથમ મંગળ છે.
પ્ર. ૩૬. ધર્મનાં ત્રણ રત્નો કયાં કયાં ?
ઉ.
: સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર.
પ્ર. ૩૭. સમ્યક્દર્શન કોને કહે છે ?
ઉ.
: સર્વજ્ઞ, સદ્ગુરુએ કહ્યો છે તેવો હું જાણનાર, દેખનાર આત્મા છું એવી અનુભવાંશે શ્રદ્ધા થવી તે. અથવા તીર્થંકર ભગવાને કહેલાં સાત અથવા નવ તત્ત્વોનું યથાર્થ રીતે શ્રદ્ધાન કરવું તે.
પ્ર. ૩૮. સમ્યક્દર્શનના ૨૫ દોષ કયા કયા ?
ઉ.
: આઠ અંગ બરોબર ન હોય તે અંગદોષ. આઠ અંગો (૧) નિઃશંકિત (૨) નિઃકાંક્ષિત (૩) નિર્વિચિકિત્સા (૪) અમૂઢદૃષ્ટિ (૫) ઉપગ્રહનત્વ (૬) સ્થિતિકરણ (૭) વાત્સલ્ય (૮) પ્રભાવના.
ત્રણ મૂઢતાઃ
(૧) લોકમૂઢતા (૨) દેવમૂઢતા (૩) ગુરુમૂઢતા
છ અનાયતન :
(૧) કુદેવ (૨) કુગુરુ (૩) કુશાસ્ત્ર (૪) કુદેવસેવા (૫)
२०
Page #22
--------------------------------------------------------------------------
________________
કુગુરુસેવા (૬) કુશાસ્ત્રસેવા.
આઠ મદ :
(૧) જાતિ (૨) લાભ (૩) કુળ (૪) રૂપ (૫) તપ (૬) બલ (૭) વિદ્યા (૮) અધિકાર.
પ્ર. ૩૯. સમ્યાન કોને કહે છે ?
ઉ.
: પદાર્થનું સ્વરૂપ જેવું છે તેવું યથાર્થ જાણવું અને તેમાં કોઈ જાતનો સંદેહ ન કરવો તે.
પ્ર. ૪૦. સમ્યક્ચારિત્ર કોને કહે છે ?
ઉ.
: હિંસા, અસત્ય, ચોરી, કુશીલ, પરિગ્રહ તથા કષાયથી વિરક્ત થવું તે. અથવા આત્મામાં સ્થિર થવું તે નિશ્ચયનયથી ચારિત્ર છે.
પ્ર. ૪૧. ધર્મના કેટલા પ્રકાર છે ?
ઉ. : અનેક પ્રકાર છે. અહીં શ્રાવકધર્મ અને મુનિધર્મ એમ બે પ્રકાર વિચારીશું.
પ્ર. ૪૨. શ્રાવકધર્મમાં દૈનિક આવશ્યક કર્મ કાં કાં ?
ઉ.
: પ્રભુ-ભક્તિ, ગુરુસેવા, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. પ્ર. ૪૩. મહા અનર્થકારી સાત વ્યસન કાં કાં ?
ઉ.
: જુગાર, માંસાહાર, દારૂ, વેશ્યાગમન, શિકાર, ચોરી અને પરસ્ત્રીગમન.
પ્ર. ૪૪. શ્રાવકના મૂળ ગુણ કેટલા અને કયા કયા ? ઉ. : શ્રાવકના મૂળ ગુણ આઠ છે :
માંસ, મદિરા અને મધ તથા ઉદંબર ફળ (વડ, પીપળ, પીપળો અંજીર અને કઠૂંબર)નો ત્યાગ
અથવા
માંસ, મધ (દારૂ), મધનો ત્યાગ અને પાંચ અણુવ્રતનું
૨૧
Page #23
--------------------------------------------------------------------------
________________
ગ્રહણ.
પ્ર. ૪૫. વ્રત એટલે શું ?
ઉ.
: આ કરવા યોગ્ય છે અને આ કરવા યોગ્ય નથી એમ બુદ્ધિપૂર્વક સમજીને લીધેલો નિયમ તે વ્રત કહેવાય છે. ૫. ૪૬. અભક્ષ્ય કોને કહે છે ?
ઉ.
: જેના ભક્ષણથી ત્રસ જીવોનો ઘાત થાય અથવા ઘણા જ સ્થાવર જીવોની હિંસા થાય, જેનાથી આળસ અને મદ વધે, નશો ચઢે અને પ્રકૃતિને અનુકૂળ ન હોય તેવા પદાર્થો અભક્ષ્ય ગણાય છે.
પ્ર. ૪૭. અભક્ષ્યનાં થોડાં નામ આપો.
ઉ.
: ડુંગળી, લસણ, શકરિયાં, બટાકા, આદુ, ગાજર, અફીણ, ગાંજો, તમાકુ, ચામડામાં રાખેલા પદાર્થો અને દ્વિદળ (કાચાં દૂધ / દહીંમાં ભેળવેલું કઠોળ) વગેરે અનેક છે. પ્ર. ૪૮. પાણી ગાળીને શા માટે પીવું જોઈએ ?
ઉ.
: અણગળ પાણીના એક ટીપામાં ૩૬,૪૫૦ સૂક્ષ્મ જીવો હોવાનું વિજ્ઞાને પુરવાર કર્યું છે, તેથી અહિંસાપાલન અને આરોગ્ય બન્ને દૃષ્ટિએ પાણી ગાળીને જ પીવું હિતકર છે. પ્ર. ૪૯. રાત્રિભોજનના શું શું ગેરફાયદા છે ?
ઉ.
: (૧) સૂર્યનાં કિરણોના અભાવમાં ગ્રંથિઓના સ્રાવ ઓછા થવાથી પાચન બરાબર થતું નથી.
(૨).રાત્રે અને વહેલી સવારે, જાપ-ધ્યાનમાં પ્રમાદ થાય છે.
(૩) નાના-મોટા જીવોની હિંસાનો પ્રસંગ વિશેષપણે બને
છે.
(૪) બ્રહ્મચર્યપાલનમાં વિશેષપણે વિઘ્ન ઊપજે છે.
૨૨
Page #24
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૫૦. ધર્મનાં દશ લક્ષણ કયાં કયાં ? ઉ. : ઉત્તમ ક્ષમા, ઉત્તમ વિનય, ઉત્તમ સરળતા, ઉત્તમ સત્ય,
ઉત્તમ સંતોષ, ઉત્તમ સંયમ, ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ,
ઉત્તમ નિસ્પૃહતા અને ઉત્તમ બ્રહ્મચર્ય (તત્ત્વાર્થસૂત્ર). પ્ર. ૫૧. નવ પુણ્યસ્થાન કયાં? ઉ. : (૧) અન્નદાન, (૨) પાણીદાન, (૩) પાત્ર-વાસણ દાન,
(૪) શધ્યા-મકાન વસતિકા દાન (૫) વસ્ત્રદાન, (૬) મનથી ભલું ચિંતવવું (૭) વાણીથી ભલું કરવું, (૮) કાયાથી
ભલું કરવું (વૈયાવૃત), (૯) યોગ્ય ઠેકાણે વિનય કરવો. પ્ર. પર. શ્રાવકની અગિયાર પ્રતિમા કઈ કઈ ? ઉ. (૧) દર્શન પ્રતિમા (૭) બ્રહ્મચર્ય પ્રતિમા
(૨) વ્રત પ્રતિમા (૮) આરંભત્યાગ પ્રતિમા (૩) સામાયિક પ્રતિમા (૯) પરિગ્રહત્યાગ પ્રતિમા (૪) પોષધ પ્રતિમા (૧૦) અનુમતિત્યાગ પ્રતિમા (પ) સચિત્તયાગ પ્રતિમા (૧૧) ઉદિષ્ટ આહારત્યાગ (s) રાત્રિભોજન ત્યાગ પ્રતિમા
પ્રતિમા પ્ર. પ૩. બાર ભાવના કઈ કઈ ? તેમનું શું પ્રયોજન?
(૧) અનિત્ય ભાવના (૭) સંવર ભાવના (૨) અશરણ ભાવના (૮) નિર્જરા ભાવના (૩) સંસાર ભાવના (૯) આસ્રવ ભાવના (૪) એકત્વ ભાવના (૧૦) લોક ભાવના (૫) અન્યત્વ ભાવના (૧૧) બોધિદુર્લભ ભાવના (૬) અશુચિ ભાવના (૧૨) ઘર્મદુર્લભ ભાવના આ ભાવનાઓથી વૈરાગ્ય વધે છે, ધ્યાન ધરવાની ભૂમિકા
૨૩
Page #25
--------------------------------------------------------------------------
________________
બને છે, તત્ત્વો વધુ સૂક્ષ્મતાથી સમજાય છે. તેથી તીર્થંકર
પણ આ ભાવનાઓ ભાવે છે. પ્ર. ૫૪. મિથ્યાત્વ એટલે શું? ઉ. : ઊંધી માન્યતા, સદોષ. દા.ત., શરીરને આત્મા માનવો. પ્ર. પપ. મિથ્યાત્વના ભેદ કેટલા ? કયા કયા ? ઉ. : મિથ્યાત્વના પાંચ ભેદ છે : (૧) વિપરીત (૨) એકાંત
(૩) વિનય (૪) સંશય અને (૫) અજ્ઞાન પ્ર. ૫૬. કષાય એટલે શું? તે કયા કયા? ઉ. : જે ભાવો કરવાથી દુઃખી થવાય અને સંસાર વધે તેમને
કષાય કહેવાય. તે મુખ્ય ચાર છે : ક્રોધ, માન, માયા
અને લોભ. પ્ર. પ૭. નોકષાય એટલે શું? તે કેટલા અને કયા કયા ? ઉ. : કષાય કરતાં સહેજ ઓછા દુઃખદાયી, પણ એક નોકષાય
પ્રાથે બીજા કષાય કે નોકષાયને જન્મ આપે છે. તે નવ
છે.
(૧) હાસ્ય (૨) રતિ (૩) અરતિ (૪) શોક (૫) ભય
(૬) જુગુપ્સા (૭) પુરુષવેદ (૮) સ્ત્રીવેદ (૯) નપુંસકવેદ. પ્ર. ૫૮. જીવ કેવી રીતે અને કેટલા પ્રકારે દોષ કરે છે? ઉ. : મનથી, વચનથી, કાયાથી = ૩
સમરંભથી, સમારંભથી, આરંભથી = ૩ કરવાથી, કરાવવાથી, અનુમોદન કરવાથી = ૩ ક્રોધવશ, માનવશ, માયાવશ, લોભવશ = ૪ આમ કુલ ૩ X ૩ X ૩ ૪ ૪ = ૧૮૦ પ્રકારથી દોષ
કરે છે. પ્ર. ૫૯. અઢાર પાપ સ્થાનકો કયાં?
* ૨૪
Page #26
--------------------------------------------------------------------------
________________
એટલે આ વખતે પ્રો
થયા છે, દોષનું
ઉ. : (૧) હિંસા (૨) જૂઠ (૩) ચોરી (૪) કુશલ (૫) પરિગ્રહ
(૬) ક્રોધ (૭) માન (2) માયા (૯) લોભ (૧૦) રાગ (૧૧) ફેષ (૧૨) કલેશ (૧૩) અભ્યાખાન – ખોટું આળ ચઢાવવું (૧૪) પૈશુન્ય-ચાડી, ચુગલી કરવી, (૧૫) પરપરિવાદ-નિંદા કરવી (૧૬) રતિ-અરતિ; હર્ષ-શોક (૧૭) માયા-મૃષાવાદ-કપટ સહિત જૂઠું બોલવું (૧૮)
મિથ્યાત્વ-શલ્ય. પ્ર. ૧૦. પ્રતિક્રમણનો અર્થ શો ? ઉં. : પ્રતિક્રમણ એટલે સામું જવું-સ્મરણ કરી જવું, ફરીથી
જોઈ જવું. જે દિવસે જે વખતે પ્રતિક્રમણ કરવા બેઠા તે વખતની અગાઉ તે દિવસે જે જે દોષ થયા છે તે એક પછી એક જોઈ જવા અને તેનો પશ્ચાત્તાપ કરવો કે દોષનું
સ્મરણ કરી જવું એવો સામાન્ય અર્થ છે. પ્ર. ૬૧. સામાયિકની વ્યાખ્યા શું ? ઉ. : સામાયિક શબ્દની વ્યુત્પત્તિ “સમ”, “આય” અને “ઇક'
એ શબ્દોથી થાય છે. “સમ' એટલે રાગ-દ્વેષરહિત મધ્યસ્થ પરિણામ, “આય” એટલે તે સમભાવથી ઉત્પન્ન થતો જ્ઞાનદર્શનચારિત્રરૂપ મોક્ષમાર્ગનો લાભ અને “ઇક' કહેતાં “ભાવ” એમ અર્થ થાય છે. એટલે કે જે વડે કરીને મોક્ષના માર્ગનો લાભદાયક ભાવ ઊપજે તે સામાયિક.
આર્ત અને રૌદ્ર બે પ્રકારનાં ધ્યાનનો ત્યાગ કરીને મન, વચન, કાયાના પાપભાવને રોકીને શ્રાવક સામાયિક
કરે છે. પ્ર. ૬૨. પચ્ચકખાણ એટલે શું? ઉ. : અમુક ચોક્કસ સમય માટે પાપક્રિયાથી બચવા માટે જે
૨૫
Page #27
--------------------------------------------------------------------------
________________
નિયમો વગેરે લેવામાં આવે તેને પચ્ચખાણ કહે છે. પ્ર. ૩. વિશ્વનું સ્વરૂપ કેવું છે? એનું ટૂંકમાં વર્ણન કરો. ઉ. : કડે હાથ દઈને પગ પહોળા કરીને ઊભેલા મનુષ્યની
આકૃતિના જેવો વિશ્વનો આકાર છે. તેની ઉપરથી નીચે સુધીની ઊંચાઈ ચૌદ રાજુ છે. (એક રાજુ = અસંખ્યાત યોજન) વચલા ભાગમાં મધ્યલોક છે. તેમાં આપણે વસીએ છીએ. ઉપરના ભાગમાં સ્વર્ગ છે જેમાં દેવો વસે છે. છેક ઉપર સિદ્ધશિલા છે જેની ઉપર સિદ્ધ થયેલા – મોક્ષે ગયેલા જીવો સદાકાળ અનંત સુખમાં વસે છે.
મધ્યલોકની નીચે થોડાક ભાગમાં હલકી કોટિના દેવ વસે છે. તેની નીચે નરક ભૂમિઓ છે. જેમાં નારકી જીવો રહે છે, છેક નીચલા ભાગમાં નિગોદના જીવો (અતિ સૂક્ષ્મ જીવો) ઠસોઠસ ભરેલા છે.
મધ્યલોકમાં વચ્ચોવચ થાળી જેવો ગોળ ટાપુ છે તેને જંબુદ્વીપ કહે છે. તેની વચમાં છ આડા પર્વતો છે, તેને લીધે તેના સાત ભાગ થઈ જાય છે. વચલા પટ્ટાને વિદેહક્ષેત્ર કહે છે. તેની મધ્યમાં મેરુપર્વત છે. છેક નીચલા પટ્ટાને ભરતક્ષેત્ર કહે છે. તેના છ ભાગ પડે છે. તેમાંનો વચલો નીચલો ભાગ આર્યખંડ કહેવાય છે. બાકીના અનાર્ય ખંડ કહેવાય છે. આપણી અત્યારની સમસ્ત દુનિયા આર્યખંડમાં આવી જાય છે.
જંબુદ્વીપની ફરતે બંગડી આકારનો સમુદ્ર છે, તેની ફરતે બંગડી આકારનો ટાપુ, એમ અસંખ્ય ટાપુઓ અને સમુદ્રો છે. મનુષ્યો ફક્ત જંબુદ્વીપ સહિત અઢી દ્વીપ (ટાપુ)માં જ વસે છે.
૨ ૬ Far Private & Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૬૪. ષટ્કાળ પરિવર્તન એટલે શું ? તે ક્યાં થાય છે ? ટૂંકમાં જણાવો.
ઉ.
: જંબુદ્રીપ સહિતના અઢી દ્વીપમાં છેક ઉપલો પટ્ટો ઐરાવત ક્ષેત્ર અને છેક નીચલો પટ્ટો ભરતક્ષેત્ર, તેમાં સદાય એકસરખો કાળ રહેતો નથી, પણ બદલાયા કરે છે. પહેલો કાળ (આરો) એમાં સુખ-સુખ જ હોય છે. વૃક્ષો દ્વારા ઇચ્છિત વસ્તુ મળી રહે છે.
બીજો આરો તેમાં સુખ હોય છે. આમાં પણ કલ્પવૃક્ષો દ્વારા ઇચ્છિત વસ્તુ મળી રહે છે.
ત્રીજો આરો મુખ્યત્વે સુખ, નહીં જેવું દુઃખ. આમાં પણ કલ્પવૃક્ષો દ્વારા ઇચ્છિત વસ્તુ મળે છે.
ચોથો આરો દુ:ખ-સુખ મિશ્ર. આ સમયમાં જ ચોવીસ તીર્થંકરો તથા ચક્રવર્તી વગેરે ૬૩ શલાકા (શ્રેષ્ઠ) પુરુષો થાય છે. આ કાળમાં જ મોક્ષે સીધું જઈ શકાય છે.
પાંચમો આરો – દુઃખનો આરો, આ સમયમાં સીધું મોક્ષે જઈ શકાતું નથી પણ ધર્મ થઈ શકે છે અને થોડા ભવમાં મોક્ષે જઈ શકાય તેવી સ્થિતિ પણ પ્રાપ્ત થઈ શકે છે. હજુ લગભગ સાડા અઢાર હજાર વર્ષ સુધી આ કાળ રહેશે.
છઠ્ઠો આરો દુઃખ – દુઃખ જ, આ સમયમાં ધર્મ કરવાનું મુશ્કેલ બને છે. મોક્ષે તો જવાય જ નહીં.
ત્યાર પછી ચઢતો સમય આવે એટલે કે છઠ્ઠો આરો, પછી પાંચમો આરો, એમ છેક પહેલા આરા સુધી. ત્યાર પછી ફરી પાછો ઊતરતો આરો
પહેલો,
બીજો, ત્રીજો એમ છઠ્ઠો આરો આવે.
૨૭
Page #29
--------------------------------------------------------------------------
________________
આવી ઘટમાળ અનાદિકાળથી ચાલી આવી છે અને
અનંતકાળ સુધી ચાલશે, એવું કેવળી ભગવાને જોયું છે. પ્ર. ૫. છ દ્રવ્યો કયાં કયાં ? ટૂંકમાં વર્ણન કરો. ઉ. : જીવ, અજીવ (પુદ્ગલ), ધર્મ, અધર્મ, આકાશ અને
કાળ એ છ દ્રવ્યો છે. દરેક આત્મા તે જીવ છે, તે અરૂપી
બધી અચેતન જડ વસ્તુ અજીવ પુદ્ગલ છે. તેને સ્પર્શ, રસ, વર્ણ, ગંધ, શબ્દ હોય છે. કર્મના રજકણ અને આપણું શરીર પણ પુદ્ગલ છે.
ધર્મ – આકાશમાં જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં સહાયરૂપ દ્રવ્યને ધર્મ કહે છે.
અધર્મ – ગતિની સ્થિતિમાંથી સ્થિર થવામાં સહાયરૂપ દ્રવ્યને અધર્મ કહે છે.
આકાશ – દ્રવ્યોને સ્થાન આપનાર દ્રવ્યને આકાશ કહે છે.
કાળ – દ્રવ્યોમાં પરિવર્તન લાવવામાં મદદરૂપ દ્રવ્યને કાળ કહે છે. પ્ર. ૬૬. જૈન ધર્મનું લક્ષ્ય શું છે ?
દરેક જીવ પોતાના સાચા સ્વરૂપને ઓળખે, એ સ્વરૂપને ઢાંકનારાં તત્ત્વોને ઓળખે અને એ તત્ત્વોને દૂર કરી પોતાના સાચા સ્વરૂપને પ્રાપ્ત કરી, સદાકાળે અનંત આનંદમાં રહે – આવો રસ્તો જૈન ધર્મ યથાર્થ રીતે બતાવે છે. ટૂંકમાં દરેક જીવ સિદ્ધ સમાન શક્તિ અપેક્ષાએ છે અને સિદ્ધ થાય તેનો રસ્તો જૈન ધર્મ બતાવે છે.
૨૮
Page #30
--------------------------------------------------------------------------
________________
સાંસ્કૃતિક ઐતિહાસિક પ્રશ્નોત્તરી
પ્ર. ૧ એક કાળચક્રમાં કેટલા તીર્થકરો થાય? ઉ. : ચોવીસ. પ્ર. ૨. વર્તમાન ચોવીસીના પહેલા, સાતમા, દશમા, બારમા,
સોળમા, બાવીસમા, ત્રેવીસમા અને ચોવીસમા તીર્થંકરનાં
નામ તથા ચિહ્નો લખો. ઉ. : ૧લા ઋષભદેવ ચિહ્ન બળદ ૭માં સુપાર્શ્વનાથ
સાથીઓ ૧૦મા શીતલનાથ
કલ્પવૃક્ષ ૧૨મા વાસુપૂજ્ય
પાડો ૧૬મા શાંતિનાથ
હરણ ૨૨માં નેમિનાથ
શંખ ૨૩માં પાર્શ્વનાથ
સર્પ ૨૪મા મહાવીરસ્વામી
સિંહ પ્ર. ૩. હમણાં જૈનશાસન પ્રવૃર્તમાન છે, તે કોનું પ્રણીત કરેલું છે? ઉ. : ચોવીસમા છેલ્લા તીર્થકર શ્રમણ ભગવાન મહાવીરનું
પ્રણીત કરેલું છે. પ્ર. ૪. તેઓ ક્યાં જન્મ્યા અને તેઓનાં માતાપિતાનું નામ શું ? ઉ. : મગધદેશના ક્ષત્રિયકુંડ નગરમાં ત્રિશલાદેવી ક્ષત્રિયાણીની
કૂખે સિદ્ધાર્થ રાજાથી ભગવાન મહાવીર જન્મ્યા. પ્ર. ૫. તેઓ કેવળજ્ઞાન ક્યાં પામ્યા ?
૨૯
Page #31
--------------------------------------------------------------------------
________________
: તેઓ ઋજુવાલુકા (બિહાર) નદીને કિનારે કેવળજ્ઞાન
પામ્યા.
પ્ર. ૬. તેઓ કેટલું આયુષ્ય ભોગવી મોક્ષગતિ પામ્યા ? ઉ. : તેઓ ૭૨ વર્ષની ઉંમરે નિર્વાણ (મોક્ષ) ગતિ પામ્યા. ભગવાન મહાવીરને કેટલા ગણધર હતા ? મુખ્ય ગણધર કોણ ?
પ્ર. ૭.
ઉ.
ઉ.
પ્ર. ૮.
ઉ.
ܕ
: ભગવાન મહાવીરને અગિયાર ગણધરો હતા. મુખ્ય ગણધરનું નામ શ્રી ઇન્દ્રભૂતિ અથવા શ્રી ગૌતમસ્વામી હતું.
ભગવાન મહાવીરે ઉપદેશેલા પાંચ મુખ્ય સિદ્ધાંતો કયા ગણી શકાય ?
પ્ર. ૯ અંતિમ શ્રુતકેવળી કોણ થયા ?
ઉ.
ઉ.
: (૧) અહિંસા
(૨) સત્ય (૩) અનેકાંત
(૪) અપરિગ્રહ
(૫) વિશ્વમૈત્રી
: સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને વર્તમાન સમસ્ત જૈનોને માન્ય એવા શ્રી ભદ્રબાહુસ્વામી છેલ્લા શ્રુતકેવળી થયા, જેમનાં પદચિહ્નો કર્ણાટકમાં ચન્દ્રગિરિ પર્વત પર હાલ પણ વિદ્યમાન છે.
પ્ર. ૧૦. જૈન દર્શનના સાહિત્યમાં અધ્યાત્મ અને યોગસાધના વિષે વિશિષ્ટ યોગદાન કોણે આપ્યું ?
: શ્રી કુંદકુંદાચાર્ય, શ્રી પૂજ્યપાદ, શ્રી યોગીન્દુદેવ, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચન્દ્રાચાર્ય, શ્રી અમૃતચન્દ્રાચાર્ય, શ્રી
३०
Page #32
--------------------------------------------------------------------------
________________
શુભચન્દ્રાચાર્ય અને મુનિ શ્રી સમયસુંદરે અધ્યાત્મયોગ અંગે
મુખ્ય રચનાઓ કરી. પ્ર. ૧૧. છેલ્લાં ચારસો વર્ષમાં જૈન પરંપરામાં થયેલી સાત વિશિષ્ટ
આધ્યાત્મિક વ્યક્તિઓનાં નામ આપો. ઉં. : (૧) કવિવર બનારસીદાસજી
(૨) યોગીરાજ આનંદઘનજી (૩) શ્રી ચિદાનંદજી મહારાજ (૪) શ્રીમદ્ દેવચંદ્રજી (૫) શ્રીમદ્ જયચંદજી છાબડા (૬) શ્રીમદ્ રાજચંદ્રજી
(૭) શ્રી ગણેશપ્રસાદ વર્મીજી પ્ર. ૧૨. સાત પ્રસિદ્ધ જૈન તીર્થોનાં નામ કહો. ઉ. : (૧) સમેતશિખર, સ્ટેશન પારસનાથ અથવા ગિરીડીહ.
(જિ. હજારીબાગ, બિહાર) (૨) પાલીતાણા. (૩) રાજગૃહી. (૪) પાવાપુરી. (૫) દેલવાડા (આબુ) (ડ) શ્રવણબેલગોલા-ગોમટ્ટસ્વામી (કર્ણાટક)
(૭) ગિરનાર. પ્ર. ૧૩. મહાત્મા ગાંધીજી પર સૌથી વધારે અસર કરનાર ત્રણ
વ્યક્તિઓ કઈ કઈ ? (૧) નૈતિક બાબતોમાં – લિયો ટૉલ્સ્ટોય (૨) રાજકીય બાબતોમાં – જ્હોન રસ્કિીન (૩) આધ્યાત્મિક બાબતોમાં – કવિ રાયચંદભાઈ અર્થાત્ શ્રીમદ્ રાજચન્દ્ર.
૩૧
Page #33
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૪. શ્રીમદ્ રાજચંદ્રની મુખ્ય ત્રણ કૃતિઓનાં નામ આપો. ઉ. : (૧) શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર
(૨) શ્રી મોક્ષમાળા
(૩) શ્રી અપૂર્વ અવસર પ્ર. ૧૫. શ્રીમદ્ રાજચંદ્રના પાંચ મુખ્ય શિષ્યોનાં નામ આપો. ઉ. : (૧) શ્રી સૌભાગ્યભાઈ (૨) શ્રીમદ્ લઘુરાજસ્વામી (૩)
શ્રી અંબાલાલભાઈ (૪) જૂઠાભાઈ (૫) શ્રી પોપટલાલ
મહોકમચંદ (ભાઈશ્રી). પ્ર. ૧૬. ભગવાન મહાવીરની ૨૫૦૦મી નિર્વાણ શતાબ્દી દરમ્યાન
ભારતમાં મુખ્ય કાર્યો કયાં કયાં થયાં ? (૧) સમણસુત્ત અર્થાત્ “જૈનધર્મસાર'નું પ્રકાશન. (૨) દક્ષિણ દિલ્હીમાં મહાવીર પ્રભુનું કાયમી સ્મારક. (૩) રાજગૃહીના પહેલા “વિપુલાચલ” નામના પર્વત પર ભગવાન મહાવીર સ્વામીની પ્રથમ દેશનાનું ભવ્ય અને કલાત્મક સ્મારક. (૪) પ્રાકૃત, સંસ્કૃત, હિંદી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં પ્રભુ મહાવીરના જીવન અને ઉપદેશને લગતા સાહિત્યનું વિપુલ પ્રમાણમાં પ્રકાશન અને દેશ-પરદેશમાં તેનું વિતરણ. (૫) જૈન કલા અને સ્થાપત્યના ત્રણ ભાગોનું ભારતીય જ્ઞાનપીઠ તરફથી અને ભગવાનના જીવનને લગતાં પાંત્રીસ કલાત્મક રંગીન ચિત્રોનું મુનિ શ્રી યશોવિજયજીની પ્રેરણાથી મુંબઈ મુકામે પ્રકાશન. (૬) મહાવીર-કુંદકુંદ-પરમાગમ-મંદિરની સોનગઢમાં રચના
Page #34
--------------------------------------------------------------------------
________________ 0 0 | | 0 | 0 20-00 7-0 0 0 | 0 | સંસ્થાનાં પ્રકાશને (1) ભક્તામર-સ્તોત્ર (2) બેધસાર (3) સાધના–સોપાન (આત્મોન્નતિનો ક્રમ) (4) ચારિત્રય-સુવાસ (પ્રેરણાત્મક પ્રસંગે) (5) સાધક-સાથી ભાગ 1-2 (6) અધ્યાત્મને 5 થે (7) અધ્યાત્મજ્ઞાન પ્રવેશિકા (8) તરવસાર (પ્રાકૃત-સંસ્કૃત-હિંદી-ગુજરાતી) 15-00 (9) દયાન : એક પરિશીલન 10-00 (10) ભક્તિમાર્ગની આરાધના 10-00 (11) બારસ અણુફખા (પ્રાકૃત-હિંદી) 2-00 (12) બારસ અણુફખા (પ્રાકૃત, હિન્દી-ગુજરાતી 5-00 ગદ્યપદ્યાનુવાદ સહિત) (13) પારાયણત્રય 2-00 (14) શાંતિપથ-દશન ખંડ 1-2 (ગુજરાતી અનુવાદ) 10+15 (15) દૈનિક ભક્તિ-સ્વાધ્યાય (16) Guidelines to Mahavir Darshan 5-00 (17) Adhyatmagnan Praveshika 5=00 (18) અર્વાચીન જૈન જાતિધરે 25-00 (19) શ્રી ગુરુમાહાત્મ્ય 1-00 (20) આત્મસ્મૃતિ ગ્રંથ (સંસ્થા દશાબ્દી ગ્રંથ) 40=00 (21) “દિવ્ય ધ્વનિ' (દશાબ્દી ગ્રંથ) 7-00 (22) આ કુન્દકુન્દાચાય વિશેષાંક 1500 જીવનવિકાસ સાહિત્યમાલા-અંતર્ગત (1) મનમંદિરની મહેલાતા (2) પુષ્પમાલા 1-00 (3) અનંતનો આનદ 15-00 (4) કમ રહસ્ય 6-00 (5) સાધક-ભાવના 6-0 0 શ્રીમદ્દ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર | કોબા-૩૮૨૦૦૯ (જિ. ગાંધીનગર) 5-00