________________
સાંસ્કૃતિક ઐતિહાસિક પ્રશ્નોત્તરી
પ્ર. ૧ એક કાળચક્રમાં કેટલા તીર્થકરો થાય? ઉ. : ચોવીસ. પ્ર. ૨. વર્તમાન ચોવીસીના પહેલા, સાતમા, દશમા, બારમા,
સોળમા, બાવીસમા, ત્રેવીસમા અને ચોવીસમા તીર્થંકરનાં
નામ તથા ચિહ્નો લખો. ઉ. : ૧લા ઋષભદેવ ચિહ્ન બળદ ૭માં સુપાર્શ્વનાથ
સાથીઓ ૧૦મા શીતલનાથ
કલ્પવૃક્ષ ૧૨મા વાસુપૂજ્ય
પાડો ૧૬મા શાંતિનાથ
હરણ ૨૨માં નેમિનાથ
શંખ ૨૩માં પાર્શ્વનાથ
સર્પ ૨૪મા મહાવીરસ્વામી
સિંહ પ્ર. ૩. હમણાં જૈનશાસન પ્રવૃર્તમાન છે, તે કોનું પ્રણીત કરેલું છે? ઉ. : ચોવીસમા છેલ્લા તીર્થકર શ્રમણ ભગવાન મહાવીરનું
પ્રણીત કરેલું છે. પ્ર. ૪. તેઓ ક્યાં જન્મ્યા અને તેઓનાં માતાપિતાનું નામ શું ? ઉ. : મગધદેશના ક્ષત્રિયકુંડ નગરમાં ત્રિશલાદેવી ક્ષત્રિયાણીની
કૂખે સિદ્ધાર્થ રાજાથી ભગવાન મહાવીર જન્મ્યા. પ્ર. ૫. તેઓ કેવળજ્ઞાન ક્યાં પામ્યા ?
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org