________________
અવજ્ઞા થાય, તથા વિમુખભાવ થાય એ આદિ પ્રવૃત્તિથી તેમજ અસદેવ, અસદ્ગુરુ તથા અસદ્ધર્મનો જે પ્રકારે આગ્રહ થાય, તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતાં ‘અનંતાનુબંધી કષાય' થાય અથવા સ્ત્રીપુત્રાદિ ભાવોને જે મર્યાદા પછી ઇચ્છતાં નિર્બંસ પરિણામ કહ્યાં છે, તે પરિણામે પ્રવર્તતાં પણ અનંતાનુબંધી હોવા યોગ્ય છે.
જે કષાયમાં તન્મયપણે, અપ્રશસ્ત (માઠા) ભાવે તીવ્રપ્રયોગે, આત્માની પ્રવૃત્તિ છે ત્યાં અનંતાનુબંધીનો સંભવ છે.
ઉ.
પ્ર. ૩૯. માયિક વાસનાનો ક્ષય ક્યારે અને કેવી રીતે થશે ? : કોઈ પણ પ્રકારે સદ્ગુરુની શોધ કરવી, શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી, તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું, તો જ સર્વ માયિક વાસનાનો ક્ષય થશે.
Jain Education International
૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org