SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રહણ. પ્ર. ૪૫. વ્રત એટલે શું ? ઉ. : આ કરવા યોગ્ય છે અને આ કરવા યોગ્ય નથી એમ બુદ્ધિપૂર્વક સમજીને લીધેલો નિયમ તે વ્રત કહેવાય છે. ૫. ૪૬. અભક્ષ્ય કોને કહે છે ? ઉ. : જેના ભક્ષણથી ત્રસ જીવોનો ઘાત થાય અથવા ઘણા જ સ્થાવર જીવોની હિંસા થાય, જેનાથી આળસ અને મદ વધે, નશો ચઢે અને પ્રકૃતિને અનુકૂળ ન હોય તેવા પદાર્થો અભક્ષ્ય ગણાય છે. પ્ર. ૪૭. અભક્ષ્યનાં થોડાં નામ આપો. ઉ. : ડુંગળી, લસણ, શકરિયાં, બટાકા, આદુ, ગાજર, અફીણ, ગાંજો, તમાકુ, ચામડામાં રાખેલા પદાર્થો અને દ્વિદળ (કાચાં દૂધ / દહીંમાં ભેળવેલું કઠોળ) વગેરે અનેક છે. પ્ર. ૪૮. પાણી ગાળીને શા માટે પીવું જોઈએ ? ઉ. : અણગળ પાણીના એક ટીપામાં ૩૬,૪૫૦ સૂક્ષ્મ જીવો હોવાનું વિજ્ઞાને પુરવાર કર્યું છે, તેથી અહિંસાપાલન અને આરોગ્ય બન્ને દૃષ્ટિએ પાણી ગાળીને જ પીવું હિતકર છે. પ્ર. ૪૯. રાત્રિભોજનના શું શું ગેરફાયદા છે ? ઉ. : (૧) સૂર્યનાં કિરણોના અભાવમાં ગ્રંથિઓના સ્રાવ ઓછા થવાથી પાચન બરાબર થતું નથી. (૨).રાત્રે અને વહેલી સવારે, જાપ-ધ્યાનમાં પ્રમાદ થાય છે. (૩) નાના-મોટા જીવોની હિંસાનો પ્રસંગ વિશેષપણે બને છે. (૪) બ્રહ્મચર્યપાલનમાં વિશેષપણે વિઘ્ન ઊપજે છે. Jain Education International ૨૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001299
Book TitleAdhyatmatattva Prashnottari
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1994
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy