________________
કુગુરુસેવા (૬) કુશાસ્ત્રસેવા.
આઠ મદ :
(૧) જાતિ (૨) લાભ (૩) કુળ (૪) રૂપ (૫) તપ (૬) બલ (૭) વિદ્યા (૮) અધિકાર.
પ્ર. ૩૯. સમ્યાન કોને કહે છે ?
ઉ.
: પદાર્થનું સ્વરૂપ જેવું છે તેવું યથાર્થ જાણવું અને તેમાં કોઈ જાતનો સંદેહ ન કરવો તે.
પ્ર. ૪૦. સમ્યક્ચારિત્ર કોને કહે છે ?
ઉ.
: હિંસા, અસત્ય, ચોરી, કુશીલ, પરિગ્રહ તથા કષાયથી વિરક્ત થવું તે. અથવા આત્મામાં સ્થિર થવું તે નિશ્ચયનયથી ચારિત્ર છે.
પ્ર. ૪૧. ધર્મના કેટલા પ્રકાર છે ?
ઉ. : અનેક પ્રકાર છે. અહીં શ્રાવકધર્મ અને મુનિધર્મ એમ બે પ્રકાર વિચારીશું.
પ્ર. ૪૨. શ્રાવકધર્મમાં દૈનિક આવશ્યક કર્મ કાં કાં ?
ઉ.
: પ્રભુ-ભક્તિ, ગુરુસેવા, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. પ્ર. ૪૩. મહા અનર્થકારી સાત વ્યસન કાં કાં ?
ઉ.
: જુગાર, માંસાહાર, દારૂ, વેશ્યાગમન, શિકાર, ચોરી અને પરસ્ત્રીગમન.
પ્ર. ૪૪. શ્રાવકના મૂળ ગુણ કેટલા અને કયા કયા ? ઉ. : શ્રાવકના મૂળ ગુણ આઠ છે :
માંસ, મદિરા અને મધ તથા ઉદંબર ફળ (વડ, પીપળ, પીપળો અંજીર અને કઠૂંબર)નો ત્યાગ
અથવા
માંસ, મધ (દારૂ), મધનો ત્યાગ અને પાંચ અણુવ્રતનું
Jain Education International
૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org