________________
અશુભ નામકર્મ અને તેનાથી ઊલટાથી શુભ નામકર્મ બંધાય છે.
ગોત્ર અભિમાન, નિંદા વગેરેથી નીચ ગોત્ર અને તેનાથી ઊલટાથી ઉચ્ચ ગોત્ર બંધાય છે.
અંતરાય બીજાને વિઘ્નો ઉત્પન્ન કરવાથી અંતરાય કર્મ
બંધાય છે.
પ્ર. ૩૫. નમોકાર મંત્રનો મહિમા શો છે ?
ઉ.
-
: પાંચ શ્રેષ્ઠ આત્માઓની ભક્તિરૂપ હોવાથી તે સર્વ પાપોનો નાશ કરે છે. સર્વ મંગળમાં પ્રથમ મંગળ છે.
પ્ર. ૩૬. ધર્મનાં ત્રણ રત્નો કયાં કયાં ?
ઉ.
: સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર.
પ્ર. ૩૭. સમ્યક્દર્શન કોને કહે છે ?
ઉ.
: સર્વજ્ઞ, સદ્ગુરુએ કહ્યો છે તેવો હું જાણનાર, દેખનાર આત્મા છું એવી અનુભવાંશે શ્રદ્ધા થવી તે. અથવા તીર્થંકર ભગવાને કહેલાં સાત અથવા નવ તત્ત્વોનું યથાર્થ રીતે શ્રદ્ધાન કરવું તે.
પ્ર. ૩૮. સમ્યક્દર્શનના ૨૫ દોષ કયા કયા ?
ઉ.
: આઠ અંગ બરોબર ન હોય તે અંગદોષ. આઠ અંગો (૧) નિઃશંકિત (૨) નિઃકાંક્ષિત (૩) નિર્વિચિકિત્સા (૪) અમૂઢદૃષ્ટિ (૫) ઉપગ્રહનત્વ (૬) સ્થિતિકરણ (૭) વાત્સલ્ય (૮) પ્રભાવના.
ત્રણ મૂઢતાઃ
(૧) લોકમૂઢતા (૨) દેવમૂઢતા (૩) ગુરુમૂઢતા
Jain Education International
છ અનાયતન :
(૧) કુદેવ (૨) કુગુરુ (૩) કુશાસ્ત્ર (૪) કુદેવસેવા (૫)
२०
For Private & Personal Use Only
www.jainelibrary.org