________________
જેનાથી નક્કી થાય તે.
ગોત્ર – કેવા કુળમાં – ગોત્રમાં જન્મ લેવા પડે તે જેનાથી
-
Ch
નક્કી થાય તે.
ઉ.
અંતરાય વ્યાવહારિક તથા આત્મિક સુખની પ્રાપ્તિમાં જેનાથી અંતરાયો ઊભા થાય તે.
પ્ર. ૩૪. દરેક પ્રકારનાં કર્મો કયા કયા કારણથી બંધાય છે તે ટૂંકમાં
જણાવો.
: જ્ઞાનાવરણીય
જ્ઞાન કે જ્ઞાનીની આશાતના કરવાથી.
દર્શનાવરણીય – સમ્યક્દર્શન કે તેના ધારકની આશાતના
-
કરવાથી.
વેદનીય – દુઃખ અનુભવવું, શોક કરવો, રડવું, વગેરે પોતે કરવાં તથા અન્યને કરાવવાં તેનાથી અશાતા વેદનીય કર્મ બંધાય છે. દાન, સંયમ, કષાયનો અભાવ, વગેરે કારણોથી શાતા વેદનીય કર્મ બંધાય છે.
મોહનીય – કેવળી ભગવાન, સાચો ધર્મ વગેરેની નિંદાથી દર્શન મોહનીય કર્મ બંધાય છે, કષાય અને નોકષાય કરવાથી ચારિત્ર મોહનીય કર્મ બંધાય છે.
આયુ
બહુ આરંભ પરિગ્રહથી નરક-આયુ બંધાય છે. ઓછો આરંભ-પરિગ્રહથી અને સ્વભાવની નરમાશથી મનુષ્ય આયુ બંધાય છે. માયાચારથી તિર્યંચ આયુ બંધાય છે.
સંયમ, તપ, સમકિત વ.થી દેવ આયુ બંધાય છે. મન વચન કાયાની વક્રતા અને વિસંવાદિતાથી
નામ
Jain Education International
૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org