________________
નિયમો વગેરે લેવામાં આવે તેને પચ્ચખાણ કહે છે. પ્ર. ૩. વિશ્વનું સ્વરૂપ કેવું છે? એનું ટૂંકમાં વર્ણન કરો. ઉ. : કડે હાથ દઈને પગ પહોળા કરીને ઊભેલા મનુષ્યની
આકૃતિના જેવો વિશ્વનો આકાર છે. તેની ઉપરથી નીચે સુધીની ઊંચાઈ ચૌદ રાજુ છે. (એક રાજુ = અસંખ્યાત યોજન) વચલા ભાગમાં મધ્યલોક છે. તેમાં આપણે વસીએ છીએ. ઉપરના ભાગમાં સ્વર્ગ છે જેમાં દેવો વસે છે. છેક ઉપર સિદ્ધશિલા છે જેની ઉપર સિદ્ધ થયેલા – મોક્ષે ગયેલા જીવો સદાકાળ અનંત સુખમાં વસે છે.
મધ્યલોકની નીચે થોડાક ભાગમાં હલકી કોટિના દેવ વસે છે. તેની નીચે નરક ભૂમિઓ છે. જેમાં નારકી જીવો રહે છે, છેક નીચલા ભાગમાં નિગોદના જીવો (અતિ સૂક્ષ્મ જીવો) ઠસોઠસ ભરેલા છે.
મધ્યલોકમાં વચ્ચોવચ થાળી જેવો ગોળ ટાપુ છે તેને જંબુદ્વીપ કહે છે. તેની વચમાં છ આડા પર્વતો છે, તેને લીધે તેના સાત ભાગ થઈ જાય છે. વચલા પટ્ટાને વિદેહક્ષેત્ર કહે છે. તેની મધ્યમાં મેરુપર્વત છે. છેક નીચલા પટ્ટાને ભરતક્ષેત્ર કહે છે. તેના છ ભાગ પડે છે. તેમાંનો વચલો નીચલો ભાગ આર્યખંડ કહેવાય છે. બાકીના અનાર્ય ખંડ કહેવાય છે. આપણી અત્યારની સમસ્ત દુનિયા આર્યખંડમાં આવી જાય છે.
જંબુદ્વીપની ફરતે બંગડી આકારનો સમુદ્ર છે, તેની ફરતે બંગડી આકારનો ટાપુ, એમ અસંખ્ય ટાપુઓ અને સમુદ્રો છે. મનુષ્યો ફક્ત જંબુદ્વીપ સહિત અઢી દ્વીપ (ટાપુ)માં જ વસે છે.
૨ ૬ Far Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org