________________
પ્ર. ૬૪. ષટ્કાળ પરિવર્તન એટલે શું ? તે ક્યાં થાય છે ? ટૂંકમાં જણાવો.
ઉ.
: જંબુદ્રીપ સહિતના અઢી દ્વીપમાં છેક ઉપલો પટ્ટો ઐરાવત ક્ષેત્ર અને છેક નીચલો પટ્ટો ભરતક્ષેત્ર, તેમાં સદાય એકસરખો કાળ રહેતો નથી, પણ બદલાયા કરે છે. પહેલો કાળ (આરો) એમાં સુખ-સુખ જ હોય છે. વૃક્ષો દ્વારા ઇચ્છિત વસ્તુ મળી રહે છે.
બીજો આરો તેમાં સુખ હોય છે. આમાં પણ કલ્પવૃક્ષો દ્વારા ઇચ્છિત વસ્તુ મળી રહે છે.
ત્રીજો આરો મુખ્યત્વે સુખ, નહીં જેવું દુઃખ. આમાં પણ કલ્પવૃક્ષો દ્વારા ઇચ્છિત વસ્તુ મળે છે.
ચોથો આરો દુ:ખ-સુખ મિશ્ર. આ સમયમાં જ ચોવીસ તીર્થંકરો તથા ચક્રવર્તી વગેરે ૬૩ શલાકા (શ્રેષ્ઠ) પુરુષો થાય છે. આ કાળમાં જ મોક્ષે સીધું જઈ શકાય છે.
પાંચમો આરો – દુઃખનો આરો, આ સમયમાં સીધું મોક્ષે જઈ શકાતું નથી પણ ધર્મ થઈ શકે છે અને થોડા ભવમાં મોક્ષે જઈ શકાય તેવી સ્થિતિ પણ પ્રાપ્ત થઈ શકે છે. હજુ લગભગ સાડા અઢાર હજાર વર્ષ સુધી આ કાળ રહેશે.
છઠ્ઠો આરો દુઃખ – દુઃખ જ, આ સમયમાં ધર્મ કરવાનું મુશ્કેલ બને છે. મોક્ષે તો જવાય જ નહીં.
ત્યાર પછી ચઢતો સમય આવે એટલે કે છઠ્ઠો આરો, પછી પાંચમો આરો, એમ છેક પહેલા આરા સુધી. ત્યાર પછી ફરી પાછો ઊતરતો આરો
પહેલો,
બીજો, ત્રીજો એમ છઠ્ઠો આરો આવે.
Jain Education International
૨૭
For Private & Personal Use Only
www.jainelibrary.org