________________
સદ્વિદ્યાને સાધ્ય કરવા વિનય કરવો. આત્મવિદ્યા પામવા નિગ્રંથ ગુરુનો જો વિનય કરીએ તો કેવું મંગળદાયક થાય !
વિનય એ ઉત્તમ વશીકરણ છે. ભગવાને વિનયને ધર્મનું મૂળ કહી વર્ણવ્યો છે. ગુરુનો, મુનિનો, વિદ્વાનનો, માતાપિતાનો અને પોતાથી વડાનો વિનય કરવો એ આપણી ઉત્તમતાનું કારણ છે.
પ્ર. ૧૨. “મુમુક્ષુતા” અને “તીવ્ર મુમુક્ષુતા”ની વ્યાખ્યા આપો. : ‘‘મુમુક્ષુતા'’ એ છે કે સર્વપ્રકારની મોહાસક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિશે જ યત્ન કરવો.
ઉ.
ઉ.
:
‘‘તીવ્ર મુમુક્ષુતા'' એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું.
પ્ર. ૧૩. મુમુક્ષુતા કેમ વર્ધમાન થાય ?
ઉ.
: આરંભમા અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે, તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે.
પ્ર. ૧૪. તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર કોણ ?
ઉ.
: વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, અને જિતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.
પ્ર. ૧૫. ઇન્દ્રિયો અને મન કેમ જીતી શકાય ?
ઉ.
: મન અકસ્માત કોઈથી જ જીતી શકાય છે, નહીં તો ગૃહસ્થાશ્રમે અભ્યાસ કરીને જિતાય છે. એ અભ્યાસ નિગ્રંથતામાં બહુ થઈ શકે છતાં સામાન્ય પરિચય કરવા માગીએ તો તેનો મુખ્ય માર્ગ આ છે કે મન જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી, તેમ કરવું નહીં. તે જ્યારે શબ્દ
Jain Education International
૭
For Private & Personal Use Only
www.jainelibrary.org