SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ × પ્ર. પ ઉ. ૫. ૬ ઉ. પ્ર. ૭. ઉ. પ્ર. ૮ ઉ. પ્ર. ૯ ઉ. સરળ સ્વભાવથી સિદ્ધાંતવિચાર ચર્ચાય, જ્યાં મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય એવો સત્સંગ એ મહાદુર્લભ છે. સત્સંગ એ આત્માનું પરમ હિતસ્વી ઔષધ છે. વિશ્વમૈત્રીની ભાવના એટલે શું ? : મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વેરબુદ્ધિ. જગતનાં સર્વ પ્રાણીઓમાં પોતાના સમાન દૃષ્ટિ રાખી પ્રેમપૂર્ણ નિષ્કપટ વ્યવહાર કરવો. પ્રમોદ ભાવના એટલે શું ? : પ્રમોદ એટલે કોઈપણ આત્માના ગુણો જોઈ હર્ષ પામવો. કરુણા ભાવના એટલે શું ? કરુણા એટલે સંસાર-તાપથી દુઃખી આત્માના દુ:ખથી અનુકંપા પામવી. ઉપેક્ષા ભાવના એટલે શું ? : ઉપેક્ષા એટલે નિઃસ્પૃહભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું. આત્મકલ્યાણ કરવા માટે પ્રથમ શું શું કરવું ? : પ્રથમ ભૂમિકામાં વિષયો પ્રત્યેની પ્રવૃત્તિ ઘટાડવી. સરળતા, ગુરુઆજ્ઞાનું આઘીનપણું, પવિત્ર વિચારો, કરુણા વગેરેને દૈનિક જીવનમાં ઉતારવા. પ્રમાદને ટાળી માનવભવ સફળ કરવા ઉદ્યમશીલ બનવું. પ્ર. ૧૦. પ્રમાદનાં લક્ષણો કયાં કયાં છે ? ઉ. ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય (કામક્રોધાદિ ભાવો) એ સઘળાં પ્રમાદનાં લક્ષણો છે. પ્ર. ૧૧. વિનય શા માટે કરવો જોઈએ ? Jain Education International S For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001299
Book TitleAdhyatmatattva Prashnottari
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1994
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy