________________
પ્ર. ૧૪. શ્રીમદ્ રાજચંદ્રની મુખ્ય ત્રણ કૃતિઓનાં નામ આપો. ઉ. : (૧) શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર
(૨) શ્રી મોક્ષમાળા
(૩) શ્રી અપૂર્વ અવસર પ્ર. ૧૫. શ્રીમદ્ રાજચંદ્રના પાંચ મુખ્ય શિષ્યોનાં નામ આપો. ઉ. : (૧) શ્રી સૌભાગ્યભાઈ (૨) શ્રીમદ્ લઘુરાજસ્વામી (૩)
શ્રી અંબાલાલભાઈ (૪) જૂઠાભાઈ (૫) શ્રી પોપટલાલ
મહોકમચંદ (ભાઈશ્રી). પ્ર. ૧૬. ભગવાન મહાવીરની ૨૫૦૦મી નિર્વાણ શતાબ્દી દરમ્યાન
ભારતમાં મુખ્ય કાર્યો કયાં કયાં થયાં ? (૧) સમણસુત્ત અર્થાત્ “જૈનધર્મસાર'નું પ્રકાશન. (૨) દક્ષિણ દિલ્હીમાં મહાવીર પ્રભુનું કાયમી સ્મારક. (૩) રાજગૃહીના પહેલા “વિપુલાચલ” નામના પર્વત પર ભગવાન મહાવીર સ્વામીની પ્રથમ દેશનાનું ભવ્ય અને કલાત્મક સ્મારક. (૪) પ્રાકૃત, સંસ્કૃત, હિંદી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં પ્રભુ મહાવીરના જીવન અને ઉપદેશને લગતા સાહિત્યનું વિપુલ પ્રમાણમાં પ્રકાશન અને દેશ-પરદેશમાં તેનું વિતરણ. (૫) જૈન કલા અને સ્થાપત્યના ત્રણ ભાગોનું ભારતીય જ્ઞાનપીઠ તરફથી અને ભગવાનના જીવનને લગતાં પાંત્રીસ કલાત્મક રંગીન ચિત્રોનું મુનિ શ્રી યશોવિજયજીની પ્રેરણાથી મુંબઈ મુકામે પ્રકાશન. (૬) મહાવીર-કુંદકુંદ-પરમાગમ-મંદિરની સોનગઢમાં રચના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org