________________
અભિલાષા નહીં તે સંવેગ. પ્ર. ૨૬. નિર્વેદ એટલે શું? ઉ. : જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું,
ત્યારથી હવે ઘણી થઈ અરે જીવ ! હવે થોભ. એ નિર્વેદ. પ્ર. ૨૭. આસ્થા એટલે શું ? ઉ. : માહાસ્ય જેનું પરમ છે એવા નિસ્પૃહી પુરુષોનાં વચનમાં
જે તલ્લીનતા તે શ્રદ્ધા-આસ્થા. પ્ર. ૨૮. અનુકંપા એટલે શું? ઉ. : એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્યબુદ્ધિ તે “અનુકંપા.' પ્ર. ૨૯. આ લક્ષણો કેવાં છે? ઉ. : આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગ્ય છે, મરવા યોગ્ય
છે, અનુભવવા યોગ્ય છે. પ્ર. ૩૦. ઉપર્યુક્ત આત્મદર્શનની પ્રાપ્તિ માટે કયાં છે પદ યથાર્થપણે
સમજવાં? ઉં. : ૧. આત્મા છે ૨. આત્મા નિત્ય છે. ૩. આત્મા કર્તા
છે. ૪. આત્મા ભોક્તા છે. ૫. મોક્ષ છે. 5. મોક્ષનો
ઉપાય છે. પ્ર. ૩૧. “આત્મા છે” તે પદની સિદ્ધિ કરો. ઉ. : જેમ ઘટપટાદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. અમુક
ગુણ હોવાને લીધે જેમ ઘટપટાદિ હોવાનું પ્રમાણ છે, તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે
છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. પ્ર. ૩૨. “આત્મા નિત્ય છે” તે પદની સિદ્ધિ કરો. ઉ. : ઘટપટાદિ પદાર્થો અમુક કાળવર્તી છે, આત્મા ત્રિકાળવર્તી
છે. ઘટાપટાદિ સંયોગે કરી પદાર્થ છે, આત્મા સ્વભાવે
10
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org