________________
-
-
-----
-
શ્રી ગૌસ્તુભ દુઃખની આત્યંતિક નિવૃત્તિસહ નિરંકુશ શાંતિપ્તિને પામવાને શ્રેષ્ઠ ઉપાય જગતના અભાનપૂર્વક પ્રત્યગભિન્ન બ્રહ્મને નિરાવરણ અનુભવ છે. એવો અનુભા થવામાં ધર્માધર્મકારા ઉપજતાં ચિત્તનાં અનાત્માકાર પરિણામો બંધ થવાની અપેક્ષા છે. એ ચિત્તનિરોધનેજ યોગ કહે છે. એ યોગ જિજ્ઞાસુ પુરુષને અવશ્ય ઉપાદેય હોવાથી તેનું ભિન્ન ભિન્ન અધિકારીએ ને તેમના અધિકારાનુસાર ઉપયોગી થઈ પડે એવું વિસ્તૃત નિરૂપણ આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે.
મલ, વિલેપ અને આવરણ એ ત્રણ ચિત્ત નિષ્કામ કર્મ, ઉપાસના ને આ માના જ્ઞાનથી દૂર થાય છે. અધિકારાનુસાર વર્ણશ્રમને લગતાં વૈદિક, સ્માર્ત તથા પુરાણોક્ત નિયનૈમિત્તિક કર્મોનું નિષ્કામપણે અનુષ્ઠાન કરવાથી જેમ ચિત્તને મલદેષ દૂર થાય છે તેમ યમ, નિયમ, આસન, પ્રાણાયામ ને પ્રત્યાહારનું નિષ્કામપણે અનુષ્ઠાન કરવાથી પણ રજસમસતી નિવૃત્તિ થવાથી ચિત્તને મલદોષ સ્વલ્પકાલમાંજ નિતિ પામે છે. દહરશાંડિલ્યાદિ વૈદિક ઉપાસનાવડે જેમ ચિત્તની થિરતાથી વિક્ષેપદેષ દૂર થાય છે તેમજ ધારણા ધ્યાન ને સમાધિદ્વારા પણ ચિત્તને વિક્ષેપષ સ્વ૮૫કાલમાં નિવૃત થાય છે. સમાધિવડે તથા ત્યારપછી થનારા સંયમ, સંપ્રજ્ઞાતવેગ, ધર્મમેઘસમાધિ અને અસંખનાતગવડે ચિત્ત અત્યંત નિમલ તથા નિરુદ્ધ થવાથી તે પદાર્થનું અત્યંત સ્ફટ ભાન થાય છે, અને તે કાલે ત્રણ અવસ્થા, ત્રણ શરીર ને પાંચ કેશથી આત્મા અત્યંત ભિન્ન ને ચૈતન્યારૂપ છે એમ અનુભવાય છે. એ આત્માને જગતના અધિષ્ઠાન બ્રહ્મથી સર્વદા અભેદ છે એવો શ્રીસદ્દગુરુને ઉપદેશ થવાથી તે અધિકારીને પ્રગભિન્ન બ્રહ્મનું નિરાવરણ ભાન થઈ તે આવરણદેશની સંપૂર્ણ નિવૃત્તિદ્વારા કૃતાર્થ થવાથી સ્વસ્થપણે પિતાના નિરતિશય વ્યાપક સ્વરૂપમાં વિરામે છે. પૂર્વોક્તરીતે ચિત્તના દેને ટાળવાના ઉપયોગી વિચારો તથા ક્રિયાઓનું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શક તથા સ્ત્રી આદિને સમાનપણે ઉપકારક થાય તેવી રીતે આ ગ્રંથમાં વર્ણન