________________
શ્રીગકૌસ્તુભ
,
રીજી આવૃત્તિની ભૂમિકા આ યોગ સ્તુભગ્રંથની બીજી આવૃત્તિના કરતાં આ ત્રીજી આવૃત્તિમાં નાદાનુસંધાનમાં તથા શક્તિચાલનમાં વિશેષ વધારો કરવામાં આવ્યો છે, મુદ્રા ધામાં બે મુદ્રાઓનું નિરૂપણ વધારવામાં આવ્યું છે, અને કેઈ કે ઈ સ્થલે બીજે ઉપયોગી વધારો પણ કરવામાં આવ્યો છે. ઈતિ શ.
બીજી આવૃત્તિની ભૂમિકા આ વિચિ અને અચિત્ય રચનાવાળું જગત જે આપણી આગળ દેખાઈ રહ્યું છે તેનું અવલોકન કરતાં જણાય છે કે તેમાંના કેટલાક પદાર્થોમાં પ્રકટ ચેતનધર્મ છે, અને કેટલાકમાં પ્રકટ ચેતનધર્મ જણાતું નથી. ચેતનધર્મ જેમાં દર્શાતા નથી એવા સર્વ જડ પદાર્થોની વ્યવસ્થા ચેતનધર્મવાળાને અધીન છે. ચેતનધર્મવાળાં સર્વ પ્રાણીઓ સુખને સંપાદન કરવા માટે તથા દુઃખને દૂર કરવા માટે પ્રયત્ન કરતાં હોય એમ જણાય છે. ચેતનધર્મવાળાં દશ્ય પ્રાણીઓમાં મનુષ્ય એ સમ પ્રાણી છે. મનુષ્યોમાં પણ જ્ઞાનનું તારતમ્ય હેવાથી સુખદુ:ખના સ્વરૂપને વિવેક સૌને સમાન હેત નથી; વળી એકજ મનુષ્યને એક સ્થિતિનું કે કાલનું સુખ બીજી સ્થિતિમાં કે કાલમાં દુઃખરૂપે જણાય છે, અને તેથી ઊલટું પણ બને છે. દેશ, કાલ, ક્રિયા ને સંા આદિને લીધે મનુષ્યના જ્ઞાનનું બહુધા અવસ્થાતર થયા કરે છે, અને તેથી મનુષ્યના સુખદુ:ખસંબંધના વિચારમાં પણ અવસ્થાંતર થતું જાય છે. અરણ્યમાં વસનારા અજ્ઞાની મનુષ્યો જેમની દિનચર્યા અરણ્યમાંનાં પશુઓના કરતાં કંઈ વિશેષ સારી રીતે વ્યતીત થતી નથી એટલે કે ભૂલદેહના સંરક્ષણાર્થે આહારદિક સંપાદન કરવામાંજ જેમને ઘણો સમય વ્યતીત થાય છે