Book Title: Yashojivan Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ કમાડ ઊઘડી ગયા પછી આનંદનો ફુવારો ઊડ્યો તે માણ્યા પછીના એ શાશ્વતીના ઉદ્દગારો છે. અને સર્જનની શરૂઆત કર્યા પછી સદા વસંત જ રહી છે. ક્યારે પણ તેમાં પાનખર નથી આવી. એકથી એક વિષયમાં ચાહે તે ભાષા હોય ચાહે તે વિષય હોય સાવ સાદી સરળ રચનાથી શરૂ કરીને નવ્યન્યાયના પરિચ્છેદની ભરમાર હોય તો પણ સ્ત્રીનાયતે મારતી. તેઓ ભારતીને રમાડતા હોય તેમ લાગે. કલિકાલસર્વજ્ઞના ઉપાશ્રય માટે જે મારતી પિતૃમન્દિરમ્ શબ્દ પ્રયોજ્યો છે તે શબ્દ ઉપાધ્યાયજી મહારાજ માટે પણ પૂરો બંધ બેસે છે. મારતી પિતૃન્દરમ્ - એટલે સરસ્વતીનું પિયર. પિયરમાં દીકરી જેમ યથેચ્છ વિહરે તેમ એ તેમની પાસે વિહરતી જોવા મળે છે. આ રીતે વર્તમાનમાં સમગ્ર ઉપલબ્ધ સાહિત્ય અને તેઓનું અલગારી જીવન વૃત્ત ને યથામતિ જોયા જાણ્યા ને કિંચિત અવગાહ્યા પછી તેઓના સમગ્ર વ્યક્તિત્વના એ વિશિષ્ટ સ્વરૂપે આપણી સામે ઊપસતા જણાય છે. જ્ઞાની યશોવિજયજી અને ભક્ત યશોવિજયજી આરાધક યશોવિજયજી અને પ્રભાવક યશોવિજયજી, તર્ક, આગમ અને યોગના પારંગત અભ્યાસી યશોવિજયજી અને પરમ ભાવુક શાસનરાગી યશોવિજયજી. આ બંને વ્યક્તિત્વ પરસ્પર વિરોધી નથી, પણ પૂરક છે. વળી તેઓને જ્ઞાન-ભક્તિ અને વૈરાગ્ય સિદ્ધ થયેલા જણાય છે. તેથી તેનો સમ્યગુ વિનિયોગ પાત્ર શ્રદ્ધાન્વિત વ્યક્તિને થજો. વર્તમાનમાં પણ અનુભવાય છે. મારા જીવનમાં ઉપાધ્યાયજી મહારાજનો પ્રવેશ દીક્ષાના પહેલા વર્ષે થયેલો. મારા મોટા દાદા ગુરુ મહારાજ શ્રી વિજયામૃતસૂરીશ્વરજી મહારાજ સવારે વ્હેલા સાડાત્રણસો ગાથાના સ્તવનની છેલ્લી ઢાળો લલકારતા. તે સાંભળીને જિજ્ઞાસા થયેલી ત્યારથી તે પવિત્ર શબ્દો કાનમાં દાખલ થતા રહેતા. પછી એક વાર પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મહારાજના મુખે દેરાસરમાં ચૈત્યવંદન કરતાં એક મુનિ મહારાજ સ્તવન બોલવાનું શરૂ કરતા હતા. ત્યારે તેઓએ ટકોર કરી એક ઉપાધ્યાયજી મહારાજનું રચેલું સ્તવન આવડે છે ! આવડતું હોય તો તે બોલો. ત્યારે તેઓની રચેલી ચોવીસી હકિક geet & g. Re: 830.૪ : જિs . . . . . . . . . @ડી વાર પછી આ 2 ટી . જે ડી મકો તે, જે. ડો. આ જે કે પછી કેટલા . જા. છે, એ જ છે - ' . ની જોર, , #, જ " જ રી આ ફી. પ || ક લ ધ . જે છે "": "ી હી 8 જે ા તે 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 154