Book Title: Vividh Vishay Vicharmala Part 05
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 164
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ નંદનવને આવે છે, અને બીજે ઉત્પાતે પોતાના સ્થાનકે આવે છે. વિદ્યાચરણ, એક ઉત્પાતે નંદનવને જાય છે, બીજે ઉત્પાત મેરૂ પર્વતે જાય છે, પાછા ફરતા એક ઉત્પાતે પોતાને સ્થાનકે આવે છે. ૧૧. આશિવિષ લબ્ધિ, નિગ્રહ કરવાની શક્તિ પ્રાપ્ત થાય. ૧૨. કેવલજ્ઞાન લબ્ધિ, કેવલજ્ઞાન પ્રાપ્ત થાય. ૧૩. ગણધરલબ્ધિ, ગણધરપદ પ્રાપ્ત થાય. ૧૪. ચૌદપૂર્વ લબ્ધિ ચૌદ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત થાય. ૧૫. અરિહંત લબ્ધિ, અરિહંતપદ પ્રાપ્ત થાય. ૧૬. ચક્રવર્તી લબ્ધિ, ચક્રવર્તીની પદવી પ્રાપ્તિ થાય. ૧૭. બલદેવ ધબ્ધિ, બલદેવની પદવી પ્રાપ્ત થાય. ૧૮. વાસુદેવ લબ્ધિ, વાસુદેવની પદવી પ્રાપ્ત થાય. ૧૯. ક્ષીરાશ્રવ લબ્ધિ, દૂધ ઘી સરિખી વાણી મીઠી થાય. ૨૦. કોષ્ટબુદ્ધિ લબ્ધિ, કોઠારમાંહે નાખેલું ધાન્ય જેમ નિચલ રહે, તેમ જેટલું જ્ઞાન ભણે તેટલું ભૂલે નહિ, તમામ યાદ રહે. ૨૧. પદાનુસારિણી લબ્ધિ, એક પદ ભણવાથી તમામ આવડે. ૨૨. બીજબુદ્ધિ લબ્ધિ, બીજ જેમ વધે તેમ વિશેષ પ્રકારે વૃદ્ધિ પામે. ૨૩. આહારક લબ્ધિ, ચૌદપૂર્વધર એક હાથનું શરીર કરી તીર્થકર મહારાજની ઋદ્ધિ દેખવા માટે, અને સંદેહ પૂછવા માટે જાય તે. ૨૪. શીતલેશ્યા લબ્ધિ, ક્રોધથી કોઈ તેજોલેશ્યા મૂકે તેના ઉપર તે તેજોવેશ્યાના રોકવા માટે શીતલેશ્યા મુકી તેજોવેશ્યાનું નિવારણ કરે. ૧૪૫ ભાગ-૫ ફર્મા-૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196