Book Title: Vividh Vishay Vicharmala Part 05
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay
View full book text
________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
અય્યતંદ્રનું કરેલું સમવસરણ, ૧૦ દિવસ રહે, જ્યોતિષિદેવોનું કરેલું સમવસરણ, ૧૫ દિવસ રહે.
વીતરાગની વાણી) ૧. વીતરાગની વાણી, ભવવલ્લીકૃપાણી, ભવરૂપી વેલડીને કાપવામાં તરવાર સમાન છે,
૨. વીતરાગની વાણી, સંસારસમુદ્રતારિણી, સંસાર રૂપી સમુદ્રને પાર પમાડવામાં વહાણ-જહાજના સમાન છે,
૩. વીતરાગની વાણી, મહામોહાંધકારદિનકરાનુકારિણી, મહાન મોહરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્યના સમાન છે,
૪. વીતરાગની વાણી, આગમોગારિણી, આગમના ઉદ્ગારને કરવાવાળી છે,
૫. વીતરાગની વાણી, ચતુર્વિધ સંઘમનોહારિણી, શ્રી ચતુર્વિધ સંઘના મનને હરણ કરવાવાળી છે,
૬. વીતરાગની વાણી, ભવ્યકર્ણામૃતશ્રાવિણી, ભવ્ય જીવોના કાનને વિષે અમૃતના સ્રાવ કરનારી રેડનારી છે,
૭. વીતરાગની વાણી, કુમતિ નિવારિણી, કુબુદ્ધિને નિવારણ કરનારી છે,
૮. વીતરાગની વાણી, સકલસંશયતારિણી, ભવ્યજીવોના સમગ્ર સંશયોને હરણ કરવાવાલી છે.
૯ વીતરાગની વાણી, યોજનવિસ્તારિણી, એક યોજન ભૂમિ સુધીમાં વિસ્તારને પામવાવાલી છે.
૧૦ વીતરાગની વાણી મિથ્યાત્વછેદિની, મિથ્યાત્વને છેદન કરનારી છે.
M૧૪૯)
૧૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196