Book Title: Vividh Vishay Vicharmala Part 05
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 181
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ તેમાંથી પુન્યાનુબંધી પુન્યપણાથી મુક્તિના હેતુપણાનો નિર્ણય થાય છે, કારણ કે ઉપરોક્ત પુન્ય વિના સર્વ નિષ્ફળ છે, કારણ કે પૈસો, રાજા, ચોર, વેશ્યા, ઘુત, કુટુંબાદિકના ઉપયોગથી સંસારમાં કલેશ દુ:ખ દુર્ગની તેમજ ઈહલોક પરલોકને વૃદ્ધિ કરનાર ઈહલોકે થાય છે, તો શાસનની ઉડ્ડાહનાના રક્ષણ કરવાથી ચેત્યાદિકની પૂજા કરવાથી ઉપર કહેલી ભક્તિ તથા ચેષ્ટાથી પ્રથમ વર્ણવેલ સર્વવિરતિ ગ્રહણ પરિણામયુક્ત નિઃસંશય સમ્યગ્દષ્ટિ થાય છે. ભાવ અંતરંગપણાથી સંવેગ અપનામ મુક્તિ મનોરથ કહેવાય છે. પાછળથી મેં પાપીએ આવું દુષ્કૃત કર્યું ઇતિ ઉદ્વેગપણાથી તે તે પશ્ચાતાપ યોગ્ય વિષયસેવનાદિક ક્રિયાને વિષે પશ્ચાત્તાપ કરવાવાલો થાય છે. આવો સંવેગવાન પુરૂષ જંબુસ્વામીની પેઠે જોવા લાયક છે. અને આવો સમ્યકત્વવાન જીવ મોક્ષસુખનો ભોક્તા થાય છે. ઇતિ બીજું સંવેગલિંગમ્ નિર્વેદ નું સ્વરૂપ સમ્યગુષ્ટિ જીવ સંવેગ નામના લિંગથી જેનું સમ્યક્ત્વ દેખાય છે, એવો જે તે સંસારવન ગહન દુઃખથકી ઉદ્વિગ થયો છતો જન્મ જરાને મરણાદિકનાં દુઃખોનો પ્રાદુર્ભાવ ફરી થાય નહિ. એવા સમ્યગ્દષ્ટિ જીવોના મનને વિષે જે સંતાપ થાય છે તેમનું અનાદિ પ્રવાહવડે કરી ચિંતવન કરે છે. યત: जरामरणदौर्गत्य, व्याधयस्ताव दासतां, जन्मैव किं न धीरस्य, भूयो भयस्त्रापाकरम् ॥१॥ ભાવાર્થ : જરા મરણ દુર્ગતિ વ્યાધિયો તો પ્રથમ દૂર રહો, પરંતુ ધીરપુરૂષને ફક્ત એકલો જન્મ જ અત્યંત ભય અને લજાને (૧૬૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196