Book Title: Vividh Vishay Vicharmala Part 05
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 186
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ કારણ કે ભવ્યજીવોને મુક્તિમાર્ગ ઉંચિત ભાવ પ્રગટ થાય છે, પરંતુ અભવ્ય જીવોને તો ભાવ પ્રગટ થતો નથી, તે જ વિશેષ કારણ છે. હવે મુક્ત કરવાના ઉપાયને કહે છે. સંસાર દુઃખ મુક્તપણાના હેતુભૂત ભવબાધા વિયોજન કારણરૂપ તીર્થંકર મહારાજાપ્રણીત જિનધર્મ માર્ગ વિના બીજો એક પણ ઉપાય નથી, જો કે કુતિર્થીઓને ધર્મ છે, પરંતુ તે ધર્મ મોક્ષ વૃક્ષના બીજભૂત સમ્યક્ત્વથી રહિત છે, તેમજ સંસારથી તારવાના સામર્થ્યથી પતિત છે. તેથી મિથ્યાદર્શન પુગલોને ભજનારા પ્રાણિયોને જૈન ધર્મ પરિણમશે નહિ, તેમ હું વિતર્ક કરૂં છું, કારણ કે જ્ઞાન રહિત મતિના વિપરીતપણાથી કાચને વિષે મણિની બુદ્ધિવત અધર્મને જ તે લોકો અભિમાનથી ધર્મ માને છે. હવે સંસારના મૂળ કારણરૂપ મિથ્યાત્વ તેના નાશ કરવાના ઉપાયને પ્રગટ કરી કહે છે. ચોરી પરવંચન આદિકુત્સિત ઉપાયવિરહિત શિષ્ટજન અનિંદ્ય વ્યવહારથી ઉત્પન્ન થયેલ દ્રવ્યવડે કરી ન્યાય દ્રવ્યથી હું જૈનમંદિર બંધાવું, કારણ કે ન્યાયવડે કરી ઉપાર્જન કરેલ ધન જિનાદિક પાત્રને વિષે મહાફલદાયક થાય છે. ઉત્તમ પ્રકારના શિલ્પતત્વ જ્ઞાનિયોયે ઘટિત વિશાલ શાલભંજિકાદિ રૂપ રચનાવડે કરી અત્યંત મનોહર કરાવું. પ્રશ્નએમ કેમ કહો છો ? ઉત્તર કહે છે. રમણિય મંદિરના દેખાવથી ગુણાનુરાગીયો પણ, મિથ્યાત્વીયો પણ વિવેકીપણાથી ગુણીનો પક્ષપાત કરવાથી તેને બોધિબીજની પ્રાપ્તિ થાય છે કારણ કે જિનાલયની પ્રશંસા કરવાથી સમ્યકત્વ મૂલ રૂપ બોધિબીજની પ્રાપ્તિ થાય છે, કારણ કે પ્રત્યક્ષ જિન ભવનના દેખવાથી વીતરાગ મહારાજનું ભુવન તો આવા પ્રકારનું જ જોઇએ. ધન્ય છે આ મહાનુભાવને કે જેણે પોતાનો ઉત્તમ પૈસો આ ૧૬૭) ૧૬૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196