Book Title: Vividh Vishay Vicharmala Part 05
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 193
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ સાગારાદિકના પેઠે પોષણ કરવું તે પણ જીવવાના હેતુભૂત હોવાથી દાન આપવું ઉચિત નથી તે કારણ માટે પાટીદાન જ શુદ્ધ જે તે મુક્તિનું કારણ છે. એવા પ્રકારના લક્ષણવાળા જીવને ભગવાને સમ્યગદષ્ટિ કહેલ છે. यथोक्तम् - अर्हद् वेश्म विधापनादि विधिना सम्यग्दशाकलृप्तया, लब्ध्वाबोधिबाधितां बतयया भव्या विरत्यादृताः, गत्वा निर्वृतिमाभवं विदधते रक्षां पृथिव्यादिषु, ध्येया दर्शनलक्षणं क्षणकरी सैवानुकं पाबुधैः ॥१॥ | ભાવાર્થ : વિરતિને અંગીકાર કરનારા-તથા સમ્યગુદષ્ટિપણે ધારણ કરનારા ભવ્ય જીવો જે તે વિધિ વડે કરી શ્રી જિનેશ્વર મહારાજાનું વિધિસહિત મંદિર કરાવી. અબાધિતબોધિબીજને પામીને પૃથ્વીકાયાદિક જીવોને વિષે દયા ધારણ કરીને-જિંદગીપર્યત જીવદયાનું પ્રતિપાલન કરી નિર્વાણ દશા(મુક્તિ)ને પ્રાપ્ત કરે છે, તેથી પંડિત પુરૂષોએ-દર્શન શુદ્ધિને કરનારી તેમજ દર્શનશુદ્ધિના લક્ષણભૂત એવી અનુકંપા દયાનું જ ધ્યાન કરવું જોઇએ, કારણ કે અનુકંપાથી જ જીવો-મુક્તિના શાશ્વત સુખના ભોક્તા થઈ શકે છે. | ઇતિ ચતુર્થ અનુકંપાલિંગમ. - આસ્તિક્યતાનું સ્વરૂપ હવે આસ્તિકયતા નામનું પાંચમું લક્ષણ કહે છે. બીજાઓ તત્વો સાંભળતા છતાં પણ અર્હત્ તત્વને વિષે આકાંક્ષા રહિત દ્રઢ પ્રતિપતિ રહે છે તે આસ્તિતા કહેવાય છે. વીતરાગ દેવે જે તત્વો કથન કરેલા તે જ સત્ય છે. અને તે તત્વોને વિષે નિઃશંકતા ધારણ કરી. પોતાના શ્રવણ કરવામાં અન્યના ગમે તેવા M૧૭૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196