Book Title: Vividh Vishay Vicharmala Part 05
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 194
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ તત્વો શ્રવણ કરવામાં કદાપિ આવે તો પણ. તેનું હૃદય-પર આત્માયે કથન કરેલ તત્વો પરથી પલટાય નહિ તેજ આસ્તિકતા કહેવાય છે. દેવ પાષાણમય છે. તેમાં કાંઈ પણ સત્ય નથી. ગુરૂ વેષમાત્રધારી, આજીવિકા અર્થે ત્યાગમાર્ગ અંગીકાર કરનારા છે. તેનું મન કેવું હોય છે તે કોણ જાણે છે. ઇંદ્રિયોનો રોધ કરવોદુશકય છે, કારણ કે તે પ્રત્યેક ઇંદ્રિયો પોતપોતાના માર્ગ પ્રત્યે ગમન કરનારી હોવાથી રોકી શકવી અશકય છે. તપ કરવો તે કેવલ આત્માને શોષણ કરવા સિવાય બીજું કાંઈ પણ નથી. સ્વર્ગ નર્કને જોઈને કોણ આવેલ છે. ધર્મ તે કેવલ સંસારજન્ય સુખ ભોગવના અંતરાય માટે જ કથન કરેલ છે. કહ્યું છે. કે - हत्था गया इमे कामा, कालिया जे अणागया । को जाणाई परे लोए, अत्थि वा नत्थि वा पुणो ॥१॥ ભાવાર્થ : આ કામભોગો તો હાથમાં આવેલા છે અને તપસ્યાદિક કરવાથી મેળવવા ધારેલા સુખો તો અનાગત કાળમાં પ્રાપ્ત થવાના છે, પણ કોણ જાણે છે કે પરલોક છે કે નહિ, એટલે પ્રાપ્ત થયેલાને છોડી દઇને આગળ મળશે કે નહિ તેવી શંકામાં કોણ પડે? આવા પ્રકારે નાસ્તિકોએ મુગ્ધ જીવોને ઠગવા માટે અનેક પ્રકારના અસત્ પ્રલાપોને કરેલા દેખીને તેમજ શ્રવણ કરીને તેના વચનો પ્રત્યે આદર નહિ કરતા વીતરાગના સત્ય વચનોને નિઃશંકપણે સત્ય માને છે તે જ આસ્તિકયતા નામનું પાંચમું લક્ષણ કહેવાય છે. ग्रंथकार प्रशस्ति इति श्रीमत्तपागच्छपूर्वांचलगगनमणिः श्रीमान् १००८ बुटेरायजी अपरनाम बुद्धिविजयजीशिष्यवर्यः १००८ श्रीमान् M૧૭૫ ૧૭૫ % Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196