Book Title: Vividh Vishay Vicharmala Part 05
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 189
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ જીવોને લાભકારી થાય છે. જેમ રૂધિરના રોગીને નસધમણિ ખોલવા રૂપ તથા નવરાદિક રોગીને લાંઘણ ઉષ્ણોદક, કટુંક, કષાય ઔષધ, કવાથ, પાનાદિકા ક્રિયા સારા વૈદ્ય કરેલી ચામડી, શરીર વિદારવારૂપ રસના ઉદર વિગેરેને આપાત માત્ર ક્ષોભ ઉત્પન્ન કરવાથી દુ:ખદાયક છતાં પણ ઉત્તરકાલમાં રોગના નાશ કરવામાં સાધનભૂત થાય છે, તેમ જિનાલય કરાવવાની ક્રિયા પણ સમ્યગ્દષ્ટિ જીવે પ્રથમ પૃથ્વીકાયાદિક જીવોનેબાધા કરનારી છતાં પણ ભવિષ્યમાં પોતાને અને પરને અન્ય ભવ્ય જીવોને સમ્યફ પ્રકારે વિરતિના ગ્રહણરૂપ તેમ જ સિદ્ધિના ગમનરૂપ શાશ્વતકાળ સુધી તેનું રક્ષણ કરવાથી સુખદાયક જ ગણાય છે. એ પ્રકારે જિન ભવનાદિ દ્વારવડે કરી સમ્યક્ત્વાદિક ભવ્ય જીવોને ઉત્પાદન કરવા વડે કરી અનુકંપા ભાવયિત્વા હાલમાં સિદ્ધાંત લેખ નાદિકવડે કરીને અનુકંપા બતાવે છે. વિધિવડે કરેલું કામ ભવ્ય જીવોને સદ્અનુષ્ઠાનના કારણભૂત થાય છે. કહ્યું છે કે યમ્. जिणभवणकारणविही, सुद्धा भूमिदलं च कठ्ठाई । भियगाणतिसंधाणं, सासयवुढ्ढीय जयणाय ॥१॥ ભાવાર્થ : જિનેશ્વર મહારાજનું ભુવન કરાવે ત્યારે પ્રથમ વિધિથી તો ભૂમિદલ શુદ્ધ જોઈએ, કાષ્ટાદિક કાંઈ પણ હોવું જોઇએ નહિ.તથા શુદ્ધ ભૂમિને વિષે જિનભુવન કરાવી, જિનબિંબ સ્થાપન કરી, ત્રિસંધ્ય પરમાત્માનું પૂજય-જયણાથી કરવાવડે કરીને શાશ્વત સુખની વૃદ્ધિ થાય છે. અર્થાત્ શીઘ્રતાથી મુક્તિ મળે છે. તે કારણ માટે વિધિ સૂત્ર નીતિવડે કરી બતાવે છે. નનુ પોતાની બુદ્ધિ વડે કરી આરંભ કરાવે છે. વિધિવડે કરી યુક્ત જિનપ્રાસાદાદિકનું ૧૭૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196