Book Title: Vijaynandansuri Smarak Granth
Author(s): Ratilal D Desai
Publisher: Visha Nima Jain Sangh Godhra

View full book text
Previous | Next

Page 4
________________ આનંદ આનંદ આજ પૃહણીયચરિત, પૂજનીયચરણ, આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના આપણા સૌ અને સમસ્ત જૈન સંઘ ઉપર અપાર ઉપકારો છે. તેઓ આપણા ઉપર ઉપકાર કરી શક્યા. નિર્વ્યાજ વત્સલભાવે કરી શક્યા. કારણ કે એમની દષ્ટિમાં વિશાળતા હતી કઈ પણ પરિસ્થિતિ, પ્રશ્ન કે બનાવ, તેની મર્યાદા કે વ્યાપ અનુસાર, સમુદાય, ગચ્છ, સંઘ અને સમાજના વિશાળ હિત તેમ જ લાભમાં પરિણમે, એનાથી થનારો લાભ સીમિત કે હાનિકર્તા ન બની રહે, એ બાબતને સતત નજર સામે રાખીને જ તેઓ દરેક પરિસ્થિતિ, પ્રશ્ન અને બનાવને મૂલવતા, સમજતા તેમ જ પ્રવૃત્તિ કરતા. આમ કરવા જતાં એમને ક્યારેય સાંપ્રદાયિક કે વૈચારિક સંકુચિતતા અને આગ્રહ નડડ્યા નથી; બલ્ક એમણે સ્વયં એ આગ્રહને પોતાનાથી અળગા રાખ્યા છે. આવી વિશાળ દષ્ટિ ધરાવનાર પુરુષ, પિતાના સમુદાયના, ગ૭ના, સમગ્ર જૈન સંઘના અને, એથીયે આગળ વધીને, સારાયે સમાજના ઉપકારક હોય એમાં આશ્ચર્ય નથી. સંઘના પરમઉપકારક અને અનેક આત્માઓના ભાવપ્રાણોદ્ધારક આ પૂજ્ય પુરુષના જીવન અને કાર્યક્ષેત્રની વિશાળતા તથા મહાનતાનું ભાન જનસાધારણને કરાવવા શુભ હેતુ, આ સ્મારક-ગ્રંથના માધ્યમે, આજે સફળ બની રહ્યો છે, એ પરમ હર્ષની વાત છે. અહીં, એ પરમપૂજ્ય પુરુષનું માત્ર જીવનચરિત્ર જ નહિ, પરંતુ સામાન્ય જનથી માંડીને વિશિષ્ટ કોટિના વિદ્વજનના પણ હૈયે રહેલા એમના સ્થાન અને એમના માટેની લાગણીનું નિર્મળ-સુરેખ પ્રતિબિંબ પણ છે. એમની ગેરહાજરીમાં, આ પ્રતિબિંબ પણ આપણા જીવન માટે માર્ગદર્શક બની રહેશે. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 536